< પ્રેરિતોનાં કૃત્યો 15 >
1 ૧ કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
Alò kèk mesye te desann sòti Judée e te kòmanse enstwi frè yo: “Amwenske nou vin sikonsi selon koutim Moïse la, nou pa kapab sove.”
2 ૨ અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
Lè Paul ak Barnabas te fè yon gran diskisyon ak deba avèk yo, lòt frè yo te detèmine ke Paul ak Barnabas ak kèk lòt nan yo ta dwe monte Jérusalem vè lòt apòt yo ak lansyen yo konsènan pwoblèm sila a.
3 ૩ એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
Konsa voye pa legliz la, yo t ap travèse Phénicie ak Samarie, e t ap bay an detay istwa konvèsyon pèp etranje yo. Sa te fè kè a tout frè yo kontan anpil.
4 ૪ તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
Lè yo te rive Jérusalem, yo te resevwa pa legliz la avèk tout apòt ak ansyen yo. Konsa, yo te bay yon rapò konple de tout sa ke Bondye te fè avèk yo.
5 ૫ પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’
Men kèk nan gwoup Farizyen ki te kwayan yo te kanpe e te di: “Li nesesè pou sikonsi yo, e pou fè yo swiv Lalwa Moïse la.”
6 ૬ ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
Apòt ak ansyen yo te vin reyini ansanm pou egzamine afè sila a.
7 ૭ અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
Apre anpil diskisyon, Pierre te kanpe e te di yo: “Frè yo, nou konnen ke nan tan pase yo, Bondye te fè yon chwa pami nou, ke pa bouch mwen, pèp etranje yo ta dwe tande pawòl levanjil la, e vin kwè.
8 ૮ અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
Bondye ki konnen kè a, te temwaye a yo menm, e te bay yo Lespri Sen an, menm jan ke Li te fè nou an.
9 ૯ અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
Li pa t fè distenksyon antre nou ak yo, e te netwaye kè yo pa lafwa.
10 ૧૦ તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
“Alò konsa, poukisa nou mete Bondye a leprèv la a lè nou plase sou kou a disip yo yon jouk ke ni zansèt nou yo, ni nou menm pa t kapab pote?
11 ૧૧ પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
Men nou kwè ke nou sove pa lagras a Senyè Jésus a, menm jan ak yo menm.”
12 ૧૨ ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
Tout foul la te rete an silans. Yo t ap koute Barnabas ak Paul lè yo t ap eksplike ki sign ak mirak Bondye te fè atravè yo menm pami pèp etranje yo.
13 ૧૩ તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;
Apre yo te fin pale Jacques te reponn e te di: “Frè yo, koute mwen.
14 ૧૪ પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
Simon eksplike nou jan Bondye te premyèman pran pami pèp etranje yo, yon pèp pou non Li.
15 ૧૫ પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
Epi avèk sa a, pawòl a pwofèt yo dakò, jis jan sa ekri a:
16 ૧૬ “એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
‘Apre bagay sa yo Mwen va retounen. Mwen va rebati tabènak David ki te tonbe a. Mwen va rebati ranblè li yo, e Mwen va restore li
17 ૧૭ એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
pou tout rès limanite a kapab chache Bondye, ak tout pèp etranje yo ki rele pa non Mwen,’
18 ૧૮ પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” (aiōn )
di Senyè a ki fè tout bagay sila yo konnen depi nan tan ansyen an. (aiōn )
19 ૧૯ માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
“Konsa, se jijman pa m pou nou pa twouble sila k ap tounen vè Bondye yo ki soti pami pèp etranje yo,
20 ૨૦ પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
men pou nou ekri yo pou yo evite bagay ki sèvi kon sakrifis pou zidòl, ak imoralite seksyèl, ak vyann sa ki toufe, ak san.
21 ૨૧ કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
Paske Moïse, depi nan ansyen jenerasyon yo gen kwayan nan chak vil sa yo ki preche li, paske li kon li nan sinagòg yo chak Saba.”
22 ૨૨ ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
Answit li te sanble bon pou disip ak ansyen yo, avèk tout legliz la, pou chwazi moun pami yo pou voye Antioche avèk Paul ak Barnabas: Jude ki rele Barsabas, ak Silas, mesye ki te konn dirije pami frè yo.
23 ૨૩ તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.
Yo te voye lèt sa a avèk yo: “Apòt ak frè yo ki se ansyen yo, a frè yo nan Antioche ak Syrie, ak Cilicie, ki sòti nan pèp etranje yo, salitasyon.
24 ૨૪ અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
“Akoz ke nou tande ke kèk nan nou ki pa t resevwa enstriksyon de nou menm, ap twouble nou avèk pawòl k ap boulvèse nanm nou,
25 ૨૫ માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
li te sanble bon pou nou, akoz nou tout te vin dakò ansanm, pou chwazi kèk mesye pou voye kote nou avèk byeneme nou yo, Barnabas ak Paul.
26 ૨૬ કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
Se mesye yo ki riske lavi yo pou non a Senyè nou an, Jésus Kri.
27 ૨૭ માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
“Konsa, nou voye Jude ak Silas ki yo menm va osi bay rapò a menm bagay sila yo pa pawòl nan bouch yo.
28 ૨૮ કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
“Paske li te parèt bon pou Lespri Sen an ak nou menm pa mete sou nou okenn fado ke lesansyèl sa yo:
29 ૨૯ એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
pou nou evite bagay ki sèvi kon sakrifis pou zidòl, san, bagay ki toufe, ak imoralite seksyèl. Si nou kenbe tèt nou lib de bagay sila yo, nou va fè byen. Orevwa.”
30 ૩૦ પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
Donk, lè yo te voye yo ale, yo te desann Antioche. Yo te ransanble tout asanble a ansanm pou te livre lèt la.
31 ૩૧ તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
Lè yo te li li, yo te rejwi yo akoz ankourajman li te bay.
32 ૩૨ યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
Jude ak Silas, ki te pwofèt yo menm osi, te ankouraje e ranfòse frè yo avèk yon mesaj byen long.
33 ૩૩ તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
Apre yo fin pase tan la a, frè yo te voye yo anpè, pou retounen kote sila ki te voye yo.
34 ૩૪ પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
Men li te sanble bon pou Silas pou l te rete la.
35 ૩૫ પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
Konsa, Paul ak Barnabas te rete Antioche ansanm ak anpil lòt, pou preche e enstwi pawòl Senyè a.
36 ૩૬ કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’
Apre kèk tan, Paul te di Barnabas: “Annou retounen pou vizite chak vil kote nou te pwoklame pawòl Senyè a pou nou wè kijan yo ye.”
37 ૩૭ યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
Barnabas te vle pran Jean Marc pou ale avèk yo tou.
38 ૩૮ પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
Men Paul te ensiste ke yo pa ta dwe pran li ki te abandone yo nan Pamphylie, e pa t akonpanye yo nan travay la.
39 ૩૯ ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
Yo te vin tèlman pa dakò ke yo te separe youn de lòt. Barnabas te pran Marc avè l e te pran bato a vwal pou Chypre.
40 ૪૦ પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
Men Paul te chwazi Silas e te pati. Frè yo te remèt li nan gras Senyè a.
41 ૪૧ સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.
Li te vwayaje travèse Syrie ak Cilicie, pou ranfòse legliz yo.