< પ્રેરિતોનાં કૃત્યો 14 >
1 ૧ ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.
It came to pass now in Iconium according to the same entering they into the synagogue of the Jews and speaking so that to believe of Jews both and Greeks a great number.
2 ૨ પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
The however (disobeying *N(k)O*) Jews stirred up and they poisoned the minds of the Gentiles against the brothers.
3 ૩ તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
A long indeed therefore time they stayed speaking boldly about the Lord who is bearing witness (to *n*) the word of the grace of Him, (and *k*) granting signs and wonders to be done through the hands of them.
4 ૪ પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
Was divided now the multitude of the city, and some indeed were with the Jews, some however with the apostles.
5 ૫ તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
When then there was a rush of the Gentiles both and Jews with the rulers of them to mistreat and to stone them,
6 ૬ ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
having become aware they fled to the cities of Lycaonia, Lystra and Derbe and the surrounding region,
7 ૭ ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
and there and there evangelising they were continuing.
8 ૮ લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
And a certain man crippled in Lystra in the feet was sitting, lame from [the] womb of [the] mother of him (being *k*) who never (walked. *N(k)O*)
9 ૯ તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
This [man] (heard *N(k)O*) Paul speaking, who having looked intently at him and having seen that he has faith to be healed,
10 ૧૦ એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
said in a loud (*ko*) voice; do stand on the feet of you (upright! *NK(o)*) And (he sprang up *N(k)O*) and was walking.
11 ૧૧ પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.
(And *N(k)O*) the crowds having seen what did (*k*) Paul lifted up the voice of them in Lycaonian saying; The gods having become like as men have come down to us;
12 ૧૨ તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.
They were calling then (one *k*) Barnabas Zeus, other Paul Hermes, because he himself was the leading speaker.
13 ૧૩ ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
(And *N(k)O*) the priest of Zeus who is being just outside the city (of them *k*) oxen and wreaths to the gates having brought with the crowds was desiring to sacrifice.
14 ૧૪ પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,
Having heard however the apostles Barnabas and Paul having torn the garments (of them *NK(o)*) (rushed out *N(k)O*) into the crowd crying out
15 ૧૫ ‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
and saying; Men, why these things do you? Also we ourselves of like nature are with you men, evangelising to you from these vanities to turn to (*k*) God (who *k*) is living, who made the heaven and the earth and the sea and all the [things] in them,
16 ૧૬ તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.
who in the having past generations allowed all the nations to go in the ways of them;
17 ૧૭ તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
(and yet and yet *N(k)O*) not without witness (Himself *N(k)O*) He has left (doing good, *N(k)O*) from heaven (to you *N(K)O*) rains giving and seasons fruitful, filling with food and gladness the hearts (of you. *N(K)O*)
18 ૧૮ પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
And these things saying hardly they stopped the crowds not sacrificing to them.
19 ૧૯ પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.
Came however from Antioch and Iconium Jews, and having persuaded the crowds and having stoned Paul they were dragging [him] outside the city (supposing *N(k)O*) him (to have died. *N(k)O*)
20 ૨૦ પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
When were sorrounding however the disciples him having risen up he entered into the city And on the next day he went away with Barnabas to Derbe.
21 ૨૧ તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા,
Having evangelised then the city that and having discipled many they returned to Lystra and (to *no*) Iconium and (to *no*) Antioch;
22 ૨૨ શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
strengthening the souls of the disciples, exhorting [them] to continue in the faith and that through many tribulations it behooves us to enter into the kingdom of God.
23 ૨૩ તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.
Having chosen now for them in every church elders, having prayed with fasting they committed them to the Lord in whom they had believed.
24 ૨૪ પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
And having passed through Pisidia they came to (*no*) Pamphylia,
25 ૨૫ અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
and having spoken in Perga the word they went down to Attalia;
26 ૨૬ પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
And from there And from there they sailed to Antioch, from where they had committed to the grace of God for the work that they had fulfilled.
27 ૨૭ તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
Having arrived now and having gathered together the church (they were declaring *N(k)O*) how much did God with them and that He had opened to the Gentiles a door of faith.
28 ૨૮ શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.
They were remaining then (there *k*) time no little with the disciples.