< પ્રેરિતોનાં કૃત્યો 14 >

1 ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.
ⲁ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲟⲛ ⲕⲁⲧⲁ ⲡⲉⲩⲥⲱⲛⲧ ⲉⲧⲣⲉⲩⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲛⲛⲓⲟⲩⲇⲁⲓ ⲛⲥⲉϣⲁϫⲉ ⲛⲧⲉⲓϩⲉ ϩⲱⲥⲧⲉ ⲛⲧⲉⲟⲩⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱϥ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲙⲛ ⲛϩⲉⲗⲗⲏⲛ
2 પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
ⲃ̅ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲇⲉ ⲛⲧⲟⲟⲩ ⲉⲧⲉⲙⲡⲟⲩⲛⲁϩⲧⲉ ⲁⲩⲧⲱⲟⲩⲛ ⲁⲩⲙⲉⲕϩ ⲛⲉⲯⲩⲭⲏ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ ⲉϩⲟⲩⲛ ⲉⲛⲉⲥⲛⲏⲩ
3 તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
ⲅ̅ⲁⲩⲣⲟⲩⲛⲟϭ ⲇⲉ ⲛⲟⲩⲟⲉⲓϣ ⲙⲙⲁⲩ ⲉⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁⲍⲉ ⲙⲙⲟⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲁⲓ ⲉⲧⲣⲙⲛⲧⲣⲉ ⲙⲡϣⲁϫⲉ ⲛⲧⲉϥⲭⲁⲣⲓⲥ ⲉⲧϯ ⲛϩⲉⲛⲙⲁⲉⲓⲛ ⲙⲛ ϩⲉⲛϣⲡⲏⲣⲉ ⲉⲧⲣⲉⲩϣⲱⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲉⲩϭⲓϫ
4 પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
ⲇ̅ⲁⲡⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲡⲱϣ ⲁⲩⲱ ϩⲟⲓⲛⲉ ⲙⲉⲛ ⲛⲉⲩϣⲟⲟⲡ ⲡⲉ ⲙⲛ ⲛⲓⲟⲩⲇⲁⲓ ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲙⲛ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ
5 તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
ⲉ̅ⲛⲧⲉⲣⲟⲩϯ ⲡⲉⲩⲟⲩⲟⲓ ⲇⲉ ⲛϭⲓ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲙⲛ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲁⲩⲱ ⲛⲉⲩⲁⲣⲭⲱⲛ ⲉⲧⲣⲉⲩⲥⲟϣⲟⲩ ⲁⲩⲱ ⲛⲥⲉϩⲓⲱⲛⲉ ⲉⲣⲟⲟⲩ
6 ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
ⲋ̅ⲁⲩⲉⲓⲙⲉ ⲁⲩⲱ ⲁⲩⲡⲱⲧ ⲉϩⲣⲁⲓ ⲉⲙⲡⲟⲗⲓⲥ ⲛⲧⲗⲩⲕⲁⲟⲛⲓⲁ ⲗⲩⲥⲇⲣⲁ ⲙⲛ ⲧⲉⲣⲃⲏ ⲁⲩⲱ ⲧⲡⲉⲣⲓⲭⲱⲣⲟⲥ
7 ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
ⲍ̅ⲁⲩⲱ ⲛⲉⲩⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ
8 લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
ⲏ̅ⲛⲉⲩⲛⲟⲩⲣⲱⲙⲉ ⲇⲉ ϩⲛ ⲗⲩⲥⲇⲣⲁ ⲛϭⲱⲃ ⲛⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲉϥϩⲙⲟⲟⲥ ⲉⲩϭⲁⲗⲉ ⲡⲉϫⲓⲛ ⲛϩⲏⲧⲥ ⲛⲧⲉϥⲙⲁⲁⲩ ⲙⲡϥⲙⲟⲟϣⲉ ⲉⲛⲉϩ
9 તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
ⲑ̅ⲡⲁⲓ ⲛⲉϥⲥⲱⲧⲙ ⲡⲉ ⲉⲡⲁⲩⲗⲟⲥ ⲉϥϣⲁϫⲉ ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲉⲓⲱⲣⲙ ⲉϩⲟⲩⲛ ⲉϩⲣⲁϥ ⲁϥⲉⲓⲙⲉ ϫⲉ ⲟⲩⲛⲧϥ ⲡⲓⲥⲧⲓⲥ ⲙⲙⲁⲩ ⲉⲧⲣⲉϥⲟⲩϫⲁⲓ
10 ૧૦ એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.
ⲓ̅ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲥⲙⲏ ϫⲉ ⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁⲕ ϩⲙ ⲡⲣⲁⲛ ⲛⲓⲥ ⲡⲉⲭⲥ ⲧⲱⲟⲩⲛ ⲛⲅⲁϩⲉⲣⲁⲧⲕ ϩⲓϫⲛ ⲛⲉⲕⲟⲩⲉⲣⲏⲧⲉ ⲁⲩⲱ ⲁϥϥⲟϭϥ ⲁϥⲙⲟⲟϣⲉ
11 ૧૧ પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.
ⲓ̅ⲁ̅ⲙⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲛⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ⲉⲡⲉⲛⲧⲁⲡⲁⲩⲗⲟⲥ ⲁⲁϥ ⲁⲩϥⲓ ϩⲣⲁⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲩⲁⲥⲡⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲛⲧⲁⲛⲛⲟⲩⲧⲉ ⲉⲓⲛⲉ ⲛⲛⲣⲱⲙⲉ ⲁⲩⲉⲓ ⲉϩⲣⲁⲓ ϣⲁⲣⲟⲛ
12 ૧૨ તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ϫⲉ ⲡⲍⲉⲩⲥ ⲡⲁⲩⲗⲟⲥ ⲇⲉ ϫⲉ ⲡϩⲣⲙⲏⲥ ⲉⲡⲉⲓⲇⲏ ⲛⲧⲟϥ ⲡⲉ ⲛⲉⲩⲛϭⲟⲙ ⲙⲙⲟϥ ⲡⲉ ϩⲙ ⲡϣⲁϫⲉ
13 ૧૩ ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
ⲓ̅ⲅ̅ⲡⲟⲩⲏⲏⲃ ⲇⲉ ⲙⲡⲍⲉⲩⲥ ⲉⲧⲙⲃⲟⲗ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲁϥⲉⲓⲛⲉ ⲛϩⲉⲛⲙⲁⲥⲉ ⲙⲛ ϩⲉⲛⲕⲗⲟⲙ ⲉⲣⲛ ⲛⲣⲟ ⲙⲛ ⲙⲙⲏⲏϣⲉ ⲁϥⲟⲩⲱϣ ⲉⲧⲁⲗⲉ ⲑⲩⲥⲓⲁ ⲉϩⲣⲁⲓ
14 ૧૪ પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,
ⲓ̅ⲇ̅ⲛⲧⲉⲣⲟⲩⲥⲱⲧⲙ ⲇⲉ ⲛϭⲓ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲙⲛ ⲡⲁⲩⲗⲟⲥ ⲁⲩⲡⲉϩ ⲛⲉⲩϩⲟⲉⲓⲧⲉ ⲁⲩⲱ ⲁⲩⲡⲱⲧ ⲉⲃⲟⲗ ⲉⲡⲙⲏⲏϣⲉ ⲁⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ
15 ૧૫ ‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
ⲓ̅ⲉ̅ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲛⲣⲱⲙⲉ ⲟⲩ ⲛⲉ ⲛⲁⲓ ⲉⲧⲉⲧⲛⲉⲓⲣⲉ ⲙⲙⲟⲟⲩ ⲁⲛⲟⲛ ϩⲱⲱⲛ ⲟⲛ ⲁⲛϩⲉⲛⲣⲱⲙⲉ ⲉⲛⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲛⲏⲧⲛ ⲉⲥⲁϩⲉⲧⲏⲩⲧⲛ ⲉⲃⲟⲗ ⲛⲛⲉⲓⲡⲉⲧϣⲟⲩⲉⲓⲧ ⲉⲕⲧⲉ ⲧⲏⲩⲧⲛ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲟⲛϩ ⲡⲁⲓ ⲛⲧⲁϥⲧⲁⲙⲓⲉ ⲧⲡⲉ ⲙⲛ ⲡⲕⲁϩ ⲙⲛ ⲑⲁⲗⲁⲥⲥⲁ ⲁⲩⲱ ⲛⲉⲧⲛϩⲏⲧⲟⲩ ⲧⲏⲣⲟⲩ
16 ૧૬ તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.
ⲓ̅ⲋ̅ⲡⲁⲓ ϩⲛ ⲛϫⲱⲙ ⲛⲧⲁⲩⲟⲩⲉⲓⲛⲉ ⲁϥⲕⲱ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣⲟⲩ ⲉⲧⲣⲉⲩⲃⲱⲕ ϩⲛ ⲛⲉⲩϩⲓⲟⲟⲩⲉ
17 ૧૭ તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
ⲓ̅ⲍ̅ⲕⲁⲓⲧⲟⲓ ⲟⲛ ⲙⲡϥϭⲱ ⲛⲟⲩⲉϣ ⲛⲣⲙⲛⲧⲣⲉ ⲙⲙⲟϥ ⲛⲁⲩ ⲉϥⲣ ⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛⲁⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲉϥϯ ⲛϩⲉⲛϩⲱⲟⲩ ⲙⲛ ϩⲉⲛⲟⲩⲟⲓϣ ⲛⲣⲉϥϯⲕⲁⲣⲡⲟⲥ ⲉϥⲧⲥⲓⲟ ⲛⲛⲉⲩϩⲏⲧ ⲛⲧⲣⲟⲫⲏ ϩⲓ ⲟⲩⲛⲟϥ
18 ૧૮ પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.
ⲓ̅ⲏ̅ⲛⲁⲓ ⲇⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲟⲩ ⲙⲟⲅⲓⲥ ⲁⲩⲧⲣⲉ ⲙⲙⲏⲏϣⲉ ⲉⲧⲙϣⲱⲱⲧ ⲛⲁⲩ
19 ૧૯ પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.
ⲓ̅ⲑ̅ⲁⲩⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ ⲙⲛ ϩⲓⲕⲟⲛⲓⲟⲥ ⲛϭⲓ ϩⲉⲛⲓⲟⲩⲇⲁⲓ ⲁⲩⲡⲓⲑⲉ ⲛⲙⲙⲏⲏϣⲉ ⲁⲩϩⲓ ⲱⲛⲉ ⲉⲡⲁⲩⲗⲟⲥ ⲁⲩⲥⲩⲣⲣⲁ ⲙⲙⲟϥ ⲡⲃⲟⲗ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲩⲙⲉⲉⲩⲉ ϫⲉ ⲁϥⲙⲟⲩ
20 ૨૦ પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.
ⲕ̅ⲛⲧⲉⲣⲉ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲇⲉ ⲕⲱⲧⲉ ⲉⲣⲟϥ ⲛⲧⲉⲣⲉⲣⲟⲩϩⲉ ϣⲱⲡⲉ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲡⲟⲗⲓⲥ ⲙⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲇⲉ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲙⲛ ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲉⲧⲉⲣⲃⲏ
21 ૨૧ તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા,
ⲕ̅ⲁ̅ⲛⲧⲉⲣⲟⲩⲧⲁϣⲉ ⲟⲓϣ ⲇⲉ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲩⲱ ⲁⲩϯ ⲥⲃⲱ ⲛⲟⲩⲙⲏⲏϣⲉ ⲁⲩⲕⲟⲧⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉⲗⲩⲥⲧⲣⲟⲥ ⲙⲛ ϩⲓⲕⲟⲛⲓⲟⲥ ⲙⲛ ⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ
22 ૨૨ શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’
ⲕ̅ⲃ̅ⲉⲩⲧⲁϫⲣⲟ ⲛⲛⲉⲯⲩⲭⲏ ⲛⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲩⲥⲟⲡⲥ ⲙⲙⲟⲟⲩ ⲉⲧⲣⲉⲩϭⲱ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁⲩⲱ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ϩⲁϩ ⲛⲑⲗⲓⲯⲓⲥ ⲉⲛⲁⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲙⲛⲧⲉⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ
23 ૨૩ તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.
ⲕ̅ⲅ̅ⲁⲩⲥⲙⲓⲛⲉ ⲇⲉ ⲛⲁⲩ ⲛϩⲉⲛⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲕⲁⲧⲁ ⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲁⲩϣⲗⲏⲗ ⲙⲛ ϩⲉⲛⲛⲏⲥⲧⲓⲁ ⲁⲩϯ ⲙⲙⲟⲟⲩ ⲉⲧⲟⲟⲧϥ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲡⲁⲓ ⲛⲧⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ
24 ૨૪ પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
ⲕ̅ⲇ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲟⲩⲙⲟⲩϣⲧ ⲛⲧⲡⲏⲥⲓⲇⲓⲁ ⲁⲩⲉⲓ ⲉⲡⲉⲣⲅⲏ ⲛⲧⲡⲁⲙⲫⲩⲗⲓⲁ
25 ૨૫ અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
ⲕ̅ⲉ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲟⲩϫⲉ ⲡϣⲁϫⲉ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲩⲃⲱⲕ ⲉⲁⲧⲧⲁⲗⲓⲁ
26 ૨૬ પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
ⲕ̅ⲋ̅ⲉⲃⲟⲗ ⲇⲉ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲩⲥϭⲏⲣ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ ⲙⲡⲙⲁ ⲛⲧⲁⲩⲧⲁⲁⲩ ⲛϩⲏⲧϥ ϩⲛ ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲡϩⲱⲃ ⲛⲧⲁⲩϫⲟⲕϥ ⲉⲃⲟⲗ
27 ૨૭ તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
ⲕ̅ⲍ̅ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲇⲉ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲛⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲁⲩϫⲱ ⲉⲣⲟⲟⲩ ⲛϩⲱⲃ ⲛⲓⲙ ⲛⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ⲁⲁⲩ ⲛⲙⲙⲁⲩ ⲁⲩⲱ ⲛⲑⲉ ⲛⲧⲁϥⲟⲩⲱⲛ ⲛⲟⲩⲣⲟ ⲙⲡⲓⲥⲧⲓⲥ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ
28 ૨૮ શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.
ⲕ̅ⲏ̅ⲁⲩϣⲱⲡⲉ ⲇⲉ ⲙⲙⲁⲩ ⲛⲟⲩⲛⲟϭ ⲛⲟⲩⲟⲉⲓϣ ⲙⲛ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ

< પ્રેરિતોનાં કૃત્યો 14 >