< પ્રેરિતોનાં કૃત્યો 13 >

1 હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
Bili so pa v cerkvi, ktera je bila v Antijohiji, nekteri preroki in učeniki: Barnaba in Simeon, ki se je imenoval Niger, in Lucij Cirenec, in Manahen, s Herodom četrtnikom odgojen, in Savel.
2 તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
Ko so pa oni službo Gospodu opravljali in se postili, reče sveti Duh: Odločite mi Barnaba in Savla za delo, na ktero sem ju poklizal.
3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
Tedaj, postivši se in molivši, položé roke na nju, ter ju odpusté.
4 એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
Ta torej, poslana od Duha svetega, snideta v Selevcijo, in odtod se odpeljeta po morji na Ciper.
5 તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
In ko sta prišla v Salamino, oznanjevala sta besedo Božjo po shajališčih Judovskih; imela sta pa tudi Janeza za služabnika.
6 તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
In ko sta prešla otok noter do Pafa, najdeta nekega vražarja, lažnjivega preroka Juda, kteremu je bilo ime Barjezu,
7 ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
In je bil z namestnikom Sergijem Pavlom, pametnim možem. Ta, poklicavši Barnaba in Savla, želel je slišati besedo Božjo.
8 પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
Ali ustavljal jima se je Elima, vražar (tako namreč se tolmači ime njegovo), gledajoč, da bi namestnika odvrnil od vere.
9 પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
Savel pa, ki se tudi Pavel imenuje, poln Duha svetega, pogledavši na-nj,
10 ૧૦ ‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
Reče: O polni vsake zvijače in vsake hudobije, sin hudičev, sovražnik vsake pravice! ali ne boš nehal prevračati pravih potov Gospodovih?
11 ૧૧ હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
In sedaj, glej, roka Gospodova je zoper té, in slep boš in ne boš videl solnca do časa. In pri tej priči je padel na-nj mrak in tema, in tipajoč okoli, iskal je vodnika.
12 ૧૨ અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
Tedaj je namestnik, ko je videl, kaj se je zgodilo, veroval, in čudil se je nauku Gospodovemu.
13 ૧૩ પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.
Odpeljavši pa se iz Pafa Pavel in kteri so bili ž njim, pridejo v Pergo Pamfilijsko. Janez pa se loči od nju, in vrne se v Jeruzalem.
14 ૧૪ પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
Ona pa, ko sta bila odšla iz Perge, prideta v Antijohijo Pisidijsko, in vnideta v sobotni dan v shajališče, in sedeta.
15 ૧૫ ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
Po branji postave in prerokov pa pošljejo poglavarji shajališča k njima, govoreč: Moža brata! če je v vaju beseda tolažbe za ljudstvo, govorita.
16 ૧૬ ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
Vstavši torej Pavel, pomigne z roko, naj umolknejo, ter reče: Možjé Izraelci, in kteri se bojite Boga, poslušajte!
17 ૧૭ આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
Bog naroda tega Izraelovega je izvolil očete naše, in povišal je ljudstvo, ko so prebivali v zemlji Egiptovskej, in s povzdigneno roko jih je izpeljal iž nje.
18 ૧૮ ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.
In okoli štirideset let je potrpel ž njih šegami v puščavi.
19 ૧૯ અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
In pokončavši sedem narodov v zemlji Kanaanskej, razdelil jim je po kocki njih zemljo.
20 ૨૦ એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
In po tem, kakih štiri sto in petdeset let, dal jim je sodnike do Samuela preroka.
21 ૨૧ ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
In odtlej so zahtevali kralja, in dal jim je Bog Savla sina Kisovega, moža iz rodú Benjaminovega, štirideset let.
22 ૨૨ પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’
In ko je bil tega zavrgel, obudil jim je Davida za kralja, kteremu je tudi rekel, pričevaje: "Našel sem Davida Jesejevega, moža po srcu svojem, kteri bo izpolnjeval vso voljo mojo."
23 ૨૩ એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.
Iž njegovega semena je Bog po obljubi obudil Izraelu zveličarja Jezusa,
24 ૨૪ તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.
Ko je oznanil Janez pred prihodom njegovim krst pokore vsemu ljudstvu Izraelovemu.
25 ૨૫ યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’
Ko je pa Janez tek svoj dopolnjeval, govoril je: "Kdo menite, da sem jaz? Nisem jaz, nego glej, prišel bo za menoj, komur nisem vreden obutala odvezati z nog."
26 ૨૬ ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.
Možjé bratje, sinovi rodú Abrahamovega, in kteri se med vami bojé Boga! vam se je poslala beseda tega življenja.
27 ૨૭ કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
Kajti tí, kteri prebivajo v Jeruzalemu, in njih poglavarji, ker tega niso poznali, odsodili so ga, in tako so glasove prerokov, kteri se vsako soboto beró, dopolnili;
28 ૨૮ મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
In nobene krivice smrtne niso našli, in prosili so Pilata, naj ga pogubí.
29 ૨૯ તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
In ko so dopolnili vse, kar je bilo pisano za njega, sneli so ga z lesa in položili v grob.
30 ૩૦ પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
A Bog ga je obudil iz mrtvih,
31 ૩૧ અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
In pokazoval se je več dnî tem, kteri so bili ž njim vred prišli iz Galileje v Jeruzalem, kteri so priče njegove pred ljudstvom.
32 ૩૨ અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
In mi vam oznanjujemo obljubo, ktera se je obljubila očetom, da je to Bog izpolnil nam njih otrokom, obudivši Jezusa,
33 ૩૩ ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
Kakor je tudi v drugem psalmu pisano: "Sin moj si ti; jaz sem te danes rodil."
34 ૩૪ તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
Da ga je pa obudil iz mrtvih, da se ne vrne več v trohnenje, rekel je tako: "Dal vam bom svetinjo Davidovo zvesto."
35 ૩૫ એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
Za to pravi tudi na drugem mestu: "Ne boš dal, da bi svetnik tvoj videl trohnenje."
36 ૩૬ કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
Kajti David, ko je bil ob času svojem poslužil volji Božjej, zaspal je, in položili so ga k očetom njegovim, in videl je trohnenje.
37 ૩૭ પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
Ta pa, ki ga je Bog obudil, ni videl trohnenja.
38 ૩૮ એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
Znano vam torej bodi, možjé bratje! da vam se po njem odpuščanje grehov oznanjuje;
39 ૩૯ અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
In od vsega, od česar se v Mojzesovej postavi niste mogli opravičiti, opravičil se bo v tem vsak, kdor veruje.
40 ૪૦ માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
Glejte torej, da ne pride na vas, kar je rečeno v prerokih:
41 ૪૧ ‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
"Glejte, zaničevalci! in čudite se in izginite; kajti delo bom jaz storil v dnéh vaših, delo, kteremu ne boste verovali, če vam kdo pové."
42 ૪૨ અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
Ko sta pa izšla iz shajališča Judovskega, prosili so ju pogani, naj bi jim drugo soboto govorila te besede.
43 ૪૩ સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
In ko se je zbor razšel, odšlo je veliko Judov in pobožnih izpreobrnencev za Pavlom in Barnabom, ktera sta, govoreč jim, prigovarjala, naj ostanejo v milosti Božjej.
44 ૪૪ બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
A drugo soboto se je skoro vse mesto zbralo, da bi slišali besedo Božjo.
45 ૪૫ પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
Videč pa Judje ljudstvo, napolnijo se nenavidnosti, in govorili so zoper to, kar je pravil Pavel, nasprotujoč in preklinjajoč.
46 ૪૬ ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios g166)
Tedaj Pavel in Barnaba srčno rečeta: Vam se je morala najprej govoriti beseda Božja; ko jo pa zametujete, in se nevredne štejete večnega življenja, glej, obračava se do poganov. (aiōnios g166)
47 ૪૭ કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
Kajti tako nam je zapovedal Gospod: "Postavil sem te za luč poganom, da boš na zveličanje noter do kraja zemlje."
48 ૪૮ એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios g166)
Ko so pa pogani to slišali, veselili so se, in slavili so besedo Gospodovo, in verovali so, kolikor jih je bilo odločenih za večno življenje. (aiōnios g166)
49 ૪૯ તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
In razširjala se je beseda Gospodova po vsej deželi.
50 ૫૦ પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.
Judje pa nadražijo pobožne in poštene žene in prvake mestne, in zbudé preganjanje zoper Pavla in Barnaba, in izženó ju iz svojih krajev.
51 ૫૧ પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.
A ona sta otresla prah z nog svojih na njih, in prišla sta v Ikonijo.
52 ૫૨ શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
Učenci pa so so napolnjevali radosti in Duha svetega.

< પ્રેરિતોનાં કૃત્યો 13 >