< પ્રેરિતોનાં કૃત્યો 13 >
1 ૧ હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
And profetis and doctouris weren in the chirche that was at Antioche, in which Barnabas, and Symount, that was clepid Blac, and Lucius Cironense, and Manaen, that was the soukynge fere of Eroude tetrarke, and Saul weren.
2 ૨ તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.
And whanne thei mynystriden to the Lord, and fastiden, the Hooli Goost seide to hem, Departe ye to me Saul and Barnabas, in to the werk to which Y haue takun hem.
3 ૩ ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
Thanne thei fastiden, and preieden, and leiden hondis on hem, and leten hem go.
4 ૪ એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
But thei weren sent of the Hooli Goost, and wenten forth to Seleucia, and fro thennus thei wenten bi boot to Cipre.
5 ૫ તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
And whanne thei camen to Salamyne, thei prechiden the word of God in the synagogis of Jewis; and thei hadden also Joon in mynystrie.
6 ૬ તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
And whanne thei hadden walkid bi al the ile to Pafum, thei founden a man, a witche, a false profete, a Jewe, to whom the name was Bariesu,
7 ૭ ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
that was with the proconsul Sergius Paule, a prudent man. This clepide Barnabas and Poul, and desiride to here the word of God.
8 ૮ પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
But Elymas witche withstoode hem; for his name is expowned so; and he souyte to turne awei the proconsul fro bileue.
9 ૯ પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
But Saul, which is seid also Paul, was fillid with the Hooli Goost, and bihelde in to hym, and seide, A!
10 ૧૦ ‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
thou ful of al gile, and al falsnesse, thou sone of the deuel, thou enemye of al riytwisnesse, thou leeuest not to turne vpsodoun the riytful weies of the Lord.
11 ૧૧ હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
And now lo! the hoond of the Lord is on thee, and thou schalt be blynde, and not seynge the sunne in to a tyme. And anoon myste and derknesse felden doun on hym; and he yede aboute, and souyte hym that schulde yyue hoond to hym.
12 ૧૨ અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
Thanne the proconsul, whanne he hadde seyn the dede, bileuede, wondringe on the techyng of the Lord.
13 ૧૩ પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.
And whanne fro Pafum Poul hadde go bi a boot, and thei that weren with hym, thei camen to Pergen of Pamfilie; but Joon departide fro hem, and turnede ayen to Jerusalem.
14 ૧૪ પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
And thei yeden to Pergen, and camen to Antioche of Persidie; and thei entriden in to the synagoge in the dai of sabatis, and saten.
15 ૧૫ ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.
And after the redyng of the lawe and of the prophetis, the princis of the synagoge senten to hem, and seiden, Britheren, if ony word of exortacioun to the puple is in you, seie ye.
16 ૧૬ ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;
And Poul roos, and with hoond baad silence, and seide, Men of Israel, and ye that dreden God, here ye.
17 ૧૭ આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.
God of the puple of Israel chees oure fadris, and enhaunside the puple, whanne thei weren comelingis in the loond of Egipt, and in an hiy arme he ledde hem out of it;
18 ૧૮ ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.
and bi the tyme of fourti yeeris he suffride her maneres in desert.
19 ૧૯ અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;
And he destriede seuene folkis in the loond of Canaan, and bi sort departide to hem her lond,
20 ૨૦ એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
as aftir foure hundrid and fifti yeeris. And aftir these thingis he yaf domesmen, to Samuel, the profete.
21 ૨૧ ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.
And fro that tyme thei axiden a kyng, and God yaf to hem Saul, the sone of Cis, a man of the lynage of Beniamyn, bi fourti yeeris.
22 ૨૨ પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’
And whanne he was don awei, he reiside to hem Dauid king, to whom he bar witnessing, and seide, Y haue foundun Dauid, the sone of Jesse, a man aftir myn herte, which schal do alle my willis.
23 ૨૩ એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.
Of whos seed bi the biheest God hath led out to Israel a sauyoure Jhesu,
24 ૨૪ તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.
whanne Joon prechide bifor the face of his comyng the baptym of penaunce to al the puple of Israel.
25 ૨૫ યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’
But whanne Joon fillide his cours, he seide, Y am not he, whom ye demen me to be; but lo! he cometh aftir me, and Y am not worthi to doon of the schoon of hise feet.
26 ૨૬ ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.
Britheren, and sones of the kynde of Abraham, and whiche that in you dreden God, to you the word of helthe is sent.
27 ૨૭ કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
For thei that dwelliden at Jerusalem, and princis of it, that knewen not this Jhesu, and the voicis of prophetis, that by euery sabat ben red, demyden, and filliden;
28 ૨૮ મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
and thei founden in hym no cause of deth, and axiden of Pilat, that thei schulden sle hym.
29 ૨૯ તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
And whanne thei hadden endid alle thingis that weren writun of hym, thei token hym doun of the tre, and leiden hym in a graue.
30 ૩૦ પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
And God reiside hym fro deth in the thridde dai; which was seyn bi mony daies to
31 ૩૧ અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
hem that wenten vp togidere with hym fro Galilee in to Jerusalem, which ben til now his witnessis to the puple.
32 ૩૨ અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
And we schewen to you the biheest that was maad to oure fadris;
33 ૩૩ ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
for God hath fulfillid this to her sones, and ayenreisid Jhesu; as in the secounde salm it is writun, Thou art my sone, to dai Y bigat thee.
34 ૩૪ તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
And he ayenreiside hym fro deth, that he schulde not turne ayen in to corrupcioun, seide thus, For Y schal yyue to you the hooli trewe thingis of Dauid.
35 ૩૫ એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
And therfor and on an othere stide he seith, Thou schalt not yyue thin hooli to se corrupcioun.
36 ૩૬ કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
But Dauid in his generacioun, whanne he hadde mynstrid to the wille of God, diede, and was leid with hise fadris, and say corrupcioun;
37 ૩૭ પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
but he whom God reiside fro deth, say not corrupcioun.
38 ૩૮ એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
Therfor, britheren, be it knowun to you, that bi hym remyssioun of synnes is teld to you, fro alle synnes, of whiche ye myyten not be iustified in the lawe of Moises.
39 ૩૯ અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
In this ech man that bileueth, is iustified.
40 ૪૦ માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
Therfor se ye, that it come not to you, that is biforeseid in the profetis,
41 ૪૧ ‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
Ye dispiseris, se ye, and wondre ye, and be ye scaterid abrood; for Y worche a werk in youre daies, a werk that ye schulen not bileue, if ony man schal telle it to you.
42 ૪૨ અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
And whanne thei yeden out, thei preieden, that in the sabat suynge thei schulden speke to hem these wordis.
43 ૪૩ સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
And whanne the synagoge was left, manye of Jewis and of comelingis worschypynge God supeden Poul and Barnabas; that spaken, and counseliden hem, that thei schulden dwelle in the grace of God.
44 ૪૪ બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
And in the sabat suynge almest al the citee cam togidir, to here the word of God.
45 ૪૫ પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
And Jewis sien the puple, and weren fillid with enuye, and ayenseiden these thingis that weren seyd of Poul, and blasfemyden.
46 ૪૬ ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ. (aiōnios )
Thanne Poul and Barnabas stidfastli seiden, To you it bihofte first to speke the word of God; but for ye putten it awei, and han demyd you vnworthi to euerlastinge lijf, lo! we turnen to hethen men. (aiōnios )
47 ૪૭ કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
For so the Lord comaundide vs, Y haue set thee in to liyt to hethen men, that thou be in to helthe to the vtmest of erthe.
48 ૪૮ એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો. (aiōnios )
And hethen men herden, `and ioieden, and glorifieden the word of the Lord; and bileueden, as manye as weren bifore ordeyned to euerlastinge lijf. (aiōnios )
49 ૪૯ તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
And the word of the Lord was sowun bi al the cuntre.
50 ૫૦ પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.
But the Jewis stiriden religiouse wymmen, and onest, and the worthiest men of the citee, and stireden persecucioun ayens Poul and Barnabas, and dryuen hem out of her cuntreis.
51 ૫૧ પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.
And thei schoken awei in to hem the duste of her feet, and camen to Yconye.
52 ૫૨ શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
And the disciplis weren fillid with ioye and the Hooli Goost.