< પ્રેરિતોનાં કૃત્યો 12 >

1 આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
ⲁ̅ⲙⲡⲉⲟⲩⲟⲉⲓϣ ⲇⲉ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲁⲅⲣⲓⲡⲡⲁⲥ ⲡⲣⲣⲟ ϩⲓⲧⲟⲟⲧϥ ⲉⲑⲙⲕⲉ ϩⲟⲓⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ
2 તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
ⲃ̅ⲁϥϩⲱⲧⲃ ⲇⲉ ⲛⲓⲁⲕⲱⲃⲟⲥ ⲡⲥⲟⲛ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ϩⲛ ⲟⲩⲥⲏϥⲉ
3 યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.
ⲅ̅ⲛⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲇⲉ ϫⲉ ϥⲣⲁⲛⲁⲩ ⲛⲛⲓⲟⲩⲇⲁⲓ ⲁϥⲟⲩⲱϩ ⲉⲧⲟⲟⲧϥ ⲉϭⲱⲡⲉ ⲙⲡⲕⲉⲡⲉⲧⲣⲟⲥ ⲛⲉⲛⲉϩⲟⲟⲩ ⲇⲉ ⲛⲁⲑⲁⲃ ⲛⲉ
4 તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.
ⲇ̅ⲛⲧⲉⲣⲉϥϭⲟⲡϥ ⲇⲉ ⲁϥⲛⲟϫϥ ⲉⲡⲉϣⲧⲉⲕⲟ ⲉⲁϥⲧⲁⲁϥ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲙⲙⲛⲧⲁⲥⲉ ⲙⲙⲁⲧⲟⲓ ⲉϩⲁⲣⲉϩ ⲉⲣⲟϥ ⲉϥⲟⲩⲱϣ ⲙⲛⲛⲥⲁ ⲡⲡⲁⲥⲭⲁ ⲉⲛⲧϥ ⲉⲃⲟⲗ ⲛⲛⲁϩⲣⲙ ⲡⲗⲁⲟⲥ
5 તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.
ⲉ̅ⲡⲉⲧⲣⲟⲥ ϭⲉ ⲛⲉⲩϩⲁⲣⲉϩ ⲉⲣⲟϥ ⲡⲉ ϩⲛ ⲟⲩⲱⲣϫ ϩⲙ ⲡⲉϣⲧⲉⲕⲟ ⲛⲉⲩⲛ ⲟⲩⲛⲟϭ ⲇⲉ ⲛϣⲗⲏⲗ ϣⲟⲟⲡ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲛⲛⲁϩⲣⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲃⲏⲏⲧϥ
6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.
ⲋ̅ⲛⲧⲉⲣⲉϥⲛⲟⲩ ⲇⲉ ⲛϭⲓ ⲁⲅⲣⲓⲡⲡⲁⲥ ⲉⲛⲧϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉⲩϣⲏ ⲉⲧⲙⲙⲁⲩ ⲛⲉⲣⲉⲡⲉⲧⲣⲟⲥ ⲛⲕⲟⲧⲕ ⲛⲧⲙⲏⲧⲉ ⲙⲙⲁⲧⲟⲓ ⲥⲛⲁⲩ ⲉϥⲙⲏⲣ ⲛϩⲁⲗⲩⲥⲓⲥ ⲥⲛⲧⲉ ⲉⲣⲉⲛⲁⲛⲟⲩⲣϣⲉ ϩⲓⲣⲙ ⲡⲣⲟ ⲉⲩϩⲁⲣⲉϩ ⲉⲡⲉϣⲧⲉⲕⲟ
7 ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.
ⲍ̅ⲁⲩⲱ ⲉⲓⲥ ⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲧⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ ϩⲓϫⲙ ⲡⲉⲧⲣⲟⲥ ⲁⲩⲱ ⲁⲩⲟⲩⲟⲉⲓⲛ ϣⲁ ϩⲙ ⲡⲏⲓ ⲁϥⲧⲃⲥ ⲡⲉⲥⲡⲓⲣ ⲇⲉ ⲙⲡⲉⲧⲣⲟⲥ ⲁϥⲧⲟⲩⲛⲟⲥϥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲧⲱⲟⲩⲛⲅ ϩⲛ ⲟⲩϭⲉⲡⲏ ⲁⲩⲱ ⲁⲙⲙⲣⲣⲉ ϩⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉϥϭⲓϫ
8 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.
ⲏ̅ⲡⲉϫⲉ ⲡⲁⲅⲅⲉⲗⲟⲥ ⲇⲉ ⲛⲁϥ ϫⲉ ⲙⲟⲩⲣ ⲛⲧⲉⲕϯⲡⲉ ⲁⲩⲱ ⲛⲅϯ ⲙⲡⲉⲕⲥⲁⲛⲇⲁⲗⲓⲟⲛ ⲉⲣⲁⲧⲕ ⲁϥⲉⲓⲣⲉ ⲇⲉ ϩⲓⲛⲁⲓ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ϯⲧⲉⲕϣⲧⲏⲛ ϩⲓⲱⲱⲕ ⲁⲩⲱ ⲛⲅⲟⲩⲁϩⲕ ⲛⲥⲱⲓ
9 તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.
ⲑ̅ⲁϥⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲁϥⲟⲩⲁϩϥ ⲛⲥⲱϥ ⲉⲛϥⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ⲟⲩⲙⲉ ⲡⲉ ⲡⲉⲧⲉⲣⲉ ⲡⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲓⲣⲉ ⲙⲙⲟϥ ⲛⲉϥⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ϫⲉ ⲟⲩϩⲟⲣⲟⲙⲁ ⲡⲉⲧϥⲛⲁⲩ ⲉⲣⲟϥ
10 ૧૦ તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
ⲓ̅ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡϣⲟⲣⲡ ⲛⲣⲟ ⲁⲩⲱ ⲡⲙⲉϩⲥⲛⲁⲩ ⲁⲩⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲧⲡⲩⲗⲏ ⲙⲡⲉⲛⲓⲡⲉ ⲉⲧⲟⲩⲏⲛ ⲉⲃⲟⲗ ⲉⲧⲡⲟⲗⲓⲥ ⲧⲁⲓ ⲇⲉ ⲁⲥⲟⲩⲱⲛ ⲛⲁⲩ ⲙⲁⲩⲁⲁⲥ ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲁⲩⲡⲱϩ ϣⲁ ⲡϣⲟⲣⲡ ⲛϩⲓⲣ ⲁⲩⲱ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲁⲡⲁⲅⲅⲉⲗⲟⲥ ⲥⲁϩⲱϥ ⲉⲃⲟⲗ ⲙⲙⲟϥ
11 ૧૧ જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.
ⲓ̅ⲁ̅ⲡⲉⲧⲣⲟⲥ ⲇⲉ ⲛⲧⲉⲣⲉⲡⲉϥϩⲏⲧ ϣⲱⲡⲉ ⲙⲙⲟϥ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲧⲉⲛⲟⲩ ⲁⲓⲉⲓⲙⲉ ⲛⲁⲙⲉ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡⲉⲛⲧⲁϥⲧⲛⲛⲟⲟⲩ ⲙⲡⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲁⲩⲱ ⲁϥⲛⲁϩⲙⲉⲧ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧϭⲓϫ ⲛⲁⲅⲣⲓⲡⲡⲁⲥ ⲁⲩⲱ ⲧⲉⲡⲣⲟⲥⲇⲟⲕⲓⲁ ⲧⲏⲣⲥ ⲙⲡⲗⲁⲟⲥ ⲛⲛⲓⲟⲩⲇⲁⲓ
12 ૧૨ પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.
ⲓ̅ⲃ̅ⲛⲧⲉⲣⲉϥⲉⲓⲙⲉ ⲇⲉ ⲁϥⲃⲱⲕ ⲉⲣⲛ ⲡⲏⲓ ⲙⲙⲁⲣⲓⲁ ⲧⲙⲁⲁⲩ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲙⲁⲣⲕⲟⲥ ⲡⲙⲁ ⲉⲛⲉⲣⲉⲟⲩⲙⲏⲏϣⲉ ⲛϩⲏⲧϥ ⲉⲩⲥⲟⲟⲩϩ ⲁⲩⲱ ⲉⲩϣⲗⲏⲗ
13 ૧૩ તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી.
ⲓ̅ⲅ̅ⲛⲧⲉⲣⲉϥⲧⲱϩⲙ ⲇⲉ ⲉⲣⲙ ⲡⲣⲟ ⲛⲑⲁⲉⲓⲧ ⲁⲩϣⲉⲉⲣⲉ ϣⲏⲙ ⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲟⲩⲱϣⲃ ⲉⲡⲉⲥⲣⲁⲛ ⲡⲉ ϩⲣⲟⲇⲏ
14 ૧૪ તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉⲥⲥⲟⲩⲛ ⲧⲉⲥⲙⲏ ⲙⲡⲉⲧⲣⲟⲥ ⲉⲃⲟⲗ ⲙⲡⲣⲁϣⲉ ⲙⲡⲥⲟⲩⲱⲛ ⲙⲡⲣⲟ ⲁⲥⲡⲱⲧ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲁⲥⲧⲁⲙⲟⲟⲩ ϫⲉ ⲡⲉⲧⲣⲟⲥ ⲁϩⲉⲣⲁⲧϥ ϩⲓⲣⲙ ⲡⲣⲟ
15 ૧૫ તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે.
ⲓ̅ⲉ̅ⲁⲩⲱ ⲡⲉϫⲁⲩ ⲛⲁⲥ ϫⲉ ⲉⲣⲉⲗⲟⲃⲉ ⲛⲧⲟⲥ ⲇⲉ ⲁⲥⲧⲱⲕ ⲉϩⲟⲩⲛ ϫⲉ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁⲥ ϫⲉ ⲡⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲡⲉ
16 ૧૬ પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
ⲓ̅ⲋ̅ⲡⲉⲧⲣⲟⲥ ⲇⲉ ⲙⲡϥⲗⲟ ⲉϥⲧⲱϩⲙ ⲛⲧⲉⲣⲟⲩⲟⲩⲱⲛ ⲇⲉ ⲁⲩⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲁⲩⲡⲱϣⲥ
17 ૧૭ પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.
ⲓ̅ⲍ̅ⲁϥⲕⲓⲙ ⲇⲉ ⲛⲧⲉϥϭⲓϫ ⲉⲣⲟⲟⲩ ⲉⲧⲣⲉⲩⲕⲁ ⲣⲱⲟⲩ ⲁϥⲧⲁⲙⲟⲟⲩ ⲉⲑⲉ ⲛⲧⲁⲡϫⲟⲉⲓⲥ ⲛⲧϥ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϣⲧⲉⲕⲟ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲧⲁⲙⲉ ⲓⲁⲕⲱⲃⲟⲥ ⲁⲩⲱ ⲛⲉⲥⲛⲏⲩ ⲉⲛⲁⲓ ⲁϥⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲁϥⲃⲱⲕ ⲉⲩⲙⲁ ⲛϫⲁⲓⲉ
18 ૧૮ સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે?
ⲓ̅ⲏ̅ⲛⲧⲉⲣⲉϩⲧⲟⲟⲩⲉ ⲇⲉ ϣⲱⲡⲉ ⲛⲉⲩⲛⲟⲩⲛⲟϭ ⲛϣⲧⲟⲣⲧⲣ ϣⲟⲟⲡ ϩⲛ ⲙⲙⲁⲧⲟⲓ ϫⲉ ⲟⲩ ⲁⲣⲁ ⲡⲉⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲙⲡⲉⲧⲣⲟⲥ
19 ૧૯ હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો.
ⲓ̅ⲑ̅ⲁⲅⲣⲓⲡⲡⲁⲥ ⲇⲉ ⲛⲧⲉⲣⲉϥϣⲓⲛⲉ ⲛⲥⲱϥ ⲙⲡϥϩⲉ ⲉⲣⲟϥ ⲁϥⲁⲛⲁⲕⲣⲓⲛⲉ ⲛⲛⲁⲛⲟⲩⲣϣⲉ ⲁϥⲟⲩⲉϩ ⲥⲁϩⲛⲉ ⲉϫⲓⲧⲟⲩ ⲉⲃⲟⲗ ⲉⲧⲁⲕⲟⲟⲩ ⲁϥⲉⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ϯⲟⲩⲇⲁⲓⲁ ⲉϩⲣⲁⲓ ⲉⲕⲁⲓⲥⲁⲣⲓⲁ ⲁϥϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ
20 ૨૦ હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.
ⲕ̅ⲛⲉϥϭⲟⲛⲧ ⲇⲉ ⲉⲛⲣⲙⲛⲧⲩⲣⲟⲥ ⲙⲛ ⲥⲓⲇⲱⲛ ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ϩⲓ ⲟⲩⲥⲟⲡ ⲁⲩⲉⲓ ϣⲁⲣⲟϥ ⲁⲩⲱ ⲁⲩⲡⲓⲑⲉ ⲛϥⲗⲁⲥⲧⲟⲥ ⲡⲉⲧϩⲓϫⲙ ⲡⲕⲟⲓⲧⲱⲛ ⲙⲡⲣⲣⲟ ⲁⲩⲁⲓⲧⲓ ⲛⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ⲉⲃⲟⲗ ϫⲉ ⲛⲉⲩⲥⲁⲛϣ ⲛⲧⲉⲩⲭⲱⲣⲁ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲁⲡⲣⲣⲟ
21 ૨૧ પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.
ⲕ̅ⲁ̅ϩⲛ ⲟⲩϩⲟⲟⲩ ⲇⲉ ⲉⲁⲩⲧⲟϣϥ ⲁϩⲏⲣⲱⲇⲏⲥ ϯϩⲓⲱⲱϥ ⲛⲧⲉϥϩⲃⲥⲱ ⲛⲣⲣⲟ ⲁⲩⲱ ⲁϥϩⲙⲟⲟⲥ ⲉⲡⲃⲏⲙⲁ ⲁϥϯ ϩⲁⲡ ⲉⲣⲟⲟⲩ
22 ૨૨ ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.
ⲕ̅ⲃ̅ⲡⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲁⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϫⲉ ⲟⲩⲥⲙⲏ ⲛⲛⲟⲩⲧⲉ ⲧⲉ ⲁⲩⲱ ⲛⲟⲩⲥⲙⲏ ⲛⲣⲱⲙⲉ ⲁⲛ ⲧⲉ
23 ૨૩ તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.
ⲕ̅ⲅ̅ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲁϥⲡⲁⲧⲁⲥⲥⲉ ⲙⲙⲟϥ ⲛϭⲓ ⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲧⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲃⲟⲗ ϫⲉ ⲙⲡϥϯ ⲉⲟⲟⲩ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲁϥⲣϥⲛⲧ ⲁϥⲙⲟⲩ
24 ૨૪ પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું.
ⲕ̅ⲇ̅ⲡϣⲁϫⲉ ⲇⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁϥⲁⲩⲝⲁⲛⲉ ⲁⲩⲱ ⲁϥⲁϣⲁⲓ
25 ૨૫ બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.
ⲕ̅ⲉ̅ⲃⲁⲣⲛⲁⲃⲁⲥ ⲇⲉ ⲙⲛ ⲥⲁⲩⲗⲟⲥ ⲁⲩⲕⲟⲧⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲑⲓⲗⲏⲙ ⲉⲧⲁⲛⲧⲓⲟⲭⲓⲁ ⲉⲁⲩϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛⲧⲇⲓⲁⲕⲟⲛⲓⲁ ⲉⲁⲩϫⲓ ⲛⲙⲙⲁⲩ ⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉⲧⲟⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲙⲁⲣⲕⲟⲥ

< પ્રેરિતોનાં કૃત્યો 12 >