< પ્રેરિતોનાં કૃત્યો 11 >
1 ૧ હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
Почули ж апо́столи й браття, що в Юдеї були, що й погани прийняли́ Слово Боже.
2 ૨ જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
І, як Петро повернувся до Єрусалиму, з ним стали змагатися ті, хто з обрі́зання,
3 ૩ ‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
кажучи: „Чого́ ти ходив до людей необрі́заних та споживав із ними?“
4 ૪ ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
Петро ж розпочав і їм розповів за порядком, говорячи:
5 ૫ ‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’
„Був я в місті йоппі́йськім і молився, і бачив в захо́пленні видіння: якась посу́дина схо́дила, немов простира́ло велике, яка, за чотири кінці прив'я́зана, спускалася з неба й підійшла аж до мене.
6 ૬ તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
Зазирнувши до неї, я поглянув, і побачив там чотириногих землі, і звірів, і гаддя, і небесних пташок.
7 ૭ વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
І голос почув я, що мені промовляв: „Устань, Петре, заколи та й їж!“
8 ૮ પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
А я відказав: „Жодним способом, Господи, — бо ніко́ли нічого оги́дного чи то нечистого в у́ста мої не вхо́дило!“
9 ૯ પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
І відповів мені голос із неба вдруге: „Що від Бога очищене, не вважай за оги́дне того́!“
10 ૧૦ એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
І це сталося тричі, і все знов було взяте на небо.
11 ૧૧ અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા.
І ось три чоловіки, посланці з Кесарі́ї до мене, перед домом, де був я, спинилися за́раз.
12 ૧૨ આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;
І сказав мені Дух іти з ними без жодного сумніву. Зо мною ж пішли й оці шестеро браття, і ввійшли ми до дому того чоловіка.
13 ૧૩ ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ;
І він нам розповів, як у домі своїм бачив ангола, який став і сказав: „Пошли до Йоппі́ї, та приклич того Си́мона, що зветься Петром,
14 ૧૪ તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
він слова́ тобі скаже, якими спасешся і ти, і ввесь дім твій“.
15 ૧૫ હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો.
А як я промовляв, зли́нув на них Святий Дух, як споча́тку й на нас.
16 ૧૬ ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
І я згадав слово Господнє, як Він говорив: „Іван ось водою христив, ви ж охрищені будете Духом Святим“.
17 ૧૭ માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?
Отож, коли Бог дав одна́ковий дар їм, як і нам, що ввірували в Господа Ісуса Христа, то хто́ ж я такий, щоб міг заперечити Богові?“
18 ૧૮ આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.
І, почувши таке, замовкли вони, і Бога хвалили, говорячи: „Отож, і поганам Бог дав покая́ння в життя!“
19 ૧૯ સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી.
А ті, хто розпоро́шився від переслідування, що зняло́ся було через Степа́на, перейшли навіть до Фінікі́ї, і Кі́пру, і Антіохі́ї, не звіщаючи сло́ва ніко́му, крім юдеїв.
20 ૨૦ પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
А між ними були мужі деякі з Кіпру та з Кіріне́ї, що до Антіохі́ї прийшли, і промовляли й до греків, благові́стячи про Господа Ісуса.
21 ૨૧ પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
І Господня рука була з ними; і велике число їх увірувало, і навернулось до Господа!
22 ૨૨ તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;
І вістка про них досягла́ до вух єрусали́мської Церкви, і до Антіохі́ї послали Варнаву.
23 ૨૩ તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;
А він, як прийшов і благодать Божу побачив, звеселився, і всіх став просити, щоб серцем рішучим трималися Господа.
24 ૨૪ કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.
Бо він добрий був муж, повний Духа Святого та віри. І прилучилось багато наро́ду до Господа!
25 ૨૫ પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
Після того подався Варна́ва до Та́рсу, щоб Са́вла шукати.
26 ૨૬ અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
А знайшовши, привів в Антіохі́ю. І збирались у Церкві вони цілий рік, і навчали багато народу, і в Антіохі́ї найперш християнами на́звано учнів.
27 ૨૭ હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
Прибули́ ж тими днями пророки від Єрусалиму до Антіохі́ї.
28 ૨૮ તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
І встав один з них, на йме́ння Ага́в, і Духом прорік, що голод великий у ці́лому світі настане, як за Кла́вдія був.
29 ૨૯ ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
Тоді учні, усякий із своєї спроможности, постановили послати допомогу братам, що в Юдеї жили.
30 ૩૦ તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.
Що й зробили, через руки Варнави та Са́вла, пославши до старших.