< યોહાનનો ત્રીજોપત્ર 1 >

1 જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
Bătrânul, către preaiubitul Gaiu, pe care îl iubesc în adevăr.
2 મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
Preaiubitule, mai presus de toate doresc ca tu să prosperi şi să fii sănătos, aşa cum prosperă sufletul tău.
3 કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
Fiindcă m-am bucurat foarte mult când fraţii au venit şi au adus mărturie despre adevărul care este în tine, aşa cum tu umbli în adevăr.
4 મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
Nu am bucurie mai mare decât să aud despre copiii mei că umblă în adevăr.
5 મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
Preaiubitule, cu credincioşie faci tot ceea ce lucrezi pentru fraţi şi pentru străini,
6 તેઓએ તારા પ્રેમ વિષે મંડળીના વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.
Care au adus mărturie despre dragostea ta creştină, înaintea bisericii; pe care dacă îi însoţeşti evlavios, bine vei face.
7 કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
Fiindcă pentru numele lui au ieşit, neluând nimic de la neamuri.
8 આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.
De aceea suntem datori să îi primim pe unii ca aceştia, ca să fim conlucrători cu adevărul.
9 મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.
Am scris bisericii, dar Diotref, căruia îi place să aibă întâietatea între ei, nu ne primeşte.
10 ૧૦ તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
Din această cauză, dacă vin, îi voi aminti faptele sale pe care le face, îndrugând cuvinte răutăcioase împotriva noastră; şi nemulţumit cu acestea, el nici nu îi primeşte pe fraţi şi îi opreşte pe cei ce doresc să îi primească şi îi dă afară din biserică.
11 ૧૧ મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
Preaiubitule, nu urma ceea ce este rău, ci ceea ce este bun. Cel ce face bine este din Dumnezeu, dar cel ce face rău nu l-a văzut pe Dumnezeu.
12 ૧૨ દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
Lui Dimitrie i s-a dat o mărturie bună din partea tuturor şi a adevărului însuşi; da, şi noi aducem mărturie; şi ştiţi că mărturia noastră este adevărată.
13 ૧૩ મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
Aveam multe de scris, dar nu voiesc să îţi scriu cu cerneală şi condei.
14 ૧૪ પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
Dar sper să te văd în curând şi vom vorbi faţă în faţă. Pace ţie. Te salută prietenii noştri. Salută prietenii pe nume.

< યોહાનનો ત્રીજોપત્ર 1 >