< યોહાનનો ત્રીજોપત્ર 1 >
1 ૧ જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
THE Elder, to my beloved Gaius, whom I love in the truth.
2 ૨ મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
Our beloved; in all things, I pray for thee that thou mayest prosper and be in health, as thy soul doth prosper.
3 ૩ કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
For I rejoiced greatly, when the brethren came and testified concerning thy integrity, even as thou walkest in the truth.
4 ૪ મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
And I have no greater joy, than to hear that my children walk in the truth.
5 ૫ મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
Our beloved, thou doest in faith, what thou performest towards the brethren; and especially towards strangers,
6 ૬ તેઓએ તારા પ્રેમ વિષે મંડળીના વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.
who have borne testimony to thy charity before the whole church, to whom thou doest good, as is pleasing to God.
7 ૭ કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
For they went forth in behalf of his name, taking nothing of the Gentiles.
8 ૮ આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.
We therefore ought to receive such persons, that we may be aiders of the truth.
9 ૯ મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.
I was desirous of writing to the church; but he who loveth to be foremost among them, Diotrephes, receiveth us not.
10 ૧૦ તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
Therefore, if he come, remember those his doings, that he treated us with malignant words; and this not sufficing him, he received not the brethren; and those who would receive them, he prohibited, and even ejected them from the church.
11 ૧૧ મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
Our beloved, be not a follower of what is evil, but of what is good. He that doeth good, is of God; but he that doeth evil, hath not seen God.
12 ૧૨ દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
Of Demetrius, there is good testimony from every one, and from the church, and from the truth itself: and we also bear him testimony, and ye know that our testimony is true.
13 ૧૩ મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
I had many things to write to thee; but I will not write them to thee with ink and pen.
14 ૧૪ પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
But I hope soon to see thee, and to converse mouth to mouth. [ (III John 1:15) Peace be with thee. The friends salute thee. Salute the friends, severally, by name. ]