< તિમોથીને બીજો પત્ર 4 >

1 જયારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુને ઈશ્વર મને જોવે છે જયારે હું તને આ આજ્ઞા આપું છું કે
Ich beschwöre dich vor dem Angesicht Gottes und Christi Jesu, der Lebendige und Tote richten wird, wenn er erscheint in seiner Königsmacht:
2 તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.
Verkündige das Wort, tritt damit auf, gerufen oder ungerufen; überzeuge, weise zurecht und ermahne mit allen Aufwand von Geduld und Lehrgeschick!
3 હું તને આ બાબતો કહું છું, કેમ કે એવો સમય આવશે કે જયારે આપણામાનાં લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, જેઓ તેમને એવું શીખવે કે તેવોને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકો ને તેઓ શોધશે. આ રીતે, તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય.
Denn es kommt eine Zeit, da werden die Leute die gesunde Lehre unerträglich finden und sich immer neue Lehrer nach ihrem Geschmack suchen, weil sie hören wollen, was ihre Ohren kitzelt;
4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે.
von der Wahrheit werden sie ihr Ohr abwenden und sich den Fabeln zuwenden.
5 પણ તું તિમોથી, ગમે તે થાય તો પણ પોતા પર કાબુ રાખ. મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરવા તૈયાર રહે. સુવાર્તાનાં ઉપદેશનું કામ કર. ઈશ્વરની સેવા માટે જે કાર્ય તારે કરવું જોઈએ તે પૂરું કર.
Du aber sei in jeder Hinsicht nüchtern; sei bereit zu leiden; verrichte das Werk eines Verkündigers der Heilsbotschaft; sei treu in deinem Dienst bis ans Ende!
6 હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે.
Denn ich bin schon ein Todesopfer, und die Zeit meines Heimgangs ist da.
7 હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે.
Den herrlichen Kampf habe ich gekämpft, den Lauf vollendet, die Treue gehalten.
8 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે. જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે. અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.
Nun liegt die Gerechtigkeit als Siegeskranz für mich bereit: den wird mir der Herr an jenem Tag zum Lohn schenken — er, der gerechte Richter; doch nicht mir allein, sondern auch allen, die seine Erscheinung liebgehabt.
9 તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર.
Beeile dich, so schnell als möglich zu mir zu kommen!
10 ૧૦ દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. (aiōn g165)
Denn Demas hat mich aus Liebe zu dem, was die jetzige Weltzeit bietet, im Stich gelassen und ist nach Thessalonich gegangen; Kreszenz ist nach Gallien gereist und Titus nach Dalmatien. (aiōn g165)
11 ૧૧ અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.
Nur Lukas ist noch bei mir. Nimm dir Markus zum Reisebegleiter und bring ihn mit, denn er kann mir gute Dienste leisten!
12 ૧૨ મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.
Tychikus habe ich nach Ephesus gesandt.
13 ૧૩ તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.
Den Reisemantel, den ich in Troas bei Karpus zurückgelassen habe, bring mir mit, wenn du kommst, ebenso die Buchrollen und namentlich die Pergamentblätter!
14 ૧૪ આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે.
Der Metallarbeiter Alexander hat mir viel Böses zugefügt: der Herr wird ihm vergelten nach seinen Werken.
15 ૧૫ તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું.
Nimm du dich auch vor ihm in acht; denn er ist unseren Aussagen scharf entgegengetreten!
16 ૧૬ પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.
Als ich mich das erste Mal vor Gericht zu verantworten hatte, da erschien niemand als mein Beistand, sondern alle ließen mich im Stich. Möge es ihnen nicht zugerechnet werden!
17 ૧૭ પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે. આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો.
Der Herr aber hat mir damals beigestanden und mich gestärkt. Denn die Botschaft des Heils sollte durch mich völlig ausgerichtet werden, und alle Völker sollten sie vernehmen. Deshalb bin ich auch errettet worden aus des Löwen Rachen.
18 ૧૮ પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન. (aiōn g165)
Auch jetzt wird mich der Herr erretten von allen, was mir Schlimmes widerfährt, indem er mich sicher geleitet in sein himmlisches Königreich. Ihm sei ehre in alle Ewigkeit! Amen. (aiōn g165)
19 ૧૯ પ્રિસ્કા અને આકુલાને સલામ કહેજે. ઓનેસિફરસનાં ઘરનાંને સલામ કહેજે.
Grüße Priska und Aquila und die Angehörigen des Onesiphorus!
20 ૨૦ એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો.
Erastus ist in Korinth geblieben; Trophimus habe ich krank in Milet zurückgelassen.
21 ૨૧ શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબૂલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે.
Beeile dich, noch vor Eintritt des Winters hierher zu kommen! Eubulus, Pudens, Linus, Klaudia und alle Brüder lassen dich grüßen.
22 ૨૨ પ્રભુ તમારા આત્માની સાથે રહો. પ્રભુ તમારા બધા પર કૃપાળુ રહો.
Der Herr Jesus sei mit deinem Geist! Die Gnade sei mit euch!

< તિમોથીને બીજો પત્ર 4 >