< તિમોથીને બીજો પત્ર 2 >

1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
ⲁ̅ⲛⲧⲟⲕ ϭⲉ ⲡⲁϣⲏⲣⲉ ϭⲙϭⲟⲙ ϩⲙ ⲡⲉϩⲙⲟⲧ ⲉⲧϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
2 જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
ⲃ̅ⲁⲩⲱ ⲛⲉⲛⲧⲁⲕⲥⲟⲧⲙⲟⲩ ⲛⲧⲟⲟⲧ ϩⲓⲧⲛ ϩⲁϩ ⲙⲙⲛⲧⲣⲉ ⲛⲁⲓ ⲕⲁⲁⲩ ⲉϩⲣⲁⲓ ⲛϩⲉⲛⲡⲓⲥⲧⲟⲥ ⲛⲣⲱⲙⲉ ⲛⲁⲓ ⲉⲩⲛⲁϣϭⲙϭⲟⲙ ⲉⲧⲥⲁⲃⲉ ϩⲉⲛⲕⲟⲟⲩⲉ
3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
ⲅ̅ϣⲡϩⲓⲥⲉ ϩⲱⲥ ⲙⲁⲧⲟⲓ ⲉⲛⲁⲛⲟⲩϥ ⲛⲧⲉ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
ⲇ̅ⲙⲉⲣⲉ ⲗⲁⲁⲩ ⲉϥⲟ ⲙⲙⲁⲧⲟⲓ ⲧⲁϩϥ ⲙⲛ ⲛⲉϩⲃⲏⲩⲉ ⲙⲡⲃⲓⲟⲥ ϫⲉ ⲉϥⲉⲁⲣⲉⲥⲕⲉ ⲙⲡⲉⲛⲧⲁϥⲁⲁϥ ⲙⲙⲁⲧⲟⲓ
5 વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
ⲉ̅ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲟⲛ ⲉⲣϣⲁⲛ ⲟⲩⲁ ⲣϣⲟⲉⲓϫ ⲙⲉϥϫⲓ ⲕⲗⲟⲙ ⲉⲓ ⲙⲏⲧⲓ ⲛϥⲙⲓϣⲉ ⲕⲁⲗⲱⲥ
6 મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
ⲋ̅ⲡⲟⲩⲟⲉⲓⲉ ⲉⲧϩⲟⲥⲉ ⲛⲧⲟϥ ⲉϣⲁϥϫⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲕⲁⲣⲡⲟⲥ ⲛϣⲟⲣⲡ
7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
ⲍ̅ⲛⲟⲓ ⲛⲛⲉϯϫⲱ ⲙⲙⲟⲟⲩ ⲉⲣⲉⲡϫⲟⲉⲓⲥ ⲅⲁⲣ ϯⲛⲁⲕ ⲛⲟⲩⲙⲛⲧⲣⲙⲛϩⲏⲧ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ
8 ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;
ⲏ̅ⲁⲣⲓⲡⲙⲉⲉⲩⲉ ⲛⲓⲏⲥ ⲡⲉⲭⲥ ⲉⲁϥⲧⲱⲟⲩⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲥⲡⲉⲣⲙⲁ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲕⲁⲧⲁ ⲡⲁⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ
9 જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.
ⲑ̅ⲡⲁⲓ ⲉϯϣⲡϩⲓⲥⲉ ⲛϩⲏⲧϥ ϣⲁϩⲣⲁⲓ ⲉⲙⲙⲣⲣⲉ ϩⲱⲥ ⲥⲟⲟⲛⲉ ⲁⲗⲗⲁ ⲙⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲙⲏⲣ ⲁⲛ
10 ૧૦ હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે. (aiōnios g166)
ⲓ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ϯϥⲓ ϩⲁ ⲡⲧⲏⲣϥ ⲉⲧⲃⲉ ⲛⲥⲱⲧⲡ ϫⲉ ⲉⲩⲉϫⲓ ϩⲱⲟⲩ ⲙⲡⲱⲛϩ ϩⲓⲧⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲙⲛ ⲡⲉⲟⲟⲩ ⲛⲧⲡⲉ (aiōnios g166)
11 ૧૧ આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;
ⲓ̅ⲁ̅ⲟⲩⲡⲓⲥⲧⲟⲥ ⲡⲉ ⲡϣⲁϫⲉ ⲉϣϫⲉ ⲁⲛⲙⲟⲩ ⲅⲁⲣ ⲛⲙⲙⲁϥ ⲉⲓⲉ ⲧⲛⲛⲁⲱⲛϩ ⲟⲛ ⲛⲙⲙⲁϥ
12 ૧૨ જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે;
ⲓ̅ⲃ̅ⲉϣϫⲉ ⲧⲛϩⲩⲡⲟⲙⲓⲛⲉ ⲉⲓⲉ ⲧⲛⲛⲁⲣⲣⲣⲟ ⲛⲙⲙⲁϥ ⲉϣϫⲉ ⲧⲛⲁⲣⲛⲁ ⲙⲙⲟϥ ⲉⲓⲉ ϥⲛⲁⲁⲣⲛⲁ ⲙⲙⲟⲛ ϩⲱⲱϥ
13 ૧૩ જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.
ⲓ̅ⲅ̅ⲉϣϫⲉ ⲧⲛⲟ ⲛⲁⲡⲓⲥⲧⲟⲥ ⲡⲏ ⲛⲁϭⲱ ⲉϥⲟ ⲙⲡⲓⲥⲧⲟⲥ ⲙⲛ ϣϭⲟⲙ ⲉⲧⲣⲉϥⲁⲣⲛⲁ ⲙⲙⲟϥ ⲟⲩⲁⲁϥ
14 ૧૪ તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ (તેઓને) એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
ⲓ̅ⲇ̅ⲛⲁⲓ ⲙⲁⲣⲟⲩⲣⲡⲉⲩⲙⲉⲉⲩⲉ ⲉⲕⲉⲣⲙⲛⲧⲣⲉ ⲙⲙⲟⲟⲩ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲉⲧⲙϯⲧⲱⲛ ⲉⲙⲛ ⲗⲁⲁⲩ ⲛϩⲏⲩ ⲛϩⲏⲧϥ ⲉⲩϣⲟⲣϣⲣ ⲛⲛⲉⲧⲥⲱⲧⲙ
15 ૧૫ જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
ⲓ̅ⲉ̅ϭⲉⲡⲏ ⲧⲁϩⲟⲕ ⲉⲣⲁⲧⲕ ⲛⲟⲩⲥⲱⲧⲡ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛⲟⲩⲉⲣⲅⲁⲧⲏⲥ ⲉⲙⲉϥϫⲓϣⲓⲡⲉ ⲉϥϣⲱⲱⲧ ⲙⲡϣⲁϫⲉ ⲛⲧⲙⲉ
16 ૧૬ પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,
ⲓ̅ⲋ̅ⲛⲓⲥⲙⲏ ⲇⲉ ⲉⲧϣⲟⲩⲉⲓⲧ ⲁⲩⲱ ⲉⲧⲃⲏⲧ ⲙⲡⲣⲟⲩⲱϣ ⲉϥⲓ ϩⲁⲣⲟⲟⲩ ⲛⲁⲥⲉⲃⲏⲥ ⲅⲁⲣ ⲛⲁⲡⲣⲟⲕⲟⲡⲧⲉ ⲉⲡⲉϩⲟⲩⲟ
17 ૧૭ અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે.
ⲓ̅ⲍ̅ⲁⲩⲱ ⲡⲉⲩϣⲁϫⲉ ⲛⲁⲣⲟⲩⲁⲙⲟⲙⲉ ⲛⲑⲉ ⲛⲟⲩⲅⲁⲅⲅⲣⲁⲓⲛⲁ ⲛⲁⲓ ⲉⲩⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ⲡⲉ ϩⲩⲙⲉⲛⲁⲓⲟⲥ ⲙⲛ ⲫⲓⲗⲏⲧⲟⲥ
18 ૧૮ પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.
ⲓ̅ⲏ̅ⲛⲁⲓ ⲉⲛⲧⲁⲩⲣϩⲁⲉ ⲉⲧⲙⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲟⲩⲱ ⲉⲥϣⲱⲡⲉ ⲁⲩⲱ ⲉⲩϣⲟⲣϣⲣ ⲛⲧⲡⲓⲥⲧⲓⲥ ⲛϩⲟⲓⲛⲉ
19 ૧૯ પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’
ⲓ̅ⲑ̅ⲧⲥⲛⲧⲉ ⲙⲉⲛ ⲉⲧⲧⲁϫⲣⲏⲩ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲁϩⲉⲣⲁⲧⲥ ⲉⲩⲛⲧⲁⲥ ⲙⲙⲁⲩ ⲛⲧⲉⲓⲥⲫⲣⲁⲅⲓⲥ ⲡϫⲟⲉⲓⲥ ⲅⲁⲣ ⲁϥⲥⲟⲩⲛ ⲛⲉⲧⲉⲛⲟⲩϥ ⲛⲉ ⲁⲩⲱ ⲙⲁⲣⲉϥⲥⲁϩⲱϥ ⲉⲃⲟⲗ ⲙⲡϫⲓ ⲛϭⲟⲛⲥ ⲛϭⲓ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲧⲁⲩⲟ ⲙⲡⲣⲁⲛ ⲙⲡϫⲟⲉⲓⲥ
20 ૨૦ મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.
ⲕ̅ⲛϩⲉⲛⲥⲕⲉⲩⲏ ⲇⲉ ⲛⲛⲟⲩⲃ ⲁⲛ ⲙⲙⲁⲧⲉ ⲡⲉⲧϩⲛ ⲟⲩⲛⲟϭ ⲛⲏⲓ ⲙⲛ ϩⲉⲛϩⲁⲧ ⲁⲗⲗⲁ ⲟⲩⲛϣⲉ ⲟⲛ ϩⲓ ⲃⲗϫⲉ ϩⲟⲓⲛⲉ ⲙⲉⲛ ⲉⲩⲧⲁⲉⲓⲟ ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲉⲩⲥⲱϣ
21 ૨૧ એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.
ⲕ̅ⲁ̅ⲉⲣϣⲁⲛ ⲟⲩⲁ ϭⲉ ⲧⲃⲃⲟϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲁⲓ ϥⲛⲁϣⲱⲡⲉ ⲛⲟⲩⲥⲕⲉⲩⲟⲥ ⲉⲩϯⲙⲏ ⲉϥⲧⲃⲃⲏⲩ ⲁⲩⲱ ⲉϥⲣⲁⲛⲁϥ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲉϥⲥⲃⲧⲱⲧ ⲉϩⲱⲃ ⲛⲓⲙ ⲛⲁⲅⲁⲑⲟⲛ
22 ૨૨ વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.
ⲕ̅ⲃ̅ⲛⲉⲡⲓⲑⲩⲙⲓⲁ ⲇⲉ ⲙⲙⲛⲧϣⲏⲣⲉ ϣⲏⲙ ⲡⲱⲧ ⲉⲃⲟⲗ ⲙⲙⲟⲟⲩ ⲡⲱⲧ ⲇⲉ ⲛⲧⲟϥ ⲛⲥⲁ ⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲧⲁⲅⲁⲡⲏ ϯⲣⲏⲛⲏ ⲙⲛ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲉⲡⲓⲕⲁⲗⲉⲓ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲟⲩϩⲏⲧ ⲉϥⲟⲩⲁⲁⲃ
23 ૨૩ મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.
ⲕ̅ⲅ̅ⲛⲓϣⲓⲛⲉ ⲇⲉ ⲛⲥⲟϭ ⲁⲩⲱ ⲛⲁⲧⲥⲃⲱ ⲡⲁⲣⲁⲓⲧⲉⲓ ⲙⲙⲟⲟⲩ ⲉⲕⲥⲟⲟⲩⲛ ϫⲉ ϣⲁⲩϫⲡⲉ ⲙⲓϣⲉ
24 ૨૪ પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;
ⲕ̅ⲇ̅ⲟⲩϩⲙϩⲁⲗ ⲇⲉ ⲛⲧⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛϣϣⲉ ⲁⲛ ⲉⲣⲟϥ ⲉⲙⲓϣⲉ ⲁⲗⲗⲁ ⲛϥϣⲱⲡⲉ ⲉϥⲑⲃⲃⲓⲏⲩ ⲛⲛⲁϩⲣⲛ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲛⲣⲉϥϯⲥⲃⲱ ⲉϥⲁⲛⲉⲭⲉ ⲛⲛⲉⲑⲟⲟⲩ
25 ૨૫ વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
ⲕ̅ⲉ̅ⲉϥϯ ⲥⲃⲱ ⲛⲛⲉⲧⲟⲩⲱϩⲙ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲣⲙⲣⲁϣ ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲡⲛⲟⲩⲧⲉ ϯⲛⲁⲩ ⲛⲟⲩⲙⲉⲧⲁⲛⲟⲓⲁ ⲉⲡⲥⲟⲟⲩⲛ ⲛⲧⲙⲉ
26 ૨૬ અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.
ⲕ̅ⲋ̅ⲁⲩⲱ ⲛⲥⲉⲛⲏⲫⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧϭⲟⲣϭⲥ ⲙⲡⲇⲓⲁⲃⲟⲗⲟⲥ ⲉⲩϭⲏⲡ ⲉⲃⲟⲗ ϩⲓ ⲧⲟⲟⲧϥ ⲉⲡⲟⲩⲱϣ ⲙⲡⲉⲧⲙⲙⲁⲩ

< તિમોથીને બીજો પત્ર 2 >