< તિમોથીને બીજો પત્ર 1 >
1 ૧ ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ.
१ख्रिस्त येशूमध्ये असलेल्या जीवनाविषयीच्या अभिवचनाची घोषणा करण्यास, देवाच्या इच्छेने ख्रिस्त येशूचा प्रेषित पौल याजकडून,
2 ૨ ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.
२प्रिय मुलगा तीमथ्य याला, देवपिता आणि ख्रिस्त येशू आमचा प्रभू याच्यापासून कृपा, दया व शांती असो.
3 ૩ વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.
३माझ्या पूर्वजांप्रमाणे ज्या देवाची मी शुद्ध विवेकभावाने सेवा करतो, त्या देवाचे मी उपकार मानतो आणि रात्रंदिवस माझ्या प्रार्थनेत तुझी नेहमी आठवण करतो.
4 ૪ તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં;
४तुझी आसवे आठवून तुला भेटण्याची उत्कंठा धरतो ह्यासाठी की मी आनंदाने पूर्ण व्हावे.
5 ૫ કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.
५तुझ्यातील निष्कपट विश्वासाची मला आठवण होते जो पहिल्यांदा तुझी आजी लोईसमध्ये होता आणि तुझी आई युनीकेमध्ये होता आणि माझी खात्री आहे की तोच विश्वास तुझ्यामध्येही आहे.
6 ૬ માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.
६या कारणासाठी मी तुला आठवण करून देतो की, देवाचे जे कृपादान माझे हात तुझ्यावर ठेवल्यामूळे तुझ्या ठायी आहे, ते प्रज्वलित कर.
7 ૭ કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો (આત્મા) આપ્યો છે.
७कारण देवाने आम्हास भित्रेपणाचा आत्मा दिला नाही तर सामर्थ्याचा, प्रीतीचा व संयमनाचा आत्मा दिला आहे.
8 ૮ માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.
८म्हणून आपल्या प्रभूविषयी साक्ष देण्यासाठी लाज धरु नको किंवा मी जो त्याच्यासाठी कैदी झालो त्या माझी लाज धरू नको. तर सुवार्तेसाठी देवाच्या सामर्थ्याप्रमाणे तू माझ्याबरोबर दुःखाचा वाटा घे.
9 ૯ તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; (aiōnios )
९त्याने आम्हास तारले आणि पवित्र पाचारण केले. आम्ही काही सत्कृत्ये केली म्हणून नाही तर त्याच्या स्वतःच्या हेतूने व कृपेने केले. ही कृपा युगाच्या सुरुवातीलाच देवाने ख्रिस्त येशूमध्ये आम्हास दिली होती. (aiōnios )
10 ૧૦ પણ આપણા ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;
१०पण जी आता आम्हास आमचा तारणारा ख्रिस्त येशू याच्या प्रकट होण्याने दाखवली गेली आहे. ख्रिस्ताने मरणाचा नाश केला आणि सुवार्तेद्वारे अविनाशीपण व जीवन प्रकाशात आणले.
11 ૧૧ મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.
११मला त्या सुवार्तेचा घोषणाकर्ता, प्रेषित आणि शिक्षक असे नेमले होते.
12 ૧૨ એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.
१२आणि या कारणामुळे मीसुद्धा दुःख भोगीत आहे. परंतु मी लाजत नाही कारण ज्याच्यावर मी विश्वास ठेवला आहे त्यास मी ओळखतो आणि माझी खात्री पटली आहे की, तो दिवस येईपर्यंत त्याने जे माझ्याकडे सोपवले आहे त्याचे तो रक्षण करील.
13 ૧૩ જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.
१३ज्या सुवचनांचा नमुना तू माझ्यापासून ऐकून घेतला, तो नमुना ख्रिस्त येशूतील विश्वास व प्रीती यामध्ये बळकट धर.
14 ૧૪ જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.
१४आपणामध्ये वस्ती करणाऱ्या पवित्र आत्म्याद्वारे त्या चांगल्या ठेवीचे रक्षण कर.
15 ૧૫ તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.
१५आशिया प्रांतामध्ये असणाऱ्या सर्वांनी मला सोडले आहे हे तुला ठाऊकच आहे. त्यामध्ये फुगल व हर्मगनेस आहेत.
16 ૧૬ પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;
१६अनेसिफरच्या घरावर प्रभू दया दाखवो कारण त्याने अनेकदा माझे समाधान केले आहे आणि माझ्या तुरूंगात असण्याची त्यास लाज वाटली नाही.
17 ૧૭ પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.
१७उलट रोम शहरामध्ये असताना त्याने माझा तपास लागेपर्यंत झटून माझा शोध केला.
18 ૧૮ (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે (મારી) અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.
१८प्रभू करो आणि त्यास त्यादिवशी प्रभूकडून दया मिळो कारण माझ्या इफिसात कितीतरी प्रकारे माझी सेवा केली हे तुला चांगले माहीत आहे.