< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1 >

1 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે.
ܦܘܠܘܤ ܘܤܠܘܢܘܤ ܘܛܝܡܬܐܘܤ ܠܥܕܬܐ ܕܬܤܠܘܢܝܩܝܐ ܕܒܐܠܗܐ ܐܒܘܢ ܘܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ
2 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.
ܛܝܒܘܬܐ ܥܡܟܘܢ ܘܫܠܡܐ ܡܢ ܐܠܗܐ ܐܒܘܢ ܘܡܢ ܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ
3 ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો.
ܠܡܘܕܝܘ ܠܐܠܗܐ ܒܟܠܙܒܢ ܚܝܒܝܢܢ ܥܠܝܟܘܢ ܐܚܝ ܐܝܟ ܡܐ ܕܘܠܐ ܕܝܬܝܪܐܝܬ ܪܒܝܐ ܗܝܡܢܘܬܟܘܢ ܘܤܓܐ ܚܘܒܐ ܕܟܠܟܘܢ ܕܟܠܢܫ ܠܘܬ ܚܒܪܗ
4 માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ.
ܐܝܟ ܕܐܦ ܚܢܢ ܒܟܘܢ ܢܗܘܐ ܡܫܬܒܗܪܝܢ ܚܢܢ ܒܥܕܬܐ ܕܐܠܗܐ ܥܠ ܗܝܡܢܘܬܟܘܢ ܘܥܠ ܡܤܝܒܪܢܘܬܟܘܢ ܕܒܟܠܗ ܪܕܝܦܘܬܟܘܢ ܘܐܘܠܨܢܝܟܘܢ ܕܡܤܝܒܪܝܢ ܐܢܬܘܢ
5 ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.
ܠܬܚܘܝܬܐ ܕܕܝܢܐ ܟܐܢܐ ܕܐܠܗܐ ܕܬܫܘܘܢ ܠܡܠܟܘܬܗ ܗܝ ܕܥܠ ܐܦܝܗ ܚܫܝܬܘܢ
6 ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ: ખ આપે.
ܘܐܢ ܟܐܢܐ ܩܕܡ ܐܠܗܐ ܕܢܦܪܘܥ ܐܘܠܨܢܐ ܠܐܠܘܨܝܟܘܢ
7 અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ: ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે.
ܘܠܟܘܢ ܕܡܬܐܠܨܝܬܘܢ ܢܚܐ ܥܡܢ ܒܓܠܝܢܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܕܡܢ ܫܡܝܐ ܥܡ ܚܝܠܐ ܕܡܠܐܟܘܗܝ
8 જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.
ܡܐ ܕܥܒܕ ܬܒܥܬܐ ܒܓܘܙܠܐ ܕܢܘܪܐ ܡܢ ܗܢܘܢ ܕܠܐ ܝܕܥܘ ܠܐܠܗܐ ܘܡܢ ܗܢܘܢ ܕܠܐ ܐܫܬܘܕܥܘ ܠܤܒܪܬܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ
9 પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે (aiōnios g166)
ܕܗܢܘܢ ܒܕܝܢܐ ܢܬܦܪܥܘܢ ܐܒܕܢܐ ܕܠܥܠܡ ܡܢ ܦܪܨܘܦܗ ܕܡܪܢ ܘܡܢ ܫܘܒܚܐ ܕܚܝܠܗ (aiōnios g166)
10 ૧૦ જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.
ܡܐ ܕܐܬܐ ܕܢܫܬܒܚ ܒܩܕܝܫܘܗܝ ܘܢܚܘܐ ܬܕܡܪܬܗ ܒܡܗܝܡܢܘܗܝ ܕܬܬܗܝܡܢ ܤܗܕܘܬܢ ܕܥܠܝܟܘܢ ܒܗܘ ܝܘܡܐ
11 ૧૧ તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;
ܡܛܠܗܢܐ ܒܟܠܙܒܢ ܡܨܠܝܢܢ ܥܠܝܟܘܢ ܕܢܫܘܝܟܘܢ ܐܠܗܐ ܠܩܪܝܢܟܘܢ ܘܢܡܠܝܟܘܢ ܟܠܗ ܨܒܝܢܐ ܕܛܒܬܐ ܘܥܒܕܐ ܕܗܝܡܢܘܬܐ ܒܚܝܠܐ
12 ૧૨ જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.
ܕܢܫܬܒܚ ܒܟܘܢ ܫܡܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܐܦ ܐܢܬܘܢ ܒܗ ܐܝܟ ܛܝܒܘܬܗ ܕܐܠܗܢ ܘܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ

< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1 >