< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3 >
1 ૧ છેવટે ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;
Վերջապէս, եղբայրնե՛ր, աղօթեցէ՛ք մեզի համար, որպէսզի Տէրոջ խօսքը արագ ընթանայ ու փառաւորուի ամէն տեղ՝ ինչպէս ձեր մէջ,
2 ૨ અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી.
եւ մենք ազատինք վատ ու չար մարդոցմէ. որովհետեւ բոլորը հաւատք չունին:
3 ૩ પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.
Բայց Տէրը հաւատարիմ է. ան պիտի ամրացնէ ձեզ եւ պահէ Չարէն:
4 ૪ તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.
Ու մենք համոզում ունինք ձեր վրայ Տէրոջմով, թէ ինչ որ պատուիրեցինք ձեզի՝ կ՚ընէք եւ պիտի ընէք ալ:
5 ૫ પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.
Տէրը թող ուղղէ ձեր սիրտերը դէպի Աստուծոյ սէրն ու Քրիստոսի համբերութիւնը:
6 ૬ હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.
Կը պատուիրենք ձեզի, եղբայրնե՛ր, մեր Տէրոջ՝ Յիսուս Քրիստոսի անունով, որ զգուշանաք ամէն եղբօրմէ՝ որ կ՚ընթանայ անկարգութեամբ, եւ ո՛չ թէ այն աւանդութեան համաձայն՝ որ ընդունեցիք մեզմէ:
7 ૭ કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.
Որովհետեւ դուք ձեզմէ գիտէք թէ ի՛նչպէս պէտք է նմանիք մեզի. քանի որ մենք անկարգութեամբ չընթացանք ձեր մէջ,
8 ૮ કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;
ո՛չ ալ ձրի կերանք մէկուն հացը, այլ գիշեր ու ցերեկ կը գործէինք՝ աշխատանքով եւ տաժանքով, ձեզմէ ո՛չ մէկը ծանրաբեռնելու համար:
9 ૯ અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.
Ո՛չ թէ իրաւունք չունէինք, հապա մենք մեզ տիպար դարձուցինք ձեզի՝ որպէսզի նմանիք մեզի:
10 ૧૦ જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.
Որովհետեւ երբ ձեր քով էինք, սա՛ կը պատուիրէինք ձեզի, թէ “ա՛ն որ չ՚ուզեր գործել, հա՛ց ալ թող չուտէ”:
11 ૧૧ કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.
Արդարեւ կը լսենք թէ ձեր մէջէն ոմանք կ՚ընթանան անկարգութեամբ, բնա՛ւ չեն գործեր, հապա հետաքրքրամոլ կ՚ըլլան:
12 ૧૨ હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
Այդպիսիներուն կը պատուիրենք ու կը յորդորենք մեր Տէրոջմով՝ Յիսուս Քրիստոսով, որ գործեն հանդարտութեամբ եւ ուտեն իրե՛նց հացը:
13 ૧૩ પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
Իսկ դո՛ւք, եղբայրնե՛ր, մի՛ ձանձրանաք բարիք գործելէ:
14 ૧૪ જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
Եթէ ոեւէ մէկը չհնազանդի այս նամակին մէջ մեր ըսած խօսքին, նշանակեցէ՛ք զայն ու մի՛ յարաբերիք անոր հետ, որպէսզի ամչնայ:
15 ૧૫ તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
Բայց թշնամի մի՛ համարէք զինք, հապա խրատեցէ՛ք իբր եղբայր:
16 ૧૬ હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
Նոյնինքն խաղաղութեան Տէրը խաղաղութիւն տայ ձեզի, ամէն ատեն եւ ամէն կերպով. Տէրը ձեր բոլորին հետ:
17 ૧૭ હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
Ես՝ Պօղոս, ի՛մ ձեռքովս կը գրեմ այս բարեւը, որ ամէն նամակի մէջ իմ նշանս է. ես ա՛յսպէս կը գրեմ:
18 ૧૮ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.
Մեր Տէրոջ՝ Յիսուս Քրիստոսի շնորհքը ձեր բոլորին հետ: Ամէն: