< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3 >

1 છેવટે ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;
ܡܢ ܗܫܐ ܐܚܝܢ ܨܠܘ ܥܠܝܢ ܕܡܠܬܗ ܕܡܪܢ ܬܗܘܐ ܪܗܛܐ ܘܡܫܬܒܚܐ ܒܟܠ ܕܘܟܐ ܐܝܟ ܕܠܘܬܟܘܢ
2 અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી.
ܘܕܢܬܦܨܐ ܡܢ ܒܢܝܢܫܐ ܒܝܫܐ ܘܥܢܬܐ ܠܘ ܓܝܪ ܕܟܠܢܫ ܗܝ ܗܝܡܢܘܬܐ
3 પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.
ܡܗܝܡܢ ܗܘ ܕܝܢ ܡܪܝܐ ܕܗܘ ܢܢܛܪܟܘܢ ܘܢܫܘܙܒܟܘܢ ܡܢ ܒܝܫܐ
4 તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.
ܬܟܝܠܝܢܢ ܕܝܢ ܥܠܝܟܘܢ ܒܡܪܢ ܕܡܕܡ ܕܡܦܩܕܝܢܢ ܠܟܘܢ ܥܒܕܬܘܢ ܐܦ ܥܒܕܝܬܘܢ
5 પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.
ܘܡܪܢ ܢܬܪܘܨ ܠܒܘܬܟܘܢ ܠܚܘܒܗ ܕܐܠܗܐ ܘܠܡܤܒܪܢܘܬܗ ܕܡܫܝܚܐ
6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.
ܡܦܩܕܝܢܢ ܠܟܘܢ ܕܝܢ ܐܚܝ ܒܫܡܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܕܗܘܝܬܘܢ ܦܪܝܩܝܢ ܡܢ ܟܠ ܐܚܐ ܐܝܢܐ ܕܒܝܫ ܒܝܫ ܡܗܠܟ ܘܠܐ ܐܝܟ ܦܘܩܕܢܐ ܕܩܒܠܘ ܡܢܢ
7 કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.
ܐܢܬܘܢ ܓܝܪ ܝܕܥܝܢ ܐܢܬܘܢ ܐܝܟܢܐ ܘܠܐ ܠܡܬܕܡܝܘ ܒܢ ܕܠܐ ܗܠܟܢ ܒܝܫ ܒܝܫ ܒܝܢܬܟܘܢ
8 કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;
ܐܦܠܐ ܠܚܡܐ ܕܡܓܢ ܐܟܠܢ ܡܢ ܐܢܫ ܡܢܟܘܢ ܐܠܐ ܒܥܡܠܐ ܘܒܠܐܘܬܐ ܒܠܠܝܐ ܘܒܐܝܡܡܐ ܦܠܚܝܢ ܗܘܝܢ ܕܥܠ ܐܢܫ ܡܢܟܘܢ ܠܐ ܢܐܩܪ
9 અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.
ܠܐ ܗܘܐ ܡܛܠ ܕܠܐ ܫܠܝܛ ܠܢ ܐܠܐ ܕܒܢܦܫܢ ܢܬܠ ܠܟܘܢ ܛܘܦܤܐ ܕܒܢ ܬܬܕܡܘܢ
10 ૧૦ જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.
ܐܦ ܟܕ ܠܘܬܟܘܢ ܗܘܝܢ ܓܝܪ ܗܕܐ ܡܦܩܕܝܢ ܗܘܝܢ ܠܟܘܢ ܕܟܠ ܕܠܐ ܨܒܐ ܕܢܦܠܘܚ ܐܦܠܐ ܢܠܥܤ
11 ૧૧ કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.
ܫܡܥܝܢܢ ܓܝܪ ܕܐܝܬ ܒܟܘܢ ܐܢܫܐ ܕܒܝܫ ܒܝܫ ܡܗܠܟܝܢ ܘܡܕܡ ܠܐ ܦܠܚܝܢ ܐܠܐ ܐܢ ܤܪܝܩܬܐ
12 ૧૨ હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
ܠܗܘܢ ܕܝܢ ܠܗܠܝܢ ܡܦܩܕܝܢܢ ܘܒܥܝܢܢ ܡܢܗܘܢ ܒܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܕܒܫܠܝܐ ܢܗܘܘܢ ܦܠܚܝܢ ܘܐܟܠܝܢ ܠܚܡܗܘܢ
13 ૧૩ પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
ܐܢܬܘܢ ܕܝܢ ܐܚܝ ܠܐ ܬܡܐܢ ܠܟܘܢ ܠܡܥܒܕ ܕܫܦܝܪ
14 ૧૪ જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
ܘܐܢ ܐܢܫ ܠܐ ܡܫܬܡܥ ܠܡܠܝܢ ܗܠܝܢ ܕܒܐܓܪܬܐ ܢܬܦܪܫ ܠܟܘܢ ܗܢܐ ܘܠܐ ܗܘܝܬܘܢ ܡܬܚܠܛܝܢ ܥܡܗ ܕܢܒܗܬ
15 ૧૫ તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
ܘܠܐ ܐܝܟ ܒܥܠܕܒܒܐ ܬܐܚܕܘܢܗ ܐܠܐ ܗܘܝܬܘܢ ܡܪܬܝܢ ܠܗ ܐܝܟ ܕܠܐܚܐ
16 ૧૬ હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
ܗܘ ܕܝܢ ܡܪܗ ܕܫܠܡܐ ܢܬܠ ܠܟܘܢ ܫܠܡܐ ܒܟܠܙܒܢ ܒܟܠܡܕܡ ܡܪܢ ܥܡ ܟܠܟܘܢ
17 ૧૭ હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
ܫܠܡܐ ܒܟܬܒܬ ܐܝܕܝ ܐܢܐ ܦܘܠܘܤ ܟܬܒܬ ܕܐܝܬܘܗܝ ܐܬܐ ܕܒܟܠܗܝܢ ܐܓܪܬܝ ܗܟܢܐ ܟܬܒ ܐܢܐ
18 ૧૮ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.
ܛܝܒܘܬܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܥܡ ܟܠܟܘܢ ܐܡܝܢ

< થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3 >