< 2 શમએલ 1 >
1 ૧ શાઉલના મરણ પછી, દાઉદ અમાલેકીઓની કતલ કરીને પાછો આવ્યો. અને સિકલાગ નગરમાં બે દિવસ રહ્યો.
Baada ya kifo cha Sauli, Daud alirudi kutoka kuwashambulia Waamaleki na akakaa Siklagi kwa siku mbili.
2 ૨ ત્રીજે દિવસે, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેનાં વસ્ત્રો ફાટેલાં હતાં, માથા પર ધૂળ હતી. તે દાઉદ પાસે આવ્યો. તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
Siku ya tatu, mtu mmoja alikuja kutoka kambi ya Sauli nguo zake zikiwa zimeraruliwa na akiwa na vumbi juu ya kichwa chake. Alipofika kwa Daudi alinamisha uso wake chini akajifanya yeye mwenyewe kuwa si kitu.
3 ૩ દાઉદે તેને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી આવ્યો છું.”
Daudi akamuliza, “Unatoka wapi?” Yeye akajibu, “Nimeponyoka kutoka kambi ya Israeli.”
4 ૪ દાઉદે તેને પૂછ્યું કે, “કૃપા કરી મને કહે ત્યાં શી બાબતો બની?” તે માણસે ઉત્તર આપ્યો કે, “લોકો લડાઈમાંથી નાસી ગયા છે. ઘણાં લોકો ઘાયલ થયા અને મરણ પામ્યા છે. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે.”
Daudi akamwambia, “Tafadhari nieleze jinsi mambo yalivyokuwa.” Akajibu, “Watu walikimbia kutoka vitani. Wengi wameanguka, na wengi wao wameuawa. Sauli na Yonathani mwanawe pia wameuawa.”
5 ૫ દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, તેં કેવી રીતે જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરણ પામ્યા છે?”
Daudi akamwuliza kijana, “unajuaje kuwa Sauli na Yonathani mwanawe wameuawa?”
6 ૬ તે જુવાન માણસે કહ્યું કે, “હું અનાયાસે ગિલ્બોઆ પર્વત ઉપર હતો અને ત્યાં શાઉલ પોતાના ભાલા પર ટેકો રાખીને ઊભો હતો. અને રથો તથા સવારો તેની ખૂબ નજીક આવી ગયેલા હતા.
Yule kijana akajibu, “Kwa bahati nilikuwa juu ya Mlima Gilboa, na pale alikuwepo Sauli ameegemea mkuki wake, na magari ya farasi na waongozaji walikuwa karibu kumkamata.
7 ૭ શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું આ રહ્યો.’”
Sauli alipogeuka aliniona na akaniita. Nikajibu, 'Mimi hapa.'
8 ૮ તેણે મને કહ્યું કે, ‘તું કોણ છે?’ મેં તેને ઉત્તર આપ્યો કે, ‘હું એક અમાલેકી છું.’
Akaniuliza, 'Wewe ni nani?' Nikamjibu, 'Mimi ni Mwamaleki,'
9 ૯ તેણે મને કહ્યું કે, ‘કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.’
Akaniambia, Tafadhari simama juu yangu uniuwe, kwa kuwa shida kubwa imenipata, lakini uhai ungalimo ndani yangu.'
10 ૧૦ માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડાં લઈ લીધાં. તે અહીં તમારી પાસે લાવ્યો છું, મારા માલિક.”
Hivyo nilisimama juu yake nikamuuwa, kwa maana nilijua kwamba asingeweza kuishi baada ya kuwa ameanguka. Ndipo nikachukuwa taji iliyokuwa juu ya kichwa chake na kikuku kilichokuwa mkononi mwake, na nimevileta hapa kwako, bwana wangu.”
11 ૧૧ પછી દાઉદે પોતાનાં વસ્ત્રો ફાડ્યા અને તેની સાથેના સઘળાં માણસોએ પણ તેમ જ કર્યું.
Kisha Daudi akararua mavazi yake, na watu wote waliokuwa pamoja naye wakafanya vilevile.
12 ૧૨ તેઓએ શોક કર્યો, રડ્યા અને સાંજ સુધી શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે, ઈશ્વરના લોકો માટે અને ઇઝરાયલનાં માણસોને માટે ઉપવાસ કર્યો. કેમ કે તેઓ તલવારથી હારી ગયા હતા એટલે માર્યા ગયા.
Walilia, wakaomboleza na kufunga mpaka jioni kwa ajili ya Sauli, Yonathani mwanawe, watu wa Yahwe, na kwa ajili ya nyumba ya Israeli kwa maana wameanguka kwa upanga.
13 ૧૩ દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.”
Daudi akamwambia yule kijana, “Unatokea wapi?” Akajibu, mimi ni kijana wa mgeni Mwamaleki.”
14 ૧૪ દાઉદે તેને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને તારા હાથે મારી નાખતાં તને કેમ બીક લાગી નહિ?”
Daudi akamwambia, “Kwa nini haukuogopa kumwua mfalme, mtiwa mafuta wa Yahwe kwa mkono wako?”
15 ૧૫ દાઉદે જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે, “તેને મારી નાખ.” તેથી તે માણસે તેના પર ત્રાટકીને નીચે ફેંકી દીધો. અને તે અમાલેકી મરણ પામ્યો.
Daudi akamwita mmojawapo wa vijana na akamwambia, “Nenda ukamuue.” Hivyo kijana huyo akaenda na kumpiga hata ata chini, Mwamaleki akafa.
16 ૧૬ પછી દાઉદે તેને કહ્યું કે, “તેનું લોહી તારે માથે. કેમ કે તેને મુખે જ તેની વિરુદ્ધ સાક્ષી આપી હતી. અને કહ્યું કે, “ઈશ્વરના અભિષિક્તને મેં મારી નાખ્યો છે.”
Ndipo Daudi akamwambia Mwamaleke aliyekufa, “Damu yako iwe juu ya kichwa chako kwa kuwa kinywa chako kimeshuhudia dhidi yako kusema, Nimemuua mfalme mtiwa mafuta wa Yahwe.
17 ૧૭ પછી દાઉદે શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે વિલાપગીત ગાયું:
Ndipo Daudi akaimba wimbo wa maombolezo juu ya Sauli na Yonathani mwanawe.
18 ૧૮ તેણે લોકોને હુકમ કર્યો કે આ ધનુષ્ય ગીત યહૂદાપુત્રોને શીખવવામાં આવે, જે યાશારના પુસ્તકમાં લખેલું છે.
Akawaamuru watu kuufundisha wimbo wa Bow kwa wana wa Yuda, ambao umeandikwa katika Kitabu cha Yashari.
19 ૧૯ “હે ઇઝરાયલ, તારું ગૌરવ, તારા પર્વતો પર માર્યું ગયું છે! યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે!
“Utukufu wako, Israel, umeondolewa, umeondolewa juu ya mahali pako pa juu! Jinsi mwenye nguvu alivyoanguka!
20 ૨૦ ગાથમાં એ કહેશો નહિ, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો નહિ, રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, અને બેસુન્નતીઓની દીકરીઓ આનંદ કરે.
Msiiseme katika Gathi, msiitangaze katika mitaa ya Ashikeloni, ili binti za wafilisti wasifurahi, ili binti za wasiotailiwa wasisherehekee.
21 ૨૧ ગિલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ કે વરસાદ ન હોય, કે અર્પણોનાં ખેતરોમાં અનાજ ન હોય, કેમ કે ત્યાં યોદ્ધાઓની ઢાલ ભ્રષ્ટ થઈ છે, શાઉલની ઢાલ હવે જાણે તેલથી અભિષિક્ત થયેલી હોય નહિ એવું છે.
Milima ya Gilboa, kusiwe na umande au mvua juu yenu. wala mashamba yasitoe nafaka kwa ajili ya sadaka, kwa maana hapo ngao ya mwenye nguvu imeharibiwa. Ngao ya Sauli haiwezi tena kutiwa mafuta.
22 ૨૨ જેઓ માર્યા ગયા છે તેઓના લોહી, બળવાનોનાં શરીરની ચરબીથી યોનાથાનનું તીર પાછું પડતું ન હતું શાઉલની તલવાર ઘા કર્યા વગર પાછી પડતી ન હતી.
Kutoka katika damu ya waliouawa, kutoka katika miili ya wenye nguvu, upinde wa Yonathani haukurudi nyuma, na upanga wa Sauli haukurudi patupu.
23 ૨૩ શાઉલ અને યોનાથાન જીવન દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ કરતા હતા અને કૃપાળુ હતા, તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા. તેઓ ગરુડ કરતાં વધારે વેગવાન હતા, તેઓ સિંહોથી વધારે બળવાન હતા.
Sauli na Yonathani walikuwa wakipendwa na walikuwa wenye neema maishani, hata wakati wa mauti yao walikuwa pamoja. Walikuwa na kasi kuliko tai, walikuwa na nguvu kuliko simba.
24 ૨૪ અરે ઇઝરાયલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો, જેણે તમને સુંદર કિરમજી વસ્ત્રો પહેરાવ્યાં, જેણે સોનાનાં આભૂષણથી તમારાં વસ્ત્રો શણગાર્યા.
Enyi binti wa Israeli lieni juu ya Sauli, aliyewavika mavazi ya thamani pamoja na vito vya thamani, na aliyetia mapambo ya dhahabu katika mavazi yenu.
25 ૨૫ કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે! હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે.
Jinsi wenye nguvu walivyoanguka vitani! Yonathani ameuawa juu ya mahali pako pa juu.
26 ૨૬ તારે લીધે મને દુઃખ થાય છે, મારા ભાઈ યોનાથાન. તું મને બહુ વહાલો હતો. મારા પર તારો પ્રેમ અદ્દભુત હતો, સ્ત્રીઓના પ્રેમથી વિશેષ અને અદ્દભુત હતો.
Nimesikitishwa sana kwa ajili yako, Yonathani ndugu yangu. Ulikuwa mpendwa wangu sana. Upendo wako kwangu ulikuwa wa ajabu, ukipita upendo wa wanawake.
27 ૨૭ યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે, અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે!”
Jinsi wenye nguvu walivyoanguka na silaha za vita zimeteketea!”