< 2 શમએલ 8 >

1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.
ଏଥିଉତ୍ତାରେ ଦାଉଦ ପଲେଷ୍ଟୀୟମାନଙ୍କୁ ପରାସ୍ତ କରି ନତ କଲେ ଓ ଦାଉଦ ପଲେଷ୍ଟୀୟମାନଙ୍କ ହସ୍ତରୁ ଗାଥ୍‍ ଏବଂ ମାତୃନଗରର କର୍ତ୍ତୃତ୍ୱ ନେଲେ।
2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.
ପୁଣି ସେ ମୋୟାବକୁ ପରାସ୍ତ କରି ସେହି ଲୋକମାନଙ୍କୁ ଭୂମିରେ ଶୟନ କରାଇ ଦଉଡ଼ିରେ ମାପିଲେ ଓ ସେ ବଧ କରିବା ପାଇଁ ଦୁଇ ଦଉଡ଼ି ଓ ଜୀବିତ ରଖିବା ପାଇଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଏକ ଦଉଡ଼ି ମାପିଲେ। ତହିଁରେ ମୋୟାବୀୟମାନେ ଦାଉଦଙ୍କର ଦାସ ହୋଇ ତାଙ୍କୁ କର ଦେଲେ।
3 પછી દાઉદે રહોબનો દીકરો સોબાહનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો.
ସୋବାର ରାଜା ରହୋବର ପୁତ୍ର ହଦଦେଷର ଫରାତ୍‍ ନଦୀ ନିକଟରେ ଆପଣା ରାଜ୍ୟ ପୁନର୍ବାର ପାଇବାକୁ ଯିବା ସମୟରେ ଦାଉଦ ତାହାକୁ ପରାସ୍ତ କଲେ।
4 દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.
ପୁଣି ଦାଉଦ ତାହାଠାରୁ ଏକ ସହସ୍ର ସାତ ଶହ ଅଶ୍ୱାରୂଢ଼ ଓ କୋଡ଼ିଏ ସହସ୍ର ପଦାତିକ ସୈନ୍ୟ ନେଲେ; ଆଉ ଦାଉଦ ରଥ-ଅଶ୍ୱ ସମସ୍ତର ଗୋଡ଼-ଶିରା କାଟି ପକାଇଲେ, ମାତ୍ର ତହିଁ ମଧ୍ୟରୁ ଶହେ ରଥ ପାଇଁ ଅଶ୍ୱ ରଖିଲେ।
5 જયારે દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
ଏଉତ୍ତାରେ ଦମ୍ମେଶକର ଅରାମୀୟମାନେ ସୋବାର ହଦଦେଷର ରାଜାର ସାହାଯ୍ୟ କରିବାକୁ ଆସନ୍ତେ, ଦାଉଦ ସେହି ଅରାମୀୟମାନଙ୍କର ବାଇଶ ହଜାର ଲୋକଙ୍କୁ ଆଘାତ କଲେ।
6 પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
ତହୁଁ ଦାଉଦ ଦମ୍ମେଶକର ଅରାମ ଦେଶରେ ପ୍ରହରୀ-ଦଳ ସ୍ଥାପନ କଲେ; ପୁଣି ଅରାମୀୟ ଲୋକମାନେ ଦାଉଦଙ୍କର ଦାସ ହୋଇ କର ଆଣିଲେ। ଏହି ପ୍ରକାରେ ଦାଉଦ ଯେଉଁଆଡ଼େ ଗଲେ, ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଜୟ ଦେଲେ।
7 હદાદેઝેરના અધિકારીઓ પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો.
ଆଉ, ଦାଉଦ ହଦଦେଷରର ଦାସମାନଙ୍କ ସୁବର୍ଣ୍ଣ-ଢାଲସବୁ ନେଇ ଯିରୂଶାଲମକୁ ଆଣିଲେ।
8 હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું.
ପୁଣି ଦାଉଦ ରାଜା ହଦଦେଷର-ଅଧିକାରସ୍ଥ ବେଟହ ଓ ବେରୋଥା ନଗରରୁ ବହୁ ପରିମାଣର ପିତ୍ତଳ ଆଣିଲେ।
9 જયારે હમાથના રાજા ટોઈએ, સાંભળ્યું કે દાઉદે હદાદેઝેરના બધાં સૈન્યનો પરાજય કર્યો છે,
ଏଥିଉତ୍ତାରେ ଦାଉଦ ହଦଦେଷରର ସମସ୍ତ ସୈନ୍ୟଦଳକୁ ପରାସ୍ତ କରିଅଛନ୍ତି, ଏହା ହମାତର ରାଜା ତୟି ଶୁଣନ୍ତେ,
10 ૧૦ ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.
ଦାଉଦ ରାଜାଙ୍କର ମଙ୍ଗଳ ବାର୍ତ୍ତା ପଚାରିବା ନିମନ୍ତେ ଓ ହଦଦେଷର ପ୍ରତିକୂଳରେ ଯୁଦ୍ଧ କରି ପରାସ୍ତ କରିବା ସକାଶୁ ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା ନିମନ୍ତେ ସେ ଆପଣା ପୁତ୍ର ଯୋରାମ୍‍କୁ ତାଙ୍କ ନିକଟକୁ ପଠାଇଲା; ଯେହେତୁ ହଦଦେଷର ସଙ୍ଗେ ତୟିର ଯୁଦ୍ଧ ଥିଲା। ପୁଣି ଯୋରାମ୍‍ ଆପଣା ସଙ୍ଗେ ରୂପା, ସୁନା, ଓ ପିତ୍ତଳର ପାତ୍ର ନେଇ ଆସିଥିଲା।
11 ૧૧ દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. ને તેની સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું સોનું તથા ચાંદી તેણે અર્પણ કર્યું,
ଦାଉଦ ରାଜା ଏହିସବୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପବିତ୍ର କଲେ, ପୁଣି ଯେଉଁ ସମସ୍ତ ଗୋଷ୍ଠୀକୁ ବଶୀଭୂତ କରିଥିଲେ, ସେମାନଙ୍କଠାରୁ,
12 ૧૨ એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાહના રાજા રહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું.
ଅର୍ଥାତ୍‍, ଅରାମ ଓ ମୋୟାବ ଓ ଅମ୍ମୋନ-ସନ୍ତାନଗଣ ଓ ପଲେଷ୍ଟୀୟ ଲୋକ ଓ ଅମାଲେକୀୟମାନଙ୍କଠାରୁ ପ୍ରାପ୍ତ ସୁନା ଓ ରୂପା, ପୁଣି ସୋବାର ରାଜା ରହୋବର ପୁତ୍ର ହଦଦେଷରଠାରୁ ପ୍ରାପ୍ତ ଲୁଟିତ ଦ୍ରବ୍ୟ ମଧ୍ୟ ପବିତ୍ର କରିଥିଲେ।
13 ૧૩ દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર અરામી માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.
ଆହୁରି ଦାଉଦ ଲବଣ ଉପତ୍ୟକାରେ ଅରାମୀୟମାନଙ୍କର ଅଠର ହଜାର ଲୋକ ବଧ କରି ଫେରିଆସି ବଡ଼ ନାମ ପାଇଲେ।
14 ૧૪ દાઉદ આખા અદોમમાં લશ્કરો ગોઠવ્યાં અને સર્વ અદોમીઓ તેના દાસો થયા. દાઉદ જ્યાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
ପୁଣି ସେ ଇଦୋମ ଦେଶରେ ପ୍ରହରୀ-ଦଳ ସ୍ଥାପନ କଲେ; ସେ ଇଦୋମର ସର୍ବତ୍ର ପ୍ରହରୀ-ଦଳ ସ୍ଥାପନ କଲେ, ଆଉ ଇଦୋମୀୟ ଲୋକ ସମସ୍ତେ ଦାଉଦଙ୍କର ଦାସ ହେଲେ। ଆଉ ଦାଉଦ ଯେଉଁଆଡ଼େ ଗଲେ, ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଜୟ ଦେଲେ।
15 ૧૫ દાઉદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પોતાના સર્વ લોકોનો ન્યાય કરતો હતો. અને વહીવટ કરતો હતો.
ଏହିରୂପେ ଦାଉଦ ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ଉପରେ ରାଜତ୍ୱ କଲେ; ପୁଣି ଦାଉଦ ଆପଣାର ସମସ୍ତ ଲୋକ ପ୍ରତି ବିଚାର ଓ ନ୍ୟାୟ କଲେ।
16 ૧૬ સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
ଆଉ ସରୁୟାର ପୁତ୍ର ଯୋୟାବ ସୈନ୍ୟ ଉପରେ ପ୍ରଧାନ ଥିଲା; ଅହୀଲୂଦର ପୁତ୍ର ଯିହୋଶାଫଟ୍‍ ଇତିହାସ ଲେଖକ ଥିଲା;
17 ૧૭ અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.
ପୁଣି ଅହୀଟୂବ୍‍ର ପୁତ୍ର ସାଦୋକ ଓ ଅବୀୟାଥରର ପୁତ୍ର ଅହୀମେଲକ୍‍ ଯାଜକ ଥିଲେ; ସରାୟ ଲେଖକ ଥିଲା;
18 ૧૮ યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.
ଆଉ ଯିହୋୟାଦାର ପୁତ୍ର ବନାୟ କରେଥୀୟ ଓ ପଲେଥୀୟମାନଙ୍କ ଉପରେ ନିଯୁକ୍ତ ଥିଲା, ପୁଣି ଦାଉଦଙ୍କର ପୁତ୍ରମାନେ ରାଜକୀୟ ଉପଦେଷ୍ଟା ଥିଲେ।

< 2 શમએલ 8 >