< 2 શમએલ 7 >
1 ૧ ઈશ્વરે રાજાને શાંતિ સલામતી બક્ષ્યા પછી રાજા પોતાના ઘરમાં વિશ્રામથી રહેતો હતો.
Då nu Konungen satt i sitt hus, och Herren hade honom ro gifvit för alla hans fiendar allt omkring;
2 ૨ ત્યારે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદાર વૃક્ષનાં લાકડાંના ઘરમાં રહું છું, પણ ઈશ્વરનો કરાર કોશ તંબુમાં રહે છે.”
Sade han till den Propheten Nathan: Si, jag bor uti cedrehus, och Guds ark bor under tapeter.
3 ૩ નાથાને રાજાને કહ્યું કે, “જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે.”
Nathan sade till Konungen: Gack, allt det du hafver i ditt hjerta, det gör; ty Herren är med dig.
4 ૪ પણ તેજ રાત્રે ઈશ્વરનું વચન નાથાન પાસે આવ્યું,
Men om natten kom Herrans ord till Nathan, och sade:
5 ૫ “જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
Gack och säg till min tjenare David: Detta säger Herren: Skulle du bygga mig ett hus, att jag deruti bo skulle?
6 ૬ કેમ કે હું ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર લાવ્યો તે દિવસથી આજ પર્યંત હું ઘરમાં રહ્યો નથી, પણ, તંબુમાં તથા મંડપમાં રહીને ચાલ્યો છું.
Hafver jag dock intet bott i något hus, ifrå den dag, jag förde Israels barn utur Egypten, allt intill denna dag; utan jag hafver vandrat i tabernakel och hyddor.
7 ૭ જે સર્વ જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલ લોકો સાથે ફર્યો છું, ત્યાં ઇઝરાયલના કુળના આગેવાનો જેને મેં મારા ઇઝરાયલ લોકોના પાળક તરીકે નીમ્યા હતા, તેઓમાંના કોઈને મેં એવું કહ્યું છે કે, “શા માટે તમે મારે સારું દેવદાર વૃક્ષના લાકડાંનું ઘર નથી બાંધ્યું?”
Ehvart jag med alla Israels barn vandrade, hafver jag ock någon tid talat med någro Israels slägt, den jag befallt hafver att föda mitt folk, och sagt: Hvi hafven I icke byggt mig ett cedrehus?
8 ૮ મારા સેવક દાઉદને કહે કે, સૈન્યોના ઈશ્વર એવું કહે છે કે: તું ઘેટાંનાં ટોળાંની પાછળ ફરતો હતો ત્યાંથી મેં તને તેડાવી લીધો છે, કે તું મારા લોક ઇઝરાયલ પર અધિકારી બનશે.
Så skall du nu säga minom tjenare David: Detta säger Herren Zebaoth: Jag hafver tagit dig utaf markene, der du gick efter fåren, att du skulle vara en Förste öfver mitt folk Israel.
9 ૯ જ્યાં તું ગયો ત્યાં હું તારી સાથે હતો. તારા સર્વ શત્રુઓને મેં તારી આગળથી નાબૂદ કર્યા છે. હવે પૃથ્વીના મહાન પુરુષોના નામ જેવું તારું નામ હું કરીશ.
Och hafver varit med dig, ehvart du gångit hafver; och hafver utrotat alla dina fiendar för dig, och hafver gjort dig ett stort namn, såsom de storas namn på jordene.
10 ૧૦ હું ઇઝરાયલના મારા લોકોને માટે જગ્યા ઠરાવીશ. અને તેઓને ત્યાં સ્થાયી કરીશ, કે જેથી તેઓ પોતાની જ જગ્યાએ રહે અને વધારે મુશ્કેલીમાં મુકાય નહિ. જેમ તેઓએ અગાઉ કર્યું તેમ વિરોધી લોકો હવે પછી તેમના પર જુલમ કરશે નહિ,
Och jag vill sätta mino folke Israel ett rum, och plantera det så, att det skall der blifva, och icke yttermera rördt varda; och orättfärdighetenes barn skola icke mera tränga det, såsom tillförene;
11 ૧૧ જે દિવસોથી ઇઝરાયલના મારા લોકો ઉપર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા આપી ત્યારથી તેઓ અગાઉની માફક કરતા હતા. પણ હવે હું તને તારા સર્વ શત્રુઓથી સલામત રાખીશ. વળી, હું, ઈશ્વર, તને કહું છું કે હું તારે સારું ઘર બાંધીશ.
Och ifrå den tid jag skickade domare öfver mitt folk Israel; och jag skall gifva dig ro för alla dina fiendar. Och Herren förkunnar dig, att Herren vill göra dig ett hus.
12 ૧૨ જયારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યાર પછી હું તારા વંશને ઊભો કરીશ જે તારું સંતાન છે, તેનું રાજય હું સ્થાપીશ.
När nu din tid förliden är, att du afsomnad äst med dina fäder, skall jag uppväcka dina säd efter dig, som af ditt lif komma skall; honom skall jag stadfästa hans rike.
13 ૧૩ તે મારા નામને માટે એક ઘર બાંધશે અને હું તેનું રાજયાસન સદાને માટે સ્થાયી કરીશ.
Han skall bygga mino Namne ett hus; och jag skall stadfästa hans rikes stol till evig tid.
14 ૧૪ હું તેનો પિતા થઈશ અને તે મારો દીકરો થશે. જો તે પાપ કરશે, તો હું માણસની સોટીથી તથા માણસનાં દીકરાઓના કોરડાથી તેને શિક્ષા કરીશ.
Jag skall vara hans fader, och han skall vara min son; om han gör något illa, skall jag straffa honom med menniskoris, och med menniskors barnas hugg.
15 ૧૫ જેમ મેં શાઉલને તારી આગળથી દૂર કરીને તેની પાસેથી મારા વિશ્વાસુપણાનો કરાર લઈ લીધો હતો, તેવી રીતે મારા વિશ્વાસુપણાનો કરાર તેની પાસેથી લઈ લેવાશે નહિ.
Men min barmhertighet skall icke ifrå honom vänd vara, såsom jag vände henne ifrå Saul, den jag för dig borttagit hafver.
16 ૧૬ તારું ઘર તથા રાજય હંમેશા તારી આગળ સ્થાયી થશે. તારું રાજયાસન હંમેશા માટે ટકી રહેશે.
Men ditt hus och ditt rike skall blifva ståndandes för dig evinnerliga; och din stol skall stadig blifva till evig tid.
17 ૧૭ આ સર્વ શબ્દો તથા આ સંપૂર્ણ દર્શન વિષે નાથાને દાઉદને કહી સંભળાવ્યું.
Då nu Nathan hade sagt David all dessa orden, och alla denna synena,
18 ૧૮ પછી દાઉદ રાજા અંદર ગયો અને ઈશ્વરની સમક્ષ બેઠો; તેણે કહ્યું, ‘હે પ્રભુ ઈશ્વર, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે તમે મને આટલે સુધી લાવ્યા છો?
Kom Konung David, och satte sig för Herranom, och sade: Ho är jag, Herre, Herre? Och hvad är mitt hus, att du hafver låtit mig komma härtill?
19 ૧૯ હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે!
Dertill hafver det icke tyckt dig vara nog, Herre, Herre; utan du hafver ock talat till dins tjenares hus om tillkommande ting i längdene. Är det menniskorätt, Herre, Herre?
20 ૨૦ હું દાઉદ, તમને વધારે શું કહું? પ્રભુ ઈશ્વર, તમે તમારા સેવક સંબંધે આ રાખો છો.
Och hvad skulle David mer tala med dig? Du känner din tjenare, Herre, Herre.
21 ૨૧ તમે તમારા વચનની ખાતર તથા તમારા હેતુને પૂરા કરવા, આ સર્વ મોટાં કામો કર્યાં છે અને મારી સમક્ષ તે પ્રગટ કર્યાં છે.
För ditt ords skull, och efter ditt hjerta hafver du all denna stora tingen gjort, att du det dinom tjenare förkunna ville.
22 ૨૨ પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.
Derföre äst du ock mycket aktad, Herre Gud; ty det är ingen såsom du, och är ingen Gud, utan du, efter allt det vi med vår öron hört hafve.
23 ૨૩ તમે તમારો મહિમા થાય એ રીતે તમારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી, ત્યાંની દેશજાતિઓને દેવદેવીઓની પકડમાંથી તેઓના દેખતા મહાન અને ભયંકર કૃત્યો કરવા છોડાવ્યાં છે.
Förty hvar är ett folk på jordene, såsom ditt folk Israel? För hvilkets skull Gud är gången till att förlossa sig ett folk, och göra sig ett Namn, och göra sådana stor och förskräckelig ting på ditt land för dino folke, som du dig förlossade utur Egypten, ifrå Hedningarna och deras gudar.
24 ૨૪ તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.
Och du hafver tillredt dig ditt folk Israel, dig till folk i evig tid; och du, Herre, äst deras Gud vorden.
25 ૨૫ તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમે તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો.
Så stadfäst nu, Herre Gud, ordet i evighet, det du öfver din tjenare, och öfver hans hus sagt hafver, och gör såsom du sagt hafver.
26 ૨૬ તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, ‘સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.
Så blifver ditt Namn stort i evighet, så att man skall säga: Herren Zebaoth är Gud öfver Israel; och dins tjenares Davids hus varder fast för ditt ansigte.
27 ૨૭ સૈન્યના ઈશ્વર, ઇઝરાયલના પ્રભુ, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, હું તારે માટે ઘર બાંધીશ. તેથી મેં તમારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
Ty du, Herre Zebaoth, du Israels Gud, hafver öppnat dins tjenares öra, och sagt: Jag skall bygga dig ett hus; derföre hafver din tjenare funnit sitt hjerta, att han denna bönena till dig bedja skulle.
28 ૨૮ હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું.
Nu, Herre, Herre, du äst Gud, och din ord skola vara sanning; du hafver detta goda talat öfver din tjenare.
29 ૨૯ તો હવે, તમે કૃપા કરી તમારા સેવકનું એટલે મારું ઘર સદાકાળ ટકે માટે આશીર્વાદ આપો. કેમ કે, પ્રભુ ઈશ્વર તમે આ બાબતો કહી છે માટે અને વચન આપ્યું છે માટે તમારા આશીર્વાદથી તમારા સેવકનું ઘર સદા આશીર્વાદિત થાઓ.”
Så tag nu till, och välsigna dins tjenares hus, att det blifver evigt för dig; ty du Herre, Herre, hafver det talat; och med din välsignelse skall dins tjenares hus välsignadt varda till evig tid.