< 2 શમએલ 5 >
1 ૧ પછી ઇઝરાયલના સર્વ કુળોએ દાઉદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “જુઓ, અમે તારા પિતરાઈઓ છીએ.
Alors toutes les tribus d'Israël vinrent vers David, à Hébron, et dirent: Voici, nous sommes tes os et ta chair.
2 ૨ ગતકાળમાં જયારે શાઉલ અમારો રાજા હતો, ત્યારે ઇઝરાયલના સૈન્યની આગેવાની તેં જ કરી હતી. ઈશ્વરે તને જ કહ્યું હતું, “તું મારા લોક ઇઝરાયલીઓ પર અધિપતિ તથા રાજા થશે.”
Et même auparavant, quand Saül était roi sur nous, c'est toi qui faisais sortir et qui ramenais Israël; et l'Éternel t'a dit: C'est toi qui paîtras mon peuple d'Israël, et qui seras le conducteur d'Israël.
3 ૩ તેથી ઇઝરાયલના સર્વ આગેવાનો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. દાઉદે ઈશ્વરની આગળ હેબ્રોનમાં તેઓની સાથે કરાર કર્યો. તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.
Tous les anciens d'Israël vinrent donc vers le roi à Hébron; et le roi David fit alliance avec eux à Hébron devant l'Éternel; et ils oignirent David pour roi sur Israël.
4 ૪ દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું.
David était âgé de trente ans, quand il commença à régner, et il régna quarante ans;
5 ૫ તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ રાજ કર્યું; અને યરુશાલેમમાં રહીને ઇઝરાયલ તથા યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.
Il régna sur Juda à Hébron sept ans et six mois; puis il régna trente trois ans à Jérusalem, sur tout Israël et Juda.
6 ૬ દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.”
Or, le roi marcha avec ses gens sur Jérusalem, contre les Jébusiens qui habitaient en ce pays-là; et ils dirent à David: Tu n'entreras point ici que tu n'aies ôté les aveugles et les boiteux; voulant dire: David n'entrera point ici.
7 ૭ પણ, દાઉદે તો સિયોનનો કિલ્લો કબજે કર્યો. તે હવે દાઉદનું નગર કહેવાય છે.
Mais David prit la forteresse de Sion; c'est la cité de David.
8 ૮ યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, “સૈનિકો તે પાણીના નાળાંમાં થઈને ઉપર ચઢી જાઓ, ‘અંધ તથા અપંગ,’ યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે.” તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે, “અંધ તથા અપંગ’ તે રાજમહેલમાં આવી શકતા નથી.”
Et David dit en ce jour-là: Quiconque aura battu les Jébusiens, et aura atteint le canal, et ces boiteux et ces aveugles qui sont les ennemis de David, sera récompensé. C'est pourquoi l'on dit: Ni aveugle ni boiteux n'entrera dans cette maison.
9 ૯ દાઉદ તે કિલ્લામાં રહેવા લાગ્યો અને તેનું નામ દાઉદનગર પાડ્યું. દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગ્યામાં બાંધકામ કર્યું.
Et David habita dans la forteresse, et l'appela la cité de David; et il bâtit tout à l'entour depuis Millo jusqu'au-dedans.
10 ૧૦ દાઉદ અધિકાધિક મહાન થતો ગયો કેમ કે સર્વ શક્તિમાન સૈન્યોના ઈશ્વર, તેની સાથે હતા.
Et David allait toujours avançant et croissant; et l'Éternel, le Dieu des armées, était avec lui.
11 ૧૧ પછી તૂરના રાજા હીરામે દાઉદને માટે મહેલ બાંધવા સંદેશવાહકો, દેવદાર વૃક્ષો, સુથારો અને કડિયાઓ મોકલ્યા.
Et Hiram, roi de Tyr, envoya à David des ambassadeurs, avec du bois de cèdre et des charpentiers et des tailleurs de pierres; et ils bâtirent la maison de David.
12 ૧૨ દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે.
Alors David reconnut que l'Éternel l'avait affermi comme roi sur Israël, et qu'il avait élevé son royaume, à cause de son peuple d'Israël.
13 ૧૩ પછી દાઉદ હેબ્રોન છોડીને યરુશાલેમમાં આવ્યો, ત્યાં તેણે બીજી વધારાની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી. તેઓએ અનેક દીકરા અને દીકરીઓને જન્મ આપ્યાં.
Or David prit encore des concubines et des femmes de Jérusalem, après qu'il fut venu d'Hébron; et il lui naquit encore des fils et des filles.
14 ૧૪ યરુશાલેમમાં જન્મેલાં સંતાનોનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન,
Ce sont ici les noms de ceux qui lui naquirent à Jérusalem: Shammua, Shobab, Nathan, Salomon,
15 ૧૫ ઈબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ,
Jibhar, Élishua, Népheg, Japhia,
16 ૧૬ અલિશામા, એલ્યાદા અને અલિફેલેટ.
Élishama, Eljada et Éliphélet.
17 ૧૭ પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરાયો છે. ત્યારે તેઓ બધા તેને પકડી લેવા બહાર ગયા. પણ દાઉદને તેની જાણ થવાથી તે કિલ્લામાં ચાલ્યો ગયો.
Mais quand les Philistins eurent appris qu'on avait oint David pour roi sur Israël, ils montèrent tous pour attaquer David; et David, l'ayant appris, descendit à la forteresse.
18 ૧૮ હવે પલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં ફેલાઈ ગયા હતા.
Et les Philistins vinrent, et se répandirent dans la vallée des Géants.
19 ૧૯ પછી દાઉદે ઈશ્વરની સલાહ પૂછી કે, “શું હું પલિસ્તીઓ ઉપર હુમલો કરું? શું તમે તેઓ પર વિજય આપશો?” ઈશ્વરે દાઉદને કહ્યું કે, “હુમલો કર, હું નિશ્ચે તને પલિસ્તીઓ પર વિજય આપીશ.”
Alors David consulta l'Éternel, en disant: Monterai-je contre les Philistins? les livreras-tu entre mes mains? Et l'Éternel répondit à David: Monte; car, certainement je livrerai les Philistins entre tes mains.
20 ૨૦ તેથી દાઉદે બાલ-પરાસીમના લોકો પર હુમલો કર્યો અને તેઓને પરાજિત કર્યા. તેણે કહ્યું કે, “પાણીના પૂરના ધસારાની માફક ઈશ્વર મારા શત્રુઓ પર ધસી ગયા છે.” એ માટે તેણે તે જગ્યાનું નામ બાલ-પરાસીમ પાડયું.
Alors David vint à Baal-Pératsim, où il les battit; et il dit: L'Éternel a fait écouler mes ennemis devant moi, comme des eaux qui s'écoulent. C'est pourquoi il nomma ce lieu Baal-Pératsim (lieu des ruptures).
21 ૨૧ પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ ત્યાં પડતી મૂકી. દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.
Et ils laissèrent même là leurs idoles, que David et ses gens emportèrent.
22 ૨૨ પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
Puis les Philistins montèrent encore une fois, et ils se répandirent dans la vallée des Géants;
23 ૨૩ દાઉદે ફરી ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું, “તું આગળથી હુમલો કરીશ નહિ, પણ તેઓની પાછળ ચકરાવો ખાઈને શેતૂરવૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર.
Et David consulta l'Éternel, qui répondit: Tu ne monteras pas; tu les tourneras par derrière, et tu iras contre eux vis-à-vis des mûriers.
24 ૨૪ જયારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે પૂરા સામર્થ્યથી ચઢાઈ કરજે. તે વખતે હું યહોવાહ તારી આગળ પલિસ્તીઓના સૈન્ય પર હુમલો કરવા તારી અગાઉ ગયો છું. એવું સમજ જે.”
Et quand tu entendras un bruit de pas au sommet des mûriers, alors hâte-toi; car alors l'Éternel sortira devant toi pour frapper le camp des Philistins.
25 ૨૫ ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો.
David fit donc ce que l'Éternel lui avait commandé; et il battit les Philistins depuis Guéba jusqu'à Guézer.