< 2 શમએલ 24 >
1 ૧ ઈશ્વરનો કોપ ફરીથી ઇઝરાયલ ઉપર સળગ્યો, તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની વસ્તી ગણતરી કર.”
Again the wrath of the Lord was burning against Israel, and moving David against them, he said, Go, take the number of Israel and Judah.
2 ૨ રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે.”
And the king said to Joab and the captains of the army, who were with him, Go now through all the tribes of Israel, from Dan as far as Beer-sheba, and have all the people numbered, so that I may be certain of the number of the people.
3 ૩ યોઆબે રાજાને કહ્યું, “લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?”
And Joab said to the king, Whatever the number of the people, may the Lord make it a hundred times as much, and may the eyes of my lord the king see it: but why does my lord the king take pleasure in doing this thing?
4 ૪ તોપણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યના સરદારોની ઉપર અસરકારક થયું. તેથી યોઆબ તથા સૈન્યના સરદારો ઇઝરાયલના લોકોની ગણતરી કરવાને રાજાની હજૂરમાંથી ગયા.
But the king's order was stronger than Joab and the captains of the army. And Joab and the captains of the army went out from the king, to take the number of the children of Israel.
5 ૫ તેઓએ યર્દન ઊતરીને દક્ષિણ તરફના નગર અરોએરની ખીણમાં છાવણી કરી. પછી તેઓએ ગાદથી યાઝેર સુધી મુસાફરી કરી.
And they went over Jordan, and starting from Aroer, from the town which is in the middle of the valley, they went in the direction of the Gadites, and on to Jazer;
6 ૬ તેઓ ગિલ્યાદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા, પછી તેઓ દાન-યાઆનમાં આવ્યા અને ચારેબાજુ ફરીને તેઓ સિદોન ભણી ગયા.
Then they came to Gilead, and to the land of the Hittites under Hermon; and they came to Dan, and from Dan they came round to Zidon,
7 ૭ તૂરના મજબૂત કિલ્લામાં, હિવ્વીઓના તથા કનાનીઓના સર્વ નગરોમાં તેઓ પહોંચ્યા. પછી તેઓ યહૂદિયાના નેગેબમાં બેરશેબામાં ગયા.
And to the walled town of Tyre, and to all the towns of the Hivites and the Canaanites: and they went out to the South of Judah at Beer-sheba.
8 ૮ એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
So after going through all the land in every direction, they came to Jerusalem at the end of nine months and twenty days.
9 ૯ પછી યોઆબે રાજા આગળ યોદ્ધાઓની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી. તે મુજબ ઇઝરાયલમાં તલવાર ચલાવનાર આઠ લાખ શૂરવીર પુરુષો તથા યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.
And Joab gave the king the number of all the people: there were in Israel eight hundred thousand fighting men able to take up arms; and the men of Judah were five hundred thousand.
10 ૧૦ દાઉદે માણસોની ગણતરી કરાવ્યા પછી તે પોતાના હૃદયમાં ખિન્ન થયો. તેથી દાઉદે ઈશ્વરને કહ્યું, “મેં આ કરીને મોટું પાપ કર્યું છે. હવે, હે ઈશ્વર, કૃપા કરી તારા સેવકનો દોષ દૂર કર, કેમ કે મેં ઘણું મૂર્ખતાભર્યું કામ કર્યું છે.”
And after the people had been numbered, David's heart was troubled. And David said to the Lord, Great has been my sin in doing this; but now, O Lord, be pleased to take away the sin of your servant, for I have done very foolishly
11 ૧૧ જયારે દાઉદ સવારે ઊઠ્યો, તે અગાઉ દાઉદ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થ ગાદ પ્રબોધકની પાસે ઈશ્વરનું વચન આવ્યું કે
And David got up in the morning; now the word of the Lord had come to the prophet Gad, David's seer, saying,
12 ૧૨ તું દાઉદ પાસે જઈને તેને કહે ‘ઈશ્વર એમ કહે છે કે: હું તારી આગળ ત્રણ વિકલ્પો મૂકું છું. તેમાંથી એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું.
Go and say to David, The Lord says, Three things are offered to you: say which of them you will have, and I will do it to you.
13 ૧૩ માટે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, “તારા અપરાધને લીધે દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે? અથવા તારા શત્રુઓ તારી પાછળ લાગે અને તું ત્રણ મહિના સુધી તેઓની આગળ નાસી જાય? અથવા તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની પસંદગી કરીને જણાવ. તે પ્રમાણેનો જવાબ હું મને મોકલનાર ઈશ્વરને આપીશ.”
So Gad came to David, and gave him word of this and said to him, Are there to be three years when there is not enough food in your land? or will you go in flight from your haters for three months, while they go after you? or will you have three days of violent disease in your land? take thought and say what answer I am to give to him who sent me.
14 ૧૪ ત્યારે દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં છું. માણસનાં હાથમાં પડવા કરતાં આપણે ઈશ્વરના હાથમાં જ પડીએ એ સારું છે. કેમ કે તેમની દયા પુષ્કળ છે.”
And David said to Gad, This is a hard decision for me to make: let us come into the hands of the Lord, for great are his mercies: let me not come into the hands of men.
15 ૧૫ તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
So David made selection of the disease; and the time was the days of the grain-cutting, when the disease came among the people, causing the death of seventy thousand men from Dan as far as Beer-sheba.
16 ૧૬ દૂતે યરુશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો, ત્યારે ઈશ્વરે યરુશાલેમનું નુકસાન કરવાથી તેના મનને બદલી નાખ્યું જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેમણે કહ્યું, “હવે બસ! તારો હાથ પાછો લે.” તે સમયે ઈશ્વરનો દૂત અરાવ્નાહ યબૂસીની ખળી પાસે ઊભો હતો.
And when the hand of the angel was stretched out in the direction of Jerusalem, for its destruction, the Lord had regret for the evil, and said to the angel who was sending destruction on the people, It is enough; do no more. And the angel of the Lord was by the grain-floor of Araunah the Jebusite.
17 ૧૭ અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે ઈશ્વરને કહ્યું, “જો, મેં તો પાપ કર્યું છે તથા દુષ્ટ કામ પણ કર્યા છે. પણ આ ઘેટાંએ શું કર્યું છે? કૃપા કરી તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના ઘરની વિરુદ્ધ કરો, ઘેટાંની વિરુદ્ધ નહિ.”
And when David saw the angel who was causing the destruction of the people, he said to the Lord, Truly, the sin is mine; I have done wrong: but these are only sheep; what have they done? let your hand be against me and against my family.
18 ૧૮ તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું, “જા અરાવ્નાહ યબૂસીની ખળીમાં ઈશ્વરને માટે વેદી બાંધ.”
And that day Gad came to David and said to him, Go up, and put up an altar to the Lord on the grain-floor of Araunah the Jebusite.
19 ૧૯ માટે ગાદના કહેવા પ્રમાણે, ઈશ્વરે આજ્ઞા કરી હતી તે મુજબ, દાઉદ ગયો.
So David went up, as Gad had said and as the Lord had given orders.
20 ૨૦ અરાવ્નાહે બહાર નજર કરી, તો તેણે રાજાને તથા તેના ચાકરોને પોતાની નજીક આવતા જોયા. માટે અરાવ્નાહ તેઓની સામે ગયો. તેણે રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
And Araunah, looking out, saw the king and his servants coming to him: and Araunah went out, and went down on his face to the earth before the king.
21 ૨૧ પછી અરાવ્નાહે કહ્યું, “મારો માલિક રાજા પોતાના ચાકરની પાસે કેમ આવ્યો છે?” દાઉદે કહ્યું, લોકોમાંથી મરકી બંધ થાય માટે ઈશ્વરને સારુ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું.
And Araunah said, Why has my lord the king come to his servant? And David said, To give you a price for your grain-floor, so that I may put up an altar to the Lord, and the disease may be stopped among the people.
22 ૨૨ અરાવ્નાહે દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, ખળી તારી પોતાની છે એમ સમજીને લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો, અહીં દહનીયાર્પણને માટે બળદો અને લાકડાને માટે ખળીના ઓજારો તથા બળદોનો સામાન છે.
And Araunah said to David, Let my lord the king take whatever seems right to him, and make an offering of it: see, here are the oxen for the burned offering, and the grain-cleaning instruments and the ox-yokes for wood:
23 ૨૩ હે મારા રાજા, હું અરાવ્નાહ આ બધું તને આપું છું.” પછી અરાવ્નાહે રાજાને કહ્યું, “તારા પ્રભુ ઈશ્વર તને માન્ય કરો.”
All this does the servant of my lord the king give to the king. And Araunah said, May the Lord your God be pleased with your offering!
24 ૨૪ રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા.
And the king said to Araunah, No, but I will give you a price for it; I will not give to the Lord my God burned offerings for which I have given nothing. So David got the grain-floor and the oxen for fifty shekels of silver.
25 ૨૫ દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.
And there David put up an altar to the Lord, making burned offerings and peace-offerings. So the Lord gave ear to his prayer for the land, and the disease came to an end in Israel.