< 2 શમએલ 23 >
1 ૧ હવે દાઉદના અંતિમ વચનો આ છે. યિશાઈનો દીકરો દાઉદ, જે અતિ ઘણો સન્માનનીય માણસ હતો, તે યાકૂબના ઈશ્વરથી અભિષિક્ત થયેલો અને ઇઝરાયલનાં મધુર ગીતોનો સર્જક છે; તે કહે છે.
Og disse ere de sidste Davids Ord: Saa sagde David, Isajs Søn, og saa sagde den Mand, som er højt ophøjet, Jakobs Guds Salvede, og lystelig ved Israels Salmer:
2 ૨ ઈશ્વરના આત્માએ મારા દ્વારા વાણી ઉચ્ચારી, તેમનું વચન મારી જીભ પર હતું.
Herrens Aand talede ved mig, og hans Tale er paa min Tunge.
3 ૩ ઇઝરાયલના ઈશ્વર બોલ્યા, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે,
Israels Gud sagde, til mig talede Israels Klippe: Der skal være en, som hersker iblandt Menneskene, en retfærdig, en, som hersker i Guds Frygt,
4 ૪ સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો, સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે.
og som Lys om Morgenen, naar Solen opgaar, om Morgenen, naar der ikke ere Skyer, naar Græsset vokser af Jorden ved Solskin efter Regnen.
5 ૫ નિશ્ચે, શું મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી? શું તેમણે મારી સાથે સદાનો કરાર કર્યો નથી? શું તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે? તેમણે મારો ઉદ્ધાર કર્યો છે. અને મારી દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરી છે. તેઓ એવા મહાન છે.
Thi staar mit Hus sig ikke saa med Gud? thi han har sat mig en evig Pagt, som er ordentligt beskikket i alle Maader og bevaret; thi al min Frelse og al min Lyst, skulde han ej lade den spire frem?
6 ૬ પરંતુ તમામ દુષ્ટ લોકો ફેંકી દેવામાં આવનાર કચરા અને કાંટા જેવા થશે, કેમ કે તેઓ હાથ વડે તો તેઓને સ્પર્શ કરાય કે પકડાય નહિ.
Men Belials Børn, de skulle alle sammen være som Torne, der udkastes; thi de kunne ikke tages med Haand.
7 ૭ પણ જે માણસ તેઓને અડકે તેની પાસે લોખંડનો દંડ તથા ભાલાનો હાથો હોવો જોઈએ, તેઓ જ્યાં હશે ત્યાંજ અગ્નિથી બાળી નાખવામાં આવશે.
Men hver, som vil røre ved dem, maa være forsynet med Jern og Spydstage; og de skulle opbrændes med Ild, hvor de bo.
8 ૮ દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા.
Disse ere Navnene paa de vældige, som hørte David til: Joseb-Basebeth Takmoni var en Øverste for Høvedsmændene, han svingede sin Lanse imod otte Hundrede, som bleve ihjelslagne paa een Gang.
9 ૯ તેની પછી અહોહીનો પૌત્ર અને દોદોનો દીકરો એલાઝાર હતો, જયારે પલિસ્તીઓ યુદ્ધને સારુ એકત્ર થયા અને ઇઝરાયલના માણસોએ પીછે હઠ કરી ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરવીરોએ પલિસ્તી સૈન્યને અટકાવ્યું હતું. તેઓમાંનો તે એક હતો.
Og efter ham var Eleasar, en Søn af Dodo, som var en Søn af Ahohi; han var iblandt de tre vældige med David, da de forhaanede Filisterne, som der vare forsamlede til Strid, medens Israels Mænd droge op.
10 ૧૦ એલાઝારે પલિસ્તીઓ સાથે લાદવામાં એટલી બધી તલવાર ચલાવી કે તેનો હાથ તલવાર પકડી ના શકે એટલો બધો થાકી ગયો. ત્યાં સુધી તે પલિસ્તીઓ સામે લડ્યો. અને તેનો હાથ થાકી જઈને તલવારની પકડથી અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની સામે લડ્યો. અને તેણે તેઓને માર્યા. ઈશ્વરે તે દિવસે મોટો વિજય અપાવ્યો. એલાઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી સૈન્ય તેની પાછળ ફક્ત લૂંટ ચલાવવા માટે ગયું.
Han stod op og slog Filisterne, indtil hans Haand blev træt, og hans Haand hang fast ved Sværdet, og Herren gjorde en stor Frelse paa den samme Dag; og Folket vendte tilbage efter ham kun for at udplyndre de ihjelslagne.
11 ૧૧ તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હારારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું.
Og efter ham var Arariteren Samma, Ages Søn; da Filisterne vare forsamlede i en Hob, da var der sammesteds et Stykke Land fuldt med Linser, og Folket flyede for Filisternes Ansigt,
12 ૧૨ પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો.
og han stillede sig midt paa dette Stykke og friede det og slog Filisterne, og Herren gjorde en stor Frelse.
13 ૧૩ ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.
Og tre af de tredive ypperste gik ned og kom om Høsten til David til Hulen ved Adullam, og Filisternes Hob havde lejret sig i Refaims Dal.
14 ૧૪ જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું.
Og David var da i Befæstningen; men Filisternes Befæstning var da i Bethlehem.
15 ૧૫ દાઉદે તરસથી તલપતાં કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે.
Og David fik Lyst og sagde: Hvo vil give mig Vand at drikke af den Brønd i Bethlehem, som er ved Porten?
16 ૧૬ તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી ભર્યું. તેઓ તે પાણી લઈને દાઉદ પાસે આવ્યા ત્યારે દાઉદે તે પાણી પીવાની ના પાડી. અને તે પાણી ઈશ્વર આગળ રેડી દીધું.
Da brøde de tre vældige ind i Filisternes Lejr og droge Vand af den Brønd i Bethlehem, som er i Porten, og de bare og førte det til David; men han vilde ikke drikke deraf, men udøste det for Herren.
17 ૧૭ પછી તેણે કહ્યું, હે ઈશ્વર, જે માણસોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા તેઓનું લોહી શા માટે પીઉં?” માટે તેણે તે પીવાની ના પાડી. અને કહ્યું હે ઈશ્વર, આ પાણી પીવાથી મને દૂર રાખો. આ સાહસ એ ત્રણ શૂરવીરોએ કર્યા હતાં.
Og han sagde: Det være langt fra mig, o Herre! at jeg skulde gøre dette! er det ikke de Mænds Blod, som gik derhen med Livsfare? Og han vilde ikke drikke det. Dette gjorde de tre vældige.
18 ૧૮ સરુયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તે તેના ભાલાથી ત્રણસો માણસો સામે લડ્યો અને તેઓને મારી નાખ્યા. તે ત્રણેમાં તેનો ઉલ્લેખ હતો.
Og Abisaj, Joabs Broder, Zerujas Søn, var en Øverste for Høvedsmændene, og han opløftede sit Spyd imod tre Hundrede, som bleve ihjelslagne; og han var navnkundig iblandt de tre.
19 ૧૯ શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો.
Var han ikke herligere end de tre? og han var deres Øverste; men han naaede ikke de tre.
20 ૨૦ બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો.
Og Benaja, Jojadas Søn, var en stridbar Mands Søn, stor i Gerninger, fra Kabzeel; han slog to Løvehelte af Moabiterne, og han gik ned og slog en Løve midt i en Brønd en Dag, da der var Sne.
21 ૨૧ બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફક્ત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો.
Og han slog en ægyptisk Mand, som var anselig, og den Ægypter havde et Spyd i sin Haand; men han gik ned til ham med en Kæp, og han rykkede Spydet af Ægypterens Haand og slog ham ihjel med hans eget Spyd.
22 ૨૨ આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો.
Disse Ting gjorde Benaja, Jojadas Søn, og han var navnkundig iblandt de tre vældige,
23 ૨૩ પેલા ત્રીસ સૈનિકો કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર આગેવાન તરીકે નીમ્યો હતો.
herligere end de tredive, men han naaede ikke de tre; og David satte ham i sit Raad.
24 ૨૪ યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન,
Asael, Joabs Broder, var iblandt de tredive; Elhanan, Dodos Søn af Bethlehem;
25 ૨૫ શામ્મા હરોદી, અલીકા હરોદી,
Haroditeren Samma; Haroditeren Elika;
26 ૨૬ હેલેસ પાલ્ટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા,
Palthiteren Helez; Thekoiteren Ira, Ikes's Søn;
27 ૨૭ અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી,
Anathothiteren Abieser; Husathiteren Mebunaj;
28 ૨૮ સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી.
Ahohiteren Zalmon; Netofathiteren Maharaj;
29 ૨૯ બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય,
Netofathiteren Heleb, Baenas Søn; Ithai, Ribajs Søn, af Benjamins Børns Gibea;
30 ૩૦ બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.
Pireathoniteren Benaja; Hiddai fra Gaas Bække;
31 ૩૧ અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી,
Arbathiteren Abialbon; Barhumiteren Asmaveth;
32 ૩૨ એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.
Saalboniteren Eljaba; af Jasens Sønner, Jonathan;
33 ૩૩ શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,
Harariteren Samma; Arariteren Ahiam, Sarars Søn;
34 ૩૪ માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,
Elifelet, Ahasbajs Søn, en Maakathiters Søn; Giloniteren Eliam, Akitofels Søn;
35 ૩૫ હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,
Karmeliteren Hezraj; Arbiteren Paeraj;
36 ૩૬ સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.
Jigal, Nathans Søn, af Zoba; Gaditeren Bani;
37 ૩૭ સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,
Ammoniteren Zelek; Beerothiteren Naharaj, Joabs, Zerujas Søns, Vaabendrager;
38 ૩૮ ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
Jithriteren Ira; Jithriteren Gareb;
39 ૩૯ ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ.
Hethiteren Uria; I alt syv og tredive.