< 2 શમએલ 21 >
1 ૧ દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”
၁ထိုနောက်ဒါဝိဒ်လက်ထက်၌ သုံးနှစ်ပတ်လုံး အစာအာဟာရ ခေါင်းပါးခြင်းဖြစ်၍၊ ဒါဝိဒ်သည်ထာဝရ ဘုရားကို မေးလျှောက်လျှင်၊ ထာဝရဘုရားက၊ ဂိဗောင် လူတို့ကို သတ်သောရှောလုနှင့် လူအသက်ကို သတ်တတ် သော ရှောလုအမျိုးကြောင့် ဤအမှုရောက်လေပြီဟု မိန့်တော်မူ၏။
2 ૨ હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો.
၂ဂိဗောင်လူတို့သည် ဣသရေလအမျိုးအဝင် မဟုတ်၊ ကျန်ကြွင်းသော အာမောရိအမျိုးဖြစ်ကြ၏။ ဣသရေလအမျိုးတို့သည် သူတို့အား သစ္စာဂတိထားကြ သော်လည်း၊ ရှောလုသည် ဣသရေလအမျိုးနှင့် ယုဒ အမျိုး၏ အကျိုးကိုစောင့်ရှောက်၍ သူတို့ကို သတ်မည်ဟု အားထုတ် သတည်း။
3 ૩ તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, “હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?”
၃ထိုအခါ ရှင်ဘုရင်သည် ဂိဗောင်လူတို့ကို ခေါ်၍၊ သင်တို့အဘို့ အဘယ်သို့ပြုရမည်နည်း။ သင်တို့သည် ထာဝရဘုရား၏ အမွေတော်ကို ကောင်းကြီးပေးစေခြင်း ငှါ အဘယ်သို့အပြစ်ဖြေရမည်နည်းဟု မေးလျှင်၊
4 ૪ ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” દાઉદે જવાબ આપ્યો “તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ.”
၄ဂိဗောင်လူတို့က၊ ကျွန်တော်တို့သည်ရှောလုနှင့် သူ၏အမျိုး၌ရွှေငွေကိုမတောင်းပါ။ ကျွန်တော်တို့ အတွက် ဣသရေလအမျိုးသားတစုံတယောက်ကိုမျှ ကိုယ်တော်သည် မသတ်ရဟု ပြန်လျှောက်ကြသော်၊ သင်တို့ တောင်း သည်အတိုင်း ငါပြုမည်ဟု မိန့်တော်မူ၏။
5 ૫ પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,
၅သူတို့ကလည်း၊ ကျွန်တော်တို့ကို ညှဉ်းဆဲ၍ ဣသရေလနိုင်ငံအတွင်း၌ အလျှင်းမနေရမည်အကြောင်း သုတ်သင်ပယ်ရှင်းခြင်းငှါ ကြိုးစားသောသူ၏။
6 ૬ તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”
၆သားခုနစ်ယောက်တို့ကို ကျွန်တော်တို့လက်သို့ အပ်တော်မူပါ။ ထာဝရဘုရားရွေးချယ်တော်မူသော ရှောလုနေရာ ဂိဗာမြို့၌ ထိုသူတို့ကို ကျွန်တော်တို့သည် ထာဝရဘုရားအဘို့ ဆွဲထားပါမည်ဟု လျှောက်သော်၊ ရှင်ဘုရင်က ငါအပ်မည်ဟု မိန့်တော်မူ၏။
7 ૭ પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.
၇သို့သော်လည်း ဒါဝိဒ်နှင့် ရှောလု၏သား ယောန သန်တို့သည် ထာဝရဘုရားရှေ့တော်၌ တယောက်နှင့် တယောက် သစ္စာဂတိထားသောကြောင့်၊ ရှင်ဘုရင်သည် ရှောလု၏သားယောနသန်မြင်သောမေဖိဗောရှက်ကို နှမြောတော်မူ၏။
8 ૮ પણ દાઉદ રાજાએ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મિખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું.
၈သို့ဖြစ်၍ ရှင်ဘုရင်သည် အဲအာသမီးရိဇပ ဘွားမြင်သော ရှောလု၏ သားအာမောနိနှင့် မေဖိ ဗောရှက်နှစ်ယောက်မှစ၍၊ ရှောလု၏ သမီးမေရပ်တွင် မေဟောလသိအမျိုး ဗာဇိလဲ၏ သားအဒြေလမြင်သော သားငါးယောက်တို့ကို ယူ၍၊
9 ૯ તેઓને રાજાએ ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યાં અને તેઓએ તેઓને પર્વત ઉપર ઈશ્વરની આગળ ફાંસી આપી, તે સાત લોકો એકસાથે મરણ પામ્યા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીની શરૂઆતમાં તેઓ મરાયા હતા.
၉ဂိဗောင်လူတို့လက်သို့အပ်သဖြင့်၊ သူတို့သည် တောင်ပေါ်တွင် ထာဝရဘုရားရှေ့တော်၌ ဆွဲထား၍၊ ထိုသူခုနစ်ယောက်တို့သည် မုယောစပါး ရိတ်စကာလ၊ တနေ့ခြင်းတွင် အသေသတ်ခြင်းကို ခံရ၍ တပြိုင်နက် သေကြ၏။
10 ૧૦ ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.
၁၀အဲအာသမီး ရိဇပသည် စပါးရိတ်စကာလမှစ၍ မိုဃ်းမရွာမှီတိုင်အောင် လျှော်တေကို ယူ၍ ကျောက်ပေါ် မှာ အိပ်စရာဘို့ခင်းလျက်၊ နေ့အချိန်တွင် အလောင်း ကောင်အပေါ်၌ငှက်မနား၊ ညဉ့်အချိန်တွင် သားရဲမကိုက် စေခြင်းငှါ စောင့်ရှောက်လျက်နေ၏။
11 ૧૧ એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.
၁၁ရှောလု၏ကိုယ်လုပ်တော်အဲ အာသမီး ရိဇပပြု သော အမှုကို ဒါဝိဒ်သည် ကြားသောအခါ၊
12 ૧૨ તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.
၁၂ဖိလိတ္တိလူတို့သည် ဂိလဗောတောင်၌ ရှောလုကို သတ်၍၊ အလောင်းတော်ကိုဆွဲထားရာ ဇက်ရှမ်လမ်းမှ ခိုးသွားသောဂိလဒ်ပြည်ယာဗက်မြို့သူမြို့သားတို့ရှိရာသို့ ရှင်ဘုရင်သွား၍၊ ရှောလုအရိုးနှင့် သားတော် ယောနသန်အရိုးတို့ကိုယူ၍၊
13 ૧૩ દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
၁၃ထိုအရပ်မှဆောင်သွားသဖြင့်၊ ဆွဲထားသော သူတို့၏ အရိုးများကိုလည်း စုသိမ်းပြီးလျှင်၊
14 ૧૪ અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.
၁၄ဗင်္ယာမိန်ပြည်။ ဇေလရှာ၊ ရှောလုအဘ ကိရှ၏ သင်္ချိုင်း၌ သင်္ဂြိုဟ်၍၊ ရှင်ဘုရင်မှာထားသမျှအတိုင်း ပြုကြ ပြီးသည်နောက်၊ နိုင်ငံတော်အဘို့ ဆုတောင်းသော စကားကို ဘုရားသခင် နားထောင်တော်မူ၏။
15 ૧૫ પછી પલિસ્તીઓ ફરીથી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવા ગયા. તેથી દાઉદ તેના સૈન્ય સાથે જઈને પલિસ્તીઓની સામે લડ્યો. અને દાઉદ યુદ્ધ કરીને થાકી ગયો.
၁၅နောက်တဖန် ဖိလိတ္တိလူတို့သည် ဣသရေလ အမျိုးသားတို့ကို စစ်တိုက်၍ ၊ ဒါဝိဒ်နှင့်သူ၏ ကျွန်တို့ သည် ဆီးကြို၍ တိုက်လှန်ကြစဉ်၊ ဒါဝိဒ်သည် မောပန်း လျက်နေလေ၏။
16 ૧૬ અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ ચોત્રીસ કિલો પાંચ ગ્રામ હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઇરાદો દાઉદને મારી નાખવાનો હતો.
၁၆ရေဖိမ်အမျိုး ဣရှဗိဗေနုပ်သည် အချိန်သုံး ပိဿာရှိသော ကြေးဝါလှံကို ကိုင်၍၊ အသစ်သော စစ်တန်ဆာကို ဝတ်ဆင်လျက်ဒါဝိဒ်ကို သတ်မည်ဟု ကြံလေ၏။
17 ૧૭ પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, “તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”
၁၇ဇေရုယာသားအဘိရှဲသည် ကူညီ၍ ဖိလိတ္တိ လူကို တိုက်သတ်လေ၏။ ထိုအခါ ဒါဝိဒ်၏ လူတို့က၊ ဣသရေလအလင်းကွယ်မည်ဟု စိုးရိမ်စရာရှိသော ကြောင့်၊ ကိုယ်တော်သည် ကျွန်တော်တို့နှင့်အတူ နောက် တဖန် စစ်ချီကြွတော်မမူရာဟု ကျိန်ဆိုလျက် လျှောက် ကြ၏။
18 ૧૮ પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો.
၁၈နောက်တဖန် ဂေါဘမြို့မှာ ဖိလိတ္တိလူတို့ကို စစ်တိုက်ကြစဉ်၊ ဟုရှသိလူသိဗေခဲသည် ရေဖိမ်အမျိုးသာဖ ကို သတ်လေ၏။
19 ૧૯ વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તીના ભાઈને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
၁၉နောက်တဖန် ဂေါဘမြို့မှာ ဖိလိတ္တိလူတို့ကို စစ်တိုက်ကြစဉ်၊ ဗက်လင်မြို့သားဖြစ်သော ယဣရ၏သား ဧလဟာနန်သည် ရက်ကန်းလက်လိပ်နှင့် အမျှကြီးသောလှံရိုးကိုသုံးစွဲသော ဂိတ္တိအမျိုး ဂေါလျက်၏ ညီလာခမိ ကို သတ်လေ၏။
20 ૨૦ ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો.
၂၀နောက်တဖန် ဂါသမြို့မှ စစ်တိုက်ကြစဉ်၊ အရပ်မြင့်၍ လက်တဘက်၌ လက်ခြောက်ချောင်းစီ၊ ခြေ တဘက်၌ ခြေခြောက်ချောင်းစီ၊ ပေါင်းနှစ်ဆယ်လေး ချောင်းရှိသော ရေဖိမ်အမျိုးသားတယောက်သည်။
21 ૨૧ તેણે ઇઝરાયલના સૈન્યનો તુચ્છકાર કર્યો, તેથી દાઉદના ભાઈ શિમઈના ના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
၂၁ဣသရေလအမျိုးကို ကြိမ်းပသောအခါ၊ ဒါဝိဒ်အစ်ကိုရှိမာ၏ သားယောနသန်သည် ထိုသူကို သတ် လေ၏။
22 ૨૨ આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.
၂၂ထိုသူလေးယောက်တို့သည် ဂါသမြို့၌နေသော ရေဖိမ်လူကြီး၏သားဖြစ်၍၊ ဒါဝိဒ်နှင့်သူ၏ကျွန်တို့ လက်ဖြင့် သေကြ၏။