< 2 શમએલ 21 >

1 દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”
וַיְהִ֣י רָעָב֩ בִּימֵ֨י דָוִ֜ד שָׁלֹ֣שׁ שָׁנִ֗ים שָׁנָה֙ אַחֲרֵ֣י שָׁנָ֔ה וַיְבַקֵּ֥שׁ דָּוִ֖ד אֶת־פְּנֵ֣י יְהוָ֑ה ס וַיֹּ֣אמֶר יְהוָ֗ה אֶל־שָׁאוּל֙ וְאֶל־בֵּ֣ית הַדָּמִ֔ים עַל־אֲשֶׁר־הֵמִ֖ית אֶת־הַגִּבְעֹנִֽים׃
2 હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો.
וַיִּקְרָ֥א הַמֶּ֛לֶךְ לַגִּבְעֹנִ֖ים וַיֹּ֣אמֶר אֲלֵיהֶ֑ם וְהַגִּבְעֹנִ֞ים לֹ֣א מִבְּנֵ֧י יִשְׂרָאֵ֣ל הֵ֗מָּה כִּ֚י אִם־מִיֶּ֣תֶר הָאֱמֹרִ֔י וּבְנֵ֤י יִשְׂרָאֵל֙ נִשְׁבְּע֣וּ לָהֶ֔ם וַיְבַקֵּ֤שׁ שָׁאוּל֙ לְהַכֹּתָ֔ם בְּקַנֹּאת֥וֹ לִבְנֵֽי־יִשְׂרָאֵ֖ל וִיהוּדָֽה׃
3 તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, “હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?”
וַיֹּ֤אמֶר דָּוִד֙ אֶל־הַגִּבְעֹנִ֔ים מָ֥ה אֶעֱשֶׂ֖ה לָכֶ֑ם וּבַמָּ֣ה אֲכַפֵּ֔ר וּבָרְכ֖וּ אֶת־נַחֲלַ֥ת יְהוָֽה׃
4 ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” દાઉદે જવાબ આપ્યો “તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ.”
וַיֹּ֧אמְרוּ ל֣וֹ הַגִּבְעֹנִ֗ים אֵֽין־לָ֜נוּ כֶּ֤סֶף וְזָהָב֙ עִם־שָׁא֣וּל וְעִם־בֵּית֔וֹ וְאֵֽין־לָ֥נוּ אִ֖ישׁ לְהָמִ֣ית בְּיִשְׂרָאֵ֑ל וַיֹּ֛אמֶר מָֽה־אַתֶּ֥ם אֹמְרִ֖ים אֶעֱשֶׂ֥ה לָכֶֽם׃
5 પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય, એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો,
וַיֹּֽאמְרוּ֙ אֶל־הַמֶּ֔לֶךְ הָאִישׁ֙ אֲשֶׁ֣ר כִּלָּ֔נוּ וַאֲשֶׁ֖ר דִּמָּה־לָ֑נוּ נִשְׁמַ֕דְנוּ מֵֽהִתְיַצֵּ֖ב בְּכָל־גְּבֻ֥ל יִשְׂרָאֵֽל׃
6 તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”
יֻתַּן לָ֜נוּ שִׁבְעָ֤ה אֲנָשִׁים֙ מִבָּנָ֔יו וְהוֹקַֽעֲנוּם֙ לַֽיהוָ֔ה בְּגִבְעַ֥ת שָׁא֖וּל בְּחִ֣יר יְהוָ֑ה ס וַיֹּ֥אמֶר הַמֶּ֖לֶךְ אֲנִ֥י אֶתֵּֽן׃
7 પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો.
וַיַּחְמֹ֣ל הַמֶּ֔לֶךְ עַל־מְפִי־בֹ֖שֶׁת בֶּן־יְהוֹנָתָ֣ן בֶּן־שָׁא֑וּל עַל־שְׁבֻעַ֤ת יְהוָה֙ אֲשֶׁ֣ר בֵּֽינֹתָ֔ם בֵּ֣ין דָּוִ֔ד וּבֵ֖ין יְהוֹנָתָ֥ן בֶּן־שָׁאֽוּל׃
8 પણ દાઉદ રાજાએ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મિખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું.
וַיִּקַּ֣ח הַמֶּ֡לֶךְ אֶת־שְׁ֠נֵי בְּנֵ֨י רִצְפָּ֤ה בַת־אַיָּה֙ אֲשֶׁ֣ר יָלְדָ֣ה לְשָׁא֔וּל אֶת־אַרְמֹנִ֖י וְאֶת־מְפִבֹ֑שֶׁת וְאֶת־חֲמֵ֗שֶׁת בְּנֵי֙ מִיכַ֣ל בַּת־שָׁא֔וּל אֲשֶׁ֥ר יָלְדָ֛ה לְעַדְרִיאֵ֥ל בֶּן־בַּרְזִלַּ֖י הַמְּחֹלָתִֽי׃
9 તેઓને રાજાએ ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યાં અને તેઓએ તેઓને પર્વત ઉપર ઈશ્વરની આગળ ફાંસી આપી, તે સાત લોકો એકસાથે મરણ પામ્યા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીની શરૂઆતમાં તેઓ મરાયા હતા.
וַֽיִּתְּנֵ֞ם בְּיַ֣ד הַגִּבְעֹנִ֗ים וַיֹּקִיעֻ֤ם בָּהָר֙ לִפְנֵ֣י יְהוָ֔ה וַיִּפְּל֥וּ שְׁבַעְתָּ֖ם יָ֑חַד וְהֵ֨מָּה הֻמְת֜וּ בִּימֵ֤י קָצִיר֙ בָּרִ֣אשֹׁנִ֔ים בִּתְחִלַּ֖ת קְצִ֥יר שְׂעֹרִֽים׃
10 ૧૦ ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ.
וַתִּקַּ֣ח רִצְפָּה֩ בַת־אַיָּ֨ה אֶת־הַשַּׂ֜ק וַתַּטֵּ֨הוּ לָ֤הּ אֶל־הַצּוּר֙ מִתְּחִלַּ֣ת קָצִ֔יר עַ֛ד נִתַּךְ־מַ֥יִם עֲלֵיהֶ֖ם מִן־הַשָּׁמָ֑יִם וְלֹֽא־נָתְנָה֩ ע֨וֹף הַשָּׁמַ֜יִם לָנ֤וּחַ עֲלֵיהֶם֙ יוֹמָ֔ם וְאֶת־חַיַּ֥ת הַשָּׂדֶ֖ה לָֽיְלָה׃
11 ૧૧ એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.
וַיֻּגַּ֖ד לְדָוִ֑ד אֵ֧ת אֲשֶׁר־עָשְׂתָ֛ה רִצְפָּ֥ה בַת־אַיָּ֖ה פִּלֶ֥גֶשׁ שָׁאֽוּל׃
12 ૧૨ તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં.
וַיֵּ֣לֶךְ דָּוִ֗ד וַיִּקַּ֞ח אֶת־עַצְמ֤וֹת שָׁאוּל֙ וְאֶת־עַצְמוֹת֙ יְהוֹנָתָ֣ן בְּנ֔וֹ מֵאֵ֕ת בַּעֲלֵ֖י יָבֵ֣ישׁ גִּלְעָ֑ד אֲשֶׁר֩ גָּנְב֨וּ אֹתָ֜ם מֵרְחֹ֣ב בֵּֽית־שַׁ֗ן אֲשֶׁ֨ר תְּלָא֥וּם שָׁ֙מָּה֙ פְּלִשְׁתִּ֔ים בְּי֨וֹם הַכּ֧וֹת פְּלִשְׁתִּ֛ים אֶת־שָׁא֖וּל בַּגִּלְבֹּֽעַ׃
13 ૧૩ દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
וַיַּ֤עַל מִשָּׁם֙ אֶת־עַצְמ֣וֹת שָׁא֔וּל וְאֶת־עַצְמ֖וֹת יְהוֹנָתָ֣ן בְּנ֑וֹ וַיַּ֣אַסְפ֔וּ אֶת־עַצְמ֖וֹת הַמּוּקָעִֽים׃
14 ૧૪ અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના સેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.
וַיִּקְבְּר֣וּ אֶת־עַצְמוֹת־שָׁא֣וּל וִיהוֹנָֽתָן־בְּ֠נוֹ בְּאֶ֨רֶץ בִּנְיָמִ֜ן בְּצֵלָ֗ע בְּקֶ֙בֶר֙ קִ֣ישׁ אָבִ֔יו וַֽיַּעֲשׂ֔וּ כֹּ֥ל אֲשֶׁר־צִוָּ֖ה הַמֶּ֑לֶךְ וַיֵּעָתֵ֧ר אֱלֹהִ֛ים לָאָ֖רֶץ אַֽחֲרֵי־כֵֽן׃ פ
15 ૧૫ પછી પલિસ્તીઓ ફરીથી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવા ગયા. તેથી દાઉદ તેના સૈન્ય સાથે જઈને પલિસ્તીઓની સામે લડ્યો. અને દાઉદ યુદ્ધ કરીને થાકી ગયો.
וַתְּהִי־ע֧וֹד מִלְחָמָ֛ה לַפְּלִשְׁתִּ֖ים אֶת־יִשְׂרָאֵ֑ל וַיֵּ֨רֶד דָּוִ֜ד וַעֲבָדָ֥יו עִמּ֛וֹ וַיִּלָּחֲמ֥וּ אֶת־פְּלִשְׁתִּ֖ים וַיָּ֥עַף דָּוִֽד׃
16 ૧૬ અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ ચોત્રીસ કિલો પાંચ ગ્રામ હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઇરાદો દાઉદને મારી નાખવાનો હતો.
וְיִשְׁבִּ֨י בְּנֹ֜ב אֲשֶׁ֣ר ׀ בִּילִידֵ֣י הָרָפָ֗ה וּמִשְׁקַ֤ל קֵינוֹ֙ שְׁלֹ֤שׁ מֵאוֹת֙ מִשְׁקַ֣ל נְחֹ֔שֶׁת וְה֖וּא חָג֣וּר חֲדָשָׁ֑ה וַיֹּ֖אמֶר לְהַכּ֥וֹת אֶת־דָּוִֽד׃
17 ૧૭ પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, “તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”
וַיַּֽעֲזָר־לוֹ֙ אֲבִישַׁ֣י בֶּן־צְרוּיָ֔ה וַיַּ֥ךְ אֶת־הַפְּלִשְׁתִּ֖י וַיְמִיתֵ֑הוּ אָ֣ז נִשְׁבְּעוּ֩ אַנְשֵׁי־דָוִ֨ד ל֜וֹ לֵאמֹ֗ר לֹא־תֵצֵ֨א ע֤וֹד אִתָּ֙נוּ֙ לַמִּלְחָמָ֔ה וְלֹ֥א תְכַבֶּ֖ה אֶת־נֵ֥ר יִשְׂרָאֵֽל׃ פ
18 ૧૮ પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો.
וַֽיְהִי֙ אַֽחֲרֵי־כֵ֔ן וַתְּהִי־ע֧וֹד הַמִּלְחָמָ֛ה בְּג֖וֹב עִם־פְּלִשְׁתִּ֑ים אָ֣ז הִכָּ֗ה סִבְּכַי֙ הַחֻ֣שָׁתִ֔י אֶת־סַ֕ף אֲשֶׁ֖ר בִּילִדֵ֥י הָרָפָֽה׃ פ
19 ૧૯ વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગિત્તીના ભાઈને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
וַתְּהִי־ע֧וֹד הַמִּלְחָמָ֛ה בְּג֖וֹב עִם־פְּלִשְׁתִּ֑ים וַיַּ֡ךְ אֶלְחָנָן֩ בֶּן־יַעְרֵ֨י אֹרְגִ֜ים בֵּ֣ית הַלַּחְמִ֗י אֵ֚ת גָּלְיָ֣ת הַגִּתִּ֔י וְעֵ֣ץ חֲנִית֔וֹ כִּמְנ֖וֹר אֹרְגִֽים׃ ס
20 ૨૦ ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો.
וַתְּהִי־ע֥וֹד מִלְחָמָ֖ה בְּגַ֑ת וַיְהִ֣י ׀ אִ֣ישׁ מָד֗וֹן וְאֶצְבְּעֹ֣ת יָדָיו֩ וְאֶצְבְּעֹ֨ת רַגְלָ֜יו שֵׁ֣שׁ וָשֵׁ֗שׁ עֶשְׂרִ֤ים וְאַרְבַּע֙ מִסְפָּ֔ר וְגַם־ה֖וּא יֻלַּ֥ד לְהָרָפָֽה׃
21 ૨૧ તેણે ઇઝરાયલના સૈન્યનો તુચ્છકાર કર્યો, તેથી દાઉદના ભાઈ શિમઈના ના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
וַיְחָרֵ֖ף אֶת־יִשְׂרָאֵ֑ל וַיַּכֵּ֙הוּ֙ יְה֣וֹנָתָ֔ן בֶּן־שִׁמְעָ֖ה אֲחִ֥י דָוִֽד׃
22 ૨૨ આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.
אֶת־אַרְבַּ֥עַת אֵ֛לֶּה יֻלְּד֥וּ לְהָרָפָ֖ה בְּגַ֑ת וַיִּפְּל֥וּ בְיַד־דָּוִ֖ד וּבְיַ֥ד עֲבָדָֽיו׃ פ

< 2 શમએલ 21 >