< 2 શમએલ 19 >
1 ૧ યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”
१लोकांनी ही बातमी यवाबाला सांगितली. ते त्यास म्हणाले, राजा अबशालोमसाठी शोक करत आहे. तो फार दु: खात आहे.
2 ૨ માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે “રાજા પોતાના દીકરા માટે શોક કરે છે.”
२दावीदाच्या सैन्याने त्या दिवशीची लढाई जिंकली होती. पण लोकांसाठी मात्र तो दु: खाचा दिवस ठरला राजा आपल्या मुलाच्या मृत्यूमुळे दु: खात आहे हे ऐकून लोक फार खिन्न झाले.
3 ૩ જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.
३ते शांतपणे नगरात परतले, युध्दात पराभूत होऊन तिथून पळ काढलेल्या लोकांप्रमाणे ते दिसत होते.
4 ૪ રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, “મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”
४राजा आपला चेहरा झाकून घेऊन आपला मुलगा अबशालोम याच्या नावाने, माझ्या मुला अबशालोमा, असा मोठ्याने आक्रोश करत होता.
5 ૫ પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, “તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા.
५यवाब राजाच्या निवासस्थानी आला आणि त्यास म्हणाला, आपल्या सेवकांना तुम्ही आज मान खाली घालायला लावली आहे. तुमच्या सेवकांनी तुमचा जीव वाचवला. तुमचे पुत्र, कन्या, पत्नी, पत्नी दासी यांचे प्राण वाचवले.
6 ૬ કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત.
६ज्यांनी तुमचा द्वेष केला त्यांच्यावर तुम्ही प्रेम दाखवता आहात, आणि ज्यांनी तुमच्यावर लोभ केला त्यांना तुम्ही दूर सारता आहात. तुमची माणसे, तुमचे सेवक यांना तुमच्या दृष्टीने काही किंमत नाही हे तुमच्या वागण्यावरून स्पष्ट झाले आहे. आज अबशालोम जगला असता आणि आम्ही सर्व मरण पावलो असतो तर तुम्हास फार आनंद झाला असता असे दिसते.
7 ૭ માટે હવે ઊઠીને બહાર આવ અને તમારા સૈનિકોને દિલાસો આપો, કેમ કે હું ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તું નહિ આવે, તો આજે રાત્રે કોઈ પણ માણસ તારી સાથે રહેશે નહિ. તમારી જુવાનીનાં દિવસથી અત્યાર સુધીમાં જે આફત તારા પર આવી હતી, તે સર્વ કરતાં આ વિપત્તિ તારે માટે વધારે ખરાબ થઈ પડશે.”
७आता ऊठा आणि आपल्या सेवकांशी बोला. त्यांना प्रोत्साहन द्या. आताच उठून तुम्ही हे ताबडतोब केले नाही, तर आज रात्रीपर्यंत तुमच्या बाजूला एकही मनुष्य उरणार नाही याची मी परमेश्वरासमक्ष ग्वाही देतो. आणि हा तुमच्या बालपणापासूनच्या आयुष्यातला सर्वांत मोठा आघात असेल.
8 ૮ તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા. સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા.
८तेव्हा राजा उठून वेशीपाशी गेला. राजा तेथे आल्याची खबर सर्वत्र पसरली. तेव्हा सर्व जण राजाच्या दर्शनाला जमले. अबशालोमला पाठिंबा देणारे सर्व इस्राएल लोक आपापल्या ठिकाणी पळून गेले होते.
9 ૯ ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.
९इस्राएलच्या सर्व घराण्यातील लोक आता बोलू लागले “पलिष्टी आणि आपले इतर शत्रू यांच्यापासून राजा दावीदाने आपल्याला संरक्षण दिले, पण तो अबशालोमपासून पळून गेला.”
10 ૧૦ અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?”
१०म्हणून अबशालोमची आपण राज्य करण्यासाठी निवड केली. पण तो आता लढाईत मरण पावला आहे. तेव्हा आपण आता पुन्हा दावीदाला राजा करू.
11 ૧૧ દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે “સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો?
११सादोक आणि अब्याथार या याजकांना राजा दावीदाने निरोप पाठवला, यहूदातील वडीलधाऱ्यांशी बोला. त्यांना सांगा, राजा दावीदाला गादीवर आणायला तुम्ही शेवटचे घराणे का आहा? राजाने पुन्हा परतण्याविषयी सर्वच इस्राएल लोकांची बोलणी चाललेली आहेत.
12 ૧૨ તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?’”
१२तुम्ही माझे बांधव, माझ्या कुटुंबातीलच आहात. मग राजाला परत आणणारे तुम्ही शेवटचे घराणे का आहात?
13 ૧૩ અને અમાસાને કહો, ‘શું તું મારો અંગત સ્વજન નથી? જો તું યોઆબની જગ્યાએ સૈન્યનો સેનાપતિ ન બને તો, ઈશ્વર મને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.’
१३आणि अमासास सांगा, तुम्ही माझ्या कुटुंबाचाच भाग आहात. यवाबाच्या जागी सेनापती म्हणून मी तुमची नेमणूक केली नाही, तर देव मला शासन करो.
14 ૧૪ અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસનાં હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, “તું અને તારા બધા માણસો પાછા આવો.”
१४दावीदाने यहूदातील सर्व लोकांच्या हृदयाला हात घातला. त्यामुळे ते सर्व एकदिलाने राजी झाले. यहूदी लोकांनी राजाला संदेश पाठवला की, तुम्ही आणि तुमचे अधिकारी, सेवक यांनी माघारे यावे.
15 ૧૫ તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.
१५मग राजा दावीद यार्देन नदीपाशी आला. यहूदातील लोक त्यास भेटायला गिलगाल येथे आले. राजाला यार्देन नदी पार करून आणण्याचा त्यांचा हेतू होता.
16 ૧૬ બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
१६गेराचा पुत्र शिमी हा बन्यामिनी होता तो बहूरीम येथे राहत असे. यहूदातील लोकांसह राजाची भेट घ्यायला तो लगबगीने आला.
17 ૧૭ તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.
१७बन्यामीनच्या वंशातील हजार माणसेही त्याच्याबरोबर आली. शौलाच्या घराण्यातील सेवक सीबा हा ही आला. आपले पंधरा पुत्र आणि वीस नोकर यांनाही त्याने बरोबर आणले. राजा दावीदाला भेटायला हे सर्व यार्देन नदीजवळ तात्काळ पोहोचले.
18 ૧૮ તેઓએ રાજાના કુટુંબને યર્દન નદી પાર ઉતારવા માટે તથા તેને જે સારુ લાગે તેવું કરવા એક હોડી પેલે પાર મોકલી. રાજા નદી પાર કરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડયો.
१८राजाच्या कुटुंबियांना उतरून घ्यायला ते यार्देनच्या पलीकडे गेले. राजाला हवे ते करायला ते तयार होते. राजा नदी ओलांडत असताना गेराचा मुलगा शिमी त्याच्या भेटीला आला. शिमीने राजाला जमिनीपर्यंत लवून अभिवादन केले.
19 ૧૯ શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.
१९तो राजाला म्हणाला, स्वामी, माझ्या हातून घडलेल्या अपराधांचा विचार करू नका. महाराज, तुम्ही यरूशलेम सोडून गेलात तेव्हाची माझी कृत्ये विसरून जा.
20 ૨૦ કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”
२०आपल्या दासाने अपराध केला आहे हे आपला दास जाणून आहे; म्हणून पाहा, आज माझ्या स्वामीराजांच्या भेटीस्तव अवघ्या योसेफ घराण्यातून मीच पहिला आलो आहे.
21 ૨૧ પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું “શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?”
२१पण सरुवेचा मुलगा अबीशय म्हणाला, परमेश्वराने निवडलेल्या राजाविषयी शिमीने शिव्याशाप दिले तेव्हा त्यास ठारच करायला हवे.
22 ૨૨ ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?”
२२दावीद म्हणाला, सरुवेच्या मुलानो मी तुमच्या बरोबर कसे वागावे? तुमचे हे बोलणे आज माझ्या विरूद्ध आहे. इस्राएलमध्ये कोणालाही ठार केले जाणार नाही कारण आज मी इस्राएलचा राजा आहे.
23 ૨૩ પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
२३मग राजा शिमीला म्हणाला, तू मरणार नाहीस. आपण शिमीचा वध करणार नाही, असे राजाने शिमीला वचन दिले.
24 ૨૪ પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.
२४शौलाचा नातू मफीबोशेथ राजा दावीदाला भेटायला आला. राजा यरूशलेम सोडून गेला तेव्हा पासून तो सुखरुप परतेपर्यंत मफीबोशेथने स्वत: कडे फार दुर्लक्ष केले होते. त्याने दाढी केली नाही, पायांची निगा राखली नाही की कपडे धुतले नाहीत.
25 ૨૫ અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”
२५मफीबोशेथ यरूशलेमेहून आला तेव्हा राजा त्यास म्हणाला, मी तेथून निघालो तेव्हा तू ही माझ्याबरोबर का बाहेर पडला नाहीस?
26 ૨૬ તેણે જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, મારા ચાકરે મને છેતર્યો છે, કેમ કે મેં તેને કહ્યું, ‘હું અપંગ છું તેથી ગધેડા પર જીન બાંધીશ કે જેથી હું તેના પર સવારી કરીને રાજાની પાસે જાઉં,
२६मफीबोशेथने सांगितले, महाराज, माझ्या नोकराने, सीबाने, मला फसवले, त्यास मी म्हणालो, मी पांगळा आहे, तेव्हा गाढवावर खोगीर चढव म्हणजे त्यावर बसून मी राजाबरोबर जाईन.
27 ૨૭ મારા માલિક રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા માલિક રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર.
२७पण त्याने माझ्याशी लबाडी केली. माझ्याविरूद्ध तुमचे कान फुंकले. पण स्वामी, तुम्ही देवदूतासारखे आहात. आपल्याला योग्य वाटेल ते करा.
28 ૨૮ કેમ કે મારા માલિક રાજા આગળ મારા પિતાનું આખું કુટુંબ મૃત્યુ પામેલા માણસ જેવું હતું, પણ જેઓ તારી મેજ પર બેસીને જમતા હતા તેઓની મધ્યે તમે મને બેસાડ્યો છે. તેથી મારા રાજા મારો શો હક કે હું તને વધારે ફરિયાદ કરું?”
२८माझ्या बापाचे सर्व घराणे स्वामीराजासमोर मृतवत होते; तरी आपण आपल्या दासाची आपल्या पंक्तीस बसणार्यांमध्ये नेमणूक केली; महाराजांजवळ आणखी दाद मागायचा मला काय हक्क आहे?
29 ૨૯ પછી રાજાએ તેને કહ્યું, “શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો.”
२९तेव्हा राजा मफीबोशेथला म्हणाला, आता आपल्या अडचणीविषयी आणखी काही सांगू नकोस. आता माझा निर्णय ऐक तू आणि सीबा जमीन विभागून घ्या.
30 ૩૦ મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.”
३०मफीबोशेथ राजाला म्हणाला महाराज ती सगळी जमीन खुशाल सीबाला घेऊ द्या. माझे धनी सुखरुप परत आला यामध्ये सगळे आले.
31 ૩૧ પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.
३१गिलादाचा बर्जिल्ल्य रोगलीमहून आला. दावीदाला तो यार्देन नदीच्या पलीकडे पोचवायला आला.
32 ૩૨ હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.
३२बर्जिल्ल्यचे वय झाले होते तो ऐंशी वर्षांचा होता. राजा दावीदाचा मुक्काम महनाईम येथे असताना त्याने दावीदाला अन्नधान्य आणि इतर गोष्टी पुरवल्या होत्या. श्रीमंत असल्यामुळे तो एवढे करू शकला.
33 ૩૩ રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ.”
३३दावीद त्यास म्हणाला, नदी उतरून माझ्याबरोबर चल. तू यरूशलेमेमध्ये माझ्याबरोबर राहिलास तर मी तुझा सांभाळ करीन.
34 ૩૪ બાર્ઝિલ્લાયે રાજાને જણાવ્યું “મારી જિંદગીનાં વર્ષોમાં કેટલા દિવસો બાકી રહ્યા છે કે, હે રાજા હું તારી સાથે યરુશાલેમમાં આવું?
३४पण बर्जिल्ल्य राजाला म्हणाला, तुम्हास माझे वय माहीत आहे ना? यरूशलेमपर्यंत मी तुमच्याबरोबर येऊ शकेन असे तुम्हास वाटते का?
35 ૩૫ હું એંશી વર્ષનો થયો છું. શું હું સારા કે નરસાને પારખી શકું છું? હું જે ખાઉં કે પીઉં તેનો સ્વાદ માણી શકું છું? શું હું ગીત ગાનાર પુરુષો કે સ્ત્રીઓનો અવાજ સાંભળી શકું છું? તો પછી શા માટે મેં તારા ચાકરે માલિક રાજાને બોજારૂપ થવું જોઈએ?
३५मी ऐंशी वर्षांचा आहे. वार्धाक्यामुळे मी आता बऱ्यावाईटाची पारख करू शकत नाही. खातोपितो त्याची चव सांगू शकत नाही. गाणाऱ्या स्त्री पुरुषांच्या आवाजाला दाद देऊ शकत नाही. राजा, माझ्या राजा तुमच्या मागे लोढणे कशाला लावून देऊ?
36 ૩૬ હું તો ફક્ત યર્દન પાર ઊતરતાં સુધી જ તારી સાથે આવીશ. શા માટે રાજા મને આનો આટલો મોટો બદલો આપવો જોઈએ?
३६आता मला तुमच्याकडून अनुग्रहाची अपेक्षा नाही. मी तुझा सेवक यार्देन नदी उतरून तुमच्याबरोबर येतो. राजाने अशाप्रकारे या बक्षिसाने परतफेड का करावी?
37 ૩૭ કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને જેમ મારા માલિક રાજાને ઠીક લાગે તેમ તેની સાથે કરજે.”
३७पण मला पुन्हा परत घरी जाऊ द्या. म्हणजे माझ्या गावात मी देह ठेवीन आणि माझ्या आईवडीलांच्या कबरेतच माझे दफन होईल. पण किम्हानला आपला चाकर म्हणून बरोबर घेऊन जाऊ शकता. महाराज आपल्या मर्जीप्रमाणे त्यास वागवा.
38 ૩૮ રાજાએ જવાબ આપ્યો, “ભલે કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે અને તને સારું લાગે તે હું તેના માટે કરીશ, તું મારી પાસે જે કંઈ માગીશ તે હું તારા માટે કરીશ.”
३८तेव्हा राजा म्हणाला, “तर किम्हाम माझ्याबरोबर येईल.” तुला स्मरून मी त्याचे भले करीन. तुझ्यासाठी मी काहीही करायला तयार आहे.
39 ૩૯ પછી રાજા અને તેના સર્વ લોકોએ યર્દન નદી પાર કરી, રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યો. પછી બાર્ઝિલ્લાય પોતાના ઘરે પાછો ગયો.
३९राजाने बर्जिल्ल्यचे चुंबन घेऊन त्यास आशीर्वाद दिले. बर्जिल्ल्य आपल्या घरी परतला. राजा इतर लोकांबरोबर नदी ओलांडून पलीकडे गेला.
40 ૪૦ રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો અને કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદિયાનું આખું સૈન્ય અને ઇઝરાયલનું અડધું સૈન્ય રાજાને નદી પાર ઉતારીને લાવ્યા.
४०नदी ओलांडून राजा गिलगाल येथे आला. किम्हाम त्याच्याबरोबर होता. यहूदाचे सर्व लोक आणि निम्मे इस्राएल लोक राजाला नदी ओलांडून पोहचवायला आले.
41 ૪૧ ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, “શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે દાઉદના સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?”
४१सर्व इस्राएल लोक राजाकडे आले. ते म्हणाले, “आमचे बांधव यहूदी यांनी तुमचा ताबा घेऊन तुम्हास आणि तुमच्या कुटुंबियांना यार्देन पार करून आणले असे का?”
42 ૪૨ તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?”
४२तेव्हा सर्व यहूदी लोकांनी त्या इस्राएल लोकांस सांगितले. “कारण राजा आमचा जवळचा आप्त आहे. तुम्हास एवढा राग का यावा? आम्ही राजाचे अन्न खाल्ले काय? ज्यासाठी आम्हास काही द्यावे लागेल? किंवा त्याने आम्हास काही बक्षीस दिले काय?”
43 ૪૩ ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?” પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.
४३इस्राएल लोक म्हणाले, “आमच्याकडे दावीदाचे दहा हिस्से आहेत. तेव्हा तुमच्यापेक्षा आमचा त्याच्यावर जास्त हक्क आहे. असे असून तुम्ही आमच्याकडे दुर्लक्ष केलेत.” असे का? आम्हास तुच्छ लेखले व राजाला परत माघारी आणण्यापूर्वी आमचा सल्ला घेतला नाही? इस्राएलीं पेक्षाही यहूदींची भाषा कठोर होती.