< 2 શમએલ 16 >
1 ૧ દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી.
၁ဒါဝိဒ်သည် တောင်ထိပ်ကို အနည်းငယ်လွန်သောအခါ၊ မေဖိဗောရှက်၏ ကျွန်ဇိဘသည် ကုန်းနှီး တင်သောမြည်းနှစ်စီးနှင့်တကွ၊ မုန့်လုံးနှစ်ရာ၊ စပျစ်သီး ခြောက်အပြွတ်တရာ၊ သင်္ဘောသဖန်းသီးပျဉ်အပြားတရာ စပျစ်ရည်ဘူတလုံးကို မြည်းပေါ်မှာ တင်ဆောင်လျက် ခရီးဦးကြိုပြုအံ့သောငှါ လာ၏။
2 ૨ રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”
၂ရှင်ဘုရင်ကလည်း၊ အဘယ်သို့ပြုခြင်းငှါ ဤဥစ္စာ ကို ဆောင်ခဲ့သနည်းဟု ဇိဘအားမေးလျှင်၊ ဇိဘက၊ မြည်း တို့သည် နန်းတော်သားများ စီးဘို့၊ မုန့်နှင့်သစ်သီးတို့သည် လုလင်များစားဘို့၊ စပျစ်ရည်သည်လည်း တော၌မော သောသူများသောက်ဘို့ ဖြစ်ပါသည်ဟု လျှောက်၏။
3 ૩ રાજાએ કહ્યું કે, “તારા માલિકનો દીકરો ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “જો, તે યરુશાલેમમાં રહે છે, કેમ કે તે કહે છે કે, આ ઇઝરાયલનું ઘર છે તે મારા પિતાનું રાજ્ય છે તે મારા માટે સ્થાપિત કરવામાં આવશે.
၃ရှင်ဘုရင်ကလည်း၊ သင့်သခင်၏ သားသည် အဘယ်မှာရှိသနည်းဟုမေးလျှင် ဇိဘက၊ ယေရုရှလင်မြို့ ၌ နေရစ်ပါ၏။ ယနေ့မှာ ဣသရေလအမျိုးသည် ငါ့အဘ၏ နိုင်ငံကိုငါ့အား ပြန်ပေးလိမ့်မည်ဟု ဆိုကြောင်းကို လျှောက်လေသော်၊
4 ૪ પછી રાજાએ સીબાને કહ્યું કે, “જો, જે સઘળું મફીબોશેથનું હતું તે હવે તારું છે.” સીબાએ જવાબ આપ્યો કે, “હે મારા માલિક રાજા હું વિનમ્રતાથી તને નમન કરું છું. કે “તમે મારા પર કૃપાદ્રષ્ટિ દર્શાવો.”
၄ရှင်ဘုရင်က၊ မေဖိဗောရှက်နှင့် ဆိုင်သမျှသော ဥစ္စာသည် သင့်ဥစ္စာဖြစ်စေဟု ဇိဘအား မိန့်တော်မူ၏။ ဇိဘကလည်း၊ အရှင်မင်းကြီး ကျွန်တော်သည်ရှေ့တော်၌ မျက်နှာရပါမည်အကြောင်း ရှိခိုးအသနားတော် ခံပါသည်ဟု ပြန်လျှောက်လေ၏။
5 ૫ જયારે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો.
၅ဒါဝိဒ်မင်းကြီးသည် ဗာဟုရိမ်မြို့သို့ ရောက်သောအခါ၊ ရှောလု၏အဆွေအမျိုး ဂေရသား ရှိမိအမည်ရှိသောသူသည် ကျိန်ဆဲလျက် ထွက်လာ၏။
6 ૬ તેણે દાઉદ તથા રાજાના સર્વ ચાકરો પર, રાજાને જમણે તથા ડાબે સૈન્ય તથા અંગરક્ષકો હોવા છતાં તેઓ પર પથ્થરો ફેંક્યા.
၆ဒါဝိဒ်မင်းကြီးနှင့် ကျွန်တော်မျိုးအပေါင်းတို့ကို ကျောက်ခဲနှင့် ပစ်လေ၏။ လူများအပေါင်းနှင့် မှူးတော် မတ်တော်အပေါင်းတို့သည် လက်ျာတော်ဘက်၊ လက်ဝဲတော်ဘက်၌ ရှိကြ၏။
7 ૭ શિમઈએ શાપ આપતા કહ્યું, “હે ખૂની તથા બલિયાલના માણસ! દૂર જા, અહીંયાથી જતો રહે,
၇ရှိမိကျိန်ဆဲသောစကားဟူမူကား၊ သွားဟဲ့၊ သွားဟဲ့။ လူ့အသက်ကို သတ်သောအဓမ္မလူ၊
8 ૮ શાઉલ, કે જેની જગ્યાએ તેં રાજ કર્યું છે, તેના કુટુંબનાં સઘળાંના લોહીનો બદલો ઈશ્વરે તારી પાસેથી લીધો છે. ઈશ્વરે તારા દીકરા આબ્શાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. તારી દુષ્ટતામાં તું પોતે સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે.”
၈ရှောလု၏နိုင်ငံကို လုယူ၍ သူ၏အဆွေအမျိုးကို သတ်သောအပြစ်အလုံးစုံကို သင့်ခေါင်းပေါ်မှာ ထာဝရ သက်ရောက်စေ၍၊ နိုင်ငံတော်ကို သင်၏သား အဗရှလုံလက်၌အပ်တော်မူပြီ။ သင်သည်လူအသက်ကို သတ် သောသူဖြစ်သောကြောင့်ကြည့်ပါ။ အမှုကြီးရောက်လေပြီဟုဆို၏။
9 ૯ પછી સરુયાના દીકરા અબિશાયે રાજાને કહ્યું કે, “આ મરેલો કૂતરો મારા માલિક રાજાને શા માટે શાપ આપે છે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું.”
၉ဇေရုယာသား အဘိရှဲကလည်း၊ ထိုခွေးသေကောင်သည် အရှင်မင်းကြီးကို ကျိန်ဆဲရမည်လော။ ကျွန်တော်သွား၍ သူ၏လည်ပင်းကို ဖြတ်ပါရစေဟု နားတော်လျှောက်လျှင်၊
10 ૧૦ પણ રાજાએ કહ્યું કે, હે સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શો સંબંધ છે? કદાચ તે મને શાપ આપે કેમ કે ઈશ્વરે તેને કહ્યું છે કે ‘દાઉદને શાપ આપ.’ તેથી કોણ કહી શકે કે, ‘તું શા માટે રાજાને શાપ આપે છે?”
၁၀ရှင်ဘုရင်က အိုဇေရုယာသားတို့၊ သင်တို့သည်ငါနှင့်အဘယ်သို့ဆိုင်သနည်း။ ထိုသူသည် ကျိန်ဆဲပါလေ စေ။ ဒါဝိဒ်ကို ကျိန်ဆဲလော့ဟု ထာဝရဘုရား မှာထားတော်မူပြီ။ သို့ဖြစ်၍ သင်သည် အဘယ်ကြောင့် ဤသို့ ပြုသနည်းဟု အဘယ်သူဆိုရမည်နည်းဟူ၍၎င်း၊
11 ૧૧ માટે દાઉદે અબિશાયને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે, “જુઓ, મારો દીકરો, જે મારાથી જનમ્યો હતો તે મારો જીવ લેવાને શોધે છે. તો હવે આ બિન્યામીની મારો વિનાશ કરવાની ઇચ્છા કરે એમાં શી નવાઈ? તેને એકલો રહેવા દો અને શાપ આપવા દે, કેમ કે ઈશ્વરે તેને તેમ કરવાની આજ્ઞા આપી છે.
၁၁ကြည့်ပါ။ ငါ့ကိုယ်ထဲကထွက်သော ငါ့သားရင်းသည် ငါ့အသက်ကို ရှာ၏။ ထိုဗင်္ယာမိန်အမျိုးသားသည် ထိုမျှမက အခွင့်ရှိလိမ့်မည်။ သူ့ကို ရှိပါလေစေ။ ကျိန်ဆဲပါလေစေ။ ထာဝရဘုရားမှာထားတော်မူပြီ။
12 ૧૨ કદાચ ઈશ્વર મારા પર થયેલા દુઃખો પર નજર કરે, જે શાપ તે આજે આપે છે તેનો સારો બદલો ઈશ્વર મને આપે.”
၁၂ထာဝရဘုရားသည် ငါ၏ဒုက္ခကို ကြည့်ရှု၍ ယနေ့ထိုသူကျိန်ဆဲသည်အတွက် ကောင်းသောအကျိုး ကို ပြန်ပေးကောင်း ပေးတော်မူလိမ့်မည်ဟူ၍၎င်း၊ အဘိရှဲနှင့် ကျွန်တော်မျိုးအပေါင်းတို့အား မိန့်တော်မူ၏။
13 ૧૩ તેથી દાઉદ તથા તેના માણસો જયારે માર્ગે ચાલતા હતા, ત્યારે શિમઈ તેની સામેના પર્વતની બાજુએ હતો, તે તેઓને શાપ આપતો અને તેના ઉપર પથ્થરો અને ધૂળ નાખતો ગયો.
၁၃ဒါဝိဒ်သည် နောက်တော်လိုက်သူတို့နှင့်တကွ လမ်း၌သွားစဉ်တွင်၊ ရှိမိသည် ဒါဝိဒ်တဘက်တချက်၊ တောင်ခါးပန်းနားမှာ ရှောက်သွားသဖြင့်၊ ကျိန်ဆဲလျက် ကျောက်ခဲနှင့် ပစ်၍ မြေမှုန့်ကိုလည်း ပက်လေ၏။
14 ૧૪ પછી રાજા તથા તેની સાથેના સર્વ લોકો થાકી ગયા, અને રાત્રે તેઓએ રોકાઈને આરામ કર્યો.
၁၄ရှင်ဘုရင်မှစ၍ နောက်တော်သို့ လိုက်သောသူအပေါင်းတို့သည် မောလျက်၊ ဗာဟုရိမ်မြို့သို့ရောက်၍ အမောအပန်းဖြေကြ၏။
15 ૧૫ આબ્શાલોમ તથા ઇઝરાયલના સર્વ લોકો જે તેની સાથે હતા તે યરુશાલેમમાં આવ્યા અને અહિથોફેલ તેઓની સાથે હતો.
၁၅အဗရှလုံနှင့် လူအပေါင်းတို့သည် ယေရုရှလင်မြို့သို့ ရောက်၍ အဟိသောဖေလလည်း ပါ၏။
16 ૧૬ જયારે દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે હુશાયે અબ્શાલોમને કહ્યું, “રાજા, ઘણું જીવો! રાજા ઘણું જીવો!”
၁၆ဒါဝိဒ်၏ အဆွေခင်ပွန်းအာခိလူဟုရှဲသည်လည်း အဗရှလုံထံသို့ ရောက်လာ၍၊ ရှင်ဘုရင် အသက် တော်ရှင်စေသတည်း၊ ရှင်ဘုရင်အသက်တော်ရှင်စေသတည်းဟု ကောင်းကြီးပေး၏။
17 ૧૭ આબ્શાલોમે હુશાયને કહ્યું, “શું તારા મિત્ર પ્રત્યેની તારી વફાદારી આવી જ છે? તું તેની સાથે શા માટે ન ગયો?”
၁၇အဗရှလုံကလည်း၊ သင်၏အဆွေခင်ပွန်း၌ ဤသို့ကျေးဇူးပြုသလော။ သင်၏အဆွေခင်ပွန်းနှင့်အတူ အဘယ်ကြောင့် မလိုက်သနည်းဟု ဟုရှဲအားဆိုလျှင်၊
18 ૧૮ હુશાયે આબ્શાલોમને જવાબ આપ્યો, “નહિ! તેને બદલે જેને ઈશ્વરે, આ લોકોએ તથા ઇઝરાયલના સર્વ માણસોએ પસંદ કર્યા, તેનો જ હું થઈશ અને તેની સાથે હું રહીશ.
၁၈ဟုရှဲက၊ ထိုသို့မိန့်တော်မမူပါနှင့်။ ထာဝရဘုရားမှစ၍ ဤလူများနှင့် ဣသရေလလူများအပေါင်းတို့သည် ရွေးချယ်သောသူထံမှာ ကျွန်တော်ကျွန်ခံပါမည်။ ထိုသူထံမှာ နေပါမည်ဟူ၍၎င်း၊
19 ૧૯ વળી, હું કયા માણસની સેવા કરું? શું મારે તેના દીકરાની હજૂરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજૂરમાં સેવા કરી હતી, તેમ હું તારી હજૂરમાં સેવા કરીશ.”
၁၉တဖန်အကြင်သူထံ၌ ကျွန်ခံရ၏။ ထိုသူ၏သားထံ၌ ကျွန်ခံရသည် မဟုတ်ပါလော။ ကျွန်တော်သည် ခမည်းတော်ထံ၌ ကျွန်ခံရတူနည်းတူ ကိုယ်တော်ထံ၌လည်း ကျွန်ခံပါမည်ဟု၍၎င်း၊ အဗရှလုံအား လျှောက်ဆို၏။
20 ૨૦ પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તું મને તારી સલાહ આપ.”
၂၀အဗရှလုံကလည်း၊ ငါတို့သည်အဘယ်သို့ပြုရမည်ကို အကြံပေးပါဟု အဟိသောဖေလအား ဆိုလျှင်၊
21 ૨૧ અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.”
၂၁အဟိသောဖေလက၊ နန်းတော်ကို စောင့်စေခြင်းငှါ ခမည်းတော်ထားခဲ့သော ကိုယ်လုပ်တော်တို့ရှိရာသို့ ဝင်တော်မူပါ။ ခမည်းတော်သည်ကိုယ်တော်အား စက်ဆုပ်ရွံရှာကြောင်းကို ဣသရေလအမျိုးသားအပေါင်း တို့သည်ကြား၍၊ ကိုယ်တော်ဘက်၌နေသော သူအပေါင်းတို့သည် လက်အားကြီးကြပါလိမ့်မည်ဟု လျှောက်သည် အတိုင်း၊
22 ૨૨ તેથી તેઓએ મહેલની અગાસી ઉપર તંબુ બાંધ્યાં અને આબ્શાલોમ સર્વ ઇઝરાયલીઓના દેખતા તે પોતાના પિતાની ઉપપત્નીઓ સાથે ઊંઘી ગયો.
၂၂နန်းတော်ပေါ်မှာ အဗရှလုံအဘို့ မျက်နှာကြက်ကိုမိုး၍၊ သူသည် ဣသရေလအမျိုးသားအပေါင်းတို့ ရှေ့မှာ ခမည်းတော်၏ ကိုယ်လုပ်တော်တို့ ရှိရာသို့ ဝင်လေ၏။
23 ૨૩ હવે તે દિવસોમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે કોઈએ ઈશ્વરવાણી સાંભળી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ અને આબ્શાલોમ બન્ને અહિથોફેલની સલાહનો આદર કરતા હતા.
၂၃ထိုကာလ၌ အဟိသောဖေလ ပေးသောအကြံသည် ဘုရားသခင့်ထံတော်၌ မေးလျှောက်၍ခံရသော ဗျာဒိတ်တော်ကဲ့သို့ ဖြစ်၏။ သူပေးသမျှသောအကြံကို ဒါဝိဒ်နှင့် အဗရှလုံသည် ဗျာဒိတ်တော်ကဲ့သို့ မှတ်တတ် သတည်း။