< 2 શમએલ 14 >
1 ૧ હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.
౧రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.
2 ૨ તેથી યોઆબે તકોઆ નગરમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
౨తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
3 ૩ પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
౩నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
4 ૪ પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.”
౪అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
5 ૫ રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.
౫రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
6 ૬ મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
౬నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
7 ૭ અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, ‘જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.’ આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”
౭నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది.
8 ૮ તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, “તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ.”
౮అప్పుడు రాజు “నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను” అని చెప్పాడు.
9 ૯ તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.”
౯అప్పుడు ఆ తెకోవ స్త్రీ “నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక” అని రాజుతో అన్నది. అప్పుడు
10 ૧૦ રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”
౧౦రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
11 ૧૧ પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”
౧౧అప్పుడు ఆమె “హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు” అని మనవి చేసింది. అప్పుడు రాజు “యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు” అని చెప్పాడు.
12 ૧૨ પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”
౧౨అప్పుడు ఆ స్త్రీ “నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి” అంది. రాజు “ఏమిటో చెప్పు” అన్నప్పుడు.
13 ૧૩ તેથી તે સ્ત્રીએ કહ્યું,” શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
౧౩ఆ స్త్రీ “రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
14 ૧૪ કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.
౧౪మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
15 ૧૫ તેથી મારા માલિક રાજાને આ વાત કહેવાને હું આવી છું, તેનું કારણ એ છે કે લોકોએ મને બીવડાવી છે. જેથી તારી દાસીએ પોતાને કહ્યું કે, ‘હવે હું રાજા સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી અમલમાં મૂકે.
౧౫మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,
16 ૧૬ કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.
౧౬దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.
17 ૧૭ પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, ‘ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.’ ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
౧౭నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.
18 ૧૮ પછી રાજાએ તે સ્ત્રીને કહ્યું, “કૃપા કરીને જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ મારાથી છુપાવીશ નહિ.” તે સ્ત્રીએ જવાબ આપ્યો, “મારા માલિક રાજા બોલો.
౧౮అప్పుడు రాజు “నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు” అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె “నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు” అంది.
19 ૧૯ રાજાએ કહ્યું, “આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?” તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, “મારા માલિક રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો માલિક રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી.
౧౯రాజు “ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?” అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది “నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.
20 ૨૦ વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં મારા માલિક તો ઈશ્વરના જેવો જ્ઞાની છે.”
౨౦జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.”
21 ૨૧ તેથી રાજાએ યોઆબને કહ્યું, “હવે જો, હું આ કામ કરીશ. માટે જા, જુવાન આબ્શાલોમને પાછો લઈ આવ.”
౨౧అప్పుడు రాజు యోవాబును పిలిచి “విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను” అని చెప్పి,
22 ૨૨ યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, “હે મારા માલિક રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે.”
౨౨“యువకుడైన అబ్షాలోమును రప్పించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. “రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది” అని చెప్పి, గెషూరుకు వెళ్లి
23 ૨૩ તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો.
౨౩అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.
24 ૨૪ રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”
౨౪అయితే రాజు “అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి” అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
25 ૨૫ હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
౨౫ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.
26 ૨૬ તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
౨౬అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
27 ૨૭ આબ્શાલોમને ત્રણ દીકરા અને એક દીકરી હતાં, જેનું નામ તામાર હતું. તે સુંદર કન્યા હતી.
౨౭అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.
28 ૨૮ આબ્શાલોમ રાજાનું મુખ જોયા વગર યરુશાલેમમાં પૂરા બે વર્ષ રહ્યો.
౨౮అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.
29 ૨૯ પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
౨౯రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
30 ૩૦ તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, “યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો.” તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
౩౦తన పనివారిని పిలిచి “యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి” అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.
31 ૩૧ ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”
౩౧ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
32 ૩૨ આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, “જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, ‘તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, “હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.”
౩౨అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.
33 ૩૩ તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.
౩౩అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.