< 2 શમએલ 12 >
1 ૧ પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.
Ubangiji ya aiki Natan wurin Dawuda. Da ya tafi wajensa, sai ya ce, “An yi waɗansu mutum biyu a wani gari, ɗaya mai arziki, ɗayan kuma matalauci.
2 ૨ ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,
Mai arzikin yana da babban garken tumaki, da kuma shanu,
3 ૩ પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.
amma matalauci ba shi da kome sai’yar tunkiyar da ya sayo. Ya yi kiwonta, ta kuwa yi girma tare shi da yaransa. Takan ci tare da shi ta sha ruwa a kwaf nasa, har ma ta kwanta a ƙirjinsa. Ta ma zama kamar’ya a gare shi.
4 ૪ એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું.”
“To, sai ga wani baƙo ya zo wurin mai arzikin nan, amma mai arzikin ya ƙi yă kama tunkiyarsa, ko saniyarsa yă yanka don yă shirya wa baƙon da ya zo abinci. A maimako, sai ya je ya kama’yar tunkiyan nan ta matalaucin ya yanka ya shirya wa mutumin da ya zo masa.”
5 ૫ એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, “જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.
Dawuda ya husata ƙwarai da mutumin, ya ce wa Natan, “Muddin Ubangiji yana a raye, mutumin da ya yi wannan ya cancanci yă mutu!
6 ૬ તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ.”
Dole yă biya diyyar tunkiyan nan sau huɗu, domin ya aikata haka ba tausayi.”
7 ૭ પછી નાથાને દાઉદને કહ્યું કે, “તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.
Sai Natan ya ce wa Dawuda, “Kai ne mutumin! Ga abin da Ubangiji, Allah ya ce, ‘Na naɗa ka sarki bisa Isra’ila, na kuma cece ka daga hannun Shawulu.
8 ૮ મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.
Na ba ka gidan maigidanka, da matan maigidanka duka. Na ba ka gidan Isra’ila da Yahuda. Da a ce dukan waɗannan sun kāsa maka, ai, da na ƙara maka.
9 ૯ તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.
Me ya sa ka rena maganar Ubangiji ta wurin yin mugunta haka a idonsa? Ka kashe Uriya mutumin Hitti da takobi, ka kuma ɗauki matarsa tă zama matarka. Ka kashe shi da takobin Ammonawa.
10 ૧૦ તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.’
To, fa, takobi ba zai taɓa rabu da gidanka ba, domin ka rena ni, ka kuma ƙwace matar Uriya mutumin Hitti ta zama matarka.’
11 ૧૧ ઈશ્વર કહે છે કે, ‘જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
“Ga abin da Ubangiji yana cewa, ‘Daga cikin iyalinka zan kawo masifa a kanka. A idanunka zan ɗauki matanka in ba wa wani da yake kusa da kai, zai kuwa kwana da su da rana tsaka.
12 ૧૨ કેમ કે તેં તારું પાપ ગુપ્તમાં કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ.’”
Ka aikata wannan a ɓoye, amma zan aikata wannan da rana tsaka, a gaban dukan Isra’ila.’”
13 ૧૩ પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે, “મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને દાઉદને જવાબ આપ્યો કે, “ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે. તું માર્યો જઈશ નહિ.
Sai Dawuda ya ce wa Natan, “Na yi wa Ubangiji zunubi.” Natan ya ce, “Ubangiji ya yafe maka zunubin. Ba za ka mutu ba.
14 ૧૪ તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે.”
Amma saboda ka yi haka ka sa abokan gāba suka rena Ubangiji, yaron da aka haifa maka zai mutu.”
15 ૧૫ પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જનમ્યું તેને રોગિષ્ઠ કર્યું, તે ઘણું બીમાર હતું.
Bayan Natan ya tafi gida, sai Ubangiji ya bugi yaron da matar Uriya ta haifa wa Dawuda, ya kuwa kamu da ciwo.
16 ૧૬ દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
Dawuda ya roƙi Allah saboda yaron. Ya yi azumi, ya kuma shiga gidansa ya kwana kwance a ƙasa.
17 ૧૭ તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઊઠ્યો નહિ, તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહિ.
Dattawan iyalinsa suka tsaya kusa da shi don su ɗaga shi daga ƙasa, amma ya ƙi, bai kuwa ci wani abu tare da su ba.
18 ૧૮ સાતમે દિવસે એમ થયું કે, તે બાળક મરણ પામ્યું. હવે એ બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતાં દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે, “જુઓ, જયારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે તેને કહીએ કે, બાળક મરી ગયું છે, તો તે પોતાને શું કરશે?!”
A rana ta bakwai sai yaron ya rasu. Barorin Dawuda suka ji tsoro su gaya masa cewa yaron ya mutu, gama sun yi tunani cewa, “Yayinda yaron yake da rai, mun yi magana da Dawuda bai ji mu ba. Yaya za mu gaya masa yaron ya mutu? Ai, zai yi wa kansa ɓarna.”
19 ૧૯ પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, “શું બાળક મરી ગયું છે?” તેઓએ જવાબ આપ્યો કે, “હા તે મરી ગયું છે.”
Dawuda ya gane bayinsa suna wa juna raɗan wani abu, sai ya gane yaron ya mutu. Sai ya ce, “Yaron ya rasu ko?” Suka ce, “I, ya rasu.”
20 ૨૦ પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.
Sa’an nan Dawuda ya tashi daga ƙasa. Bayan ya yi wanka, ya shafa mai, ya kuma canja rigunarsa, sa’an nan ya shiga gidan Ubangiji ya yi sujada. Sai ya tafi gidansa, ya nemi a ba shi abinci, aka ba shi, ya kuwa ci.
21 ૨૧ પછી તેના ચાકરોએ તેને કહ્યું કે, “શા માટે તેં આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, પણ જયારે બાળક મરી ગયું ત્યારે તેં ઊઠીને ખોરાક ખાધો?
Barorinsa suka ce masa, “Me ya sa kake yin haka? Yayinda yaron yake da rai, ka yi azumi, ka kuma yi kuka, amma yanzu da yaron ya mutu, ka tashi, ka kuma ci abinci!”
22 ૨૨ દાઉદે જવાબ આપ્યો, “જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે, “કોણ જાણે છે કે, ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે?
Ya ce musu, “Yayinda yaron yake da rai, na yi azumi, na kuma yi kuka. Na yi tunani na ce, ‘Wa ya sani? Ko Ubangiji zai yi mini alheri yă bar yaron yă rayu.’
23 ૨૩ પણ હવે તે મરણ પામ્યું છે, તો હવે શા માટે મારે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું છું? તે મારી પાસે પાછું આવશે નહિ પણ હું તેની પાસે જઈશ.”
Amma yanzu da ya mutu, me zai sa in yi azumi? Zan iya dawo da shi ne? Ni zan je wajensa, ba shi zai dawo wurina ba.”
24 ૨૪ દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો, તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો. અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા.
Sai Dawuda ya yi wa matarsa Batsheba ta’aziyya, ya kuma tafi wurinta ya kwana da ita. Ta kuma haifi ɗa, suka ba shi suna Solomon. Ubangiji ya ƙaunace shi;
25 ૨૫ તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ ‘યદીદયા’ રાખ્યું.
kuma saboda Ubangiji ya ƙaunace shi, sai ya aika da saƙo ta wurin annabi Natan yă ba shi suna Yedidiya.
26 ૨૬ હવે યોઆબે આમ્મોનીઓના રાજનગર રાબ્બા વિરુદ્ધ લડાઈ કરી. અને તેના કિલ્લાઓ કબજે કરી લીધા.
Ana cikin haka, sai Yowab ya yi yaƙi da Rabba na Ammonawa, ya kuma ƙwace babban birnin.
27 ૨૭ પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે, “હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે.
Sa’an nan Yowab ya aika manzanni wurin Dawuda yana cewa, “Na yaƙi Rabba na kuma ƙwace hanyar samun ruwanta.
28 ૨૮ તો હવે બાકીના સૈન્યને એકસાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ, તો તે મારા નામથી ઓળખાશે.”
Yanzu fa ka tattara saura rundunoni ka fāɗa wa birnin ka ci shi. In ba haka ba zan karɓe birnin, a kuma kira shi da sunana.”
29 ૨૯ તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો; તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું.
Saboda haka Dawuda ya tattara sauran rundunar sojojin suka tafi Rabba suka fāɗa masa suka kuma ci shi.
30 ૩૦ દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો. તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું, તેમાં મૂલ્યવાન પાષાણો જડેલાં હતાં. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો.
Ya ɗauke rawanin daga kan sarkinsu, nauyinsa ya kai talenti, na zinariya, an kuma yi masa ado da duwatsu masu daraja, aka aza shi a kan Dawuda. Ya kuma kwashe ganima mai yawa daga garin.
31 ૩૧ દાઉદ નગરના લોકોને બહાર લાવ્યો. તેઓને ગુલામ બનાવ્યાં. અને તેઓને કરવત, તીકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમ્મોનીઓનાં તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયલી સૈન્ય યરુશાલેમમાં પાછાં આવ્યાં.
Ya fito da mutanen da suke a can, ya sa su su yi aiki da zarto, da diga, da kuma gatari, ya kuma sa su bugan bulok. Haka ya yi wa dukan garuruwan Ammonawa. Sa’an nan Dawuda da dukan sojoji suka koma Urushalima.