< પિતરનો બીજો પત્ર 3 >
1 ૧ પ્રિયો, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ઉત્તેજીત આપવા કહું છું કે,
Любі, я пишу вам уже друге послання. У них через нагадування я пробуджую ваше щире розуміння,
2 ૨ પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.
щоб ви згадали слова, сказані святими пророками, і заповідь Господа й Спасителя, [передану] вашими апостолами.
3 ૩ પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.
Перш за все знайте, що в останні дні прийдуть насмішники з насмішками, які ходять за власними лихими бажаннями
4 ૪ અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’”
й кажуть: «Де обітниця Його приходу? Адже відколи упокоїлися [наші] прабатьки, усе залишається так, як від початку творіння!»
5 ૫ કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી.
Але вони навмисно ігнорують те, що з давнини небо і земля були [створені] Словом Божим із води та через воду,
6 ૬ તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.
і через те тодішній світ, затоплений водою, загинув.
7 ૭ પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
Але зараз небо і земля, збережені для вогню тим самим Словом, тримаються на День суду та загибелі безбожних людей.
8 ૮ પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.
Любі, не ігноруйте того, що один день для Господа – немов тисяча років і тисяча років – немов один день!
9 ૯ વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
Господь обітниці не затримується, хоч деякі розуміють це як затримку. Однак Він довготерпеливий до вас, бо не бажає, щоб хтось загинув, а лише щоб усі прийшли до покаяння.
10 ૧૦ પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.
А День Господній прийде, як злодій вночі. Тоді небо з гуркотом промине, основи світу будуть зруйновані у вогні, а земля та діла [людські] будуть виявлені.
11 ૧૧ તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ?
Оскільки все це буде знищено, то якими ж повинні бути ви у святій і побожній поведінці,
12 ૧૨ ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી.
очікуючи й прагнучи прискорити прихід Дня Божого, коли небо, охоплене вогнем, буде знищено й основи світу розплавляться у вогні?
13 ૧૩ તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.
Але ми, згідно з Його обітницею, чекаємо на нове небо й на нову землю, в яких перебуває праведність.
14 ૧૪ એ માટે, પ્રિયો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.
Тому, любі, очікуючи цього, постарайтеся, щоб Він знайшов вас у мирі, чистими й незаплямованими.
15 ૧૫ અને ધ્યાનમાં રાખો કે આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.
І довготерпіння нашого Господа вважайте за спасіння, як вам і писав наш любий брат Павло за даною йому мудрістю,
16 ૧૬ તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.
так, як і в усіх посланнях, в яких він про це говорить. У них є декілька речей, важких для розуміння, які необізнані та нестійкі люди перекручують, як і інші Писання, – на власну ж загибель.
17 ૧૭ માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.
Тож ви, любі, знаючи заздалегідь [про це], стережіться, щоб ви не були віддалені оманою беззаконних і не втратили своєї непохитності,
18 ૧૮ પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn )
але зростайте в благодаті й розумінні нашого Господа та Спасителя Ісуса Христа. Йому слава і нині, і в День вічності. Амінь. (aiōn )