< પિતરનો બીજો પત્ર 2 >
1 ૧ જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
અપરં પૂર્વ્વકાલે યથા લોકાનાં મધ્યે મિથ્યાભવિષ્યદ્વાદિન ઉપાતિષ્ઠન્ તથા યુષ્માકં મધ્યેઽપિ મિથ્યાશિક્ષકા ઉપસ્થાસ્યન્તિ, તે સ્વેષાં ક્રેતારં પ્રભુમ્ અનઙ્ગીકૃત્ય સત્વરં વિનાશં સ્વેષુ વર્ત્તયન્તિ વિનાશકવૈધર્મ્મ્યં ગુપ્તં યુષ્મન્મધ્યમ્ આનેષ્યન્તિ|
2 ૨ ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
તતો ઽનેકેષુ તેષાં વિનાશકમાર્ગં ગતેષુ તેભ્યઃ સત્યમાર્ગસ્ય નિન્દા સમ્ભવિષ્યતિ|
3 ૩ તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
અપરઞ્ચ તે લોભાત્ કાપટ્યવાક્યૈ ર્યુષ્મત્તો લાભં કરિષ્યન્તે કિન્તુ તેષાં પુરાતનદણ્ડાજ્ઞા ન વિલમ્બતે તેષાં વિનાશશ્ચ ન નિદ્રાતિ|
4 ૪ કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō )
ઈશ્વરઃ કૃતપાપાન્ દૂતાન્ ન ક્ષમિત્વા તિમિરશૃઙ્ખલૈઃ પાતાલે રુદ્ધ્વા વિચારાર્થં સમર્પિતવાન્| (Tartaroō )
5 ૫ તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
પુરાતનં સંસારમપિ ન ક્ષમિત્વા તં દુષ્ટાનાં સંસારં જલાપ્લાવનેન મજ્જયિત્વા સપ્તજનૈઃ સહિતં ધર્મ્મપ્રચારકં નોહં રક્ષિતવાન્|
6 ૬ અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
સિદોમમ્ અમોરા ચેતિનામકે નગરે ભવિષ્યતાં દુષ્ટાનાં દૃષ્ટાન્તં વિધાય ભસ્મીકૃત્ય વિનાશેન દણ્ડિતવાન્;
7 ૭ અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
કિન્તુ તૈઃ કુત્સિતવ્યભિચારિભિ ર્દુષ્ટાત્મભિઃ ક્લિષ્ટં ધાર્મ્મિકં લોટં રક્ષિતવાન્|
8 ૮ કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
સ ધાર્મ્મિકો જનસ્તેષાં મધ્યે નિવસન્ સ્વીયદૃષ્ટિશ્રોત્રગોચરેભ્યસ્તેષામ્ અધર્મ્માચારેભ્યઃ સ્વકીયધાર્મ્મિકમનસિ દિને દિને તપ્તવાન્|
9 ૯ પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
પ્રભુ ર્ભક્તાન્ પરીક્ષાદ્ ઉદ્ધર્ત્તું વિચારદિનઞ્ચ યાવદ્ દણ્ડ્યામાનાન્ અધાર્મ્મિકાન્ રોદ્ધું પારયતિ,
10 ૧૦ અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
વિશેષતો યે ઽમેધ્યાભિલાષાત્ શારીરિકસુખમ્ અનુગચ્છન્તિ કર્તૃત્વપદાનિ ચાવજાનન્તિ તાનેવ (રોદ્ધું પારયતિ| ) તે દુઃસાહસિનઃ પ્રગલ્ભાશ્ચ|
11 ૧૧ પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
અપરં બલગૌરવાભ્યાં શ્રેષ્ઠા દિવ્યદૂતાઃ પ્રભોઃ સન્નિધૌ યેષાં વૈપરીત્યેન નિન્દાસૂચકં વિચારં ન કુર્વ્વન્તિ તેષામ્ ઉચ્ચપદસ્થાનાં નિન્દનાદ્ ઇમે ન ભીતાઃ|
12 ૧૨ પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
કિન્તુ યે બુદ્ધિહીનાઃ પ્રકૃતા જન્તવો ધર્ત્તવ્યતાયૈ વિનાશ્યતાયૈ ચ જાયન્તે તત્સદૃશા ઇમે યન્ન બુધ્યન્તે તત્ નિન્દન્તઃ સ્વકીયવિનાશ્યતયા વિનંક્ષ્યન્તિ સ્વીયાધર્મ્મસ્ય ફલં પ્રાપ્સ્યન્તિ ચ|
13 ૧૩ ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.
તે દિવા પ્રકૃષ્ટભોજનં સુખં મન્યન્તે નિજછલૈઃ સુખભોગિનઃ સન્તો યુષ્માભિઃ સાર્દ્ધં ભોજનં કુર્વ્વન્તઃ કલઙ્કિનો દોષિણશ્ચ ભવન્તિ|
14 ૧૪ તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
તેષાં લોચનાનિ પરદારાકાઙ્ક્ષીણિ પાપે ચાશ્રાન્તાનિ તે ચઞ્ચલાનિ મનાંસિ મોહયન્તિ લોભે તત્પરમનસઃ સન્તિ ચ|
15 ૧૫ ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
તે શાપગ્રસ્તા વંશાઃ સરલમાર્ગં વિહાય બિયોરપુત્રસ્ય બિલિયમસ્ય વિપથેન વ્રજન્તો ભ્રાન્તા અભવન્| સ બિલિયમો ઽપ્યધર્મ્માત્ પ્રાપ્યે પારિતોષિકેઽપ્રીયત,
16 ૧૬ પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
કિન્તુ નિજાપરાધાદ્ ભર્ત્સનામ્ અલભત યતો વચનશક્તિહીનં વાહનં માનુષિકગિરમ્ ઉચ્ચાર્ય્ય ભવિષ્યદ્વાદિન ઉન્મત્તતામ્ અબાધત|
17 ૧૭ તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
ઇમે નિર્જલાનિ પ્રસ્રવણાનિ પ્રચણ્ડવાયુના ચાલિતા મેઘાશ્ચ તેષાં કૃતે નિત્યસ્થાયી ઘોરતરાન્ધકારઃ સઞ્ચિતો ઽસ્તિ| ()
18 ૧૮ તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
યે ચ જના ભ્રાન્ત્યાચારિગણાત્ કૃચ્છ્રેણોદ્ધૃતાસ્તાન્ ઇમે ઽપરિમિતદર્પકથા ભાષમાણાઃ શારીરિકસુખાભિલાષૈઃ કામક્રીડાભિશ્ચ મોહયન્તિ|
19 ૧૯ તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
તેભ્યઃ સ્વાધીનતાં પ્રતિજ્ઞાય સ્વયં વિનાશ્યતાયા દાસા ભવન્તિ, યતઃ, યો યેનૈવ પરાજિગ્યે સ જાતસ્તસ્ય કિઙ્કરઃ|
20 ૨૦ કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
ત્રાતુઃ પ્રભો ર્યીશુખ્રીષ્ટસ્ય જ્ઞાનેન સંસારસ્ય મલેભ્ય ઉદ્ધૃતા યે પુનસ્તેષુ નિમજ્જ્ય પરાજીયન્તે તેષાં પ્રથમદશાતઃ શેષદશા કુત્સિતા ભવતિ|
21 ૨૧ કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
તેષાં પક્ષે ધર્મ્મપથસ્ય જ્ઞાનાપ્રાપ્તિ ર્વરં ન ચ નિર્દ્દિષ્ટાત્ પવિત્રવિધિમાર્ગાત્ જ્ઞાનપ્રાપ્તાનાં પરાવર્ત્તનં|
22 ૨૨ પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
કિન્તુ યેયં સત્યા દૃષ્ટાન્તકથા સૈવ તેષુ ફલિતવતી, યથા, કુક્કુરઃ સ્વીયવાન્તાય વ્યાવર્ત્તતે પુનઃ પુનઃ| લુઠિતું કર્દ્દમે તદ્વત્ ક્ષાલિતશ્ચૈવ શૂકરઃ||