< પિતરનો બીજો પત્ર 2 >

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
ܗܘܘ ܕܝܢ ܐܦ ܢܒܝܐ ܕܓܠܐ ܒܥܡܐ ܐܝܟ ܕܐܦ ܒܟܘܢ ܢܗܘܘܢ ܡܠܦܢܐ ܕܓܠܐ ܐܝܠܝܢ ܕܡܥܠܝܢ ܗܪܤܝܤ ܕܐܒܕܢܐ ܘܒܡܪܐ ܕܙܒܢ ܐܢܘܢ ܟܦܪܝܢ ܟܕ ܡܝܬܝܢ ܥܠ ܢܦܫܗܘܢ ܐܒܕܢܐ ܡܤܪܗܒܐ
2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
ܘܤܓܝܐܐ ܢܐܙܠܘܢ ܒܬܪ ܛܢܦܘܬܐ ܕܝܠܗܘܢ ܗܠܝܢ ܕܡܛܠܬܗܘܢ ܐܘܪܚܐ ܕܫܪܪܐ ܬܬܓܕܦ
3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
ܘܒܥܠܘܒܘܬܐ ܘܒܡܠܐ ܕܒܕܝܐ ܢܬܬܓܪܘܢ ܒܟܘܢ ܗܠܝܢ ܕܕܝܢܗܘܢ ܡܢ ܩܕܝܡ ܠܐ ܒܛܠ ܘܐܒܕܢܗܘܢ ܠܐ ܢܐܡ
4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; (Tartaroō g5020)
ܐܢ ܓܝܪ ܐܠܗܐ ܥܠ ܡܠܐܟܐ ܕܚܛܘ ܠܐ ܚܤ ܐܠܐ ܒܫܫܠܬܐ ܕܥܡܛܢܐ ܥܓܢ ܐܢܘܢ ܒܬܚܬܝܬܐ ܘܐܫܠܡ ܐܢܘܢ ܕܢܬܢܛܪܘܢ ܠܕܝܢܐ ܕܫܘܢܩܐ (Tartaroō g5020)
5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં;
ܘܥܠ ܥܠܡܐ ܩܕܡܝܐ ܠܐ ܚܤ ܐܠܐ ܠܢܘܚ ܕܬܡܢܝܐ ܟܪܘܙܐ ܕܟܐܢܘܬܐ ܢܛܪ ܟܕ ܛܘܦܢܐ ܥܠ ܥܠܡܐ ܕܪܫܝܥܐ ܐܝܬܝ
6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.
ܘܟܕ ܠܡܕܝܢܬܐ ܕܤܕܘܡ ܘܕܥܡܘܪܐ ܐܘܩܕ ܘܒܗܦܘܟܝܐ ܚܝܒ ܐܢܝܢ ܟܕ ܬܚܘܝܬܐ ܠܪܫܝܥܐ ܕܥܬܝܕܝܢ ܕܢܗܘܘܢ ܤܡ
7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
ܐܦ ܠܠܘܛ ܙܕܝܩܐ ܕܡܬܩܦܚ ܗܘܐ ܡܢ ܗܘܦܟܐ ܕܒܛܢܦܘܬܐ ܕܗܠܝܢ ܕܕܠܐ ܢܡܘܤܐ ܐܝܬܝܗܘܢ ܗܘܘ ܦܨܝ
8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
ܒܚܙܬܐ ܓܝܪ ܘܒܫܡܥܐ ܟܕ ܥܡܪ ܗܘܐ ܟܐܢܐ ܗܘ ܒܝܢܬܗܘܢ ܝܘܡ ܡܢ ܝܘܡ ܠܢܦܫܗ ܙܕܝܩܬܐ ܒܥܒܕܐ ܕܠܐ ܢܡܘܤ ܡܫܢܩ ܗܘܐ
9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
ܝܕܥ ܗܘ ܡܪܝܐ ܕܢܦܪܘܩ ܡܢ ܐܘܠܨܢܐ ܠܐܝܠܝܢ ܕܕܚܠܝܢ ܠܗ ܠܥܘܠܐ ܕܝܢ ܠܝܘܡܐ ܕܕܝܢܐ ܟܕ ܡܫܬܢܩܝܢ ܢܛܪ
10 ૧૦ અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
ܝܬܝܪܐܝܬ ܕܝܢ ܠܐܝܠܝܢ ܕܒܬܪ ܒܤܪܐ ܒܪܓܬܐ ܕܛܡܐܘܬܐ ܐܙܠܝܢ ܘܥܠ ܡܪܘܬܐ ܡܒܤܪܝܢ ܡܪܚܐ ܘܡܫܩܠܐ ܕܡܢ ܬܫܒܘܚܬܐ ܠܐ ܙܝܥܝܢ ܟܕ ܡܓܕܦܝܢ
11 ૧૧ પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
ܐܝܟܐ ܕܡܠܐܟܐ ܕܒܚܝܠܐ ܘܒܥܘܫܢܐ ܪܘܪܒܝܢ ܡܢܗܘܢ ܠܐ ܡܝܬܝܢ ܥܠܝܗܘܢ ܡܢ ܡܪܝܐ ܕܝܢܐ ܕܓܘܕܦܐ
12 ૧૨ પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
ܗܠܝܢ ܕܝܢ ܕܐܝܟ ܚܝܘܬܐ ܚܪܫܬܐ ܗܘܘ ܒܟܝܢܐ ܠܚܪܒܐ ܘܠܚܒܠܐ ܟܕ ܒܐܝܠܝܢ ܕܠܐ ܝܕܥܝܢ ܡܓܕܦܝܢ ܒܚܒܠܐ ܕܝܠܗܘܢ ܢܬܚܒܠܘܢ
13 ૧૩ ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો કરવામાં આનંદ માણે છે.
ܟܕ ܐܝܠܝܢ ܕܗܘܐ ܒܗܘܢ ܥܘܠܐ ܐܓܪܐ ܕܥܘܠܐ ܗܢܝܘܬܐ ܚܫܝܒ ܠܗܘܢ ܒܘܤܡܐ ܕܗܘܐ ܒܐܝܡܡܐ ܡܟܬܡܐ ܘܡܠܝܝ ܡܘܡܐ ܕܟܕ ܡܬܒܤܡܝܢ ܒܢܝܚܬܗܘܢ ܡܬܦܢܩܝܢ
14 ૧૪ તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
ܟܕ ܥܝܢܐ ܐܝܬ ܠܗܘܢ ܕܡܠܝܢ ܓܘܪܐ ܘܚܛܗܐ ܕܠܐ ܡܘܦܝܢ ܟܕ ܡܫܕܠܝܢ ܠܢܦܫܬܐ ܕܠܐ ܤܡܝܟܢ ܘܠܒܐ ܕܡܕܪܫ ܒܥܠܘܒܘܬܐ ܐܝܬ ܠܗܘܢ ܒܢܝܐ ܕܠܘܛܬܐ
15 ૧૫ ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા.
ܕܟܕ ܫܒܩܘ ܐܘܪܚܐ ܬܪܝܨܬܐ ܫܓܘ ܘܐܙܠܘ ܒܐܘܪܚܐ ܕܒܠܥܡ ܒܪ ܒܥܘܪ ܗܘ ܕܐܓܪܐ ܕܥܘܠܐ ܐܚܒ
16 ૧૬ પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
ܡܟܤܢܘܬܐ ܕܝܢ ܕܗܘܬ ܠܗ ܠܡܬܥܒܪܢܘܬܗ ܐܬܢܐ ܕܠܐ ܩܠܐ ܕܒܩܠܐ ܕܒܢܝܢܫܐ ܡܠܠܬ ܟܠܬ ܠܫܛܝܘܬܗ ܕܢܒܝܐ
17 ૧૭ તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળી જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
ܗܠܝܢ ܐܢܘܢ ܡܥܝܢܐ ܕܠܐ ܡܝܐ ܥܢܢܐ ܕܡܢ ܥܠܥܠܐ ܡܬܪܕܦܢ ܗܠܝܢ ܕܥܡܛܢܐ ܕܚܫܘܟܐ ܢܛܝܪ ܠܗܘܢ (questioned)
18 ૧૮ તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે.
ܟܕ ܓܝܪ ܓܘܢܚܐ ܕܤܪܝܩܘܬܐ ܡܡܠܠܝܢ ܡܫܕܠܝܢ ܒܪܓܝܓܬܐ ܛܢܦܬܐ ܕܒܤܪܐ ܠܐܝܠܝܢ ܕܒܡܠܐ ܩܠܝܠ ܥܪܩܝܢ ܡܢ ܐܝܠܝܢ ܕܒܛܥܝܘܬܐ ܡܬܗܦܟܝܢ
19 ૧૯ તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
ܘܚܐܪܘܬܐ ܠܗܘܢ ܡܫܬܘܕܝܢ ܟܕ ܗܢܘܢ ܥܒܕܐ ܐܝܬܝܗܘܢ ܕܚܒܠܐ ܠܗܘ ܓܝܪ ܡܕܡ ܕܐܢܫ ܙܟܐ ܠܗ ܠܗܢܐ ܐܦ ܡܫܥܒܕ
20 ૨૦ કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
ܐܢ ܓܝܪ ܟܕ ܥܪܩܘ ܡܢ ܛܢܦܘܬܗ ܕܥܠܡܐ ܒܫܘܘܕܥܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ ܘܦܪܘܩܢ ܒܗܝܢ ܒܗܠܝܢ ܟܕ ܡܬܥܪܙܠܝܢ ܬܘܒ ܡܙܕܟܝܢ ܗܘܬ ܠܗ ܚܪܬܗܘܢ ܕܒܝܫܐ ܡܢ ܩܕܡܝܬܐ
21 ૨૧ કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
ܦܩܚ ܗܘܐ ܠܗܘܢ ܓܝܪ ܕܠܐ ܢܫܬܘܕܥܘܢ ܠܐܘܪܚܐ ܕܙܕܝܩܘܬܐ ܐܘ ܕܟܕ ܐܫܬܘܕܥܘ ܠܒܬܪܐ ܢܗܦܟܘܢ ܡܢ ܦܘܩܕܢܐ ܩܕܝܫܐ ܕܐܫܬܠܡ ܠܗܘܢ
22 ૨૨ પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”
ܓܕܫ ܠܗܘܢ ܕܝܢ ܗܠܝܢ ܕܡܬܠܐ ܫܪܝܪܐ ܕܟܠܒܐ ܕܗܦܟ ܥܠ ܬܝܘܒܗ ܘܚܙܝܪܬܐ ܕܤܚܬ ܒܥܘܪܓܠܐ ܕܤܝܢܐ

< પિતરનો બીજો પત્ર 2 >