< પિતરનો બીજો પત્ર 1 >

1 આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે
যে জনা অস্মাভিঃ সাৰ্দ্ধম্ অস্তদীশ্ৱৰে ত্ৰাতৰি যীশুখ্ৰীষ্টে চ পুণ্যসম্বলিতৱিশ্ৱাসধনস্য সমানাংশিৎৱং প্ৰাপ্তাস্তান্ প্ৰতি যীশুখ্ৰীষ্টস্য দাসঃ প্ৰেৰিতশ্চ শিমোন্ পিতৰঃ পত্ৰং লিখতি|
2 ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.
ঈশ্ৱৰস্যাস্মাকং প্ৰভো ৰ্যীশোশ্চ তৎৱজ্ঞানেন যুষ্মাস্ৱনুগ্ৰহশান্ত্যো ৰ্বাহুল্যং ৱৰ্ত্ততাং|
3 તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
জীৱনাৰ্থম্ ঈশ্ৱৰভক্ত্যৰ্থঞ্চ যদ্যদ্ আৱশ্যকং তৎ সৰ্ৱ্ৱং গৌৰৱসদ্গুণাভ্যাম্ অস্মদাহ্ৱানকাৰিণস্তত্ত্ৱজ্ঞানদ্ৱাৰা তস্যেশ্ৱৰীযশক্তিৰস্মভ্যং দত্তৱতী|
4 આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
তৎসৰ্ৱ্ৱেণ চাস্মভ্যং তাদৃশা বহুমূল্যা মহাপ্ৰতিজ্ঞা দত্তা যাভি ৰ্যূযং সংসাৰৱ্যাপ্তাৎ কুৎসিতাভিলাষমূলাৎ সৰ্ৱ্ৱনাশাদ্ ৰক্ষাং প্ৰাপ্যেশ্ৱৰীযস্ৱভাৱস্যাংশিনো ভৱিতুং শক্নুথ|
5 એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,
ততো হেতো ৰ্যূযং সম্পূৰ্ণং যত্নং ৱিধায ৱিশ্ৱাসে সৌজন্যং সৌজন্যে জ্ঞানং
6 જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,
জ্ঞান আযতেন্দ্ৰিযতাম্ আযতেন্দ্ৰিযতাযাং ধৈৰ্য্যং ধৈৰ্য্য ঈশ্ৱৰভক্তিম্
7 ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
ঈশ্ৱৰভক্তৌ ভ্ৰাতৃস্নেহে চ প্ৰেম যুঙ্ক্ত|
8 કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
এতানি যদি যুষ্মাসু ৱিদ্যন্তে ৱৰ্দ্ধন্তে চ তৰ্হ্যস্মৎপ্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য তত্ত্ৱজ্ঞানে যুষ্মান্ অলসান্ নিষ্ফলাংশ্চ ন স্থাপযিষ্যন্তি|
9 પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.
কিন্ত্ৱেতানি যস্য ন ৱিদ্যন্তে সো ঽন্ধো মুদ্ৰিতলোচনঃ স্ৱকীযপূৰ্ৱ্ৱপাপানাং মাৰ্জ্জনস্য ৱিস্মৃতিং গতশ্চ|
10 ૧૦ તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
১০তস্মাদ্ হে ভ্ৰাতৰঃ, যূযং স্ৱকীযাহ্ৱানৱৰণযো ৰ্দৃঢকৰণে বহু যতধ্ৱং, তৎ কৃৎৱা কদাচ ন স্খলিষ্যথ|
11 ૧૧ કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios g166)
১১যতো ঽনেন প্ৰকাৰেণাস্মাকং প্ৰভোস্ত্ৰাতৃ ৰ্যীশুখ্ৰীষ্টস্যানন্তৰাজ্যস্য প্ৰৱেশেন যূযং সুকলেন যোজযিষ্যধ্ৱে| (aiōnios g166)
12 ૧૨ એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
১২যদ্যপি যূযম্ এতৎ সৰ্ৱ্ৱং জানীথ ৱৰ্ত্তমানে সত্যমতে সুস্থিৰা ভৱথ চ তথাপি যুষ্মান্ সৰ্ৱ্ৱদা তৎ স্মাৰযিতুম্ অহম্ অযত্নৱান্ ন ভৱিষ্যামি|
13 ૧૩ અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
১৩যাৱদ্ এতস্মিন্ দূষ্যে তিষ্ঠামি তাৱদ্ যুষ্মান্ স্মাৰযন্ প্ৰবোধযিতুং ৱিহিতং মন্যে|
14 ૧૪ કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
১৪যতো ঽস্মাকং প্ৰভু ৰ্যীশুখ্ৰীষ্টো মাং যৎ জ্ঞাপিতৱান্ তদনুসাৰাদ্ দূষ্যমেতৎ মযা শীঘ্ৰং ত্যক্তৱ্যম্ ইতি জানামি|
15 ૧૫ હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
১৫মম পৰলোকগমনাৎ পৰমপি যূযং যদেতানি স্মৰ্ত্তুং শক্ষ্যথ তস্মিন্ সৰ্ৱ্ৱথা যতিষ্যে|
16 ૧૬ કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.
১৬যতো ঽস্মাকং প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টস্য পৰাক্ৰমং পুনৰাগমনঞ্চ যুষ্মান্ জ্ঞাপযন্তো ৱযং কল্পিতান্যুপাখ্যানান্যন্ৱগচ্ছামেতি নহি কিন্তু তস্য মহিম্নঃ প্ৰত্যক্ষসাক্ষিণো ভূৎৱা ভাষিতৱন্তঃ|
17 ૧૭ કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.
১৭যতঃ স পিতুৰীশ্ৱৰাদ্ গৌৰৱং প্ৰশংসাঞ্চ প্ৰাপ্তৱান্ ৱিশেষতো মহিমযুক্ততেজোমধ্যাদ্ এতাদৃশী ৱাণী তং প্ৰতি নিৰ্গতৱতী, যথা, এষ মম প্ৰিযপুত্ৰ এতস্মিন্ মম পৰমসন্তোষঃ|
18 ૧૮ અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.
১৮স্ৱৰ্গাৎ নিৰ্গতেযং ৱাণী পৱিত্ৰপৰ্ৱ্ৱতে তেন সাৰ্দ্ধং ৱিদ্যমানৈৰস্মাভিৰশ্ৰাৱি|
19 ૧૯ અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
১৯অপৰম্ অস্মৎসমীপে দৃঢতৰং ভৱিষ্যদ্ৱাক্যং ৱিদ্যতে যূযঞ্চ যদি দিনাৰম্ভং যুষ্মন্মনঃসু প্ৰভাতীযনক্ষত্ৰস্যোদযঞ্চ যাৱৎ তিমিৰমযে স্থানে জ্ৱলন্তং প্ৰদীপমিৱ তদ্ ৱাক্যং সম্মন্যধ্ৱে তৰ্হি ভদ্ৰং কৰিষ্যথ|
20 ૨૦ પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
২০শাস্ত্ৰীযং কিমপি ভৱিষ্যদ্ৱাক্যং মনুষ্যস্য স্ৱকীযভাৱবোধকং নহি, এতদ্ যুষ্মাভিঃ সম্যক্ জ্ঞাযতাং|
21 ૨૧ કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
২১যতো ভৱিষ্যদ্ৱাক্যং পুৰা মানুষাণাম্ ইচ্ছাতো নোৎপন্নং কিন্ত্ৱীশ্ৱৰস্য পৱিত্ৰলোকাঃ পৱিত্ৰেণাত্মনা প্ৰৱৰ্ত্তিতাঃ সন্তো ৱাক্যম্ অভাষন্ত|

< પિતરનો બીજો પત્ર 1 >