< 2 રાજઓ 1 >
1 ૧ આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો.
Elszakadt Móáb Izraéltől Acháb halála után.
2 ૨ અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”
Achazja kiesett a rostélyzaton a felső termében, Sómrónban, és megbetegedett; ekkor küldött követeket és szólt hozzájuk: Menjetek, kérdezzetek meg Báal-Zebúbot, Ekrón istenét, hogy felgyógyulok-e e betegségből?
3 ૩ પણ ઈશ્વરના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબની સલાહ લેવા જાઓ છો?
Az Örökkévaló angyala pedig szólt volt a Tisbébeli Élijához: Kelj föl, menj föl Sómrón királya követeinek elejébe és szólj hozzájuk: Talán mivel nincsen Isten Izraélben, mentek ti megkérdezni Báal-Zebúbont, Ekrón istenét?
4 ૪ ઈશ્વર એવું કહે છે કે, “જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.” પછી એલિયા ચાલ્યો ગયો.
Azért hát így szól az Örökkévaló, az ágy, melyre szálltál – nem mész le arról, hanem meg kell halnod. És elment Élija.
5 ૫ જયારે સંદેશાવાહકો અહાઝયાહ પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, “શા માટે તમે પાછા આવ્યા?”
Visszatértek hozzá a követek és szólt hozzájuk: Miért is tértetek vissza?
6 ૬ તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, ‘જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે, “યહોવાહ એવું કહે છે કે, ‘શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બઆલ-ઝબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ, પણ તું નિશ્ચે મરણ પામશે.’”
Szóltak hozzá: Egy férfi jött fel elénk és mondta nekünk: Menjetek, térjetek vissza a királyhoz, a ki küldött titeket és szóljatok hozzá: így szól az Örökkévaló: talán mivel nincsen Isten Izraélben, küldesz te megkérdezni Báal-Zebúbot, Ekrón istenét? Azért az ágy, melyre szálltál – nem mész le arról, hanem meg kell halnod.
7 ૭ અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, “જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
És szólt hozzájuk: Miféle férfi az, ki feljött elétek és elmondta nektek e szavakat?
8 ૮ તેઓએ કહ્યું, “તે માણસનાં શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજાએ કહ્યું, “તે તો નિશ્ચે તિશ્બી એલિયા છે.”
Szóltak hozzája: Szőrruhás ember és bőrövvel van felövezve a derekán. Erre mondta: A Tisbébeli Élija az!
9 ૯ પછી રાજાએ સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું છે કે, તું નીચે ઊતર.’
És küldött hozzá egy ötvenedes tisztet meg ötven emberét. Fölment hozzá és íme ül a hegy tetején, és szólt hozzá: Isten embere, a király mondta, jöjj le!
10 ૧૦ એલિયાએ કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” તેથી આકાશમાંથી અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
Felelt Elijáhú és szólt az ötvenedes tiszthez: Ám ha Isten embere vagyok, szálljon le tűz az égből és emésszen meg téged meg ötven emberedet. Leszállt tűz az égből és megemésztette őt meg ötven emberét.
11 ૧૧ અહાઝયાહએ ફરીથી બીજા સરદારને પચાસ સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. આ સરદારે પણ એલિયા પાસે જઈને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહાવ્યું છે કે, ‘જલ્દીથી નીચે ઊતર.’
Ekkor újra küldött hozzá más ötvenedes tisztet meg ötven emberét. Megszólalt és mondta neki: Isten embere, így szól a király, gyorsan jöjj le!
12 ૧૨ એલિયાએ તેઓને કહ્યું, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સૈનિકોને ભસ્મ કરી નાખો.” ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઊતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા.
Felelt Élija és szólt hozzájuk: Ha Isten embere vagyok, szálljon le tűz az égből és emésszen meg téged meg ötven emberedet. Leszállt Isten tüze az égből és megemésztette őt meg ötven emberét.
13 ૧૩ ફરીથી રાજાએ ત્રીજા પચાસ સૈનિકોને સરદાર સાથે તેની પાસે મોકલ્યો. ત્રીજા સરદારે ઉપર જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેને વિનંતી કરીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારું જીવન તથા આ મારા પચાસ સૈનિકોનાં જીવન તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.
Ekkor újra küldött egy harmadik ötvenedes tisztet meg ötven emberét. Fölment és odajött a harmadik ötvenedes tiszt, térdre borult Élijáhú előtt, könyörgött neki és szólt hozzá: Isten embere, legyen drága, kérlek, a lelkem és ez ötven szolgádnak a lelke a te szemeidben!
14 ૧૪ ખરેખર, આકાશમાંથી અગ્નિએ ઊતરીને પહેલા બે સરદારોને તેઓના સૈનિકો સાથે ભસ્મ કર્યા, પણ હવે મારું જીવન તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”
Íme, tűz szállott le az égből és megemésztette az első két ötvenedes tisztet meg ötven emberüket; de most legyen drága az én lelkem a te szemeidben!
15 ૧૫ તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ.” માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો.
Ekkor szólt az Örökkévaló angyala Élijáhúhoz: Menj le vele, ne félj tőle! Fölkelt tehát és lement vele a királyhoz.
16 ૧૬ પછી એલિયાએ અહાઝયાહને કહ્યું, “ઈશ્વર એવું કહે છે કે, ‘તેં એક્રોનના દેવ બઆલ-ઝબૂબને પૂછવા સંદેશાવાહકો મોકલ્યા છે શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે, તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.’”
És szólt hozzá: Így szól az Örökkévaló: Mivelhogy küldtél követeket, hogy megkérdezzék Báal Zebúbot, Ekrón istenét – talán mivel nincsen Isten Izraélben, hogy megkérdezhessék az ő igéjét? – azért az ágy melyre szálltál – nem mész le arról, hanem meg kell halnod!
17 ૧૭ તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝયાહ રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો.
És meghalt az Örökkévaló igéje szerint, melyet mondott Élijáhu. És király lett helyette Jehórám, második évében Jehórámnak, Jehósáfát fiának, Jehúda királyának, mert nem volt neki fia.
18 ૧૮ અહાઝયાહના બાકીનાં કૃત્યો વિષે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?
Achazjáhú egyéb dolgai pedig, melyeket tett, hiszen meg vannak írva Izraél királyai történetének könyvében.