< 2 રાજઓ 8 >
1 ૧ જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, “ઊઠ, તું તારા કુટુંબનાં માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે, યહોવાહે દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં સાત વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે.”
А Єлисей говорив до жінки, що її сина він воскреси́в, кажучи: „Устань та й іди ти та дім твій, і мешкай дебудь, бо Господь прикликав голод, і він прийшов до кра́ю на сім літ“.
2 ૨ તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
І встала та жінка, і зробила за словом Божого чоловіка. І пішла вона та її дім, і заме́шкала в филистимському кра́ї сім літ.
3 ૩ સાતમા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ.
І сталося напри́кінці семи років, вернулася та жінка з филистимського кра́ю, і пішла до царя благати за свій дім та за своє поле.
4 ૪ હવે રાજા ઈશ્વરભક્તના ચાકર ગેહઝી સાથે એવી વાત કરતો હતો, “એલિશાએ જે મોટા કામો કર્યાં છે તે કૃપા કરીને મને કહે.”
А цар говорив до Ґехазі, слуги Божого чоловіка, кажучи: „Розкажи мені про все те велике, що́ зробив Єлисей“.
5 ૫ એલિશાએ મરણ પામેલાં બાળકને કેવી રીતે સજીવન કર્યો હતો, તે વાત ગેહઝી રાજાને કરતો હતો. ત્યારે જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજાને પોતાના ઘર અને જમીન માટે વિનંતી કરી. ગેહઝીએ કહ્યું, “મારા માલિક, રાજા, આ જ તે સ્ત્રી છે અને આ જ તેનો દીકરો છે, તેને એલિશાએ સજીવન કર્યો હતો.”
І сталося, як він оповідав цареві, що той воскресив померлого, аж ось та жінка, що він воскресив сина її, благає царя за свій дім та за своє поле.
6 ૬ રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિષે પૂછ્યું, તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, “તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડયો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઊપજ તેને પાછી આપ.”
І сказав Ґехазі: „Пане мій ца́рю, оце та жінка, і це той син її, що воскресив Єлисей!“
7 ૭ પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.”
І прийшов Єлисей до Дамаску, а Бен-Гадад, сирійський цар, хворий. І доне́сено йому, кажучи: „Божий чоловік прийшов аж сюди!“
8 ૮ રાજાએ હઝાએલને કહ્યું, “તારા હાથમાં ભેટ લઈને ઈશ્વરભક્તને મળવા જા, તેની મારફતે યહોવાહને પુછાવ કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”
І сказав цар до Газаїла: „Візьми в свою руку подару́нка, та й іди зустріти чоловіка Божого. І запитайся Господа через нього, кажучи: „Чи ви́дужаю я від оцієї хвороби?“
9 ૯ માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”
І пішов Газаїл спіткати його, і взяв подару́нка в руку свою́, та зо всього добра́ Дамаску тягару́ на сорок верблю́дів. І прийшов, і став перед ним та й сказав: „Син твій Бен-Гадад, цар сирійський, послав мене до тебе, питаючи: Чи видужаю я з оцієї хвороби?“
10 ૧૦ એલિશાએ તેને કહ્યું, “જઈને બેન-હદાદને કહે કે, ‘તું નિશ્ચે સાજો થશે.’ પણ યહોવાહે તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચે મરણ પામશે.”
І сказав до нього Єлисей: „Іди, скажи йому: Жити — жи́тимеш, та Господь показав мені, що напевно помре він“.
11 ૧૧ પછી હઝાએલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો, હઝાએલ એટલો બધો શરમિંદો પડ્યો કે ઈશ્વરભક્ત રડી પડયો.
І наставив він обличчя своє на нього, і довго вдивлявся, аж той збенте́жився. І заплакав Божий чоловік.
12 ૧૨ હઝાએલે પૂછ્યું, “મારા માલિક, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “કેમ કે, તું ઇઝરાયલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડાં કરીશ અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”
А Газаїл сказав: „Чого плаче мій пан?“А той відказав: „Бо знаю, що ти зробиш лихо Ізраїлевим синам: їхні тверди́ні пустиш з огнем, і їхніх воякі́в позабива́єш мече́м, і дітей їхніх порозбиваєш, а їхнє вагітне́ — посічеш“.
13 ૧૩ હઝાએલે કહ્યું, “તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવાં કામ કરે?” એલિશાએ કહ્યું, “યહોવાહે મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”
А Газаїл сказав: „Та що таке твій раб, цей пес, що зробить таку велику річ?“І сказав Єлисей: „Господь показав мені тебе царем над Сирією!“
14 ૧૪ પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.”
І пішов він від Єлисея, і прийшов до свого пана. А той сказав йому: „Що́ говорив тобі Єлисей?“І він сказав: „Говорив мені: жити — жи́тимеш!“
15 ૧૫ પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.
I сталося другого дня, і взяв він покрива́ло, і намочив у воді, і поклав на його обличчя, — і той помер. І зацарював Газаїл замість нього.
16 ૧૬ ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના પાચમાં વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહૂદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો.
А п'ятого року Йорама, Ахавого сина, Ізраїлевого царя, за Йосафата, Юдиного царя, зацарював Єгорам, син Йосафатів, цар Юдин.
17 ૧૭ યહોરામ રાજા બન્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.
Він був віку тридцяти й двох літ, коли зацарював, а царював вісім літ в Єрусалимі.
18 ૧૮ આહાબના કુટુંબે જેમ કર્યું હતું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું. અને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
І ходив він дорогою Ізраїлевих царів, як робив Ахавів дім, бо Ахавова дочка́ була йому за жінку. І робив він зло в Господніх оча́х.
19 ૧૯ તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવાહ યહૂદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે તેઓએ તેને કહ્યું હતું, તે હંમેશા તેઓને વારસો આપશે.
Та не хотів Господь погубити Юду ради раба Свого Давида, як обіцяв був йому дати світильника йому та синам його по всі дні.
20 ૨૦ યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો.
За його днів збунтува́вся був Едом, — вийшли з-під Юдиної руки, і настанови́ли над собою царя.
21 ૨૧ ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા.
І пішов Йорам до Цаіру, а з ним усі колесни́ці. І сталося, коли він уночі встав і побив Едома, що оточив був його, і керівникі́в колесни́ць, то народ повтікав до наметів своїх.
22 ૨૨ આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાહએ પણ તે જ સમયે બળવો કર્યો હતો.
І збунтувався Едом, і вийшов з-під Юдиної руки, і так є аж до цього дня. Тоді того ча́су збунтувалася й Лівна.
23 ૨૩ યોરામનાં બાકીનાં કાર્યો અને તેણે જે કંઈ કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
А решта діл Йорама, та все, що́ він зробив, ось вони написані в Книзі Хроніки Юдиних царів.
24 ૨૪ ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો.
І спочив Йорам із батька́ми своїми, і був похо́ваний із батьками своїми в Давидовому Місті, а замість нього зацарював син його Аха́зія.
25 ૨૫ ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના બારમા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝયાહ રાજ કરવા લાગ્યો.
У дванадцятому році Йорама, Ахавого сина, Ізраїлевого царя, зацарював Ахазія, син Єгорама, Юдиного царя.
26 ૨૬ અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.
Ахазія був віку двадцяти і двох літ, коли він зацарював, і царював він один рік в Єрусалимі. А ім'я́ його матері — Аталія, дочка́ Омрі, Ізраїлевого царя.
27 ૨૭ અહાઝયાહ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. કેમ કે, તે આહાબના કુટુંબનો જમાઈ હતો.
І ходив він дорогою Ахавого дому, і робив зло в Господніх оча́х, як і Ахавів дім, бо він був зять Ахавого дому.
28 ૨૮ અહાઝયાહ આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
І пішов він з Йорамом, Ахавовим сином, на війну з Газаїлом, сирійським царем, до ґілеадського Рамоту, та побили сирі́яни Йорама.
29 ૨૯ અરામનો રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા કર્યા હતા તે રુઝવવા માટે યોરામ રાજા પાછો યિઝ્રએલ આવ્યો. યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝયાહ યિઝ્રએલમાં આહાબના દીકરા યોરામને જોવા આવ્યો, કેમ કે યોરામ ઘાયલ થયેલો હતો.
І вернувся цар Йорам лікуватися в Їзрее́лі від тих ран, що вчинили йому сирі́яни в Рамі, як він воював з Газаїлом, сирійським царем. А Ахазія, Єгорамів син, цар Юдин, зійшов побачити Йорама, Ахавового сина, в Їзреелі, бо той був слаби́й.