< 2 રાજઓ 7 >
1 ૧ એલિશાએ કહ્યું, “તમે યહોવાહનું વચન સાંભળો. યહોવાહ એવું કહે છે: “આવતી કાલે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.’”
И сказал Елисей: выслушайте слово Господне: так говорит Господь: завтра в это время мера муки лучшей будет по сиклю и две меры ячменя по сиклю у ворот Самарии.
2 ૨ ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?” એલિશાએ કહ્યું, “જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
И отвечал сановник, на руку которого царь опирался, человеку Божию, и сказал: если бы Господь и открыл окна на небе, и тогда может ли это быть? И сказал тот: вот увидишь глазами твоими, но есть этого не будешь.
3 ૩ હવે નગરના દરવાજા આગળ ચાર કુષ્ઠ રોગી બેઠેલા હતા. તેઓ એકબીજાને કહેતા હતા, “શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?
Четыре человека прокаженных находились при входе в ворота и говорили они друг другу: что нам сидеть здесь, ожидая смерти?
4 ૪ જો આપણે નગરમાં જવાનું કરીએ તો નગરમાં દુકાળ છે, આપણે ત્યાં મરી જઈશું. જો આપણે અહીં રહીએ તોપણ આપણે મરી જઈશું. તો હવે ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું, જો તેઓ આપણને મારી નાખશે, તો આપણે મરી જઈશું.”
Если решиться нам пойти в город, то в городе голод, и мы там умрем; если же сидеть здесь, то также умрем. Пойдем лучше в стан Сирийский. Если оставят нас в живых, будем жить, а если умертвят, умрем.
5 ૫ માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઊઠ્યા; જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોચ્યા, ત્યારે ત્યાં કોઈ નહોતું.
И встали в сумерки, чтобы пойти в стан Сирийский. И пришли к краю стана Сирийского, и вот, нет там ни одного человека.
6 ૬ કેમ કે, પ્રભુ યહોવાહે અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો, તેથી તેઓએ એકબીજાને કહ્યું, “ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
Господь сделал то, что стану Сирийскому послышался стук колесниц и ржание коней, шум войска большого. И сказали они друг другу: верно нанял против нас царь Израильский царей Хеттейских и Египетских, чтобы пойти на нас.
7 ૭ તેથી સાંજના સમયે સૈનિકો ઊઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાંઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા.
И встали и побежали в сумерки, и оставили шатры свои, и коней своих, и ослов своих, весь стан, как он был, и побежали, спасая себя.
8 ૮ જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.
И пришли те прокаженные к краю стана, и вошли в один шатер, и ели и пили, и взяли оттуда серебро, и золото, и одежды, и пошли и спрятали. Пошли еще в другой шатер, и там взяли, и пошли и спрятали.
9 ૯ પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”
И сказали друг другу: не так мы делаем. День сей - день радостной вести, если мы замедлим и будем дожидаться утреннего света, то падет на нас вина. Пойдем же и уведомим дом царский.
10 ૧૦ માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.”
И пришли, и позвали привратников городских, и рассказали им, говоря: мы ходили в стан Сирийский, и вот, нет там ни человека, ни голоса человеческого, а только кони привязанные, и ослы привязанные, и шатры, как быть им.
11 ૧૧ પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
И позвали привратников, и они передали весть в самый дворец царский.
12 ૧૨ ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, ‘જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.’”
И встал царь ночью, и сказал слугам своим: скажу вам, что делают с нами Сирияне. Они знают, что мы терпим голод, и вышли из стана, чтобы спрятаться в поле, думая так: “когда они выйдут из города, мы захватим их живыми и вторгнемся в город”.
13 ૧૩ રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે, નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી પાંચ ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાંઓની હાલત કરતાં તેઓની હાલત ખરાબ નહિ હોય.”
И отвечал один из служащих при нем, и сказал: пусть возьмут пять из остальных коней, которые остались в городе, из всего ополчения Израильтян только и осталось в нем, из всего ополчения Израильтян, которое погибло, и пошлем, и посмотрим.
14 ૧૪ માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.”
И взяли две пары коней, запряженных в колесницы. И послал царь вслед Сирийского войска, сказав: пойдите, посмотрите.
15 ૧૫ તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.
И ехали за ним до Иордана, и вот вся дорога устлана одеждами и вещами, которые побросали Сирияне при торопливом побеге своем. И возвратились посланные, и донесли царю.
16 ૧૬ પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.
И вышел народ, и разграбил стан Сирийский, и была мера муки лучшей по сиклю, и две меры ячменя по сиклю, по слову Господню.
17 ૧૭ જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.
И царь поставил того сановника, на руку которого опирался, у ворот; и растоптал его народ в воротах, и он умер, как сказал человек Божий, который говорил, когда приходил к нему царь.
18 ૧૮ ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.
Когда говорил человек Божий царю так: “две меры ячменя по сиклю, и мера муки лучшей по сиклю будут завтра в это время у ворот Самарии”,
19 ૧૯ ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?” એલિશાએ કહ્યું હતું, “જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ.”
тогда отвечал этот сановник человеку Божию и сказал: “если бы Господь и открыл окна на небе, и тогда может ли это быть?” А он сказал: “увидишь твоими глазами, но есть этого не будешь”.
20 ૨૦ અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો.
Так и сбылось с ним; и затоптал его народ в воротах, и он умер.