< 2 રાજઓ 6 >

1 પ્રબોધકોના દીકરાઓએ એલિશાને કહ્યું, “જો, જે જગ્યાએ અમે તારી સાથે રહીએ છે તે જગ્યા અમારા માટે ખૂબ સાંકડી છે.
Bir gün peygamber topluluğu Elişa'ya, “Bak, yaşadığımız yer bize küçük geliyor” dedi,
2 કૃપા કરીને અમને યર્દન જવા દે, કે ત્યાંથી દરેક માણસ લાકડાં કાપી લાવીએ અને ત્યાં અમારે રહેવા માટે ઘર બાંધીએ.” એલિશાએ કહ્યું, “તમે જાઓ.”
“Lütfen izin ver, Şeria Irmağı kıyısına gidelim, ağaç kesip kendimize ev yapalım.” Elişa, “Gidin” dedi.
3 તેઓમાંના એકે કહ્યું, “કૃપા કરી તારા ચાકરો સાથે આવ.” એલિશાએ કહ્યું, “હું આવીશ.”
Peygamberlerden biri, “Lütfen kullarınla birlikte sen de gel” dedi. Elişa, “Olur, gelirim” diye karşılık verdi
4 તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડાં કાપવા માંડયાં.
ve onlarla birlikte gitti. Şeria Irmağı kıyısına varınca ağaç kesmeye başladılar.
5 પણ એક જણ લાકડાં કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ; તેણે બૂમ પાડીને કહ્યું, “હે મારા ગુરુજી! એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો.”
Biri ağaç keserken balta demirini suya düşürdü. “Eyvah, efendim! Onu ödünç almıştım” diye bağırdı.
6 ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, “તે કયાં પડી છે?” એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું. તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી.
Tanrı adamı, “Nereye düştü?” diye sordu. Adam ona demirin düştüğü yeri gösterdi. Elişa bir dal kesip oraya atınca, balta demiri su yüzüne çıktı.
7 એલિશાએ કહ્યું, “તે ઉઠાવી લે.” માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી.
Elişa, “Al onu!” dedi. Adam elini uzatıp balta demirini aldı.
8 હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે.”
Aram Kralı İsrail'le savaş halindeydi. Görevlilerine danıştıktan sonra, “Ordugahımı kuracak bir yer seçtim” dedi.
9 પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”
Tanrı adamı Elişa, İsrail Kralı'na şu haberi gönderdi: “Sakın oradan geçmeyin, çünkü Aramlılar oraya doğru iniyorlar.”
10 ૧૦ ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો.
İsrail Kralı adam gönderip oradaki durumu denetledi. Böylece Tanrı adamı İsrail Kralı'nı birkaç kez uyardı. Kral da önlem aldı.
11 ૧૧ આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?”
Bu durum Aram Kralı'nı çok öfkelendirdi. Görevlilerini çağırıp, “İçinizden hanginizin İsrail Kralı'ndan yana olduğunu söylemeyecek misiniz?” dedi.
12 ૧૨ ત્યારે તેના એક ચાકરે કહ્યું, “મારા માલિક રાજા, એવું નહિ! પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”
Görevlilerden biri, “Hiçbirimiz, efendimiz kral” diye karşılık verdi, “Yalnız İsrail'de yaşayan Peygamber Elişa senin yatak odanda söylediklerini bile İsrail Kralı'na bildiriyor.”
13 ૧૩ રાજાએ કહ્યું, “જાઓ, અને જુઓ કે એલિશા કયાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં.” તેને કહેવામાં આવ્યું કે, “જુઓ, તે દોથાનમાં છે.”
Aram Kralı şöyle buyurdu: “Gidip onun nerede olduğunu öğrenin. Adam gönderip onu yakalayacağım.” Elişa'nın Dotan'da olduğu bildirilince,
14 ૧૪ માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું.
kral oraya atlılar, savaş arabaları ve büyük bir kuvvet gönderdi. Geceleyin varıp kenti kuşattılar.
15 ૧૫ જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, તેણે એક મોટા સૈન્યને રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, “અરેરે! મારા માલિક હવે આપણે શું કરીશું?”
Tanrı adamının uşağı erkenden kalktı. Dışarıya çıkınca kentin askerler, atlılar ve savaş arabalarınca kuşatıldığını gördü. Dönüp Elişa'ya, “Eyvah, efendim, ne yapacağız?” diye sordu.
16 ૧૬ એલિશાએ કહ્યું, “બીશ નહિ, કેમ કે, જેઓ આપણી સાથે છે તેઓ, તેમની સાથે જેઓ છે તેઓના કરતાં મહાન છે.”
Elişa, “Korkma, çünkü bizim yandaşlarımız onlarınkinden daha çok” diye karşılık verdi.
17 ૧૭ પછી એલિશાએ પ્રાર્થના કરી કે, “હે યહોવાહ, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ.” ત્યારે યહોવાહે તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું. તો જુઓ! એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો.
Sonra şöyle dua etti: “Ya RAB, lütfen onun gözlerini aç, görsün!” RAB uşağın gözlerini açtı. Uşak Elişa'nın çevresindeki dağların atlılarla, ateşten savaş arabalarıyla dolu olduğunu gördü.
18 ૧૮ જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.
Aramlılar kendisine doğru ilerleyince Elişa RAB'be şöyle yalvardı: “Ya RAB, lütfen bu halkı kör et.” RAB Elişa'nın yalvarışını duydu ve onları kör etti.
19 ૧૯ પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો.
Bunun üzerine Elişa onlara, “Yanlış yoldasınız” dedi, “Aradığınız kent bu değil. Beni izleyin, sizi aradığınız adama götüreyim.” Sonra onları Samiriye'ye götürdü.
20 ૨૦ જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.
Samiriye'ye girdiklerinde Elişa şöyle dua etti: “Ya RAB, bu adamların gözlerini aç, görsünler.” RAB gözlerini açınca adamlar Samiriye'nin ortasında olduklarını anladılar.
21 ૨૧ ઇઝરાયલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “મારા પિતાજી, શું હું તેઓને મારું? તેઓને મારું?”
İsrail Kralı adamları görünce Elişa'ya, “Onları öldüreyim mi? Öldüreyim mi, baba?” dedi.
22 ૨૨ એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.”
Elişa, “Hayır, öldürme” diye karşılık verdi, “Kendi kılıç ve yayınla tutsak aldığın insanları nasıl öldürürsün. Önlerine yiyecek içecek bir şeyler koy, yiyip içtikten sonra izin ver, krallarına dönsünler.”
23 ૨૩ માટે રાજાએ તેઓને સારુ પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યાં અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામનાં સૈન્યો ઘણાં લાંબા સમય સુધી ઇઝરાયલમાં પાછાં આવ્યાં નહિ.
Bunun üzerine İsrail Kralı adamlara büyük bir şölen verdi, yedirip içirdikten sonra da onları krallarına gönderdi. Aramlı akıncılar bir daha İsrail topraklarına ayak basmadılar.
24 ૨૪ ત્યાર પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરુનને ઘેરી લીધું.
Bir süre sonra, Aram Kralı Ben-Hadat bütün ordusunu toplayıp İsrail'e girdi ve Samiriye'yi kuşattı.
25 ૨૫ સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.
Samiriye'de büyük bir kıtlık oldu. Kuşatma sonunda bir eşek kellesinin fiyatı seksen şekel gümüşe, dörtte bir kav güvercin gübresinin fiyatı ise beş şekel gümüşe çıktı.
26 ૨૬ ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”
İsrail Kralı surların üzerinde yürürken, bir kadın, “Efendim kral, bana yardım et!” diye seslendi.
27 ૨૭ તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?”
Kral, “RAB sana yardım etmiyorsa, ben nasıl yardım edebilirim ki?” diye karşılık verdi, “Buğday mı, yoksa şarap mı istersin?
28 ૨૮ પછી રાજાએ તેને પૂછ્યું, “તને શું દુઃખ છે?” પેલી સ્ત્રીએ કહ્યું, “આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતી કાલે ખાઈશું.’
Derdin ne?” Kadın şöyle yanıtladı: “Geçen gün şu kadın bana dedi ki, ‘Oğlunu ver, bugün yiyelim, yarın da benim oğlumu yeriz.’
29 ૨૯ માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.”
Böylece oğlumu pişirip yedik. Ertesi gün ona, ‘Oğlunu ver de yiyelim’ dedim. Ama o, oğlunu gizledi.”
30 ૩૦ જ્યારે રાજાએ આ સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. હવે રાજા નગરના કોટ પરથી જતો હતો તો લોકોએ જોયું, કે રાજાએ તેના અંગ પર શોકનાં વસ્ત્રો પહેર્યાં હતાં.
Kadının bu sözlerini duyan kral giysilerini yırttı. Surların üzerinde yürürken, halk onun giysilerinin altına çul giydiğini gördü.
31 ૩૧ પછી તેણે કહ્યું, “જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવાહ મને એવું અને એ કરતાં વધારે વિતાડો.”
Kral, “Eğer bugün Şafat oğlu Elişa'nın başı yerinde kalırsa, Tanrı bana aynısını, hatta daha kötüsünü yapsın!” dedi.
32 ૩૨ એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’
Elişa o sırada halkın ileri gelenleriyle birlikte evinde oturuyordu. Kral önden bir haberci gönderdi. Ama daha haberci gelmeden, Elişa ileri gelenlere, “Görüyor musunuz caniyi?” dedi, “Kalkmış, başımı kestirmek için adam gönderiyor! Haberci geldiğinde kapıyı kapayın, onu içeri almayın. Çünkü ardından efendisi kral da gelecek.”
33 ૩૩ તે હજી તો તેમની વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશાવાહક તેની પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું, “જુઓ, આ વિપત્તિ યહોવાહ તરફથી આવી છે. તો શા માટે હું હવે પછી યહોવાહની રાહ જોઉં?”
Elişa konuşmasını bitirmeden, haberci yanına geldi ve, “Bu felaket RAB'dendir” dedi, “Neden hâlâ RAB'bi bekleyeyim?”

< 2 રાજઓ 6 >