< 2 રાજઓ 4 >
1 ૧ હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, “તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે, તમે જાણો છો કે, તમારો સેવક યહોવાહનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે.”
၁ပရောဖက်အမျိုးသား၏ မယားတယောက် သည် ဧလိရှဲထံသို့လာ၍၊ ကိုယ်တော်ကျွန်၊ ကျွန်မ၏ ခင်ပွန်းသေပါပြီ၊ ကိုယ်တော်ကျွန်သည် ထာဝရဘုရားကို ရိုသေသောသူဖြစ်သည်ကို ကိုယ်တော်သိတော်မူ၏။ ယခုမှာ ကြွေးရှင်သည် ကျွန်မ၏သားနှစ်ယောက်ကို ကျွန်ခံစေခြင်းငှါ လာပါပြီဟု ကြွေးကြော်လေ၏။
2 ૨ એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”
၂ဧလိရှဲကလည်း၊ သင့်အဘို့အဘယ်သို့ ငါပြုရ မည်နည်း။ သင့်အိမ်၌ အဘယ်ဥစ္စာရှိသနည်းဟု မေးလျှင်၊ ကိုယ်တော်ကျွန်မအိမ်၌ ဆီအိုးတလုံးမှတပါး အဘယ်ဥစ္စာမျှ မရှိပါဟု ပြောဆိုသော်၊
3 ૩ ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.
၃ဧလိရှဲက သွားလော့။ အိမ်နီးချင်းရှိသမျှတို့တွင် လပ်သောအိုးတို့ကို ငှါးယူလော့။ များစွာသော အိုးတို့ကို ငှားယူလော့။
4 ૪ પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.”
၄ကိုယ်အိမ်သို့ ရောက်သောအခါ၊ သားတို့ကို ခေါ်၍ တံခါးကို ပိတ်ပြီးမှ ငှါးယူသော အိုးများအထဲသို့ ဆီကို အပြည့်လောင်း၍ ထားလော့ ဟုစီရင်သည်အတိုင်း၊
5 ૫ પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.
၅ထိုမိန်းမသည် သွား၍သားတို့သည် အိုးများကို ယူခဲ့ပြီးမှ၊ မိန်းမသည် သားတို့နှင့်အတူ အိမ်ထဲသို့ဝင်၍ တံခါးကိုပိတ်လျက် ဆီကို လောင်းလေ၏။
6 ૬ જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.
၆အိုးများ၌ ဆီပြည့်သောအခါ၊ အိုးတလုံးကို ယူခဲ့ဦးဟုသားအားဆိုလျှင်၊ အိုးလပ်မရှိပါဟု ပြန်ပြောသော်၊ ဆီသည် တန့်လျက် နေ၏။
7 ૭ પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”
၇ထိုမိန်းမသည်လာ၍ ဘုရားသခင်၏ လူကို ကြားပြောလျှင်၊ သူက ထိုဆီကိုသွား၍ ရောင်းပြီးလျှင် ကြွေးကို ဆပ်လော့။ ကြွင်းသောဆီကို အမှီပြု၍ သင်နှင့် သားတို့သည် အသက်မွေးကြလော့ဟု ဆို၏။
8 ૮ એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો.
၈တနေ့သ၌ ဧလိရှဲသည်ရှုနင်မြို့သို့ သွားရာတွင်၊ ထိုမြို့၌ ထင်ရှားသောမိန်းမတယောက်သည် ဧလိရှဲကို ကျွေးခြင်းငှါ ခေါ်ပင့်လေ၏။ နောက်မှထိုလမ်းသို့ သွား သောအခါ၊ ကျွေးခြင်းကို ခံအံ့သောငှါ ထိုအိမ်သို့ ဝင်တတ်၏။
9 ૯ તે સ્રીએ પોતાના પતિને કહ્યું, “જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વરભક્ત છે.
၉မိန်းမကလည်း၊ ငါတို့နေရာလမ်းဖြင့် အစဉ် သွားလာသော ဤသူသည် ဘုရားသခင်၏ သန့်ရှင်းသူ ဖြစ်သည်ကို ကျွန်ုပ်ရိပ်မိ၏။
10 ૧૦ તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”
၁၀ဝင်ရိုးအပေါ်မှာ အခန်းငယ်တခုကို လုပ်ကြ ကုန်အံ့။ သူ့အဘို့ ခုတင်၊ စားပွဲ၊ ထိုင်ခုံ၊ မီးခုံတို့ကို ထားကြ ကုန်အံ့။ သို့ဖြစ်၍၊ သူသည် ငါတို့ ဆီသို့ရောက်သောအခါ၊ ထိုအခန်းထဲသို့ ဝင်လိမ့်မည်ဟု မိမိခင်ပွန်းအား ဆို၏။
11 ૧૧ એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.
၁၁တနေ့သ၌ ဧလိရှဲသည် ရောက်သဖြင့်၊ ထိုအခန်း ထဲသို့ဝင်၍ အိပ်နေ၏။
12 ૧૨ એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી.
၁၂ထိုရှုနင်မြို့သူမိန်းမကို ခေါ်လော့ဟု မိမိကျွန် ဂေဟာဇိအားဆိုသည်အတိုင်းခေါ်၍၊ မိန်းမသည် ဧလိရှဲ ရှေ့မှာ ရပ်နေ၏။
13 ૧૩ એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.”
၁၃ဧလိရှဲက၊ သင်သည်ငါတို့အဘို့ ဤမျှလောက် လုပ်ကြွေးပြုစုသည်အတွက်၊ သင့်အဘို့အဘယ်သို့ ပြုရ မည်နည်း။ သင့်အဘို့ ရှင်ဘုရင်ထံ၊ ဗိုလ်ချုပ်မင်းထံ၌ ငါပြောရမည်လောဟု ဂေဟာဇိမေးမည်အကြောင်း စီရင် သော်၊ မိန်းမက၊ ကျွန်မသည် ကိုယ်အဆွေအမျိုးတို့တွင် နေပါဦးမည်ဟု ပြန်ပြော၏။
14 ૧૪ તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.”
၁၄ဧလိရှဲကလည်း၊ ဤမိန်းမအဘို့ အဘယ်သို့ ပြုစရာရှိသနည်းဟု မေးပြန်လျှင်၊ ဂေဟာဇိက၊ ဤမိန်းမ ၌ သားသမီးမရှိပါ။ သူ့ခင်ပွန်းလည်း အိုလှပြီဟု ဆိုသော်၊
15 ૧૫ એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી.
၁၅တဖန်ခေါ်ဦးလော့ဟုဆိုသည်အတိုင်း ခေါ်၍၊ မိန်းမသည် တံခါးဝမှာရပ်နေ၏။
16 ૧૬ એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”
၁၆ဧလိရှဲကလည်း၊ သင်သည် နောင်နှစ်အချိန် အရွယ်စေ့သောအခါ သားကို ဘက်ယမ်းရလိမ့်မည်ဟု ဆိုလျှင်၊ မိန်းမက အိုအရှင်၊ဘုရားသခင်၏လူ၊ ကိုယ်တော် ကျွန်မကို မုသာမသုံးပါနှင့်ဟု ပြန်ပြော၏။
17 ૧૭ પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે, બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો.
၁၇ထိုနောက်မိန်းမသည် ပဋိသန္ဓေယူ၍ ဧလိရှဲ ချိန်းချက်သော အချိန်အရွယ်စေ့သောအခါ သားကို ဘွားမြင်လေ၏။
18 ૧૮ જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.
၁၈ထိုသားသည် နို့ကွာပြီးမှ၊ တနေ့သ၌ စပါးရိတ် သောသူတို့ရှိရာ မိမိအဘထံသို့သွား၍၊
19 ૧૯ બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.”
၁၉ငါသည်ခေါင်းနာ၏။ ခေါင်းနာ၏ဟု အဘအား ပြောဆိုလျှင်၊ အဘက၊ သူငယ်ကို အမိထံသို့ ယူသွားဟု လုလင်အားပြော၏။
20 ૨૦ તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.
၂၀လုလင်သည်အမိထံသို့ယူသွား၍၊ သူငယ်သည် အမိရင်ခွင်၌ ထိုင်၍မွန်းတည့်အချိန်ရှိပြီးမှ သေ၏။
21 ૨૧ પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.
၂၁အမိသည် မြို့ရိုးပေါ်သို့တက်၍ အလောင်းကို ဘုရားသခင့် လူ၏ခုတင်ပေါ်မှာ ထားပြီးလျှင်၊ တံခါးကို ပိတ်ခဲ့၍ သွားလေ၏။
22 ૨૨ તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.”
၂၂ခင်ပွန်းကိုလည်းခေါ်၍၊ ကျွန်ုပ်သည် ဘုရား သခင်၏လူထံသို့ ပြေး၍ တဖန်ပြန်လာဦးမည်။ လုလင် တယောက်နှင့်မြည်းတစီးကိုထည့် လိုက်ပါဟုဆိုလျှင်၊
23 ૨૩ તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.”
၂၃ခင်ပွန်းက၊ အဘယ်ကြောင့် ယနေ့သွားချင် သနည်း။ လဆန်းနေ့မဟုတ်၊ ဥပုသ်နေ့လည်းမဟုတ်ဟု ဆိုသော်၊ မိန်းမက၊ ကောင်းပါလိမ့်မည်ဟု ပြန်ပြော၏။
24 ૨૪ પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”
၂၄မြည်းကို ကုန်းနှီးတင်ပြီးမှ ကျွန်ကိုခေါ်၍ နှင်သွားလော့။ ငါမပြောလျှင် ငါ့ကြောင့်အသွား မနှေးစေ နှင့်ဟု ကျွန်အား မှာထားသဖြင့်၊
25 ૨૫ આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે.
၂၅ခရီးသွား၍ ဘုရားသခင်၏ လူရှိရာ၊ ကရမေလ တောင်ပေါ်သို့ ရောက်သည်ကို ဘုရားသခင်၏ လူသည် အဝေးကမြင်သောအခါ၊ မိမိကျွန် ဂေဟာဇိကိုခေါ်၍၊ ရှုနင်မြို့သူမိန်းမလာ၏။
26 ૨૬ કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.”
၂၆သင်ပြေး၍ ခရီးဦးကြိုပြုပြီးလျှင်၊ ကိုယ်တိုင်မာ ၏လော။ ခင်ပွန်းမာ၏လော။ သူငယ်မာ၏လောဟု စေလွှတ်၍ မေးစေသော်၊ မိန်းမ ကမာပါ၏ ဟုဆို၏။
27 ૨૭ તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.”
၂၇ဘုရားသခင်၏ လူရှိရာတောင်ပေါ်သို့ ရောက် သောအခါ၊ သူ၏ ခြေတို့ကို ဘက်လေ၏။ ဂေဟာဇိသည် ဆီးတားခြင်းငှါ ချဉ်းလာလျှင်၊ ဘုရားသခင်၏ လူကသူ့ကို မဆီးတားနှင့်။ သူသည် စိတ်ညှိုးငယ်ခြင်းရှိ၏။ ထို အကြောင်းကို ထာဝရဘုရားသည် ငါ့အားမပြ၊ ဝှက်ထား တော်မူပြီဟုဆို၏။
28 ૨૮ પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”
၂၈မိန်းမကလည်း၊ ကျွန်မသည် ကျွန်မသခင်ထံမှာ သားဆုကို တောင်းပါသလော။ ကျွန်မကိုမုသာမသုံးပါ နှင့်ဟု လျှောက်ဆိုသည်မဟုတ်လောဟု ဆို၏။
29 ૨૯ ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.”
၂၉ဧလိရှဲသည် ဂေဟာဇိကို ခေါ်၍သင်၏ခါးကို စည်းလော့။ ငါ့တောင်ဝေးကို ကိုင်၍ သွားလော့။ လမ်းမှာ သူတပါးတွေ့လျှင် နှုတ်မဆက်နှင့်။ သင့်ကို သူတပါး နှုတ်ဆက်လျှင် ပြန်၍ မပြောနှင့်။ ငါ့တောင်ဝေးကို သူငယ် ၏မျက်နှာပေါ်မှာ တင်လော့ဟု မှာထားလေ၏။
30 ૩૦ પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
၃၀အမိကလည်း၊ ထာဝရဘုရားအသက်၊ကိုယ်တော် အသက်ရှင်တော်မူသည်အတိုင်း၊ ကျွန်မသည် ကိုယ်တော် နှင့်ကွာ၍ မသွားနိုင်ပါဟု ဆိုလျှင်၊ ဧလိရှဲသည် ထ၍ လိုက် လေ၏။
31 ૩૧ ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”
၃၁ဂေဟာဇိသည်အရင်သွား၍၊ တောင်ဝေးကို သူငယ်၏မျက်နှာပေါ်မှာတင်သော်လည်း၊ သူငယ်သည် အသံမပြုအမှုမထား။ ထိုကြောင့် ဂေဟာဇိသည်ဧလိရှဲကို ခရီးဦးကြိုပြု၍၊ သူငယ်သည် မနိုးပါဟု ပြန်ပြော၏။
32 ૩૨ જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.
၃၂ဧလိရှဲသည် အိမ်သို့ရောက်သောအခါ၊ သူငယ် သေလျက်၊ မိမိခုတင်ပေါ်မှာ တင်ထားလျက်ရှိသည်ကို တွေ့သဖြင့်၊
33 ૩૩ તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.
၃၃အထဲသို့ဝင်၍ နှစ်ယောက်တည်းရှိစေခြင်းငှါ တံခါးကိုပိတ်လျက် ထာဝရဘုရားကို ဆုတောင်းလေ၏။
34 ૩૪ પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.
၃၄သူငယ်၏အနီးအပါးသို့ ချဉ်း၍၊ သူ့အပေါ်မှာအိပ်လျက်နှုတ်ချင်း၊ မျက်လုံးချင်း၊လက်ချင်းထပ်လျက်၊ သူငယ်အပေါ်မှာ ကိုယ်ကိုလှန်သဖြင့် သူငယ် အသားသည် နွေးစရှိ၏။
35 ૩૫ પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.
၃၅တဖန်ဆင်း၍ အခန်းထဲမှာစင်္ကြံသွားပြီးလျှင်၊ ချဉ်းပြန်၍ သူငယ်အပေါ်မှာ ကိုယ်ကို လှသဖြင့်၊ သူငယ် သည် ခုနစ်ကြိမ် ချောဆေး၍ မျက်စိကိုဖွင့်၏။
36 ૩૬ પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.”
၃၆ဧလိရှဲသည် ဂေဟာဇိကိုခေါ်၍၊ ရှုနင်မြို့သူ မိန်းမကို ခေါ်လိုက်ဟုဆိုသည်အတိုင်းခေါ်၍ သူသည် ရောက်လာသောအခါ၊ ဧလိရှဲက သင်၏သားကို ချီယူ လော့ဟု ဆို၏။
37 ૩૭ પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.
၃၇မိန်းမသည်အထဲသို့ဝင်၍၊ မြေပေါ်မှာ ပြပ်ဝပ် ဦးချပြီးလျှင် သားကိုချီယူ၍ထွက်သွား၏။
38 ૩૮ એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”
၃၈တဖန်ဧလိရှဲသည် ဂိလဂါလမြို့သို့သွား၍၊ ထိုပြည်၌ အစာခေါင်းပါး၏။ ပရောဖက်အမျိုးသားတို့ သည် ဧလိရှဲရှေ့မှာထိုင်ကြစဉ်၊ ပရောဖက်အမျိုးသားတို့ အဘို့ကြီးသော အိုးကင်းကိုပြင်၍ ဟင်းချက်လော့ဟု မိမိ ကျွန်အားဆို၏။
39 ૩૯ તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.
၃၉တစုံတယောက်သော သူသည် ဟင်းသီး ဟင်းရွက်ကို ဆွတ်ခြင်းငှါ လယ်ပြင်သို့သွား၍ တောနွယ် ပင်ကို တွေ့လျှင်၊ တောဘူးသီးပိုက်နိုင်သမျှကို ဆွတ်ယူ ပြီးမှ၊
40 ૪૦ પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.
၄၀ထိုဘူးမျိုးကို မသိဘဲဟင်းအိုးထဲသို့ ခတ်လေ၏။ ဟင်းအိုးစားအံ့ဟု လောင်းပြီးမှ ဝိုင်း၍စားကြစဉ်တွင်၊ အိုဘုရားသခင်၏လူ၊ အိုးထဲ၌သေဘေးရှိပါသည်ဟု အော်ဟစ်၍ မစားနိုင်ဘဲ နေကြ၏။
41 ૪૧ પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું.
၄၁ဧလိရှဲကလည်း၊ မုန့်ညက်ကို ယူခဲ့ဟုဆို၍ အိုးထဲ မှာ ခတ်ပြီးလျှင်၊ လူများစားစရာဘို့လောင်းဦးလော့ဟု ဆိုပြန်သော်၊ အိုး၌ဘေးမရှိ။
42 ૪૨ બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”
၄၂တဖန်ဗာလရှလိရှမြို့မှ လူတယောက်သည် လာ၍၊ အဦးသီးသော မုယောဆန်ဖြင့် လုပ်သော မုန့်လုံး နှစ်ဆယ်နှင့် အိတ်၌ထည့်သော အသီးအနှံများကို ဘုရား သခင်၏ လူထံသို့ ဆောင်ခဲ့၏။ ဧလိရှဲကလည်း၊ ဤလူများ ကို ကျွေးလော့ဟုဆိုလျှင်၊
43 ૪૩ તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, ‘તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.’”
၄၃ကျွန်ကအဘယ်သို့နည်း။ ကျွန်တော်သည် လူတရာကို ဤမျှနှင့် ကျွေးနိုင်ပါမည်လောဟုမေးလျှင်၊ ဧလိရှဲက ဤလူများကို ကျွေးလော့။ ထာဝရဘုရား မိန့်တော်မူသည်ကား၊ ထိုသူတို့သည် ဝစွာ စားကြသော် လည်း စားစရာကျန်ကြွင်းလိမ့်မည်ဟု မိန့်တော်မူကြောင်း ကို ပြောဆိုသော်၊
44 ૪૪ માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના વચન પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.
၄၄ကျွန်သည်လူများရှေ့မှာထည့်၍ ထာဝရဘုရား ၏ စကားတော်နှင့်အညီ ထိုသူတို့သည် ဝစွာစားကြ၍၊ စားစရာကျန်ကြွင်းလျက်ရှိ၏။