< 2 રાજઓ 21 >
1 ૧ મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું.
ମନଃଶି ରାଜ୍ୟ କରିବାକୁ ଆରମ୍ଭ କରିବା ସମୟରେ ବାର ବର୍ଷ ବୟସ୍କ ଥିଲେ ଓ ସେ ଯିରୂଶାଲମରେ ପଞ୍ଚାବନ ବର୍ଷ ରାଜ୍ୟ କଲେ ଆଉ ତାଙ୍କର ମାତାଙ୍କ ନାମ ହୀଫ୍ସୀବା ଥିଲା।
2 ૨ જે પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ લોકો આગળથી કાઢી મૂકી હતી, તેઓના ઘૃણાસ્પદ કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
ପୁଣି ସଦାପ୍ରଭୁ ଯେଉଁ ଅନ୍ୟ ଦେଶୀୟମାନଙ୍କୁ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ସମ୍ମୁଖରୁ ଦୂର କରି ଦେଇଥିଲେ, ସେମାନଙ୍କର ଘୃଣାଯୋଗ୍ୟ କ୍ରିୟାନୁସାରେ ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ କୁକର୍ମ କଲେ।
3 ૩ કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.
କାରଣ ତାଙ୍କର ପିତା ହିଜକୀୟ ଯେଉଁ ଉଚ୍ଚସ୍ଥଳୀମାନ ବିନାଶ କରିଥିଲେ, ସେ ପୁନର୍ବାର ତାହାସବୁ ନିର୍ମାଣ କଲେ ଓ ଇସ୍ରାଏଲର ରାଜା ଆହାବ ଯେପରି କରିଥିଲେ, ସେପରି ସେ ବାଲ୍ ନିମନ୍ତେ ଯଜ୍ଞବେଦିମାନ ପ୍ରସ୍ତୁତ କଲେ, ଓ ଆଶେରା ମୂର୍ତ୍ତି ନିର୍ମାଣ କଲେ, ଓ ଆକାଶସ୍ଥ ବାହିନୀ ସକଳକୁ ପୂଜା କରି ସେମାନଙ୍କର ସେବା କଲେ।
4 ૪ જે સભાસ્થાન વિષે યહોવાહે આજ્ઞા આપી હતી કે, “યરુશાલેમમાં સદાકાળ મારું નામ રાખીશ.” તે યહોવાહના ઘરમાં મનાશ્શાએ મૂર્તિપૂજા માટે વેદીઓ બાંધી.
“ପୁଣି ଆମ୍ଭେ ଯିରୂଶାଲମରେ ଆପଣା ନାମ ସ୍ଥାପନ କରିବା” ବୋଲି ସଦାପ୍ରଭୁ ଯେଉଁ ଗୃହ ବିଷୟରେ କହିଥିଲେ, ସଦାପ୍ରଭୁଙ୍କ ସେହି ଗୃହରେ ସେ ଯଜ୍ଞବେଦିମାନ ନିର୍ମାଣ କଲେ।
5 ૫ યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.
ଆହୁରି ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଗୃହର ଦୁଇ ପ୍ରାଙ୍ଗଣରେ ଆକାଶସ୍ଥ ବାହିନୀ ସକଳ ନିମନ୍ତେ ଯଜ୍ଞବେଦିମାନ ନିର୍ମାଣ କଲେ।
6 ૬ તેણે પોતાના દીકરાનું દહનીયાપર્ણની માફક અગ્નિમાં અર્પણ કર્યું; તે શકુનમુહૂર્ત પૂછતો હતો, તંત્રમંત્ર કરતો હતો અને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો હતો. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે કૃત્યો ખરાબ હતાં તે કરીને ઈશ્વરને કોપાયમાન કર્યા.
ପୁଣି ସେ ଆପଣା ପୁତ୍ରକୁ ଅଗ୍ନି ମଧ୍ୟଦେଇ ଗମନ କରାଇଲେ ଓ ଶୁଭାଶୁଭ କହିବାର ବିଦ୍ୟା, ଓ ଗଣକତା ବ୍ୟବହାର କଲେ, ଆଉ ଭୂତୁଡ଼ିଆ ଓ ଗୁଣିଆମାନଙ୍କ ସହିତ ସମ୍ପର୍କ ରଖିଲେ। ସେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ବିରକ୍ତ କରିବା ନିମନ୍ତେ ତାହାଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁତ କୁକର୍ମ କଲେ।
7 ૭ તેણે વાછરડાના આકારની અશેરાની મૂર્તિ બનાવી તેને યહોવાહના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે યહોવાહે દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું, “આ સભાસ્થાન તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના બધાં કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.
ଆହୁରି ସେ ମନ୍ଦିରରେ ଆପଣା ନିର୍ମିତ ଆଶେରାର ଖୋଦିତ ମୂର୍ତ୍ତି ସ୍ଥାପନ କଲେ। ସେହି ମନ୍ଦିର ବିଷୟରେ ସଦାପ୍ରଭୁ ଦାଉଦଙ୍କୁ ଓ ତାଙ୍କର ପୁତ୍ର ଶଲୋମନଙ୍କୁ କହିଥିଲେ, “ଏହି ଗୃହରେ ଓ ଇସ୍ରାଏଲର ସମୁଦାୟ ଗୋଷ୍ଠୀ ମଧ୍ୟରୁ ଆମ୍ଭର ମନୋନୀତ ଯିରୂଶାଲମରେ ଆମ୍ଭେ ଆପଣା ନାମ ଚିରକାଳ ସ୍ଥାପନ କରିବା।
8 ૮ જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.
ପୁଣି ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଯେଉଁ ସମସ୍ତ ଆଜ୍ଞା ଦେଇଅଛୁ ଓ ଆମ୍ଭ ସେବକ ମୋଶା ସେମାନଙ୍କୁ ଯେସମସ୍ତ ବ୍ୟବସ୍ଥା ଆଜ୍ଞା କରିଅଛି, କେବଳ ତଦନୁସାରେ ଆଚରଣ କରିବାକୁ ଯଦି ସେମାନେ ମନୋଯୋଗୀ ହେବେ, ତେବେ ଆମ୍ଭେ ସେମାନଙ୍କ ପୂର୍ବପୁରୁଷମାନଙ୍କୁ ଯେଉଁ ଦେଶ ଦେଇଅଛୁ, ତହିଁରୁ ଇସ୍ରାଏଲର ପାଦକୁ ଆଉ ଭ୍ରମଣ କରାଇବା ନାହିଁ।”
9 ૯ પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં.
ମାତ୍ର ସେମାନେ ଶୁଣିଲେ ନାହିଁ; ପୁଣି ସଦାପ୍ରଭୁ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ସମ୍ମୁଖରେ ଯେଉଁ ଦେଶୀୟମାନଙ୍କୁ ବିନାଶ କରିଥିଲେ, ସେମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ କୁକର୍ମ କରିବାକୁ ମନଃଶି ସେମାନଙ୍କୁ ଭୁଲାଇଲେ।
10 ૧૦ ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,
ଏଥିରେ ସଦାପ୍ରଭୁ ଆପଣା ସେବକ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଗଣ ଦ୍ୱାରା ଏହି କଥା କହିଲେ,
11 ૧૧ “યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.
“ଯିହୁଦାର ରାଜା ମନଃଶି ଏହି ସକଳ ଘୃଣାଯୋଗ୍ୟ କର୍ମ କରିଅଛି ଓ ତାହାର ପୂର୍ବେ ଯେଉଁ ଇମୋରୀୟମାନେ ଥିଲେ, ସେମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ଦୁଷ୍କର୍ମ କରିଅଛି ଓ ଯିହୁଦାକୁ ମଧ୍ୟ ଆପଣା ପ୍ରତିମାଗଣ ଦ୍ୱାରା ପାପ କରାଇଅଛି।
12 ૧૨ તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, “જુઓ, હું યરુશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઊઠશે.
ଏହେତୁ ସଦାପ୍ରଭୁ ଇସ୍ରାଏଲର ପରମେଶ୍ୱର ଏହି କଥା କହନ୍ତି, ଦେଖ, ଆମ୍ଭେ ଯିରୂଶାଲମ ଓ ଯିହୁଦା ଉପରେ ଏପରି ଅମଙ୍ଗଳ ଆଣିବା ଯେ, କେହି ତାହା ଶୁଣିଲେ ତାହାର ଦୁଇ କର୍ଣ୍ଣ ଝାଁ ଝାଁ ହେବ।
13 ૧૩ હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.
ପୁଣି ଆମ୍ଭେ ଯିରୂଶାଲମ ଉପରେ ଶମରୀୟାର ରଜ୍ଜୁ ଓ ଆହାବ-ବଂଶର ଓଳମ ଟାଣିବା ଓ ମନୁଷ୍ୟ ଯେପରି ଥାଳୀ ପୋଛେ, ଆଉ ପୋଛୁ ପୋଛୁ ତାହା ଓଲଟପାଲଟ କରେ, ସେପରି ଆମ୍ଭେ ଯିରୂଶାଲମକୁ ପୋଛି ପକାଇବା।
14 ૧૪ મારા પોતાના વારસાના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. તેઓ તેઓના બધા દુશ્મનોની લૂંટ તથા બલિ થઈ પડશે.
ଆଉ ଆମ୍ଭେ ଆପଣା ଅଧିକାରର ଅବଶିଷ୍ଟାଂଶକୁ ଦୂର କରିବା ଓ ସେମାନଙ୍କୁ ସେମାନଙ୍କ ଶତ୍ରୁଗଣ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିବା। ତହିଁରେ ସେମାନେ ଆପଣା ଶତ୍ରୁ ସମସ୍ତଙ୍କର ମୃଗୟା ଓ ଲୁଟ ସ୍ୱରୂପ ହେବେ।
15 ૧૫ કેમ કે, તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે આ દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો.”
କାରଣ ସେମାନେ ଆମ୍ଭ ଦୃଷ୍ଟିରେ କୁକର୍ମ କରିଅଛନ୍ତି ଓ ସେମାନେ ଆପଣା ପିତୃଗଣ ମିସରରୁ ବାହାରି ଆସିବାର ଦିନଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଆମ୍ଭକୁ ବିରକ୍ତ କରିଅଛନ୍ତି।”
16 ૧૬ વળી મનાશ્શાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે, યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત, તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું.
ଆହୁରି ମନଃଶି ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ କୁକର୍ମ କରି ଆପଣାର ସେହି ପାପ ଦ୍ୱାରା ଯିହୁଦାକୁ ପାପ କରାଇବା ଛଡ଼ା ସେ ବହୁତ ନିର୍ଦ୍ଦୋଷ ରକ୍ତପାତ କରି ଯିରୂଶାଲମକୁ ଏକ ସୀମାରୁ ଅନ୍ୟ ସୀମା ପର୍ଯ୍ୟନ୍ତ ରକ୍ତରେ ପରିପୂର୍ଣ୍ଣ କଲେ।
17 ૧૭ મનાશ્શાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
ଏହି ମନଃଶିଙ୍କର ଅବଶିଷ୍ଟ ବୃତ୍ତାନ୍ତ ଓ ତାଙ୍କର ସମସ୍ତ କ୍ରିୟା ଓ ତାଙ୍କର ପାପ କʼଣ ଯିହୁଦା ରାଜାମାନଙ୍କ ଇତିହାସ ପୁସ୍ତକରେ ଲେଖା ନାହିଁ?
18 ૧૮ મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો.
ଏଥିଉତ୍ତାରେ ମନଃଶି ମୃତ୍ୟୁବରଣ କଲେ ଓ ଆପଣା ଗୃହର ଉଦ୍ୟାନରେ, ଅର୍ଥାତ୍, ଉଷର ଉଦ୍ୟାନରେ କବରପ୍ରାପ୍ତ ହେଲେ। ତହୁଁ ତାଙ୍କର ପୁତ୍ର ଆମୋନ୍ ତାଙ୍କର ପଦରେ ରାଜ୍ୟ କଲେ।
19 ૧૯ આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.
ଆମୋନ୍ ରାଜ୍ୟ କରିବାକୁ ଆରମ୍ଭ କରିବା ସମୟରେ ବାଇଶ ବର୍ଷ ବୟସ୍କ ଥିଲେ ଓ ସେ ଯିରୂଶାଲମରେ ଦୁଇ ବର୍ଷ ରାଜ୍ୟ କଲେ ତାଙ୍କର ମାତାର ନାମ ମଶୁଲ୍ଲେମତ୍, ସେ ଯଟ୍ବା ନିବାସୀ ହାରୁଷଙ୍କର କନ୍ୟା ଥିଲେ।
20 ૨૦ તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
ପୁଣି ଆମୋନ୍ ଆପଣା ପିତା ମନଃଶିଙ୍କ ତୁଲ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ କୁକର୍ମ କଲେ।
21 ૨૧ આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી.
ତାଙ୍କର ପିତା ଯେଉଁ ପଥରେ ଚାଲିଥିଲେ, ସେ ସେହି ସମସ୍ତ ପଥରେ ଚାଲିଲେ ଓ ତାଙ୍କର ପିତା ଯେଉଁ ଦେବତାମାନଙ୍କର ସେବା କରିଥିଲେ, ସେ ସେମାନଙ୍କର ସେବା କଲେ ଓ ସେମାନଙ୍କୁ ପୂଜା କଲେ।
22 ૨૨ તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાહનો ત્યાગ કર્યો અને યહોવાહના માર્ગોમાં ચાલ્યો નહિ.
ଆହୁରି ସେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କର ପିତୃଗଣର ପରମେଶ୍ୱରଙ୍କୁ ତ୍ୟାଗ କଲେ ଓ ସଦାପ୍ରଭୁଙ୍କ ପଥରେ ଚାଲିଲେ ନାହିଁ।
23 ૨૩ આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને, તેને પોતાના ઘરમાં મારી નાખ્યો.
ଆମୋନ୍ଙ୍କର ଦାସମାନେ ତାଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଚକ୍ରାନ୍ତ କଲେ ଓ ରାଜାଙ୍କୁ ତାଙ୍କର ନିଜ ଗୃହରେ ବଧ କଲେ।
24 ૨૪ પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરા યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
ମାତ୍ର ଯେଉଁମାନେ ଆମୋନ୍ ରାଜା ବିରୁଦ୍ଧରେ ଚକ୍ରାନ୍ତ କରିଥିଲେ, ସେସମସ୍ତଙ୍କୁ ଦେଶର ଲୋକମାନେ ବଧ କଲେ, ଆଉ ଦେଶର ଲୋକମାନେ ତାଙ୍କର ପଦରେ ତାଙ୍କ ପୁତ୍ର ଯୋଶୀୟଙ୍କୁ ରାଜା କଲେ।
25 ૨૫ આમોન રાજાનાં બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
ଏହି ଆମୋନ୍ଙ୍କର କୃତ ଅବଶିଷ୍ଟ କ୍ରିୟାର ବୃତ୍ତାନ୍ତ କʼଣ ଯିହୁଦା ରାଜାମାନଙ୍କ ଇତିହାସ ପୁସ୍ତକରେ ଲେଖା ନାହିଁ?
26 ૨૬ લોકોએ તેને ઉઝઝાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો.
ପୁଣି ସେ ଉଷର ଉଦ୍ୟାନସ୍ଥିତ ଆପଣା କବରରେ କବର ପାଇଲେ, ଆଉ ତାଙ୍କର ପଦରେ ତାଙ୍କର ପୁତ୍ର ଯୋଶୀୟ ରାଜ୍ୟ କଲେ।