< 2 રાજઓ 20 >

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવાહ કહે છે, ‘તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.’”
Saa ɛberɛ no mu, ɔhene Hesekia yaree yarewuo, ɛnna Amos babarima odiyifoɔ Yesaia kɔsraa no. Ɔkaa saa asɛm yi kyerɛɛ ɔhene no, “Sɛdeɛ Awurade seɛ nie: Hyɛ wo nsamanseɛ, ɛfiri sɛ, wobɛwu. Wo yadeɛ no rennyae.”
2 ત્યારે હિઝકિયાએ દીવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું,
Ɛberɛ a Hesekia tee asɛm yi, ɔtwaa nʼani hwɛɛ fasuo, bɔɔ Awurade mpaeɛ sɛ,
3 “હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો.” પછી હિઝકિયા બહુ રડ્યો.
“Kae, Ao, Awurade, sɛdeɛ manante wʼanim nokorɛm na mede mʼakoma ayɛ deɛ ɛfata wɔ wʼanim.” Na Hesekia suu bebree.
4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે,
Na ansa na Yesaia bɛfiri adihɔ no mfimfini no, Awurade de asɛm yi bɛsii ne so sɛ,
5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.
“Sane kɔ Hesekia a ɔyɛ me nkurɔfoɔ ɔkannifoɔ no nkyɛn, na kɔka kyerɛ no sɛ, ‘Sei na Awurade a ɔyɛ wʼagya Dawid Onyankopɔn seɛ: Mate wo mpaeɛbɔ no, ahunu wo nisuo no. Mɛsa wo yadeɛ, na nnansa akyi no, wobɛsɔre afiri mpa so, na woakɔ Awurade Asɔredan mu.
6 હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.”
Mede mfeɛ dunum bɛka wo mfeɛ ho, na mɛgye wo ne saa kuropɔn yi afiri Asiriahene nsam. Me ɔsomfoɔ Dawid enti, mɛyɛ yei, de agye mʼanimuonyam.’”
7 યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
Na Yesaia ka kyerɛɛ Hesekia asomfoɔ no sɛ, “Momfa borɔdɔma nyɛ ngo, na momfa nsrasra pɔmpɔ no so.” Wɔyɛɛ saa, na Hesekia nyaa ahoɔden.
8 પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”
Ansa na ɔrebɛnya ayaresa no, Hesekia bisaa Yesaia sɛ, “Nsɛnkyerɛnneɛ bɛn na Awurade bɛyɛ, de akyerɛ sɛ ɔbɛsa me yadeɛ, na matumi akɔ Awurade Asɔredan mu nnansa so?”
9 યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”
Yesaia buaa sɛ, “Yei ne nsɛnkyerɛnneɛ a Awurade bɛyɛ akyerɛ wo sɛ ɔbɛdi ne bɔhyɛ so. Wopɛ sɛ sunsum a ɛda sunsumma susuniwa no kɔ nʼanim anammɔntuo edu anaa ɛsane nʼakyi anammɔntuo edu?”
10 ૧૦ હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.”
Hesekia buaa sɛ, “Sunsum no kɔ nʼanim ɛberɛ biara. Na mmom, ma ɛnkɔ nʼakyi.”
11 ૧૧ યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.
Enti, Yesaia bisaa Awurade sɛ ɔnyɛ yei, na ɔmaa sunsum no tete sane nʼakyi anammɔntuo edu wɔ Ahas sunsumma susuniwa no so.
12 ૧૨ તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે.
Yei akyi, Babiloniahene Baladan babarima Merodak-Baladan soma ma wɔkɔmaa Hesekia tirinkwa ne akyɛdeɛ, ɛfiri sɛ, na wate sɛ yare denden bi bɔɔ Hesekia.
13 ૧૩ હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.
Hesekia gyee Babilonia ananmusifoɔ yi, kyerɛɛ wɔn biribiara a ɔwɔ wɔ nʼadekoradan mu a ɛyɛ dwetɛ, sikakɔkɔɔ, nnuhwam ne ngo a ɛyɛ hwam. Afei nso, ɔde wɔn kɔɔ nʼadekorabea, sane kyerɛɛ wɔn nʼadekoradan mu biribiara. Biribiara nni nʼahemfie hɔ anaa nʼahemman mu hɔ a Hesekia ankyerɛ wɔn.
14 ૧૪ ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, “આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
Na odiyifoɔ Yesaia kɔɔ ɔhene Hesekia nkyɛn, kɔbisaa no sɛ, “Ɛdeɛn na saa nnipa no repɛ? Na wɔfiri he na wɔbaeɛ?” Hesekia buaa sɛ, “Wɔfiri Babilonia akyirikyiri asase so pɛɛ.”
15 ૧૫ યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય.”
Yesaia bisaa no sɛ, “Ɛdeɛn na wɔhunuu wɔ wʼahemfie hɔ?” Hesekia buaa sɛ, “Wɔhunuu biribiara a ɛwɔ mʼahemfie ha. Biribiara nni mʼademudeɛ mu a mamfa ankyerɛ wɔn.”
16 ૧૬ ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાહનું વચન સાંભળ,
Na Yesaia ka kyerɛɛ Hesekia sɛ, “Tie saa asɛm a ɛfiri Awurade nkyɛn yi:
17 ૧૭ ‘જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે.
Ɛberɛ bi reba a biribiara a wowɔ no, agyapadeɛ a wʼagyanom akora no nyinaa, wɔbɛtwe akɔ Babilonia a ɛrenka hwee. Sɛdeɛ Awurade seɛ nie:
18 ૧૮ અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.’”
Wʼankasa wʼasefoɔ bi mpo, wɔbɛfa wɔn nnommum. Wɔbɛyɛ apiafoɔ a wɔbɛsom wɔ Babiloniahene ahemfie.”
19 ૧૯ હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”
Na Hesekia ka kyerɛɛ Yesaia sɛ, “Saa asɛm yi a ɛfiri Awurade nkyɛn a woaka akyerɛ me yi yɛ asɛm papa.” Nanso, na ɔhene no redwene sɛ, “Me berɛ so deɛ ɛsɛ sɛ yɛnya asomdwoeɛ ne banbɔ.”
20 ૨૦ હિઝકિયાનાં બીજાં કાર્યો, તેનું બધું પરાક્રમ, તે જે તળાવ તથા ગરનાળું બનાવી નગરમાં પાણી લાવ્યો, તે બધું યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Nsɛm a ɛsisii Hesekia ahennie mu nkaeɛ no a ne tumidie ka ho, ne sɛdeɛ ɔyɛɛ subunu, twaa suka maa nsuo baa kuro no mu no nyinaa, wɔatwerɛ agu Yuda Ahemfo Abakɔsɛm Nwoma no mu.
21 ૨૧ હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો.
Ɛberɛ a Hesekia wuiɛ no, ne babarima Manase na ɔdii nʼadeɛ sɛ ɔhene.

< 2 રાજઓ 20 >