< 2 રાજઓ 19 >
1 ૧ હિઝકિયા રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે, તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, પોતાના શરીર પર ટાટ પહેરીને તે યહોવાહના ઘરમાં ગયો.
Pripetilo se je, ko je kralj Ezekíja to slišal, da je pretrgal svoja oblačila, se pokril z vrečevino in odšel v Gospodovo hišo.
2 ૨ તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
Poslal je Eljakíma, ki je bil nad družino, pisarja Šebná in starešine izmed duhovnikov, pokrite z vrečevino, k preroku Izaiju, Amócovemu sinu.
3 ૩ તેઓએ તેને કહ્યું, હિઝકિયા આ પ્રમાણે કહે છે કે, “આ દિવસ દુ: ખનો, ઠપકાનો તથા બદનામીનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો સમય આવ્યો છે, પણ તેને જન્મ આપવાની શક્તિ નથી.
Rekli so mu: »Tako govori Ezekíja: ›Ta dan je dan nevšečnosti, grajanja in bogokletja, kajti otroci so prišli do rojstva, pa ni moči, da se rodijo.
4 ૪ કદાચ એવું બને કે, રાબશાકેહ જેને તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેનાં બધાં વચનો તમારા ઈશ્વર યહોવાહ સાંભળે, તમારા ઈશ્વર યહોવાહે જે વચનો સાંભળ્યાં તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો.”
Morda bo Gospod, tvoj Bog, slišal vse besede Rabšakéja, ki ga je njegov gospodar, asirski kralj, poslal, da graja živega Boga in bo grajal besede, ki jih je slišal Gospod, tvoj Bog. Zatorej dvigni svojo molitev za preostanek, ki je ostal.‹«
5 ૫ હિઝકિયા રાજાના ચાકરો યશાયા પાસે આવ્યા,
Tako so služabniki kralja Ezekíja prišli k Izaiju.
6 ૬ યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.”
Izaija jim je rekel: »Tako boste rekli svojemu gospodarju: ›Tako govori Gospod: ›Ne boj se besed, ki si jih slišal, s katerimi so služabniki asirskega kralja proti meni izrekali bogokletje.
7 ૭ જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”
Glej, nadenj bom poslal sunek [duha] in slišal bo govorico in se vrne v svojo lastno deželo. Povzročil mu bom, da v svoji lastni deželi pade pod mečem.‹«
8 ૮ પછી રાબશાકેહ પાછો ગયો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, “આશ્શૂરનો રાજા લિબ્નાહ સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, રાજા લાખીશ પાસેથી ગયો છે.
Tako se je Rabšaké vrnil in našel asirskega kralja, vojskujočega se zoper Libno, kajti slišal je, da je ta odšel iz Lahíša.
9 ૯ કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું, જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિઝકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે.
Ko je slišal o etiopskem kralju Tirháku govoriti: »Glej, prišel je ven, da se bojuje zoper tebe, « je ponovno poslal poslance k Ezekíju, rekoč:
10 ૧૦ “તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, ‘તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.”
»Tako boste govorili Judovemu kralju Ezekíju, rekoč: ›Naj te tvoj Bog, v katerega zaupaš, ne zavaja, rekoč: ›Jeruzalem ne bo izročen v roko asirskega kralja.‹
11 ૧૧ જો, તેં સાંભળ્યું છે કે, આશ્શૂરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. તો શું તારો બચાવ થશે?
Glej, slišal si kaj so asirski kralji storili vsem deželam z njihovim popolnim uničenjem. In ti boš rešen?
12 ૧૨ જે પ્રજાઓના, એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે?
Mar so bogovi narodov rešili tiste, ki so jih moji očetje uničili; kakor Gozána, Harána, Recefa in otroke Edena, ki so bili v Telasárju?
13 ૧૩ હમાથનો રાજા, આર્પાદનો રાજા, સફાર્વાઈમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવ્વાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે.
Kje je kralj Hamáta, kralj Arpáda in kralj mesta Sefarvájima, Hene in Avája?«
14 ૧૪ હિઝકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાહના ઘરમાં ગયો અને યહોવાહની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.
In Ezekíja je prejel pismo iz roke poslancev ter ga prebral. Ezekíja je odšel gor v Gospodovo hišo in ga razgrnil pred Gospodom.
15 ૧૫ પછી હિઝકિયાએ યહોવાહ આગળ પ્રાર્થના કરીને કહ્યું કે, “હે ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમે જે કરુબો પર બિરાજમાન છો, પૃથ્વીનાં બધાં રાજયોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
Ezekíja je molil pred Gospodom in rekel: »Oh Gospod, Izraelov Bog, ki prebivaš med kerubi, ti si Bog, celó samo ti vsem zemeljskim kraljestvom. Ti si naredil nebo in zemljo.
16 ૧૬ હે યહોવાહ, તમે કાન દઈને સાંભળો. યહોવાહ તમારી આંખો ઉઘાડો અને જુઓ, સાન્હેરીબનાં વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો.
Gospod, nagni svoje uho in prisluhni, odpri, Gospod, svoje oči. Poglej in poslušaj besede Senaheriba, ki ga je poslal, da graja živega Boga.
17 ૧૭ હવે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે.
Resnično Gospod, sirski kralji so uničili narode in njihove dežele,
18 ૧૮ અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા, તે તો માણસોના હાથે કરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડાં હતાં. તેથી જ આશ્શૂરીઓએ તેઓનો નાશ કર્યો હતો.
njihove bogove so vrgli v ogenj, kajti le-ti niso bili bogovi, temveč delo človeških rok, les in kamen. Zato so jih uničili.
19 ૧૯ તો હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, હું તમને પ્રાર્થના કરું છું કે, અમને તેઓના હાથમાંથી બચાવો કે, પૃથ્વીનાં બધાં રાજ્યો જાણે કે, તમે યહોવાહ, એકલા જ ઈશ્વર છો.”
Zdaj torej, oh Gospod, naš Bog, rotim te, reši nas iz njegove roke, da bodo vsa kraljestva zemlje lahko vedela, da si ti Gospod Bog, celó samo ti.«
20 ૨૦ પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી. તારી એ પ્રાર્થના મેં સાંભળી છે.
Potem je Amócov sin Izaija, poslal k Ezekíju, rekoč: »Tako govori Gospod, Izraelov Bog: › To, kar si molil k meni zoper asirskega kralja Senaheriba, sem slišal.
21 ૨૧ તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.
To je beseda, ki jo je glede njega govoril Gospod: ›Devica, sionska hči me je prezirala in se smejala do norčevanja, jeruzalemska hči je s svojo glavo zmajevala nad teboj.
22 ૨૨ તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?
Koga si grajal in zoper mene izrekal bogokletje? In zoper koga si povišal svoj glas in svoje oči povzdignil na visoko? Celó zoper Svetega Izraelovega.
23 ૨૩ તારા સંદેશાવાહકો દ્વારા તેં પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તેઁ કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ વડે હું પર્વતોનાં શિખર પર, લબાનોનના ઊંચા સ્થળોએ ચઢયો છું. તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને, તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ.
S svojimi poslanci si grajal Gospoda in rekel: ›Z množico svojih bojnih voz sem prišel gor na višine gora, k pobočjem Libanona in posekal bom njegova visoka cedrova drevesa in njegov izbran cipresov les in vstopil bom v taborišča njegovih meja in v gozd njegovega Karmela.
24 ૨૪ મેં કૂવા ખોદીને પરદેશીનાં પાણી પીધાં છે. મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.’
Kopál sem, pil tuje vode in s podplatom svojega stopala sem posušil vse reke obleganih krajev.‹
25 ૨૫ મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.
Mar nisi slišal dolgo nazaj kako sem to storil in od starodavnih časov, da sem to oblikoval? Ali sem sedaj privedel, da se zgodi, da bi ti opustošil utrjena mesta v kupe razvalin?
26 ૨૬ તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
Zato so bili njihovi prebivalci majhne moči. Bili so zaprepadeni in zbegani. Bili so kakor trava polja in kakor zeleno zelišče, kakor trava na hišnih strehah in kakor ožgano žito preden zraste.
27 ૨૭ તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ બધું હું જાણું છું.
Toda poznam tvoje prebivališče, tvoj izhod, tvoj prihod in tvoje besnenje zoper mene.
28 ૨૮ મારા પર કોપ કરવાને લીધે, તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે, હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું તારા મોંમાં લગામ નાખવાનો છું; પછી જે રસ્તે તું આવ્યો છે, તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ.”
Ker je tvoje besnenje zoper mene in je tvoj hrup prišel gor v moja ušesa, zato bom zataknil kavelj v tvoj nos in svojo brzdo med tvoje ustnice in obrnil te bom nazaj po poti, po kateri si prišel.
29 ૨૯ આ તારા માટે ચિહ્નરુપ થશે: આ વર્ષે તમે જંગલી ઊગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષવાડીઓ રોપશો અને તેનાં ફળ ખાશો.
To ti bo znamenje: ›To leto boste jedli takšne stvari, ki same zrasejo, v drugem letu pa to, kar zraste iz istega. V tretjem letu pa sejte, žanjite, zasajajte vinograde in jejte njegove sadove.
30 ૩૦ યહૂદિયાના ઘરના બચેલા માણસો, ફરીથી જડ પકડશે અને ફળ આપશે.
Preostanek, ki je pobegnil iz Judove hiše, se bo še enkrat ukoreninil navzdol in prinašal sad navzgor.
31 ૩૧ કેમ કે, યરુશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાહની આવેશના લીધે આ બધું થશે.
Kajti iz Jeruzalema bo izšel preostanek in z gore Sion tisti, ki pobegnejo. Gorečnost Gospoda nad bojevniki bo to storila.‹
32 ૩૨ “એટલે આશ્શૂરના રાજા વિષે યહોવાહ એવું કહે છે: “તે આ નગરમાં આવશે નહિ તેમ તે તીર પણ મારશે નહિ. ઢાલ લઈને તેની આગળ નહિ આવે તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહિ.
Zato tako govori Gospod glede asirskega kralja: ›Ne bo prišel v to mesto, niti tja ne bo izstrelil puščice, niti ne bo predenj prišel s ščitom, niti ne bo zoper njega nasul okopov.
33 ૩૩ જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે; આ શહેરમાં તે પ્રવેશ કરશે નહિ. આ યહોવાહનું નિવેદન છે.”
Po poti, po kateri je prišel, po isti se bo vrnil in ne bo prišel v to mesto, ‹ govori Gospod.
34 ૩૪ મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ.’”
›Kajti branil bom to mesto, da ga rešim zaradi sebe in zaradi svojega služabnika Davida.‹«
35 ૩૫ તે જ રાત્રે એમ થયું કે, યહોવાહના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાં એક લાખ પંચાશી હજાર સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઊઠીને જોયું, તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા.
Tisto noč se je pripetilo, da je Gospodov angel odšel ven in v taboru Asircev udaril sto petinosemdeset tisoč [mož]. Ko so zgodaj zjutraj vstali, glej, vsi so bili mrtva trupla.
36 ૩૬ તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો.
Tako je asirski kralj Senaherib odpotoval, odšel, se vrnil in prebival v Ninivah.
37 ૩૭ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરાઓ આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર-હાદ્દોન તેના પછી રાજા બન્યો.
Pripetilo se je, ko je oboževal v hiši svojega boga Nisróha, da sta ga njegova sinova Adraméleh in Sarécer udarila z mečem in pobegnila v deželo Armenijo. Namesto njega je zakraljeval njegov sin Asarhadón.