< 2 રાજઓ 17 >

1 યહૂદિયાના રાજા આહાઝના કારકિર્દીને બારમા વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યુ.
In the twelfth year of Ahaz king of Judah, Hoshea son of Elah has reigned over Israel in Samaria, nine years,
2 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓ જેવું નહિ.
and he does evil in the eyes of YHWH, only, not as the kings of Israel who were before him;
3 આશ્શૂરના રાજા શાલ્માનેસેરે તેના પર હુમલો કર્યો, હોશિયા તેનો ચાકર બનીને તેને ખંડણી આપવા લાગ્યો.
Shalmaneser king of Asshur came up against him, and Hoshea is a servant to him, and renders a present to him.
4 પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.
And the king of Asshur finds in Hoshea a conspiracy, in that he has sent messengers to So king of Egypt, and has not caused a present to go up to the king of Asshur, as year by year, and the king of Asshur restrains him, and binds him in a house of restraint.
5 પછી આશ્શૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો.
And the king of Asshur goes up into all the land, and he goes up to Samaria, and lays siege against it [for] three years;
6 હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
in the ninth year of Hoshea, the king of Asshur has captured Samaria, and removes Israel to Asshur, and causes them to dwell in Halah, and in Habor, [by] the river Gozan, and [in] the cities of the Medes.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી.
And it comes to pass, because the sons of Israel have sinned against their God YHWH—who brings them up out of the land of Egypt, from under the hand of Pharaoh king of Egypt—and fear other gods,
8 અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
and walk in the statutes of the nations that YHWH dispossessed from the presence of the sons of Israel, and of the kings of Israel that they made;
9 ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
and the sons of Israel covertly do things that [are] not right against their God YHWH, and build high places for themselves in all their cities, from a tower of the watchers to the fortified city,
10 ૧૦ તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.
and set up standing-pillars and Asherim for themselves on every high height, and under every green tree,
11 ૧૧ યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા;
and make incense there in all high places, like the nations that YHWH removed from their presence, and do evil things to provoke YHWH,
12 ૧૨ તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિષે યહોવાહે તેઓને કહ્યું હતું, “તમારે આ કામ કરવું નહિ.”
and serve the idols, of which YHWH said to them, “You do not do this thing.”
13 ૧૩ તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”
And YHWH testifies against Israel, and against Judah, by the hand of every prophet, and every seer, saying, “Turn back from your evil ways, and keep My commands, My statutes, according to all the Law that I commanded your fathers, and that I sent to you by the hand of My servants the prophets”;
14 ૧૪ પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.
and they have not listened, and harden their neck, like the neck of their fathers, who did not remain steadfast in their God YHWH,
15 ૧૫ તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.
and reject His statutes and His covenant that He made with their fathers, and His testimonies that He testified against them, and go after the vain thing, and become vain, and after the nations that are around them, of whom YHWH commanded them not to do like them.
16 ૧૬ તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી.
And they forsake all the commands of their God YHWH, and make a molten image for themselves—two calves, and make an Asherah, and bow themselves to all the host of the heavens, and serve Ba‘al,
17 ૧૭ તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા.
and cause their sons and their daughters to pass over through fire, and divine divinations, and use enchantments, and sell themselves to do evil in the eyes of YHWH, to provoke Him.
18 ૧૮ તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.
And YHWH shows Himself very angry against Israel, and turns them aside from His presence; none has been left, only the tribe of Judah by itself.
19 ૧૯ યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
Also Judah has not kept the commands of their God YHWH, and they walk in the statutes of Israel that they had made.
20 ૨૦ તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.
And YHWH kicks against all the seed of Israel, and afflicts them, and gives them into the hand of spoilers, until He has cast them out of His presence,
21 ૨૧ જયારે યહોવાહે ઇઝરાયલીઓને દાઉદના કુળમાંથી વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાહનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.
for He has torn Israel from the house of David, and they make Jeroboam son of Nebat king, and Jeroboam drives Israel from after YHWH, and has caused them to sin a great sin,
22 ૨૨ ઇઝરાયલી લોકો યરોબામે જે બધાં પાપો કર્યાં હતાં તે પ્રમાણે ચાલ્યા. તેઓએ તે પાપો કરવાનું છોડ્યું નહિ.
and the sons of Israel walk in all the sins of Jeroboam that he did, they have not turned aside from them,
23 ૨૩ માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
until YHWH has turned Israel aside from His presence, as He spoke by the hand of all His servants the prophets, and Israel is removed from off its land to Asshur, to this day.
24 ૨૪ આશ્શૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા.
And the king of Asshur brings in [people] from Babylon and from Cutha, and from Ava, and from Hamath, and Sepharvaim, and causes [them] to dwell in the cities of Samaria instead of the sons of Israel, and they possess Samaria, and dwell in its cities;
25 ૨૫ ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
and it comes to pass, at the commencement of their dwelling there, they have not feared YHWH, and YHWH sends the lions among them, and they are destroying among them.
26 ૨૬ માટે તેઓએ આશ્શૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”
And they speak to the king of Asshur, saying, “The nations that you have removed and place in the cities of Samaria have not known the custom of the God of the land, and He sends the lions among them, and behold, they are destroying them, as they do not know the custom of the God of the land.”
27 ૨૭ ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.”
And the king of Asshur commands, saying, “Cause one of the priests to go there whom you removed from there, and they go and dwell there, and he teaches them the custom of the God of the land.”
28 ૨૮ તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ આવ્યા હતા, તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો, તેણે તેઓને કેવી રીતે યહોવાહની આરાધના કરવી તે શીખવ્યું.
And one of the priests whom they removed from Samaria comes in, and dwells in Beth-El, and he is teaching them how they fear YHWH,
29 ૨૯ દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જયાં રહેતા હતા તે નગરમાં, ત્યાં સમરુનીઓએ બનાવેલા ઉચ્ચસ્થાનોમાં તેઓને મૂક્યા.
and each nation is making its gods, and they place [them] in the houses of the high places that the Samaritans have made—each nation in their cities where they are dwelling.
30 ૩૦ બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી;
And the men of Babylon have made Succoth-Benoth, and the men of Cuth have made Nergal, and the men of Hamath have made Ashima,
31 ૩૧ આવ્વીના લોકોએ નિબ્હાઝ અને તાંર્તાક નામે મૂર્તિ બનાવી, સફાર્વીઓએ પોતાના બાળકનું સફાર્વાઈમના દેવ આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખની આગળ દહનીયાપર્ણ કર્યું.
and the Avites have made Nibhaz and Tartak, and the Sepharvites are burning their sons with fire to Adrammelech and Anammelech, gods of Sepharvim.
32 ૩૨ એમ તેઓ યહોવાહનું ભય રાખતા હતા, તેઓ પોતાનામાંથી ઉચ્ચસ્થાનોના યાજક નિયુકત કરતા, જે તેઓના માટે ઉચ્ચસ્થાનોના સભાસ્થાનોમાં યજ્ઞ કરતા.
And they are fearing YHWH, and make for themselves from their extremities priests of high places, and they are working for them in the house of the high places.
33 ૩૩ તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
They are fearing YHWH, and they are serving their gods, according to the custom of the nations from where they removed them.
34 ૩૪ આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાહનું ભય રાખતા નથી, કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાહે યાકૂબના લોકોને આપ્યાં તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
To this day they are doing according to the former customs—they are not fearing YHWH, and are not doing according to their statutes, and according to their ordinances, and according to the Law, and according to the command, that YHWH commanded the sons of Jacob whose name He made Israel,
35 ૩૫ યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ.
and YHWH makes a covenant with them and charges them, saying, “You do not fear other gods, nor bow yourselves to them, nor serve them, nor sacrifice to them,
36 ૩૬ પણ યહોવાહ કે જે તમને પોતાની મહાન શક્તિથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી બહાર લાવ્યા, તેમનો જ ભય રાખવો, તેમને જ તમારે નમવું અને તેમને જ તમારે યજ્ઞ કરવા.
but YHWH who brought you up out of the land of Egypt with great power, and with an outstretched arm, Him you fear, and to Him you bow yourselves, and to Him you sacrifice;
37 ૩૭ જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા યહોવાહે તમારે માટે લખ્યાં, તેનું તમારે સદાકાળ પાલન કરવું. તમે બીજા દેવોથી ડરશો નહિ,
and the statutes, and the judgments, and the Law, and the command, that He wrote for you, you observe to do all the days, and you do not fear other gods;
38 ૩૮ મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહિ અને બીજા દેવોની પૂજા કરવી નહિ.
and you do not forget the covenant that I have made with you, and you do not fear other gods;
39 ૩૯ પણ તમારા યહોવાહ ઈશ્વરનો તમારે ભય રાખવો. તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે.”
but you fear your God YHWH, and He delivers you out of the hand of all your enemies”;
40 ૪૦ પણ તેઓએ તે સાંભળ્યું નહિ, અને તેઓએ ભૂતકાળમાં જે કર્યું હતું તે કરવાનું ચાલુ રાખ્યું.
and they have not listened, but they are doing according to their former custom,
41 ૪૧ આમ, તે લોકો યહોવાહનું ભય રાખતા અને પોતાની કોતરેલી મૂર્તિઓની પણ પૂજા કરતા હતા, તેઓનાં સંતાનો તેમ જ તેઓનાં સંતાનોનાં સંતાનો પણ, જેમ તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.
and these nations are fearing YHWH, and they have served their carved images, both their sons and their sons’ sons; as their fathers did, they are doing to this day.

< 2 રાજઓ 17 >