< 2 રાજઓ 16 >
1 ૧ રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને સત્તરમા વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાઝ રાજ કરવા લાગ્યો.
Vào năm thứ mười bảy đời Phê-ca, con Rê-ma-lia, A-cha, con Giô-tham lên làm vua Giu-đa
2 ૨ આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યુ. તેના પિતૃ દાઉદે જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.
A-cha được hai mươi tuổi khi lên ngôi, và trị vì mười sáu năm tại Giê-ru-sa-lem. Vua không làm điều thiện trước mặt Chúa Hằng Hữu, Đức Chúa Trời mình, như Đa-vít tổ phụ mình đã làm.
3 ૩ પણ, તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, જે પ્રજાને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કાર્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને દહનીયાપર્ણની જેમ અગ્નિમાં થઈને ચલાવ્યો.
Nhưng lại theo đường lối các vua Ít-ra-ên. Hơn nữa, A-cha còn dâng con mình làm của lễ thiêu, theo thói tục tồi tệ của những dân tộc ngoại đạo bị Chúa Hằng Hữu đuổi ra khỏi đất này để dành chỗ cho Ít-ra-ên.
4 ૪ તે ઉચ્ચસ્થાનો, પર્વતો અને દરેક લીલાં વૃક્ષ નીચે યજ્ઞો કરતો અને ધૂપ બાળતો હતો.
A-cha cúng tế, và đốt hương tại các miếu trên đồi, dưới các cây xanh.
5 ૫ આ સમયે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે યરુશાલેમ પર ચઢાઈ કરી. તેઓએ આહાઝને ઘેરી લીધો પણ તેને જીતી શકયા નહિ.
Lúc ấy, Vua Rê-xin, nước A-ram và Vua Phê-ca, nước Ít-ra-ên, kéo quân lên đánh A-cha, vây Giê-ru-sa-lem, nhưng không hạ thành được.
6 ૬ તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
Cũng vào dịp này, Rê-xin, vua A-ram chiếm lại thành Ê-lát, đuổi người Giu-đa khỏi thành, đem người Ê-đôm đến định cư và ở đó cho đến nay.
7 ૭ પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, “હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ, તેઓએ મારા પર હુમલો કર્યો છે.”
A-cha sai sứ đến cầu cứu Tiếc-la Phi-lê-se, vua A-sy-ri: “Tôi là đầy tớ và là con của vua. Xin vua cứu tôi khỏi tay vua A-ram và vua Ít-ra-ên.”
8 ૮ પછી આહાઝે યહોવાહના ઘરમાં અને રાજમહેલના ભંડારોમાં જે સોનું તથા ચાંદી મળી આવ્યાં તે લઈને આશ્શૂરના રાજાને ભેટ તરીકે મોકલી આપ્યાં.
A-cha lấy bạc, vàng trong Đền Thờ Chúa Hằng Hữu và trong kho hoàng cung gửi cho vua A-sy-ri.
9 ૯ આશ્શૂરના રાજાએ તેનું સાંભળ્યું અને દમસ્કસ પર ચઢાઈ કરીને તે કબજે કર્યું, ત્યાંના લોકોને બંદીવાન કરી પકડીને કીર લઈ ગયો. તેણે અરામના રાજા રસીનને મારી નાખ્યો.
Theo lời yêu cầu của A-cha, vua A-sy-ri kéo quân đi đánh Đa-mách, chiếm thành, giết Vua Rê-xin, và bắt dân đem sang Ki-rơ.
10 ૧૦ આહાઝ રાજા આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને મળવા દમસ્કસ ગયો. તેણે દમસ્કસની વેદી જોઈ. પછી તેણે તે વેદીનો ઘાટ, નમૂનો તથા બધી કારીગરીનો ઉતાર કરીને ઉરિયા યાજક પર મોકલ્યા.
Vua A-cha đi Đa-mách để hội kiến với Tiếc-la Phi-lê-se, vua A-sy-ri. Tại đó, A-cha thấy một cái bàn thờ, liền lấy kiểu mẫu và ghi chú các chi tiết, rồi gửi về cho Thầy Tế lễ U-ri.
11 ૧૧ પછી દમસ્કસથી આહાઝે જે રૂપરેખા મોકલી હતી તે પ્રમાણે યાજક ઉરિયાએ વેદી બાંધી. આહાઝ રાજા દમસ્કસથી પાછો ફર્યો ત્યાં સુધીમાં તેણે તે કામ પૂરું કર્યું.
U-ri theo đó chế tạo một cái bàn thờ, để sẵn chờ A-cha về.
12 ૧૨ રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે તેણે તે વેદી જોઈ, રાજાએ વેદી પાસે આવીને તે પર અર્પણો ચઢાવ્યાં.
Vừa từ Đa-mách về, A-cha đến xem xét bàn thờ mới,
13 ૧૩ તેણે વેદી પર પોતાના દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં, પોતાનું પેયાર્પણ રેડ્યું અને પોતાના શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું.
rồi đứng dâng lễ thiêu, lễ vật ngũ cốc; đổ lễ quán và máu của lễ vật thù ân trên đó.
14 ૧૪ યહોવાહની આગળ જે પિત્તળની વેદી હતી તેને સભાસ્થાનની આગળથી એટલે યહોવાહના સભાસ્થાનની અને પોતાની વેદીની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર તરફ મૂકી.
A-cha cho dời bàn thờ đồng của Chúa Hằng Hữu—vốn đặt trước Đền Thờ, giữa lối ra vào và bàn thờ mới—đến đặt ở phía bắc bàn thờ mới.
15 ૧૫ પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહનીયાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમ જ દેશનાં બધાં લોકોનું દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવાં. દહનીયાર્પણનું બધું રક્ત તથા યજ્ઞનું બધું રક્ત તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાહની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે.”
Vua A-cha ra lệnh cho Thầy Tế lễ U-ri dâng trên bàn thờ mới này lễ thiêu buổi sáng, lễ vật ngũ cốc buổi tối, lễ thiêu và lễ vật ngũ cốc của vua, lễ thiêu, lễ vật ngũ cốc, và lễ quán của dân, tất cả máu của sinh vật dâng làm lễ thiêu và máu của các sinh vật dâng trong các lễ khác. Còn bàn thờ bằng đồng cũ, vua dành riêng cho mình để cầu hỏi thần linh.
16 ૧૬ યાજક ઉરિયાએ આહાઝ રાજાના કહ્યા પ્રમાણે કર્યું.
Thầy Tế lễ U-ri nhất nhất vâng lệnh vua A-cha.
17 ૧૭ આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કૂંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.
Vua A-cha còn phá bỏ bờ thành của cái bệ trong đền, dẹp bỏ các chậu, hạ cái hồ trên lưng con bò bằng đồng xuống, và đem hồ đặt trên nền đá.
18 ૧૮ વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશ્શૂરના રાજાને લીધે ફેરવીને યહોવાહના સભાસ્થાન તરફ વાળ્યો.
Vì sợ vua A-sy-ri, A-cha cũng phá dỡ mái hiên xây từ Đền Thờ Chúa Hằng Hữu ra đến cổng dành cho vua đi trong ngày Sa-bát.
19 ૧૯ આહાઝનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે બધું, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Các việc khác của A-cha đều được chép trong Sách Lịch Sử Các Vua Giu-đa.
20 ૨૦ આહાઝ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો હિઝકિયા રાજા બન્યો.
A-cha an giấc với tổ tiên, được chôn với tổ tiên trong thành Đa-vít. Ê-xê-chia, con A-cha lên kế vị.