< 2 રાજઓ 15 >

1 ઇઝરાયલના રાજા યરોબામના શાસનકાળના સત્તાવીસમા વર્ષે યહૂદિયાના રાજા અમાસ્યાનો દીકરો અઝાર્યા રાજ કરવા લાગ્યો.
İsrail Kralı Yarovam'ın krallığının yirmi yedinci yılında Amatsya oğlu Azarya Yahuda Kralı oldu.
2 અઝાર્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે બાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યકોલ્યા હતું, તે યરુશાલેમની હતી.
Azarya on altı yaşında kral oldu ve Yeruşalim'de elli iki yıl krallık yaptı. Annesi Yeruşalimli Yekolya'ydı.
3 તેણે પોતાના પિતા અમાસ્યાએ જેમ કર્યું હતું, તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
Babası Amatsya gibi, Azarya da RAB'bin gözünde doğru olanı yaptı.
4 તોપણ ઉચ્ચસ્થાનો દૂર કરવામાં આવ્યાં નહિ. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા.
Ancak alışılagelen tapınma yerleri henüz kaldırılmamıştı ve halk oralarda hâlâ kurban kesip buhur yakıyordu.
5 યહોવાહ રાજા પર દુઃખ લાવ્યા, તે તેના મરણના દિવસ સુધી કુષ્ઠ રોગી રહ્યો અને અલગ ઘરમાં રહ્યો. રાજાનો દીકરો યોથામ, ઘરનો ઉપરી થઈને દેશના લોકો પર શાસન કરતો હતો.
RAB Kral Azarya'yı cezalandırdı. Kral ölünceye kadar deri hastalığından kurtulamadı. Bu yüzden ayrı bir evde yaşadı. Sarayı ve ülke halkını oğlu Yotam yönetti.
6 હવે અઝાર્યાનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Azarya'nın krallığı dönemindeki öteki olaylar ve bütün yaptıkları Yahuda krallarının tarihinde yazılıdır.
7 અઝાર્યા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓની સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોથામ રાજા બન્યો.
Azarya ölüp atalarına kavuşunca, Davut Kenti'nde atalarının yanına gömüldü. Yerine oğlu Yotam kral oldu.
8 યહૂદિયાના રાજા અઝાર્યાના આડત્રીસમા વર્ષે યરોબામના દીકરા ઝખાર્યાએ સમરુનમાં ઇઝરાયલ પર છ મહિના સુધી રાજ કર્યું.
Yahuda Kralı Azarya'nın krallığının otuz sekizinci yılında Yarovam oğlu Zekeriya Samiriye'de İsrail Kralı oldu ve altı ay krallık yaptı.
9 તેણે તેના પિતૃઓની જેમ યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો હતો તે કરવાનું બંધ રાખ્યું નહિ.
Ataları gibi, RAB'bin gözünde kötü olanı yaptı ve Nevat oğlu Yarovam'ın İsrail'i sürüklediği günahlardan ayrılmadı.
10 ૧૦ યાબેશના દીકરા શાલ્લૂમે તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, લોકોની આગળ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી તેની જગ્યાએ તે રાજા બન્યો.
Yaveş oğlu Şallum Zekeriya'ya bir düzen kurdu; halkın önünde saldırıp onu öldürdü, yerine kendisi kral oldu.
11 ૧૧ ઝખાર્યાનાં બાકીના કાર્યો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Zekeriya'nın krallığı dönemindeki öteki olaylar İsrail krallarının tarihinde yazılıdır.
12 ૧૨ આ યહોવાહનું વચન જે તેમણે યેહૂને કહ્યું હતું, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇઝરાયલના સિંહાસન પર બેસશે.” અને તે પ્રમાણે થયું.
Böylece RAB'bin Yehu'ya, “Senin soyun dört kuşak İsrail tahtında oturacak” diye verdiği söz yerine gelmiş oldu.
13 ૧૩ યાબેશનો દીકરો શાલ્લૂમ યહૂદિયાના રાજા ઉઝિયા ઓગણચાલીસમા વર્ષે રાજ કરવા લાગ્યો, તેણે સમરુનમાં એક મહિના સુધી રાજ કર્યું.
Yahuda Kralı Azarya'nın krallığının otuz dokuzuncu yılında Yaveş oğlu Şallum İsrail Kralı oldu ve Samiriye'de bir ay krallık yaptı.
14 ૧૪ ત્યાર બાદ ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી હુમલો કરીને સમરુનમાં આવ્યો. સમરુનમાં તેણે યાબેશના દીકરા શાલ્લૂમ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને મારી નાખીને તે તેની જગ્યાએ રાજા બન્યો.
Gadi oğlu Menahem Tirsa'dan Samiriye'ye gelip Yaveş oğlu Şallum'a saldırdı. Onu öldürüp yerine kendisi kral oldu.
15 ૧૫ શાલ્લૂમનાં બાકીનાં કૃત્યો, તેણે જે ષડયંત્ર કર્યું તે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Şallum'un krallığı dönemindeki öteki olaylar ve kurduğu düzen İsrail krallarının tarihinde yazılıdır.
16 ૧૬ તે સમયે મનાહેમે તિફસા પર અને જેઓ ત્યાં હતા તે બધાં પર અને તિર્સાની આસપાસની સરહદોને ઘેરીને તેના પર હુમલો કર્યો અને તેઓને માર્યા. કેમ કે, તેઓએ તેને માટે નગરનો દરવાજો ઉઘાડ્યો નહિ. તેણે હુમલો કરીને લૂંટ ચલાવી. નગરની સર્વ ગર્ભવતી સ્રીઓને ક્રુરતાપૂર્વક ચીરી નાખી.
O sırada Menahem, Tirsa Kenti'nden başlayarak, Tifsah Kenti'ne ve çevresinde yaşayan herkese saldırdı. Çünkü kentin kapısını kendisine açmamışlardı. Herkesi öldürüp gebe kadınların karınlarını bile yardı.
17 ૧૭ યહૂદિયાના રાજા અઝાર્યાના શાસનકાળના ઓગણચાલીસમા વર્ષે ગાદીના દીકરા મનાહેમે ઇઝરાયલ પર રાજ કર્યું, તેણે સમરુનમાં દસ વર્ષ સુધી રાજ કર્યું.
Yahuda Kralı Azarya'nın krallığının otuz dokuzuncu yılında Gadi oğlu Menahem İsrail Kralı oldu ve Samiriye'de on yıl krallık yaptı.
18 ૧૮ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો. તે બધું તેણે પોતાના જીવન પર્યંત ચાલુ રાખ્યું.
RAB'bin gözünde kötü olanı yaptı ve yaşamı boyunca Nevat oğlu Yarovam'ın İsrail'i sürüklediği günahlardan ayrılmadı.
19 ૧૯ આશ્શૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી આપી.
Asur Kralı Tiglat-Pileser İsrail'e saldırdı. Menahem, Tiglat-Pileser'in desteğini sağlayıp krallığını güçlendirmek için, ona bin talant gümüş verdi.
20 ૨૦ મનાહેમે આશ્શૂરના રાજા પૂલને ચાંદી આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનવાન માણસ પાસેથી પચાસ શેકેલ ચાંદી જબરદસ્તીથી પડાવી. તેથી આશ્શૂરનો રાજા ત્યાંથી પાછો ફર્યો અને તે દેશમાં રહ્યો નહિ.
İsrail'deki bütün zenginleri adam başı elli şekel gümüş ödemekle yükümlü kılarak Asur Kralı'na verilen gümüşü karşıladı. Böylece Asur Kralı İsrail topraklarından çekilip ülkesine döndü.
21 ૨૧ મનાહેમનાં બાકીનાં કાર્યો, તેણે જે બધું કર્યું તે, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Menahem'in krallığı dönemindeki öteki olaylar ve bütün yaptıkları İsrail krallarının tarihinde yazılıdır.
22 ૨૨ મનાહેમ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેની જગ્યાએ તેનો દીકરો પકાહ્યા રાજા બન્યો.
Menahem ölüp atalarına kavuşunca, yerine oğlu Pekahya kral oldu.
23 ૨૩ યહૂદિયાના રાજા અઝાર્યાના કારકિર્દીને પચાસમા વર્ષે મનાહેમનો દીકરો પકાહ્યા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો, તેણે બે વર્ષ સુધી રાજ કર્યુ.
Yahuda Kralı Azarya'nın krallığının ellinci yılında Menahem oğlu Pekahya Samiriye'de İsrail Kralı oldu ve iki yıl krallık yaptı.
24 ૨૪ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો હતો. એવા કામ છોડ્યા નહિ.
Pekahya RAB'bin gözünde kötü olanı yaptı ve Nevat oğlu Yarovam'ın İsrail'i sürüklediği günahlardan ayrılmadı.
25 ૨૫ તેના સરદાર રમાલ્યાના દીકરા પેકાહે પકાહ્યા સામે ષડયંત્ર કર્યું; તેને સમરુનના રાજમહેલના કિલ્લામાં આર્ગોબ અને આર્યેહ સાથે મારી નાખ્યો. તેની સાથે ગિલ્યાદીઓમાંના પચાસ માણસો હતા. પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો.
Komutanlarından biri olan Remalya'nın oğlu Pekah kendisine düzen kurdu. Argov ve Arye'nin işbirliğiyle yanına Gilatlı elli adam alarak Pekahya'yı Samiriye'deki sarayın kalesinde öldürdü, yerine kendisi kral oldu.
26 ૨૬ પકાહ્યાનાં બાકીનાં કૃત્યો, તેણે જે બધું કર્યું તે, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંત પુસ્તકમાં લખેલાં નથી શું?
Pekahya'nın krallığı dönemindeki öteki olaylar ve bütün yaptıkları İsrail krallarının tarihinde yazılıdır.
27 ૨૭ યહૂદિયાના રાજા અઝાર્યાના કારકિર્દીને બાવનમાં વર્ષે રમાલ્યાના દીકરા પેકાહે સમરુનમાં ઇઝરાયલ પર રાજ કર્યું, તેણે વીસ વર્ષ સુધી રાજ કર્યું.
Yahuda Kralı Azarya'nın krallığının elli ikinci yılında Remalya oğlu Pekah Samiriye'de İsrail Kralı oldu ve yirmi yıl krallık yaptı.
28 ૨૮ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા, એવું બધું કરવાનું તેણે ચાલુ રાખ્યું.
RAB'bin gözünde kötü olanı yaptı ve Nevat oğlu Yarovam'ın İsrail'i sürüklediği günahlardan ayrılmadı.
29 ૨૯ ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશ્શૂરનો રાજા તિગ્લાથ-પિલેસેરથી ચઢી આવ્યો. તેણે ઇયોન, આબેલ-બેથ-માઅખાહ, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, ગાલીલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશ્શૂર લઈ ગયો.
İsrail Kralı Pekah'ın krallığı sırasında, Asur Kralı Tiglat-Pileser İsrail'in İyon, Avel-Beytmaaka, Yanoah, Kedeş, Hasor kentleriyle Gilat, Celile ve Naftali bölgelerini ele geçirerek halkı Asur'a sürdü.
30 ૩૦ એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકાહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ઉઝિયાના દીકરા યોથામના વીસમા વર્ષે તેની જગ્યાએ તે રાજા બન્યો.
Yahuda Kralı Azarya oğlu Yotam'ın krallığının yirminci yılında Ela oğlu Hoşea, Remalya oğlu Pekah'a düzen kurdu ve onu öldürüp yerine kendisi kral oldu.
31 ૩૧ પેકાહનાં બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે બધું, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Pekah'ın krallığı dönemindeki öteki olaylar ve bütün yaptıkları İsrail krallarının tarihinde yazılıdır.
32 ૩૨ ઇઝરાયલના રાજા રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને બીજા વર્ષે યહૂદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો.
İsrail Kralı Remalya oğlu Pekah'ın krallığının ikinci yılında Azarya oğlu Yotam Yahuda Kralı oldu.
33 ૩૩ તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.
Yotam yirmi beş yaşında kral oldu ve Yeruşalim'de on altı yıl krallık yaptı. Annesi Sadok'un kızı Yeruşa'ydı.
34 ૩૪ યોથામે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પોતાના પિતા ઉઝિયાએ કર્યું હતું તે પ્રમાણે કર્યું.
Babası Azarya gibi, Yotam da RAB'bin gözünde doğru olanı yaptı.
35 ૩૫ પણ ઉચ્ચસ્થાનો હજી દૂર કરવામાં આવ્યાં ન હતાં. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. યહોવાહના સભાસ્થાનનો ઉપરનો દરવાજો યોથામે બાંધ્યો હતો.
Ancak alışılagelen tapınma yerleri henüz kaldırılmamıştı ve halk oralarda hâlâ kurban kesip buhur yakıyordu. Yotam RAB'bin Tapınağı'nın Yukarı Kapısı'nı onardı.
36 ૩૬ યોથામનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Yotam'ın krallığı dönemindeki öteki olaylar ve yaptıkları Yahuda krallarının tarihinde yazılıdır.
37 ૩૭ તે દિવસોમાં યહોવાહે અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને યહૂદિયા પર ચઢાઈ કરવા મોકલવા માંડયા.
RAB işte o günlerde Aram Kralı Resin'le İsrail Kralı Remalya oğlu Pekah'ı Yahuda üzerine göndermeye başladı.
38 ૩૮ પછી યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો આહાઝ તેની જગ્યાએ રાજા બન્યો.
Yotam ölüp atalarına kavuşunca, atası Davut'un Kenti'nde atalarının yanına gömüldü. Yerine oğlu Ahaz kral oldu.

< 2 રાજઓ 15 >