< 2 રાજઓ 12 >
1 ૧ યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી.
Ngomnyaka wesikhombisa kaJehu uJehowashi waba yinkosi; wabusa iminyaka engamatshumi amane eJerusalema. Lebizo likanina lalinguZibiya weBherishebha.
2 ૨ તે સર્વ દિવસોમાં યોઆશે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે, યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો.
UJehowashi wasesenza okulungileyo emehlweni eNkosi zonke izinsuku zakhe uJehoyada umpristi amfundisa ngazo.
3 ૩ પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા.
Kodwa indawo eziphakemeyo kazisuswanga; abantu babelokhu benikela imihlatshelo betshisa impepha endaweni eziphakemeyo.
4 ૪ યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,
UJehowashi wasesithi kubapristi: Yonke imali yezinto ezehlukanisiweyo elethwa endlini kaJehova, imali yalowo lalowo odlulayo kwababaliweyo, imali yalowo lalowo umuntu ayilinganisileyo, yonke imali, okuvela enhliziyweni yaloba nguwuphi umuntu ukuyiletha endlini yeNkosi;
5 ૫ યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.
abapristi kabayithathe kubo, ngulowo lalowo komejwayeleyo, balungise izikhala zendlu, loba kungaphi lapho okutholwa khona izikhala.
6 ૬ પણ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહિ.
Kodwa kwathi ngomnyaka wamatshumi amabili lantathu wenkosi uJehowashi abapristi babengakalungisi izikhala zendlu.
7 ૭ ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.”
Inkosi uJehowashi yasibiza uJehoyada umpristi labapristi, yathi kibo: Kungani lingalungisi izikhala zendlu? Ngakho-ke lingathathi imali kwelibejwayeleyo kodwa liyinikele izikhala zendlu.
8 ૮ યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહિ તેમ જ સભાસ્થાનનું સમારકામ કરીશું નહિ.
Abapristi basebevuma ukuthi kabasayikuthatha imali ebantwini lokuthi kabayikulungisa izikhala zendlu.
9 ૯ પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા.
UJehoyada umpristi wasethatha ibhokisi elilodwa, wabhoboza isikhala esivalweni salo, walibeka eceleni kwelathi ngakwesokunene nxa umuntu engena endlini yeNkosi. Abapristi-ke abalinda umbundu bafaka kulo yonke imali eyalethwa endlini yeNkosi.
10 ૧૦ જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.
Kwakusithi sebebona ukuthi imali isinengi ebhokisini, umabhalane wenkosi, lompristi omkhulu benyuke, bayibophe bayibale imali eyatholwa endlini yeNkosi.
11 ૧૧ પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં.
Basebenikela imali elinganisiweyo ezandleni zabenzi bomsebenzi, zababonisi bendlu yeNkosi, bayikhuphela kubabazi bezigodo lakubakhi ababesebenza endlini yeNkosi,
12 ૧૨ લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં.
lakwabakha ngamatshe lakubabazi bamatshe, lokuthenga izigodo lamatshe abaziweyo ukulungisa izikhala zendlu yeNkosi, lakukho konke okwakhutshelwa indlu ukuyilungisa.
13 ૧૩ પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.
Kodwa kayenzelwanga indlu yeNkosi imiganu yesiliva, izindlawu, imiganu yokufafaza, izimpondo zokukhaliswa, laziphi izitsha zegolide lezitsha zesiliva zemali eyalethwa endlini yeNkosi,
14 ૧૪ પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં.
kodwa bayinika abenzi bomsebenzi, basebelungisa ngayo indlu yeNkosi.
15 ૧૫ તદુપરાંત, તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માગ્યો નહિ, કેમ કે, તે માણસો પ્રામાણિક હતા.
Njalo kababalelananga labantu abanikela imali esandleni sabo, ukupha abenzi bomsebenzi, ngoba benza ngokuthembeka.
16 ૧૬ પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં.
Imali yomnikelo wecala lemali yeminikelo yesono kayilethwanga endlini yeNkosi; yayingeyabapristi.
17 ૧૭ તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો.
Ngalesosikhathi uHazayeli inkosi yeSiriya wenyuka walwa emelene leGathi, wayithumba. UHazayeli wasekhangelisa ubuso bakhe ukwenyuka amelane leJerusalema.
18 ૧૮ તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.
Kodwa uJehowashi inkosi yakoJuda wathatha zonke izinto ezingcwelisiweyo uJehoshafathi loJoramu loAhaziya oyise, amakhosi akoJuda, ababezingcwelisile, lezakhe izinto ezingcwelisiweyo, legolide lonke elatholwa enothweni yendlu kaJehova lendlu yenkosi, wakuthumela kuHazayeli inkosi yeSiriya. Wasesenyuka wasuka eJerusalema.
19 ૧૯ યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Ezinye-ke zezindaba zikaJowashi, lakho konke akwenzayo, kakubhalwanga yini egwalweni lwemilando yamakhosi akoJuda?
20 ૨૦ તેના ચાકરોએ ઊઠીને ભેગા મળીને કાવતરું કર્યું; તેઓએ યોઆશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો.
Inceku zakhe zasezisukuma zenza ugobe, zamtshaya uJowashi endlini yeMilo eyehlela eSila.
21 ૨૧ શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.
Ngoba oJozakari indodana kaShimeyathi loJehozabadi indodana kaShomeri, inceku zakhe, bamtshaya, wafa; basebemngcwaba kuboyise emzini kaDavida. UAmaziya indodana yakhe wasesiba yinkosi esikhundleni sakhe.