< 2 રાજઓ 12 >

1 યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી.
A shekara ta bakwai ta Yehu, Yowash ya zama sarki, ya kuma yi mulki a Urushalima na tsawon shekaru arba’in. Sunan mahaifiyarsa Zibiya ce; daga Beyersheba.
2 તે સર્વ દિવસોમાં યોઆશે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે, યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો.
Yowash ya aikata abin da yake daidai a idon Ubangiji domin Yehohiyada firist ya koya masa.
3 પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા.
Amma fa ba a kawar da masujadan kan tuddai ba; mutane suka ci gaba da miƙa hadayu da kuma ƙona turare a kan tuddai.
4 યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,
Yowash ya ce wa firistoci, “Ku tattara dukan kuɗin da ake kawo a matsayin hadayu masu tsarki na haikalin Ubangiji, kuɗin da aka tattara a ƙidaya, kuɗin da aka tattara daga wa’adin da mutum ya yi, da kuma kuɗin da aka kawo na yardan rai a haikali.
5 યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.
Bari kowane firist yă karɓi kuɗi daga masu ajiya, sa’an nan a yi amfani da su a gyara duk wani abin da ya lalace a haikali.”
6 પણ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહિ.
Amma har zuwa shekara ta ashirin da uku ta mulkin Yowash, firistocin ba su yi gyara haikalin ba.
7 ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.”
Saboda haka Sarki Yowash ya kira Yehohiyada firist da sauran firistoci ya tambaye su ya ce, “Me ya sa ba kwa gyaran abubuwan da suka lalace a haikali? Kada ku sāke karɓan kuɗi daga masu ajiya, amma a miƙa su domin gyaran haikali.”
8 યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહિ તેમ જ સભાસ્થાનનું સમારકામ કરીશું નહિ.
Firistoci suka yarda cewa ba za su sāke karɓan kuɗi daga mutane ba, kuma ba za su yi gyaran haikalin da kansu ba.
9 પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા.
Yehohiyada firist ya ɗauki akwatin ya huda rami a murfinsa. Ya ajiye shi kusa da bagade a hannun dama na haikalin Ubangiji. Firistocin da suke tsaron ƙofar suka zuba dukan kuɗin da aka kawo a haikalin Ubangiji a cikin akwatin.
10 ૧૦ જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.
Duk sa’ad da suka ga kuɗin sun ƙaru a akwatin, sai marubucin fada da babban firist, su ƙirga kuɗin da aka kawo a haikalin Ubangiji su sa a jakankuna.
11 ૧૧ પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં.
Sa’ad da suka ga kuɗin ya yi yawa, sai su ba wa waɗanda aka zaɓa su lura da aikin haikalin. Da shi suka biya waɗanda suka yi aiki a haikalin Ubangiji, su kafintoci, da magina,
12 ૧૨ લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં.
masu gini, da masu fasa duwatsu. Suka sayi katakai da sassaƙaƙƙun duwatsu domin gyaran haikalin Ubangiji, suka kuma biya duk waɗansu kuɗin gyaran haikalin.
13 ૧૩ પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.
Ba a yi amfani da kuɗin da aka kawo a haikali don yin manyan kwanonin azurfa, lagwani, abin yayyafa ruwa, kakaki ko wani abu na zinariya, ko na azurfa domin haikalin Ubangiji ba;
14 ૧૪ પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં.
an ba ma’aikatan da suka gyara haikalin ne.
15 ૧૫ તદુપરાંત, તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માગ્યો નહિ, કેમ કે, તે માણસો પ્રામાણિક હતા.
Ba su bukaci wani bayani daga waɗanda aka ba wa kuɗin don su biya ma’aikatan ba, domin sun yi aikinsu da aminci.
16 ૧૬ પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં.
Ba a kawo kuɗi daga hadayun laifi da na hadayun zunubi a haikalin Ubangiji ba, waɗannan na firistoci ne.
17 ૧૭ તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો.
A wannan lokaci, Hazayel sarkin Aram ya haura, ya kai wa Gat hari, ya kuma ci ta da yaƙi. Sa’an nan ya juya don yă yaƙi Urushalima.
18 ૧૮ તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.
Amma Yowash sarkin Yahuda ya kwashe tsarkakan kayan da kakanninsa, Yehoshafat, Yehoram da Ahaziya, sarakunan Yahuda suka keɓe, da kyautai da shi kansa ya keɓe, da kuma dukan azurfan da aka samu a ɗakunan ajiya haikalin Ubangiji da na fada, ya aika da su wa Hazayel sarkin Aram, shi kuma ya janye daga Urushalima.
19 ૧૯ યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Game da sauran ayyukan mulkin Yowash da duk abin da ya yi, duk a rubuce suke a cikin littafin tarihin sarakunan Yahuda.
20 ૨૦ તેના ચાકરોએ ઊઠીને ભેગા મળીને કાવતરું કર્યું; તેઓએ યોઆશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો.
Hafsoshinsa suka yi masa maƙarƙashiya suka kashe shi a Bet Millo, a kan hanyar da ta gangara zuwa Silla.
21 ૨૧ શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.
Hafsoshin da suka kashe shi kuwa su ne Yozabad ɗan Shimeyat da Yehozabad ɗan Shomer. Ya mutu, aka kuma binne shi tare da kakanninsa a Birnin Dawuda. Sai Amaziya ɗansa ya gāje shi a matsayin sarki.

< 2 રાજઓ 12 >