< 2 રાજઓ 11 >
1 ૧ હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા.
Truly, Athaliah, the mother of Ahaziah, seeing that her son was dead, rose up and put to death all the royal offspring.
2 ૨ પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝયાહની બહેન યહોશેબાએ અહાઝયાહના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધાં. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહિ.
But Jehosheba, the daughter of king Joram, the sister of Ahaziah, taking Jehoash, the son of Ahaziah, stole him away from the midst of the sons of the king who were being killed, out of the bedroom, with his nurse. And she hid him from the face of Athaliah, so that he would not be killed.
3 ૩ તે યહોશેબાની સાથે છ વર્ષ સુધી યહોવાહના ઘરમાં સંતાઈ રહ્યો તે દરમિયાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.
And he was with her for six years, hidden in the house of the Lord. But Athaliah reigned over the land.
4 ૪ સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.
Then, in the seventh year, Jehoiada sent for and took centurions and soldiers, and he brought them to himself in the temple of the Lord. And he formed a pact with them. And taking an oath with them in the house of the Lord, he revealed to them the son of the king.
5 ૫ તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, “આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો, તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી,
And he commanded them, saying: “This is the word that you must do.
6 ૬ ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે.”
Let one third part of you enter on the Sabbath, and keep watch on the house of the king. And let one third part be at the gate of Sur. And let one third part be at the gate behind the dwelling place of the shield bearers. And you shall keep the watch on the house of Mesha.
7 ૭ વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે.
Yet truly, let two parts of you, all who depart on the Sabbath, keep watch over the house of the Lord concerning the king.
8 ૮ દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું.
And you shall surround him, having weapons in your hands. But if anyone will have entered the precinct of the temple, let him be killed. And you shall be with the king, entering and departing.”
9 ૯ તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.
And the centurions acted in accord with all the things that Jehoiada, the priest, had instructed them. And taking each one of their men who would enter on the Sabbath, with those who would depart on the Sabbath, they went to Jehoiada, the priest.
10 ૧૦ દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાહના ઘરમાં હતાં તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યાં.
And he gave to them the spears and weapons of king David, which were in the house of the Lord.
11 ૧૧ તેથી દરેક રક્ષક સિપાઈ પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી, વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા.
And they stood, each one having his weapons in his hand, before the right side of the temple, all the way to the left side of the altar and of the shrine, surrounding the king.
12 ૧૨ પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”
And he led forth the son of the king. And he placed the diadem on him, and the testimony. And they made him king, and they anointed him. And clapping their hands, they said: “The king lives!”
13 ૧૩ જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી.
Then Athaliah heard the sound of the people running. And entering to the crowd at the temple of the Lord,
14 ૧૪ તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”
she saw the king standing upon a tribunal, according to custom, and the singers and trumpets near him, and all the people of the land rejoicing and sounding the trumpets. And she tore her garments, and she cried out: “Conspiracy! Conspiracy!”
15 ૧૫ યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, “તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ.”
But Jehoiada gave orders to the centurions who were over the army, and he said to them: “Lead her away, beyond the precinct of the temple. And whoever will have followed her, let him be struck with the sword.” For the priest had said, “Do not allow her to be killed in the temple of the Lord.”
16 ૧૬ તેથી તેઓએ અથાલ્યાને માટે રસ્તો કર્યો, તે ઘોડાને અંદર આવવાના માર્ગેથી રાજમહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી.
And they laid hands on her. And they pushed her through the way by which horses enter, beside the palace. And she was killed there.
17 ૧૭ યહોયાદાએ યહોવાહ અને રાજા યોઆશ તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાહના લોક થવું, તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કર્યો.
Then Jehoiada formed a covenant between the Lord, and the king and the people, so that they would be the people of the Lord; and between the king and the people.
18 ૧૮ પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા.
And all the people of the land entered the temple of Baal, and they tore down his altars, and they thoroughly crushed the statues. Also, they killed Mattan, the priest of Baal, before the altar. And the priest placed guards in the house of the Lord.
19 ૧૯ યહોયાદાએ કારીઓના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાહના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા. અને યોઆશને રાજાના સિંહાસન પર બેસાડયો.
And he took the centurions, and the legions of the Cherethites and Pelethites, and all the people of the land, and together they led the king from the house of the Lord. And they went by way of the gate of the shield bearers into the palace. And he sat upon the throne of the kings.
20 ૨૦ તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી.
And all the people of the land rejoiced. And the city was quieted. But Athaliah was slain with the sword at the house of the king.
21 ૨૧ યોઆશ જયારે રાજ કરવા આવ્યો ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો.
Now Jehoash was seven years old when he had begun to reign.