< 2 રાજઓ 10 >
1 ૧ હવે આહાબના સિત્તેર દીકરાઓ સમરુનમાં હતા. યેહૂએ સમરુનમાં યિઝ્રએલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારાઓ પર પત્રો લખી મોકલીને કહાવ્યું,
Now Ahab had seventy sons in Samaria. And Jehu wrote letters, and sent to Samaria, to the rulers of Jezreel, even the elders, and to those who brought up the sons of Ahab, saying,
2 ૨ “તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે.
And now as soon as this letter comes to you, seeing your master's sons are with you, and there are with you chariots and horses, also a fortified city, and armor,
3 ૩ તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજયાસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો.”
look ye out for the best and fittest of your master's sons, and set him on his father's throne, and fight for your master's house.
4 ૪ પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, “જુઓ, બે રાજાઓ યેહૂની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું?”
But they were exceedingly afraid, and said, Behold, the two kings did not stand before him. How then shall we stand?
5 ૫ આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓના રક્ષકોએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે તમારા ચાકરો છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહિ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો.”
And he who was over the household, and he who was over the city, the elders also, and those who brought up the sons, sent to Jehu, saying, We are thy servants, and will do all that thou shall bid us. We will not make any man king. Do thou that which is good in thine eyes.
6 ૬ પછી યેહૂએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતી કાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને યિઝ્રએલમાં મારી પાસે આવજો.” એ સિત્તેર રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા, તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા.
Then he wrote a letter the second time to them, saying, If ye be on my side, and if ye will hearken to my voice, take ye the heads of the men your master's sons, and come to me to Jezreel by tomorrow this time. Now the king's sons, being seventy persons, were with the great men of the city who reared them.
7 ૭ જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના સિત્તેર રાજકુમારોને મારી નાખ્યા, તેઓના માથાં ટોપલીઓમાં ભરીને યેહૂ પાસે યિઝ્રએલમાં મોકલ્યાં.
And it came to pass, when the letter came to them, that they took the king's sons, and killed them, even seventy persons, and put their heads in baskets, and sent them to him to Jezreel.
8 ૮ સંદેશાવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “તેઓ રાજપુત્રોના માથાં લાવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથાં આવતી કાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો.”
And a messenger came, and told him, saying, They have brought the heads of the king's sons. And he said, Lay ye them in two heaps at the entrance of the gate until the morning.
9 ૯ સવારમાં યેહૂ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકને કહ્યું, “તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા?
And it came to pass in the morning, that he went out, and stood, and said to all the people, Ye are righteous. Behold, I conspired against my master, and killed him. But who smote all these?
10 ૧૦ હવે તમારે નિશ્ચે જાણવું કે, યહોવાહ આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી. કેમ કે યહોવાહ પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”
Know now that there shall fall to the earth nothing of the word of Jehovah, which Jehovah spoke concerning the house of Ahab, for Jehovah has done that which he spoke by his servant Elijah.
11 ૧૧ યેહૂએ યિઝ્રએલમાં આહાબના કુટુંબનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા.
So Jehu smote all who remained of the house of Ahab in Jezreel, and all his great men, and his familiar friends, and his priests, until he left to him none remaining.
12 ૧૨ પછી યેહૂ ઊઠીને ચાલ્યો ગયો. તે સમરુનમાં ભરવાડોના કાતરણીના ઘર બેથ એકેદ આગળ આવી પહોંચ્યો,
And he arose and departed, and went to Samaria. And as he was at the shearing-house of the shepherds in the way,
13 ૧૩ ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝયાહના ભાઈઓ મળ્યા. યેહૂએ તેમને પૂછ્યું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાહના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ.”
Jehu met with the brothers of Ahaziah king of Judah, and said, Who are ye? And they answered, We are the brothers of Ahaziah, and we go down to salute the sons of the king and the sons of the queen.
14 ૧૪ યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
And he said, Take them alive. And they took them alive, and killed them at the pit of the shearing-house, even forty-two men; neither did he leave any of them.
15 ૧૫ જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.
And when he was departed from there, he came upon on Jehonadab the son of Rechab coming to meet him. And he saluted him, and said to him, Is thy heart right, as my heart is with thy heart? And Jehonadab answered, It is. If it be, give me thy hand. And he gave him his hand, and he took him up to him into the chariot.
16 ૧૬ યેહૂએ કહ્યું, “તું મારી સાથે આવ અને યહોવાહ પ્રત્યેની મારી આવેશ જો.” એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
And he said, Come with me, and see my zeal for Jehovah. So they made him ride in his chariot.
17 ૧૭ સમરુનમાં આવીને યેહૂએ આહાબના કુટુંબનાં બાકી રહેલાઓને મારી નાખ્યા, જે પ્રમાણે યહોવાહનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો.
And when he came to Samaria, he smote all who remained to Ahab in Samaria, till he had destroyed him, according to the word of Jehovah, which he spoke to Elijah.
18 ૧૮ પછી યેહૂએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની વધારે સેવા કરશે.
And Jehu gathered all the people together, and said to them, Ahab served Baal a little, but Jehu will serve him much.
19 ૧૯ માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું.
Now therefore call to me all the prophets of Baal, all his worshippers, and all his priests. Let none be lacking, for I have a great sacrifice to do to Baal. Whoever shall be lacking, he shall not live. But Jehu did it in subtlety, to the intent that he might destroy the worshippers of Baal.
20 ૨૦ યેહૂએ કહ્યું. “બઆલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો.” માટે તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.
And Jehu said, Sanctify a solemn assembly for Baal. And they proclaimed it.
21 ૨૧ પછી યેહૂએ સમગ્ર ઇઝરાયલમાં સંદેશાવાહકો મોકલ્યા. બઆલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બઆલના મંદિરમાં આવ્યા, મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.
And Jehu sent through all Israel. And all the worshippers of Baal came, so that there was not a man left who did not come. And they came into the house of Baal, and the house of Baal was filled from one end to another.
22 ૨૨ પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બઆલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો.
And he said to him who was over the vestry, Bring forth vestments for all the worshippers of Baal. And he brought forth for them vestments.
23 ૨૩ પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બઆલના મંદિરમાં ગયા. તેણે બઆલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બઆલના સેવકો જ હોય.”
And Jehu went, and Jehonadab the son of Rechab, into the house of Baal. And he said to the worshippers of Baal, Search, and look that there be here with you none of the servants of Jehovah, but the worshippers of Baal only.
24 ૨૪ પછી તેઓ યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.”
And they went in to offer sacrifices and burnt offerings. Now Jehu had appointed for him eighty men outside, and said, If any of the men whom I bring into your hands escape, he who lets him go, his life shall be for the life of him.
25 ૨૫ યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બઆલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા.
And it came to pass, as soon as he had made an end of offering the burnt offering, that Jehu said to the guard and to the captains, Go in, and kill them; let none come forth. And they smote them with the edge of the sword. And the guard and the captains cast them out, and went to the city of the house of Baal.
26 ૨૬ બઆલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી.
And they brought forth the pillars that were in the house of Baal, and burned them.
27 ૨૭ તેઓએ બઆલના સ્તંભને તોડી નાખ્યો. અને બઆલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે.
And they broke down the pillar of Baal, and broke down the house of Baal, and made it an out-house to this day.
28 ૨૮ આ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલ અને તેના સેવકોને નષ્ટ કર્યા.
Thus Jehu destroyed Baal out of Israel.
29 ૨૯ પણ નબાટના દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો, તેનું અનુકરણ કરીને યેહૂએ બેથેલમાંના તથા દાનમાંના સોનાના વાછરડાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું.
However from the sins of Jeroboam the son of Nebat, with which he made Israel to sin, Jehu did not depart from after them, namely, the golden calves that were in Bethel, and that were in Dan.
30 ૩૦ પછી યહોવાહે યેહૂને કહ્યું, “કેમ કે મારી દ્રષ્ટિમાં જે સારું હતું તે તેં કર્યું, જે બધું મારા હૃદયમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબને મારી નાખવાનું તેં કર્યું તે સારું કર્યું છે, તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલના રાજયાસન પર બેસશે.”
And Jehovah said to Jehu, Because thou have done well in executing that which is right in my eyes, and have done to the house of Ahab according to all that was in my heart, thy sons of the fourth generation shall sit on the throne of Israel.
31 ૩૧ તો પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહિ. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલું રાખ્યું.
But Jehu did not take heed to walk in the law of Jehovah, the God of Israel, with all his heart. He did not depart from the sins of Jeroboam, with which he made Israel to sin.
32 ૩૨ તે દિવસોમાં યહોવાહે ઇઝરાયલના પ્રદેશનો નાશ કરવા માંડ્યો, હઝાએલે ઇઝરાયલીઓને તેઓની હદમાં હરાવ્યા.
In those days Jehovah began to cut off from Israel. And Hazael smote them in all the borders of Israel,
33 ૩૩ યર્દન નદીની પૂર્વ તરફ, આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલ્યાદ તથા બાશાન સુધી આખા ગિલ્યાદ દેશને, ગાદીઓને, રુબેનીઓને તથા મનાશ્શીઓને હરાવ્યા.
from the Jordan eastward, all the land of Gilead, the Gadites, and the Reubenites, and the Manassites, from Aroer, which is by the valley of the Arnon, even Gilead and Bashan.
34 ૩૪ યેહૂનાં બાકીનાં કૃત્યો અને તેણે જે સર્વ કર્યું તે, તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Now the rest of the acts of Jehu, and all that he did, and all his might, are they not written in the book of the chronicles of the kings of Israel?
35 ૩૫ પછી યેહૂ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેઓએ તેને સમરુનમાં દફ્નાવ્યો. તેના દીકરા યહોઆહાઝે તેની જગ્યાએ રાજ કર્યું.
And Jehu slept with his fathers, and they buried him in Samaria. And Jehoahaz his son reigned in his stead.
36 ૩૬ યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું હતું.
And the time that Jehu reigned over Israel in Samaria was twenty-eight years.