< યોહાનનો બીજો પત્ર 1 >

1 પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ.
হে অভিৰুচিতে কুৰিযে, ৎৱাং তৱ পুত্ৰাংশ্চ প্ৰতি প্ৰাচীনোঽহং পত্ৰং লিখামি|
2 જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે. (aiōn g165)
সত্যমতাদ্ যুষ্মাসু মম প্ৰেমাস্তি কেৱলং মম নহি কিন্তু সত্যমতজ্ঞানাং সৰ্ৱ্ৱেষামেৱ| যতঃ সত্যমতম্ অস্মাসু তিষ্ঠত্যনন্তকালং যাৱচ্চাস্মাসু স্থাস্যতি| (aiōn g165)
3 ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે.
পিতুৰীশ্ৱৰাৎ তৎপিতুঃ পুত্ৰাৎ প্ৰভো ৰ্যীশুখ্ৰীষ্টাচ্চ প্ৰাপ্যো ঽনুগ্ৰহঃ কৃপা শান্তিশ্চ সত্যতাপ্ৰেমভ্যাং সাৰ্দ্ধং যুষ্মান্ অধিতিষ্ঠতু|
4 જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું.
ৱযং পিতৃতো যাম্ আজ্ঞাং প্ৰাপ্তৱন্তস্তদনুসাৰেণ তৱ কেচিদ্ আত্মজাঃ সত্যমতম্ আচৰন্ত্যেতস্য প্ৰমাণং প্ৰাপ্যাহং ভৃশম্ আনন্দিতৱান্|
5 હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માંહોમાંહે પ્રેમ રાખીએ.
সাম্প্ৰতঞ্চ হে কুৰিযে, নৱীনাং কাঞ্চিদ্ আজ্ঞাং ন লিখন্নহম্ আদিতো লব্ধাম্ আজ্ঞাং লিখন্ ৎৱাম্ ইদং ৱিনযে যদ্ অস্মাভিঃ পৰস্পৰং প্ৰেম কৰ্ত্তৱ্যং|
6 આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો.
অপৰং প্ৰেমৈতেন প্ৰকাশতে যদ্ ৱযং তস্যাজ্ঞা আচৰেম| আদিতো যুষ্মাভি ৰ্যা শ্ৰুতা সেযম্ আজ্ঞা সা চ যুষ্মাভিৰাচৰিতৱ্যা|
7 કારણ કે દુનિયામાં ઘણાં છેતરનારાં ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્ત-વિરોધી છે.
যতো বহৱঃ প্ৰৱঞ্চকা জগৎ প্ৰৱিশ্য যীশুখ্ৰীষ্টো নৰাৱতাৰো ভূৎৱাগত এতৎ নাঙ্গীকুৰ্ৱ্ৱন্তি স এৱ প্ৰৱঞ্চকঃ খ্ৰীষ্টাৰিশ্চাস্তি|
8 તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો.
অস্মাকং শ্ৰমো যৎ পণ্ডশ্ৰমো ন ভৱেৎ কিন্তু সম্পূৰ্ণং ৱেতনমস্মাভি ৰ্লভ্যেত তদৰ্থং স্ৱানধি সাৱধানা ভৱতঃ|
9 જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે.
যঃ কশ্চিদ্ ৱিপথগামী ভূৎৱা খ্ৰীষ্টস্য শিক্ষাযাং ন তিষ্ঠতি স ঈশ্ৱৰং ন ধাৰযতি খ্ৰীষ্টস্য শিজ্ঞাযাং যস্তিষ্ঠতি স পিতৰং পুত্ৰঞ্চ ধাৰযতি|
10 ૧૦ જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો.
১০যঃ কশ্চিদ্ যুষ্মৎসন্নিধিমাগচ্ছন্ শিক্ষামেনাং নানযতি স যুষ্মাভিঃ স্ৱৱেশ্মনি ন গৃহ্যতাং তৱ মঙ্গলং ভূযাদিতি ৱাগপি তস্মৈ ন কথ্যতাং|
11 ૧૧ કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.
১১যতস্তৱ মঙ্গলং ভূযাদিতি ৱাচং যঃ কশ্চিৎ তস্মৈ কথযতি স তস্য দুষ্কৰ্ম্মণাম্ অংশী ভৱতি|
12 ૧૨ મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું.
১২যুষ্মান্ প্ৰতি মযা বহূনি লেখিতৱ্যানি কিন্তু পত্ৰমসীভ্যাং তৎ কৰ্ত্তুং নেচ্ছামি, যতো ঽস্মাকম্ আনন্দো যথা সম্পূৰ্ণো ভৱিষ্যতি তথা যুষ্মৎসমীপমুপস্থাযাহং সম্মুখীভূয যুষ্মাভিঃ সম্ভাষিষ্য ইতি প্ৰত্যাশা মমাস্তে|
13 ૧૩ તારી પસંદ કરેલી બહેનનાં બાળકો તને ક્ષેમકુશળ કહે છે.
১৩তৱাভিৰুচিতাযা ভগিন্যা বালকাস্ত্ৱাং নমস্কাৰং জ্ঞাপযন্তি| আমেন্|

< યોહાનનો બીજો પત્ર 1 >