< કરિંથીઓને બીજો પત્ર 9 >
1 ૧ હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી
О службе бо, яже ко святым, лишше ми есть писати вам,
2 ૨ કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.
вем бо усердие ваше, имже о вас хвалюся Македоняном, яко Ахаиа приготовися от мимошедшаго лета: и яже от вас ревность раздражи множайших.
3 ૩ હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ;
Послах же братию, да не похваление наше, еже о вас, испразднится в части сей, но да, якоже глаголах, приготовани будете:
4 ૪ એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે.
да не како, аще приидут со мною Македоняне и обрящут вас неприготованных, постыдимся мы, да не глаголем вы, в части сей похваления.
5 ૫ આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.
Потребно убо умыслих умолити братию, да прежде приидут к вам и предуготовят прежде возвещенное благословение ваше, сие готово быти тако, якоже благословение, а не яко лихоимство.
6 ૬ એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.
Се же глаголю: сеяй скудостию, скудостию и пожнет: а сеяй о благословении, о благословении и пожнет.
7 ૭ જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.
Кийждо якоже изволение имать сердцем, не от скорби, ни от нужды: доброхотна бо дателя любит Бог.
8 ૮ ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.
Силен же Бог всяку благодать изюбиловати в вас, да о всем всегда всяко довольство имуще, избыточествуете во всяко дело благо,
9 ૯ જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” (aiōn )
якоже есть писано: расточи, даде убогим: правда его пребывает во век века. (aiōn )
10 ૧૦ જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;
Даяй же семя сеющему и хлеб в снедь, да подаст и умножит семя ваше, и да возрастит жита правды вашея,
11 ૧૧ એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
да о всем богатящеся во всяку простоту, яже содевает нами благодарение Богу.
12 ૧૨ કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે;
Яко работа сего служения не токмо есть исполняющая лишения святых, но и избыточествующая многими благодареньми Богови:
13 ૧૩ એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.
искушением служения сего славяще Бога о покорении исповедания вашего в Благовествовании Христове, и о простоте союбщения к ним и ко всем,
14 ૧૪ તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે.
и о тех молитве о вас, возжелеющих вас за премногую благодать Божию на вас.
15 ૧૫ ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.
Благодарение же Богови о неисповедимем Его даре.