< કરિંથીઓને બીજો પત્ર 9 >

1 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી
પવિત્રલોકાનામ્ ઉપકારાર્થકસેવામધિ યુષ્માન્ પ્રતિ મમ લિખનં નિષ્પ્રયોજનં|
2 કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.
યત આખાયાદેશસ્થા લોકા ગતવર્ષમ્ આરભ્ય તત્કાર્ય્ય ઉદ્યતાઃ સન્તીતિ વાક્યેનાહં માકિદનીયલોકાનાં સમીપે યુષ્માકં યામ્ ઇચ્છુકતામધિ શ્લાઘે તામ્ અવગતોઽસ્મિ યુષ્માકં તસ્માદ્ ઉત્સાહાચ્ચાપરેષાં બહૂનામ્ ઉદ્યોગો જાતઃ|
3 હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ;
કિઞ્ચૈતસ્મિન્ યુષ્માન્ અધ્યસ્માકં શ્લાઘા યદ્ અતથ્યા ન ભવેત્ યૂયઞ્ચ મમ વાક્યાનુસારાદ્ યદ્ ઉદ્યતાસ્તિષ્ઠેત તદર્થમેવ તે ભ્રાતરો મયા પ્રેષિતાઃ|
4 એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે.
યસ્માત્ મયા સાર્દ્ધં કૈશ્ચિત્ માકિદનીયભ્રાતૃભિરાગત્ય યૂયમનુદ્યતા ઇતિ યદિ દૃશ્યતે તર્હિ તસ્માદ્ દૃઢવિશ્વાસાદ્ યુષ્માકં લજ્જા જનિષ્યત ઇત્યસ્માભિ ર્ન વક્તવ્યં કિન્ત્વસ્માકમેવ લજ્જા જનિષ્યતે|
5 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.
અતઃ પ્રાક્ પ્રતિજ્ઞાતં યુષ્માકં દાનં યત્ સઞ્ચિતં ભવેત્ તચ્ચ યદ્ ગ્રાહકતાયાઃ ફલમ્ અભૂત્વા દાનશીલતાયા એવ ફલં ભવેત્ તદર્થં મમાગ્રે ગમનાય તત્સઞ્ચયનાય ચ તાન્ ભ્રાતૃન્ આદેષ્ટુમહં પ્રયોજનમ્ અમન્યે|
6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.
અપરમપિ વ્યાહરામિ કેનચિત્ ક્ષુદ્રભાવેન બીજેષૂપ્તેષુ સ્વલ્પાનિ શસ્યાનિ કર્ત્તિષ્યન્તે, કિઞ્ચ કેનચિદ્ બહુદભવેન બીજેષૂપ્તેષુ બહૂનિ શસ્યાનિ કર્ત્તિષ્યન્તે|
7 જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.
એકૈકેન સ્વમનસિ યથા નિશ્ચીયતે તથૈવ દીયતાં કેનાપિ કાતરેણ ભીતેન વા ન દીયતાં યત ઈશ્વરો હૃષ્ટમાનસે દાતરિ પ્રીયતે|
8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ.
અપરમ્ ઈશ્વરો યુષ્માન્ પ્રતિ સર્વ્વવિધં બહુપ્રદં પ્રસાદં પ્રકાશયિતુમ્ અર્હતિ તેન યૂયં સર્વ્વવિષયે યથેષ્ટં પ્રાપ્ય સર્વ્વેણ સત્કર્મ્મણા બહુફલવન્તો ભવિષ્યથ|
9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” (aiōn g165)
એતસ્મિન્ લિખિતમાસ્તે, યથા, વ્યયતે સ જનો રાયં દુર્ગતેભ્યો દદાતિ ચ| નિત્યસ્થાયી ચ તદ્ધર્મ્મઃ (aiōn g165)
10 ૧૦ જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે;
બીજં ભેજનીયમ્ અન્નઞ્ચ વપ્ત્રે યેન વિશ્રાણ્યતે સ યુષ્મભ્યમ્ અપિ બીજં વિશ્રાણ્ય બહુલીકરિષ્યતિ યુષ્માકં ધર્મ્મફલાનિ વર્દ્ધયિષ્યતિ ચ|
11 ૧૧ એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
તેન સર્વ્વવિષયે સધનીભૂતૈ ર્યુષ્માભિઃ સર્વ્વવિષયે દાનશીલતાયાં પ્રકાશિતાયામ્ અસ્માભિરીશ્વરસ્ય ધન્યવાદઃ સાધયિષ્યતે|
12 ૧૨ કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે;
એતયોપકારસેવયા પવિત્રલોકાનામ્ અર્થાભાવસ્ય પ્રતીકારો જાયત ઇતિ કેવલં નહિ કિન્ત્વીશ્ચરસ્ય ધન્યવાદોઽપિ બાહુલ્યેનોત્પાદ્યતે|
13 ૧૩ એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.
યત એતસ્માદ્ ઉપકારકરણાદ્ યુષ્માકં પરીક્ષિતત્વં બુદ્ધ્વા બહુભિઃ ખ્રીષ્ટસુસંવાદાઙ્ગીકરણે યુષ્માકમ્ આજ્ઞાગ્રાહિત્વાત્ તદ્ભાગિત્વે ચ તાન્ અપરાંશ્ચ પ્રતિ યુષ્માકં દાતૃત્વાદ્ ઈશ્વરસ્ય ધન્યવાદઃ કારિષ્યતે,
14 ૧૪ તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે.
યુષ્મદર્થં પ્રાર્થનાં કૃત્વા ચ યુષ્માસ્વીશ્વરસ્ય ગરિષ્ઠાનુગ્રહાદ્ યુષ્માસુ તૈઃ પ્રેમ કારિષ્યતે|
15 ૧૫ ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.
અપરમ્ ઈશ્વરસ્યાનિર્વ્વચનીયદાનાત્ સ ધન્યો ભૂયાત્|

< કરિંથીઓને બીજો પત્ર 9 >