< કરિંથીઓને બીજો પત્ર 8 >
1 ૧ ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે,
Hermanos, les informamos sobre la gracia de Dios que fue dada a las iglesias de Macedonia,
2 ૨ વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ.
que en medio de gran prueba de aflicción, la abundancia de su gozo y según su extrema pobreza, abundaron en la riqueza de su generosidad.
3 ૩ કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં.
Porque doy testimonio de que espontáneamente según su capacidad, y aun por encima de ella,
4 ૪ પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી;
nos rogaron mucho [que les concediéramos] el privilegio de participar en el sostenimiento de los santos.
5 ૫ વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.
No como esperábamos, sino primeramente ellos mismos se dieron al Señor y a nosotros, por [la] voluntad de Dios,
6 ૬ માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે.
a fin de que rogáramos nosotros a Tito para que, así como se inició, también completara para ustedes este privilegio.
7 ૭ પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો.
Por tanto, como en todo abundan: en fe, en palabra, en conocimiento, en toda diligencia y en el amor de nosotros para ustedes, abunden también en este privilegio.
8 ૮ હું આ બાબત આજ્ઞારૂપે નહિ, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રામાણિકતાની પરીક્ષા કરવાને કહું છું.
No [lo] digo como un mandamiento, sino también para someter a prueba por medio de la diligencia de otros, la autenticidad del amor de ustedes.
9 ૯ કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.
Porque conocen la gracia de nuestro Señor Jesucristo, Quien era rico y empobreció por amor a ustedes para que ustedes, por medio de su pobreza, fueran ricos.
10 ૧૦ આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી.
En esto doy [mi] consejo, porque les conviene a ustedes que comenzaron desde el año pasado, no solo a hacer [esto], sino también a desearlo.
11 ૧૧ તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય.
Ahora, pues, lleven el hecho a su término, para que como estuvieron dispuestos a querer, así también estén dispuestos a cumplir según lo que tengan.
12 ૧૨ કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.
Porque si primero la voluntad está dispuesta, será aceptada según lo que uno tenga, no según lo que no tenga.
13 ૧૩ આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે,
Porque no digo esto para bienestar de otros y aflicción de ustedes, sino para igualdad,
14 ૧૪ પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય;
[para que] en este tiempo la abundancia de ustedes supla la escasez de ellos, a fin de que también la abundancia de ellos regrese hacia la escasez de ustedes, para que haya igualdad.
15 ૧૫ જેમ લખેલું છે, ‘જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.’”
Como está escrito: El que [recogió] mucho, no tuvo más, y el que poco, no tuvo menos.
16 ૧૬ પણ ઈશ્વરની આભારસ્તુતિ થાઓ, કે જેમણે તિતસના હૃદયમાં તમારે માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી;
Pero gracias a Dios Quien puso la misma solicitud por ustedes en el corazón de Tito,
17 ૧૭ કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો.
pues no solo aceptó el ruego, sino, al ser más diligente, espontáneamente fue a ustedes.
18 ૧૮ વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે કે જેનું નામ સુવાર્તાપ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે.
Enviamos juntamente con [Tito] al hermano cuya aprobación en las Buenas Noticias está en todas las iglesias.
19 ૧૯ એટલું જ નહિ, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવાં તે અમારી સાથે ફરે.
No solo [esto], sino también fue designado por las iglesias como nuestro compañero de viaje con esta ministración que es suministrada por nosotros para gloria del Señor y [para mostrar ]nuestra disposición.
20 ૨૦ અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે.
Nos propusimos esto, no sea que alguien nos critique por esta abundancia suministrada por nosotros.
21 ૨૧ કેવળ પ્રભુની જ દ્રષ્ટિમાં નહિ, પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવા વિષે અમે કાળજી રાખીએ છીએ.
Porque tenemos en consideración cosas buenas, no solo delante del Señor, sino también delante de [los] hombres.
22 ૨૨ તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે.
Enviamos con ellos a nuestro hermano a quien muchas veces probamos en muchas cosas [que] es diligente, pero ahora mucho más diligente porque tenemos mucha confianza en ustedes.
23 ૨૩ તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે.
En cuanto a Tito, es mi compañero y colaborador entre ustedes. En cuanto a nuestros hermanos, son enviados de iglesias, gloria de Cristo.
24 ૨૪ તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.
Muestren la prueba de nuestro amor y de nuestro enaltecimiento con respecto a ustedes ante las iglesias por medio de ellos.